• શુક્રવાર, 15 મે, 2026

સુમરાસર શેખ ગામ તથા વાડીવિસ્તારમાં પાણીની તંગીથી હાલાકી

ભુજ, તા. 14 : તાલુકાના સુમરાસર શેખ ગામ તથા આસપાસના વાડીવિસ્તારમાં પીવાનાં પાણીની તંગી સર્જાતાં ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વારંવાર પાણીનો કાપ મુકાતાં ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ હતી. ગામ તથા વાડીવિસ્તારમાં સમયસર પૂરતું પાણી ન મળતાં દૈનિક જીવન પર અસર પડતાં પરિસ્થિતિ ચિંતાજનક બની હતી. તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા નહીં કરાય તો આવનારા દિવસોમાં સ્થિતિ વધુ વિકટ બનવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી. આ અંગે પશ્ચિમ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી પાણીકાપ બંધ કરવા, વાડીવિસ્તારમાં પૂરતો પાણી પુરવઠો ઉપલબ્ધ કરાવવા તથા જરૂર હોય ત્યાં ટેન્કર દ્વારા નિયમિત પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવા માંગ કરાઈ હતી. 

Panchang

dd