ગાંધીધામ, તા. 26 : રાપર તાલુકાના નાની હમીરપરમાં
વાડીમાં પાણીના ટાંકામાંથી પોલીસે રૂા. 28035નો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી
પાડયો હતો. આરોપી નરપતસિંહ ભગુભા જાડેજાના કબજાની વાડીમાં દારૂનો જથ્થો હોવાની પૂર્વબાતમી
આધારે પોલીસે અહીં દરોડો પાડયો હતો. અહીં છાનબીન
દરમ્યાન વાડીના અંડરગ્રાઉન્ડ ટાંકામાંથી ભારતીય બનાવટની વિદેશ દારૂની
39 બોટલ કિં. રૂા. 22,035 તથા ક્વાર્ટરિયા નંગ-48 કિં. રૂા. 6 હજાર તેમજ દેશી દારૂ બનાવવાનો આથો 40 લિ. કિં. રૂા. 1 હજારનો જથ્થો પકડી પાડયો હતો. આ
કાર્યવાહીમાં 35 હજારના મોટરસાઈકલ સાથે કુલ
રૂા. 64035નો મુદ્દામાલ હસ્તગત લેવાયો
હતો. આ ગુનામાં સામેલ આરોપી નરપતસિંહને પકડી
પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે.