ભુજ, તા. 30 : ખાવડાના આર.ઈ. પાર્કમાં એક
કંપનીમાં કામ દરમ્યાન રાજસ્થાનના 27 વર્ષીય યુવાન શ્રમિક શ્રવણ બાલારામ સારણ (જાટ)ને વીજકરંટ લાગતાં
તેનું મોત થયું હતું. ખાવડાના આર.ઈ. પાર્કમાં એપોલો કંપનીમાં ગત તા. 28/9ના સાંજે મૂળ બાડમેર બાજુ રાજસ્થાનામાં
શ્રમિક યુવાન શ્રવણ સારવા (જાટ) સોલાર પ્લેટોમાં સિરીઝો જોડવાનું કામ કરી રહ્યો હતો
ત્યારે તેને વીજકરંટ લાગતાં તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે ગઈકાલે ખાવડા પોલીસ
મથકે વિગતો જાહેર કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.