• રવિવાર, 28 એપ્રિલ, 2024

અણુવ્રત સમિતિ દ્વારા છેડાયું ચૂંટણી શુદ્ધિ અભિયાન

ભુજ, તા. 27 : અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટી દ્વારા સમગ્ર ભારતભરમાં ચૂંટણીપંચ સાથે ચૂંટણી દરમિયાન ચુનાવ શુદ્ધિ અભિયાન ચલાવવામાં આવે છે અને તેમાં પણ સાચી લોકશાહીના ઉત્સવ માટે લોકો સ્વયં જાગૃત બને, સાચા અને નિષ્ઠાવાન લોકોને વોટ કરે તેના માટે  ખાસ ઝુંબેશ ચલાવાઈ રહી છે તેનું સૂત્ર છે, સ્વચ્છ ચૂંટણીનો ફેલાવીએ ઉજાશ, ભારતનો કરીએ શ્રેષ્ઠ વિકાસ. અભિયાન અંતર્ગત  ઈમાનદાર, ચારિત્ર્યવાન, કાર્યકુશળ, નશામુકત, રાષ્ટ્રહિતને સર્વોપરી માનનારાઓને મત આપવાની અપીલ કરાઈ રહી છે. તો ભય અને પ્રલોભનથી પ્રેરાઇને મતદાન કરવા, ચૂંટણીના સમયે શરાબ કે અન્ય માદક દ્રવ્યોનો પ્રતિકાર કરવા, ઉમેદવારના ચારિત્ર્ય અને ગુણોના આધારે મતદાનનો નિર્ણય કરવા, જાતિ કે સંપ્રદાયના આધારે મત આપવા, ગુનાહિત પ્રવૃત્તિ અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા ઉમેદવારને મત આપવા પણ મતદારોને જાગૃત કરાઈ રહ્યા છે. અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટીના નેજા હેઠળ અણુવ્રત સમિતિ - ભુજ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવશે. દરેક  ઉમેદવારો પાસે ફોર્મ ભરાવવાની સાથે શપથ લેવડાવવામાં આવશે તેવું એક યાદીમાં રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય તથા ચુનાવ શુદ્ધિ અભિયાનના સહસંયોજક  મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang