નવી દિલ્હી, તા. 17: વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી બેઠકમાં આગામી ચૂંટણી કમિશનર તરીકે
જ્ઞાનેશકુમારના નામને મંજૂરી આપવામાં આવી છે. તેમનો કાર્યકાળ 26 જાન્યુઆરી
2029 સુધી રહેશે. તેઓ વર્તમાન સીઇસીની નિવૃત્તિ પછી ચાર્જ
સંભાળશે. રાજીવકુમાર 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઇ રહ્યા છે.
કુમાર,
ચૂંટણીપંચના સભ્યોની નિમણૂક અંગેના નવા કાયદા હેઠળ નિયુક્ત થનારા પહેલા મુખ્ય
ચૂંટણી કમિશનર છે. આ પહેલાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બેઠકમાં હાજર રહ્યા હતા. જો
કે તેમણે સુપ્રીમ કોર્ટમાં મામલો પડતર હોવાથી નિર્ણય ન આવે ત્યાં સુધી બેઠક
રોકવાની માંગ કરી હતી. વિવેક જોશીને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
છે. તેઓ હરિયાણાના મુખ્ય સચિવ અને 1989 બેચના આઇએએસ અધિકારી છે. ચૂંટણી
કમિશનર સુખબીર સિંહ સંધુ તેમના પદ પર રહેશે એક કાયદા મંત્રાલયે જણાવ્યું હતું. આ
પહેલાં પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી હાજર રહ્યા હતા.