• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

ભુજમાં નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પમાં 141 દર્દી જોડાયા

ભુજ, તા. 24 : માનવસેવા એ જ પ્રભુસેવા એ ઉક્તિને સાર્થક કરવા રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી અને આઈએમએ ભુજના સંયુક્ત ઉપક્રમે, માધાપર પીએચસી સેન્ટર ખાતે નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં 141 દર્દી જોડાયા હતા. આ કેમ્પના આર્થિક સહયોગી કતીરા ઈમેજિંગ સેન્ટર ભુજના ડો. લવ કતીરા રહ્યા હતા. જેમાં અલગ અલગ વિભાગના કુલ 25 કરતા વધારે તબીબોએ સેવા આપી હતી. રોટરી વોલસિટી પ્રમુખ દ્વિજેશ આચાર્ય, આઈએમએ પ્રમુખ ડો. નરેશ ભાનુશાલી તથા રોટરી વોલસિટીના આસિ. ગવર્નર ધવલ રાવલના માર્ગદર્શનમાં રોટરી મંત્રી અમર મહેતા, પ્રોજેક્ટ ચેરમેન નરેશ પુજારા, દર્શન ઠક્કર તથા હિમાંશુ ચંદેએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે જાણીતા સિનિયર ડો. પી. એન. આચાર્ય તથા આઈએમએના તબીબો ઉપસ્થિત રહ્યા હતા. માધાપર પીએચસીના મેડિકલ ઓફિસર ડો. સુનીતા ભાનુશાલી, ડો. શ્રેયસ ગોરે સહયોગ આપ્યો હતો. બહોળી સંખ્યામાં રોટરી ક્લબ અને આઈએમએના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દત્તુ ત્રિવેદી, ડો. મિત રામાની, ડો. અભિનવ કોટક, હર્ષદ ભીન્ડે, દર્શન ઠક્કર, ચિરાગ ઠક્કર, હિતેશ સોની, હિતેન્દ્ર મકવાણા, નીલ સચદે, જેકી ઠક્કર, સુબોધ ઠક્કર વિ. ઉપસ્થિત રહી કાર્યભાર સંભાળ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang