• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

આમરવાંઢમાં ફરિયાદ ખેંચવા મુદ્દે મહિલાને માર મરાયો

ભુજ, તા. 27 : અબડાસા તાલુકાના આમરવાંઢમાં પોલીસ ફરિયાદ પરત ખેંચવા મામલે માર મરાયાની મહિલાએ ફરિયાદ નોંધાવી છે. રોમતબાઇ સુલેમાન મંધરાએ કોઠારા પોલીસ મથકે આરોપી સુલેમાન હાજી અબ્દુલ મંધરા વિરુદ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ આપી હોઇ આ ફરિયાદ પાછી ખેંચી લેવાનું જણાવી ગાળો આપવામાં આવી હતી. ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતાં અફસાના સિધિક સીદીએ ફરિયાદીને પકડી ધકબુસટનો માર માર્યો હતો તેમજ અમીના મુસા મંધરાએ લાકડી વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી. આથી પોલીસે ત્રણે વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Panchang

dd