• સોમવાર, 06 મે, 2024

ગુજરાતમાં આક્રમક પ્રચારનો તખ્તો તૈયાર

27મીથી નરેન્દ્ર મોદી અને અમિત શાહનો પ્રચાર જામશે : અમદાવાદ, તા. 23 (અમારા પ્રતિનિધિ તરફથી) : લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 એપ્રિલે સુરત સિવાયની તમામ 25 લોકસભા બેઠકો પર મતદાન તેમજ 5 વિધાનસભા બેઠકો પર પેટચૂંટણીનું મતદાન થશે. મહત્વનું છે કે, સુરત લોકસભા બેઠક ભાજપ તરફી બિનહરીફ જાહેર થઇ છે.લોકસભા ચૂંટણીમાં બીજા ચરણનું મતદાન 26 એપ્રિલે થશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ 27 એપ્રિલથી ગુજરાતમાં પ્રચાર અભિયાન શરૂ કરશે. અંગે મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી અને અમિત શાહ  27 એપ્રિલથી 3 મે સુધી ગુજરાતમાં ધુંઆધાર પ્રચાર કરશે. રાજ્યના ચાર ઝોન સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનમાં પીએમ મોદી ઝોન દીઠ 2 જનસભાઓ કરશે અને એક રોડ-શો કરશે. શહેરી વિસ્તારોમાં રોડ-શો, તો ગ્રામ્ય વિસ્તારોમાં જનસભા કરશે. બીજા ચરણના મતદાન બાદ પીએમ મોદી અને અમિત શાહ સાથે ભાજપના તમામ સ્ટાર પ્રચારક ગુજરાત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 મે ગુજરાત સ્થાપના દિવસે ચૂંટણી પ્રચાર કરવા પહોંચશે અને જૂનાગઢમાં જનસભાને સંબોધિત કરશે. જયારે મોદી વડોદરામાં રોડ-શો કરવાના છે. સિવાય વડાપ્રધાન મોદી બનાસકાંઠા, સાબરકાંઠામાં ચૂંટણી પ્રચાર કરશે.દરમિયાન તેઓ દાહોદ અને પંચમહાલના ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરશે. લીમખેડામાં તેઓ ચૂંટણી સભા સંબોધવાના છે.વડાપ્રધાનના આગમનને પગલે જિલ્લા ભાજપ અને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરૂ દેવાઈ છે. જ્યારે 27 થી 29 એપ્રિલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સભાને સંબોધિત કરશે. સાથે તમામ કેન્દ્રીય મંત્રીઓની સાથે ભાજપના તમામ મુખ્યમંત્રીઓ ગુજરાતમાં પ્રચાર કરશે.ભાજપના સ્ટાર પ્રચારક જંગી જનસભા, રોડ-શો, નુક્કડ સભા, ડોર-ટુ-ડોર પ્રચાર કરતાં દેખાશે. - કોંગ્રેસના 40 દિગ્ગજ નેતાઓ કરશે ગુજરાતમાં પ્રચાર : અમદાવાદ, તા. 23 (અમારા પ્રતિનિધિ તરફથી) : લોકસભાની ચૂંટણીને હવે આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગઈ કાલે તમામ સીટો પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ગઈ કાલે કોંગ્રેસે સુરત સીટ ગુમાવી દીધી છે. ત્યારે કોંગ્રેસે પણ હવે ભાજપને માત આપવા માટે કમર કસી લીધી છે. સુરત બેઠક બિનહરીફ થયા બાદ હવે કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઇ છે. કોંગ્રેસે ગુજરાત લોકસભાની ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસના 40 દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં પ્રચાર માટે ઉતરશે. કોંગ્રેસે કરેલી ગુજરાત લોકસભાની ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદીમાં મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મુકુલ વાસનિક, પ્રિયંકા ગાંધી વાડ્રા, અશોક ગેહલોત, સચિન પાયલટ ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે આવશે. સાથે પાર્ટીએ કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલને 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરી છે. ઉપરાંત રઘુ દેસાઈ, ઈન્દ્રનિલ રાજ્યગુરૂ, ભરતાસિંહ સોલંકી, કદીર પિરઝાદા, શક્તાસિંહ ગોહિલ, અમિત ચાવડા, જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, લલિત કગથરા, જિજ્ઞેશ મેવાણી, ગ્યાસુદ્દીન શેખની કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે નિમણૂંક કરવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang