• રવિવાર, 28 એપ્રિલ, 2024

આધુનિક મશીન વડે નખત્રાણા તા.માં ઘઉંની કાપણી શરૂ

નખત્રાણા, તા. 28 : પંથકમાં શિયાળુ-રવી પાક પેદાશમાં ઘઉં અને રાયડાનો પાક તૈયાર થતાં પાકની કાપણીનાં કામમાં આધુનિક કટિંગ મશીન લગાડવામાં આવ્યાં છે. વીતેલા જૂના સમયમાં પાકોને દાંતરડાથી કાપી માટીની ગારથી તૈયાર કરાયેલા ખડામાં એકત્ર કરી તેના ઉપર ગાડા બળદથી હલર ફેરવી છોડથી અલગ કરાયેલા ધાન્યની સફાઈ કરવા પવનની ગતિએ ઉંઘણી ને સફાઈ કરવામાં આવતી, જેને દિવસોના દિવસો લાગતા. બદલાયેલા સમયમાં નવી આધુનિક ટેકનોલોજી હવે આવી ગઈ છે. કાપણી મશીનથી એક કલાકમાં બેથી અઢી એકર જેટલા વિસ્તારમાં ઝડપથી કાપણી કરી છોડમાંથી ધાન્ય સાફ થઈ જાય છે. તેને મશીનથી ચોખ્ખા કરવા  ઓપલર મશીનમાં સાફ કરી બોરીઓ ભરવામાં આવે છે, તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. નખત્રાણાના ખેડૂત અગ્રણી દિનેશભાઈ વાસાણીએ પોતાની વાડીની સાત એકર જમીનમાં ઘઉંની કાપણી કરાવી માહિતી આપતા જણાવ્યું હતું કે, પંજાબ પ્રાંતમાંથી આવા કાપણી કામના કચ્છમાં અનેક મશીનો આવી કામમાં લાગ્યા છે. કાપણી કામના એક એકર વિસ્તામાં કામના રૂા. 1700 વસૂલાતા પંજાબી પરપ્રાંતીઓ કચ્ચ્છમાં મોટી કમાણી કરી જાય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang