• રવિવાર, 28 એપ્રિલ, 2024

દુષ્કર્મ કેસના આરોપી ભુજના ધારાશાત્રીના આગોતરા નામંજૂર

ભુજ, તા. 27 : શહેરની 37 વર્ષીય મહિલાને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ મહિલાને માર માર્યાના આરોપી એવા ભુજના આરટીઆઈ એકિટવિસ્ટ  અને વ્યવસાયે ધારાશાત્રી હેનરી જેમ્સ ચાકોના આગોતરા જામીન નામંજૂર  થયા છે. પચ્ચીસેક દિવસ પૂર્વે ભુજના બી-ડિવિઝન પોલીસ મથકે મહિલાએ આરોપી એવા વ્યવસાયે વકીલ અને આરટીઆઇ એકિટવિસ્ટ હેનરી ચાકો વિરુદ્ધ દુષ્કર્મ અને પુત્રને મારી નાખવાની ધમકી આપી માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસ પકડથી દુર રહેલા આરોપી હેનરીએ  ગત તા.11/3ના પ્રકરણમાં આગોતરા જામીનની અરજી કરતા ભુજની પાંચમા અધિક સેશન્સની કોર્ટે આરોપીના આગોતરા નામંજૂર કર્યા હતા. સરકારી વકીલ તરીકે દિનેશ જે. ઠક્કર અને ફરિયાદીના મૂળ વકીલ પ્રફુલ આર. પટેલે દલીલો કરી હતી. કાયદાવિદ્ અને આમ સમાજમાં ભારે ચર્ચાસ્પદ રહેલા કિસ્સામાં છેલ્લા 20થી 25 દિવસ દરમ્યાન અનેક આરોહ-અવરોહ પણ આવી ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી એવો હેનરી અખિલ ભારતીય અપરાધ એવમ ભ્રષ્ટાચાર નિવારણ પરિષદનો કચ્છનો પ્રિન્સિપાલ સેક્રેટરી છે. માજી કલેકટર  પ્રદીપ શર્મા સામે જથ્થાબંધ બજારના કેસમાં હેનરી ફરિયાદી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang