ગાંધીધામ, તા. 28 : ઈઝરાયલ અને અમેરિકા દ્વારા
ઈરાન ઉપર કરાયેલા હુમલા બાદ મિડલ ઈસ્ટના દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાતાં
દેશમાં એલપીજી ગેસનું સંકટ સર્જાયું હતું, પરંતુ ત્યારબાદ અત્યાર સુધી ત્રણ જહાજ કંડલા અને મુંદરા બંદરે આવી પહોંચ્યાં
છે. આજે ચોથું જહાજ પણ એલપીજીનો જથ્થો ભરીને ડીપીએ હસ્તકના પોર્ટ ખાતે પહોંચ્યું હતું.
આ અંગે મળતી વિગતો મુજબ અગાઉ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને શિવાલિક અને જગ લાડકી જહાજ
મુંદરા બંદરે અને નંદાદેવી નામનું જહાજ દીનદયાલ પોર્ટ હસ્તકના વાડીનાર ખાતે લાંગર્યાં
હતાં અને શિપ ટુ શિપ ટ્રાન્ફર એલપીજીનો જથ્થો અન્ય જહાજમાં ટ્રાન્સફર કરાયો હતો. દરમ્યાન
આજે ચોથું જહાજ જગ વસંત આજે સવારે વાડીનાર બંદર ખાતે પહોંચી આવ્યું હતું. 47 હજાર મેટ્રિક ટન એલપીજી ભરેલાં આ જહાજમાંથી પણ શિપ ટુ શિપ એલપીજી
ટ્રાન્સફર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે
પ્રથમ જહાજમાં એસટીએસ ઓપરેશન કરાયા બાદ તાજેતરમાં ત્રણ જહાજનું મધદરીયે એસટીએસ ઓપરેશન
કરાયું હતું. આ ત્રીજાં જહાજમાં આ પ્રકારે
ઓપરેશન હાથ ધરાયું છે. એક ક્રૂડ અને ત્રણ એલપીજીનાં જહાજ આવતાં દેશની મહત્તમ રાંધણગેસની
અછત કચ્છના બંદરોથી પૂરી થઈ છે.