ગાંધીધામ, તા. 8 : શહેરના સેક્ટર વિસ્તારમાં રહેતા
કોલસાની આયાત-નિકાસ કરતા જયંતી ભાનુશાળી હત્યા કેસ સાથે સંકળાયેલા એક વેપારીને કોલસા
નિકાસના રૂા. 36 કરોડ ન આપનારા શખ્સ વિરુદ્ધ
પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. શહેરના સેકટર-1માં રહી કેનન ટ્રેડ કોમ પ્રા. લિમિટેડ નામની કંપની ચલાવનાર પવન લાલચંદ મોરએ આ બનાવ અંગે
પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વિદેશથી આયાત કરેલ કોકિંગ કોલ કંડલા પોર્ટ ખાતેથી સંજયકુમાર
ઈન્દ્રચંદ્ર અગ્રવાલ (રહે. સેક્ટર-4 ગાંધીધામ)ની એફ.ઈ.ઝેડ. શારજાહ યુ.એ.ઈ. ખાતે આવેલી વિમલા રિસોર્સિસ
ખાતે નિકાસ કરવા અંગે બંને કંપની વચ્ચે કરાર થયો હતો, જેમાં આ કોલસો સંજય અગ્રવાલ વેચાણ કરે અને પાર્ટી
પાસેથી ચૂકવણું આવે તે જ દિવસે ફરિયાદીનાં ખાતાંમાં ચૂકવણું કરી આવવાનું નક્કી કરવામાં
આવ્યું હતું. ફરિયાદીએ અગાઉ સિંગાપોરથી 27,300 મેટ્રિક ટન કોલસો મગાવ્યો હતો. તે કોલસો શારજાહ મોકલવામાં આવ્યો
હતો, જેની કિંમત રૂા. 89 કરોડ થતી હતી. બાદમાં આરોપીએ
16.50 કરોડ બેંક પેયમેન્ડ એડવાઈઝ
બતાવી કંપનીના વોટસેપ ગ્રુપમાં મૂકયું હતું. તે જ દિવસે આરોપીના બેંક ખાતામાં રૂપિયા
જમા થયા હતા, જેના ઓ.ટી.પી. ફરિયાદીને
આવતા હતા, પરંતુ આરોપીએ બેંકમાં જઈ મોબાઈલ નંબર બદલાવી નાખતાં
ફરિયાદીને ઓ.ટી.પી. આવતા બંધ થયા હતા. બાદમાં ફરિયાદીને શંકા જતાં તે દુબઈ ગયા હતા.
આરોપીએ આવેલું રૂા. 36 કરોડનું ચૂકવણું
જુદા-જુદા ટ્રાન્ઝેકશન કરીને પોતાની ગાંધીધામની બેંકમાં જમા કરાવી લીધા હોવાનું બહાર
આવ્યું હતું. રૂા. 36 કરોડના વિશ્વાસઘાત, છેતરપિંડીના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી
આગળની કાર્યવાહી હાથ ધરી છે.