• રવિવાર, 28 એપ્રિલ, 2024

ગુંદિયાળી-ધ્રબુડી વચ્ચે મંડપ કામ વેળાએ ભુજપુરના યુવાનનું ઊંચાઇ પરથી પટકાતાં મોત

ભુજ, તા. 27 : માંડવી તાલુકાના ગુંદિયાળી-ધ્રબુડી રોડ વચ્ચેના મકાનમાં લગ્નપ્રસંગના મંડપનાં કામ દરમ્યાન મૂળ ભુજપુરના 35 વર્ષીય બાબુભાઇ પટ્ટણી ઊંચાઇ પરથી નીચે પટકાતાં ગંભીર ઇજાનાં પગલે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બાદ યુવાન બાબુભાઇને પોસ્ટમોર્ટમ અર્થે માંડવીની સરકારી હોસ્પિટલમાં લઇ જવાતાં ફરજ પરના તબીબે સત્તાવાર મૃત જાહેર કર્યા હતા. માંડવી મરીન પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. કરુણ બનાવની જાણ થતાં મંડપ સર્વિસવાળા તેમજ પટ્ટણી સમાજના આગેવાનો તથા નરેનભાઇ સોની હોસ્પિટલમાં પહોંચી મદદરૂપ બન્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang