• રવિવાર, 29 માર્ચ, 2026

માધાપરના વિકાસની ખૂટતી કડીઓ વેળાસર દૂર કરાશે

માધાપર (તા. ભુજ), તા. 28 : માધાપર જૂનાવાસ ખાતે રૂા. 90 લાખના ખર્ચે મંજૂર થયેલ નવી લાઇનથી શ્રીજી વિદ્યાલય તરફ જતા સી.સી. રોડ અને માધાપર નવાવાસમાં રૂા. એક કરોડના ખર્ચે મંજૂર થયેલ પંકજનગરથી કચ્છમિત્ર સર્કલ તરફ જતા રોડનું ખાતમુહૂર્ત ભુજના ધારાસભ્ય કેશુભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારુલબેન કારાએ આ બંને રોડ ઉપરાંત નવાવાસમાં નળવાળા રોડ કે જે અગાઉ ડામર રોડ મંજૂર થયેલ હતો તેને પાણીનાં વહેણને ધ્યાનમાં લઇ ધારાસભ્ય કેશુભાઇએ અંગત રસ લઇ સી.સી. રોડ તરીકે મંજૂર કરાવ્યો કે જેનું કામ અત્યારે ચાલુ છે એ બદલ ધારાસભ્યનો વિશેષ આભાર માન્યો હતો. ધારાસભ્ય કેશુભાઇ પટેલે જણાવ્યું કે, સરકાર જ્યારે આટલી મોટી રકમ વિકાસકામો માટે ફાળવતી હોય ત્યારે આપણા સૌની નૈતિક જવાબદારી બને છે કે સારામાં સારી ગુણવત્તાવાળું કામ થાય. માધાપરના વિકાસ માટેની ખૂટતી કડીઓ પૂરી કરવાની તેમણે ખાતરી આપી હતી. નવાવાસના સરપંચ વાલજીભાઇ આહીર, જૂનાવાસના સરપંચ ગંગાબેન મહેશ્વરી, જિલ્લા ભાજપના મહામંત્રી ભીમજીભાઇ જોધાણી, હિતેશભાઇ ખંડોર, તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઇ વરસાણી, ઉપપ્રમુખ પ્રવીણાબેન રાઠોડ, તા.પં. સદસ્ય લક્ષ્મીબેન જરૂ, એપીએમસીના ચેરમેન શંભુભાઇ જરૂ, હરીશભાઇ પિંડોરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મહામંત્રી દિનેશભાઇ ઠક્કરે, તો આભારવિધિ રમેશભાઇ આહીરે કર્યા હતા. 

Panchang

dd