ગાંધીધામ, તા. 17 : ભચાઉ
નગરમાં એક શખ્સે ચાર વર્ષીય બાળકી સાથે અડપલાં કરતાં આ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે
ફરિયાદ નોંધાઇ છે. ભચાઉ શહેરમાં ગત તા. 9/2થી 15/2 દરમ્યાન
આ જઘન્ય અને ખરાબ બનાવ બન્યો હતો જે અંગે ગઇકાલે રાત્રે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
હતી. ફૂલવાડી વિસ્તારમાં રહેનારા અરવિંદ ઉર્ફે સાધુરામ દ્વારકાદાસ રામાનંદી નામના
શખ્સે ચાર વર્ષીય એક બાળકી સાથે અડપલાં કર્યાં હતાં. બાળકીના પરિવારજનોને આ બનાવની
જાણ થતાં રોષની લાગણી પ્રસરી હતી. પોલીસે બનાવ અંગે ગુનો દર્જ કરી આ શખ્સને પકડી
પાડયો હોવાનું બહાર આવ્યું હતું.