• રવિવાર, 28 એપ્રિલ, 2024

દરશડીમાંથી રૂા. 1.67 લાખનો શરાબનો જથ્થો હસ્તગત થયો

ભુજ, તા. 27 : માંડવી તાલુકાના દરશડીમાં એલસીબીએ દરોડો પાડી રૂા. 1,66,930નો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. દરોડા દરમ્યાન આરોપી હાજર મળી આવ્યો હતો. પોલીસ અધીક્ષક મહેન્દ્ર બગડિયાની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબીના પી.આઇ. એસ. એન. ચૂડાસમાની સૂચનાનાં અનુસંધાને એલ.સી.બી.ના પી.એસ.આઇ. ટી.બી. રબારી તથા .એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા હે.કો. સૂરજભાઇ વેગડા, નવીનકુમાર જોશી, શક્તિસિંહ ગઢવી તેમજ ડ્રાઇવર મહેન્દ્રસિંહ જાડેજાની એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન .એસ.આઇ. દેવજીભાઇ તથા હે.કો. સૂરજભાઇને સંયુક્ત ખાનગી બાતમી મળી કે, દરશડીવાળો ભાવસંગજી ભગુભા જાડેજાએ તેના કબજાના વરંડા તથા ગાડીમાં શરાબનો જથ્થો રાખ્યો છે અને જથ્થો સગેવગે કરવાની ફિરાકમાં છે. બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડી શરાબની 527 બોટલ કિં. રૂા. 1,66,930 તથા કાર નં. જી.જે. -03 -સી.આર.- 0035 કિં.?રૂા. 1,00,000 એમ કુલે રૂા. 2,66,930નો મુદ્દામાલ કબજે કરાયો હતો, પરંતુ દરોડા દરમ્યાન આરોપી ભાવસંગજી જાડેજા હાજર મળ્યો હતો. એલસીબીએ ગઢશીશા પોલીસને મુદ્દામાલ સોંપી આરોપી વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરાવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang