જન્મદિન કે અન્ય પ્રસંગ હોય, આ ખુશાલી અને રાજીપો પ્રગટ કરવાની
સુખપર (રોહા) તા. નખત્રાણા ગામના શિક્ષિકા ડો. કોમલબેન સચદેની અનોખી અને પ્રેરક પહેલ
હોય છે. તેઓ હંમેશા વિદ્યાર્થીઓ સાથે અને સ્કૂલ સાથે રહીને આવા ખાસ અવસર ઉજવતા હોય
છે. તાજેતરમાં પાંચમી સપ્ટેમ્બરે તેમની શિક્ષક કારકિર્દીને 13 વર્ષ પૂરાં થતાં હતા.
આ નિમિત્તે પોતાની શિક્ષણસેવાની સુખપર (રોહા)
પ્રા. શાળા સાથે કોટડા (રોહા) ગુપ શાળાની 1ર એમ કુલ 13 શાળાઓના બાળકો માટે કચ્છમિત્ર
જુનિયરનું વાર્ષિક લવાજમ ભરી ભેટ ધરી હતી. આ રીતે વર્ષભર વાચન વિકાસ અને સંસ્કાર ઘડતરમાં
તેઓ સહયોગી બન્યા હતા. ડો. કોમલબેન શિક્ષકોની સેવાકાલીન તાલીમોમાં રિસોર્સ પર્સન તરીકે
કામગીરી કરે છે અને ગત વર્ષે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવ્યો
છે. એમનો `સબધ સિદ્ધિ'
કચ્છી કાવ્ય સંગ્રહ ગત વર્ષે જ પ્રસિદ્ધ થયો છે.