ગાંધીધામ, તા. 17 : અંજાર
શહેરમાં આંકડો લેતા શખ્સને પોલીસે પકડી પાડયો હતો. તે જેને આંકડો લખાવતો હતો તેનું
નામ પણ બહાર આવ્યું હતું. અંજારના પ્રજાપતિ છાત્રાલય નજીક રહેતા જગદીશ જયરામ
પ્રજાપતિ નામના શખ્સને આજે બપોરે પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સ લોકો પાસેથી આંકડા
લઇ પેન વડે પાનામાં આંક લખતો હતો અને આ આંક તે અંજારના અબ્દુલ નોડે નામના શખ્સને
લખાવતો હતો. પોલીસની આંકડાની કાર્યવાહી દરમ્યાન લાંબા સમય બાદ પન્ટર ઉપર કોને
આંકડો લખાવતો તે બહાર આવ્યું છે. પકડાયેલો જગદીશ પ્રજાપતિ છાત્રાલય નજીક શેરીમાં
લોકો પાસેથી આંકડો લઇ રહ્યો હતો ત્યારે તેને પકડી પાડી તેની પાસેથી રોકડ રૂા. 410 તથા
આંકડાનો સાહિત્ય જપ્ત કરવામાં આવ્યો હતો.