ભુજ, તા. 8 : કોઈને છેતરવા અર્થે રખાયેલાં
ચાર નકલી સોનાંનાં બિસ્કિટ સાથે નખત્રાણાનો શખ્સ પોલીસના સકંજામાં આવ્યો છે. નખત્રાણા
પોલીસે બાતમીના આધારે નખત્રાણાના નવાનગરમાં રહેતા અને નવાનગરના બસ સ્ટેશન પાસે સ્પ્રે
પેઈન્ટરની દુકાન ધરાવતા હાર્દિક દીપકભાઈ મારવાડાના કબજામાંથી સોનાં જેવાં દેખાતાં ચાર
બિસ્કિટ કબજે લઈ પૂછતાછ કરતાં સંતોષકારક જવાબ આવ્યો ન હતો. આ ચાર બિસ્કિટની ચકાસણી
કરાવતાં નકલી નીકળ્યાં હતાં. નખત્રાણા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કામગીરીમાં
પીઆઈ એ. એમ. મકવાણાનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. યશવંતદાન ગઢવી, જયંતીભાઈ માજીરાણા, હે.કો.
મોહનભાઈ આયર, કોન્સ. મોહન ગઢવી જોડાયા હતા.