ભુજ, તા. 6 : તાલુકાના નારણપર ગામે 23 વર્ષીય
યુવાન જિતેન્દ્ર જુમાભાઈ સૂર્યાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી
હતી. નારણપરના ઈન્દિરાવાસમાં રહેતા જિતેન્દ્રએ પોતાના ઘરે ગઈકાલે રાતે કોઈ અગમ્ય
કારણોસર ગળે ફાંસોખાઈ લેતાં તેના કૌટુંબિક ભાઈ બુટ્ટાભાઈ મહેશ્વરી તેને
સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ
હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે માનકૂવા પોલીસ
મથકે વિગતો જાહેર કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
હતી.