ભુજ, તા. 28 : લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા
સંચાલિત લાયન્સ ક્લબ ઓફ ભુજનો પરમેનેન્ટ પ્રોજેક્ટ જયપુર ફૂટ કેમ્પમાં કુલ 8 દર્દીએ લાભ લીધો હતો, જેમાં દર્દીના નવા પગ, 1 દર્દીને કેલિપર્સ અને 3 દર્દીના કૃત્રિમ પગનું રિપેરીંગ કામ નિ:શુલ્ક
કરાયું હતું. અનુપ કોટકની પ્રેરણાથી દાતા રાધાબેન માવજીભાઇ કેરાઇ, માધાપર (હાલે લંડન) પરિવારે રૂા. 25000 સહયોગથી કેમ્પનો લાભ લીધો હતો.
કેમ્પના ઉદ્ઘાટન સત્રમાં શામજીભાઇ ભુડિયા, મનસુખભાઇ પટેલ તથા કુંવરજીભાઇ કેરાઇ, ક્લબ પ્રેસિડેન્ટ
ચંદ્રકાંતભાઇ સોની, ડિસ્ટ્રીક્ટ ગવર્નર અભયભાઇ શાહ, પ્રોજેક્ટ ચેરમેન જગદીશભાઇ સોની, લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટના
ચેરમેન સંજયભાઇ દેસાઇ, સેક્રેટરી ભરતભાઇ મહેતા, ટ્રેઝરર એસ. જે. શાહ, ભુજ ક્લબ વાઇસ પ્રેસિડેન્ટ અનુપ
કોટક, એ. વાય. આકબાની, ધર્મેન્દ્ર બારમેડા
ઉપસ્થિત રહ્યાં હતાં. સેવાથી પ્રભાવિત થઇ અતિથિ વિશેષ કુંવરજીભાઇ કેરાઇએ પોતાના તરફથી
આગામી જયપુર ફૂટ કેમ્પની જાહેરાત કરી હતી. આ અવસરે શ્રી દેસાઇએ લાયન્સ હોલ ઉપર ચાલતા
કાયમી પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી. અભય શાહે દાતા પરિવારને બિરદાવ્યા હતા. સોનીએ
જયપુર ફૂટ કેમ્પ વિશે માહિતી આપી હતી અને આભારવિધિ ઉમેશ પાટડિયાએ કરી હતી.