• રવિવાર, 28 એપ્રિલ, 2024

નિજાનંદ-આનંદની અનુભૂતિ માટે યોગ જરૂરી

ભુજ, તા. 27 : બી.એડ્. અભ્યાસક્રમના ભાગરૂપે એક વિષય તરીકે યોગ અને સ્વાસ્થ્યનો સમાવેશ કરાયો છે. તાલીમાર્થીઓ ભવિષ્યના શિક્ષકો છે ત્યારે સ્વાસ્થ્ય પ્રત્યે તેઓ જાગૃત થાય તે હેતુથી યોગ શિબિરનું આયોજન મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજ ખાતે કરાયું હતું. ભાવનાબેન ઝવેરીએ શિબિરમાં યુવાવર્ગને તેમનાં કોર્સમાં આવતા યોગના સમગ્ર પાસાંને આવરી લીધા હતા. તેમણે ત્રાટકના પ્રયોગ, મ્યુઝીકલ યોગા, સુર્યનમસ્કાર, હાસ્ય, તાળી, ગરબા યોગ, જીંદગી જીવવાની સંજીવની, ડાયટ ફુડ વિશે, નકારાત્મકતામાંથી બહાર નીકળવા માટે યોગનિંદ્રા, મેડીટેશન, સવાસનના ફાયદા વર્ણવ્યા હતા. જીજ્ઞાબેન બુદ્ધભટ્ટી, ઊર્વિ મહેતાએ સહયોગ આપ્યો હતો. ડાયેટ બી.એડ્. કોલેજનાં ડો. દક્ષાબેન ગોર, ડો. રંજનબેન પરમાર દ્વારા ભાવનાબેનનું સન્માન કરાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang