• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

નેપાળમાં તબાહીનું કારણ શું ? : ઈસરોએ સેટેલાઈટ ઈમેજથી ખોલ્યું રહસ્ય

નવી દિલ્હી, તા. 27 : નેપાળનાં રસુવા જિલ્લા અને આસપાસનાં ચીન-નેપાળ સીમાવર્તી વિસ્તારોમાં ભીષણ પૂરે મચાવેલી તબાહીએ સમગ્ર દક્ષિણ એશિયાનાં વૈજ્ઞાનિકોને પણ ચોંકાવી દીધા છે. કેટલાક વિજ્ઞાની અને ખગોળીય એજન્સી ઓચિંતા આવેલા આ જળપ્રલય માટે ભૂકંપને જવાબદાર ગણાવે છે તો કેટલીક એજન્સીનું કહેવું છે કે, હિમનદી ધસી જતાં આ પૂર આવ્યું હતું. ત્યારે સૌથી મોટો સવાલ છે કે આ આફતનું સર્જન આખરે થયું કેવી રીતે? ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન ઈસરો સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોનાં પ્રાથમિક આકલન અનુસાર ભૂકંપનાં ઝટકાનાં કારણે ગ્લેશિયર ફાટતા આ વિનાશલીલા સર્જાઈ હોઈ શકે છે. ઈસરોની એક મહત્ત્વની શાખા નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર(એનઆરએસસી) દ્વારા સેટેલાઈટ ઈમેજોનાં આધારે કેટલીક ધારણા અને આકલન કરવામાં આવ્યા છે. ભારતીય અને આંતરરાષ્ટ્રીય સેટેલાઈટ તસ્વીરોનો ઉપયોગ કરીને એનઆરએસસીનાં વૈજ્ઞાનિકોએ દાયરાનો અભ્યાસ કર્યો છે અને પ્રાથમિક તારણ ઉપર આવ્યા છે કે, આ હોનારત આખરે સર્જાઈ કેવી રીતે. તેનાં આકલન પ્રમાણે આ આફતની શરૂઆત તિબેટનાં ઉંચા પહાડો ઉપરથી થઈ હતી. ત્યાં 4.9ની તીવ્રતાનાં ભૂકંપનાં કારણે સર્ક ગ્લેશિયરનો એક હિસ્સો ધસી ગયો હતો. અને તેનાં હિસાબે હિમશિલા અને ભેખડો કરાળ પહાડીઓ ઉપરથી ભયાનક ઝડપે ધસી પડયા હતાં. આ હિમસ્ખલન અને ભૂસ્ખલનનાં કારણે નદીનો પ્રવાહ અવરોધાઈ ગયો. જ્યારે એ અવરોધ તૂટયો ત્યારે પાણી, કાદવ અને મલબો એક ભીષણ સૈલાબ બનીને ફાટયો. બીજીબાજુ અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (યુએસજીએસ) દ્વારા ભૂકંપીય ગતિવિધિની સંભાવના નકારવામાં આવી રહી છે. તે બિલકુલ અલગ જ નિષ્કર્ષ ઉપર આવીને કહે છે કે, આ ઘટના બની ત્યારે કોઈ ભૂકંપ આવ્યો નથી. વાસ્તવમાં બફર, ચટ્ટાનો અને મલબો તેજીથી ધસી ગયો ત્યારે ઉઠેલા કંપનોને ભૂકંપ માની લેવામાં આવ્યો છે. તેનાં કહેવા અનુસાર નેપાળ-ચીન રસુવાગઢી સીમાડે આશરે 20 કિ.મી. ઉત્તરપૂર્વમાં નદીનાં જલગ્રહણ ક્ષેત્રમાં અચાનક મોટાપાયે હિમ અને પટ્ટાનોનાં ભૂસ્ખલનનાં કારણે આ આપદા ત્રાટકી હતી.

Panchang

dd