• રવિવાર, 28 એપ્રિલ, 2024

જૂના કટારિયા : હોટેલનાં રસોડાંમાંથી અંગ્રેજી દારૂ સાથે શખ્સની અટક

ગાંધીધામ, તા. 28 : ભચાઉ તાલુકાના જૂના કટારિયા સીમમાં એક હોટેલના રસોડામાંથી પોલીસે રૂા. 31,650ના અંગ્રેજી શરાબ સાથે હોટેલ સંચાલકની ધરપકડ કરી હતી. સામખિયાળી - મોરબી ધોરીમાર્ગ જૂના કટારિયા ગામની સીમમાં આવેલ આશાપુરા રામદેવ હોટેલમાં ગઇકાલે રાત્રે પોલીસે છાપો માર્યો હતો. પોલીસને જોઇ નાસવાની કોશિશ કરતા હોટેલ સંચાલક જશારામ સતારામ ચૌધરીને પોલીસે પકડી પાડયો હતો. તેને પકડી સાથે રાખી રસોડામાં તપાસ કરાતાં તેલના ખાલી ડબ્બાની આડમાં પ્લાસ્ટિકના બાચકાંની ઓથમાં સંતાડેલી દારૂની બોટલો મળી આવી હતી. શખ્સ પાસેથી બ્લેન્ડર્સ પ્રાઇડ સિલિકટ પ્રીમિયમ વ્હીસ્કી 750 એમ.એલ.ની 9 બોટલ, જોની વોકર બ્લેક લેબલ બ્લેન્ડેડ સ્કોચ 750 એમ.એલ.ની 15 બોટલ તથા કિંગ ફિશર બિયરનાં 24 ટીન એમ કુલ રૂા. 31,650નો શરાબનો જથ્થો હસ્તગત કરવામાં આવ્યો હતો. ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલો માલ જશારામ પાસે કયાંથી આવ્યો હતો તે બહાર આવ્યું નહોતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang