• રવિવાર, 28 એપ્રિલ, 2024

ધાર્મિક પ્રસંગને લઇને લેવા પટેલ ચોવીસીમાં બિનનિવાસીઓનું આગમન; યુ.કે.ની સંખ્યા વધુ

કેરા (તા. ભુજ), તા. 28 : ધાર્મિક આસ્થાને લઇને વતન સાથે જોડાયેલા રહેલા ચોવીસીના લેવા પટેલો હાલ પ્રસંગ માણવા માદરે વતન આવી રહ્યા છે. અંજારમાં સંપ્રદાયના પ્રસંગને લઇને આગમન થયું છે. વર્ષોથી જેની માંગ હતી તે લંડન હિથ્રોથી ભુજ હવાઇ જોડાણ શરૂ થતાં વડીલોને માદરે વતન આવવા સગવડ થઇ?છે. બીજીબાજુ ધાર્મિક આસ્થાનાં કારણે અંજાર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના નવા મંદિરની પ્રતિષ્ઠા થવાની છે તેમાં ભાગ લેવા પરિવારોનું આગમન થયું છે. મુંબઇ એરપોર્ટ ખાતે કચ્છમિત્ર સાથે વાત કરતાં યુ.કે.વાસી કચ્છીઓ કહે છે કે, એર ઇન્ડિયાએ સમય પર સુવિધા આપી છે. અમને હિથ્રોથી ભુજનો બોર્ડિંગ પાસ અપાય છે. લગેજને મુંબઇમાં મેળવી ભુજની ફ્લાઇટને આપવાનું હોય છે પણ તે અંતર ઘણું નજીક છે તેથી સરળતા રહે છે. મુંબઇમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટર્મિનલ એક બિલ્ડિંગમાં હોતાં સામાન પરિવહન કરવા સરળતા રખાઇ છે તેથી વૃદ્ધ વડીલો-યુવાનોના સહકાર વગર આવ-જા કરી શકે છે, જેના કારણે વખતે ઘણાં વડીલો વતન આવ્યા છે. ગામના પાદરમાં બિનનિવાસીઓની હાજરીથી રોનક વધી છે. ફેબ્રુઆરી અંતથી શરૂ?થયેલ આગમન એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધી ચાલવાનું છે. ઉત્સવ વિરામ બાદ ઘણા પરિવારો દેશના સ્થળોએ ધર્મ દર્શન માટે સજ્જ થઇ રહ્યા છે. અલબત્ત, હાલ આવેલા પરિવારોમાં 60 વર્ષથી વધુ વયજૂથના છે જે અંશત: નિવૃત્ત થયા છે કાં આરે છે. યુવાઓનું આગમન ઓછું છે. કદાચ તે ઉત્સવ શરૂ થવાને નજીક આવશે. ધંધા-રોજગાર ચાલુ હોય, વેકેશન નથી તેથી પણ સંતાનો આવી શકે નહીં. અંજારમાં ભગવાન સ્વામિનારાયણનું ગુલાબી પથ્થરનું મંદિર બન્યું છે તે પ્રસંગે આવ્યા હોવાનું પરિવારો કહી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang