ભુજ, તા. 9 : તાલુકાના કમાગુનાની સીમમાંથી
ગેરકાયદેસર રીતે કબજામાં રાખેલી દેશી બંદૂક સાથે ગામના રમજુ ઉર્ફે ધલુ હુશેન ત્રાયાની
ધરપકડ કરવામાં આવી છે. એસઓજીના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા, ત્યારે એએસ આઇ નરેન્દ્રસિંહ ઝાલા તથા હે.કો.
રઘુવિરસિંહ જાડેજાને મળેલી સંયુક્ત બાતમીના આધારે કમાગુનાની ઉત્તરાદી સીમમાંથી ગામના
રમજુ ઉર્ફે ધલુ હુશેન ત્રાયાને ઝડપી તેના કબજામાંથી ગેરકાયદેસર રીતે રાખેલી દેશી બનાવટની
બંદૂક કિ. રૂા. 2000 કબજે લઇ માનકૂવા
પોલીસ મથકે આર્મ્સ એકટ તળે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.