ભુજ : ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ ગં.સ્વ. નીરૂપમાબેન નટવરલાલ
પંડયા (ઉ.વ. 80) તે સ્વ. નટવરલાલ જયંતીલાલ પંડયાના
પત્ની, ભાવેશ (રિદ્ધિ સિદ્ધિ વાડીલાલ આઇક્રીમ),
નિશા (નાસિક)ના માતા, કૃપાલીબેન (શાળા નં. 10), જયેશભાઇ દવે (નાસિક)ના સાસુ, વંશના
દાદી, દિશાના નાની, સ્વ. ચંદુલાલ,
મનહરલાલ, સ્વ. નરેન્દ્રભાઇ (કૈલાસ પાન),
સુરેશભાઇ, અજિતભાઇ (અંબિકા પાન), સ્વ. મુક્તાબેન, સ્વ. શાંતુબેન, સ્વ. મીનાબેનના ભાભી, રંજનબેન, સ્વ. નીરૂપમાબેન, માલતીબેન, કલ્પનાબેન,
પ્રીતિબેનના જેઠાણી, સ્વ. ડાહ્યાલાલ સુંદરજી પંડયા
(ગોધરા)ના પુત્રી, સ્વ. સુભાષભાઇ, સ્વ.
અજિતભાઇ, હરેશભાઇ, સ્વ. ભગવતીબેન,
વિનોદભાઇ, ઉષાકાંતભાઇ, સ્વ.
સરસ્વતીબેન, કમલેશભાઇ, નરેન્દ્રભાઇના બહેન,
સારીકા, મેહુલ, ગૌતમ,
ગૌરવ, ગાયત્રી, સ્વ. અમિત,
શૈલી, માનસી, મિતેશ (કૈલાસ
પાન), ભક્તિ, ભાવિકના મોટા કાકી તા. 20-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 22-6-2026ના સોમવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી ભુજ મધ્યે બંને પક્ષની સાથે.
અંજાર : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ ગં.સ્વ. પૂર્ણિમાબેન નવીનચંદ્ર
ત્રિવેદી (ઉ.વ. 73) તે સ્વ. નવીનચંદ્ર દયાશંકરના
પત્ની, સ્વ. ગૌરીબેન દયાશંકર ત્રિવેદીના પુત્રવધૂ,
રૂપલ કેતનકુમાર વ્યાસ, કલ્પેશ નવીનચંદ્ર ત્રિવેદીના
માતા, કેતનકુમાર વ્યાસ (અમેરિકા), શીતલબેન
કલ્પેશ ત્રિવેદીના સાસુ, ધ્રુવી, શિવમના
દાદી, મીત, હેમના નાની, સ્વ. હેમકુંવરબેન ખરાશંકર ભટ્ટ (બિટ્ટા)ના પુત્રી, સ્વ.
મહેન્દ્રભાઈ ખરાશંકર ભટ્ટ, સ્વ. પ્રાણકુંવરબેન નર્મદાશંકર દવે,
ગં.સ્વ. ગુલાબબેન કાંતિલાલભાઈ ગોર, કિશોરીબેન ભટ્ટ,
સ્વ. દેવમણીબેન સુરેશચંદ્ર ઉપાધ્યાય, સ્વ. લીલાવંતીબેન
અરવિંદભાઈ જાની, અંજનાબેન વિનોદચંદ્ર દવેના બહેન, ગં.સ્વ. નલીનીબેન મહેન્દ્ર ભટ્ટના નણંદ તા. 20-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 22-06-2026ના 5થી 6 રોટરી ક્લબ, અંજાર પોલીસ સ્ટેશનની બાજુમાં, અંજાર ખાતે.
ગાંધીધામ : મૂળ ભડલી (તા. નખત્રાણા)ના કસ્તૂરીબેન અમૃતલાલ ભટ્ટી
(ઉ.વ. 80) તે સ્વ. અમૃતલાલ નથુભાઇ ભટ્ટીના
પત્ની, કરશનભાઇ નથુભાઇ ભટ્ટીના નાના ભાઇના વહુ,
જયંતી, અશ્વિન, સ્વ. હરેશ,
નરેશના કાકી, સ્વ. શામજીભાઇ ખેતશીભાઇ ચૌહાણ અને
સ્વ. મણિબેન સામજીભાઇ ચૌહાણના પુત્રી, મંજુલાબેન કિશોરભાઇ ચૌહાણના
નણંદ, નર્મદાબેન બાબુલાલ ભટ્ટી (નખત્રાણા), ધનગૌરીબેન ખીમજીભાઇ રાઠોડ (આદિપુર), કાંતાબેન કાનજીભાઇ
રાઠોડ (અંજાર), દમયંતીબેન દામજીભાઇ રાઠોડ (નાગલપર), કિશોરભાઇ ચૌહાણના બહેન, કલ્પેશ, વૈશાલી અને હિરેનના ફઇ તા. 19-6-2026ના અવસાન પામ્યા છે. પિયર પક્ષની પ્રાર્થનાસભા (સાદડી) તા. 22-6-2026ના સોમવારે બપોરે 3થી 5 એસએચએક્સ-185, ન્યૂ જનતા
કોલોની, સાંઇબાબા મંદિરની બાજુમાં ભારતનગર ગાંધીધામ
ખાતે.
માંડવી : શાહ મદનકુમાર કાંતિલાલ (જૈન ટ્રેડર્સ) (ઉ.વ. 73) તે સ્વ. તારામણિબેન કાંતિલાલ
હાથીભાઈના પુત્ર, સ્વ. જયાબેન
ઝુમખલાલ વલમજીના જમાઈ, પ્રજ્ઞાબેનના પતિ, ઉર્વી, અંકિત, વર્ષિપ (શ્રદ્ધા
મોબાઈલ)ના પિતા, દર્શન ગોસ્વામી, જીમી અંકિત
શાહના સસરા, આયુષીના દાદા, શ્રદ્ધા,
ક્રિષ્નના નાના, હરિકાંત, પ્રકાશ, લીનેશ, સ્વ. જિતેન,
ભારતીબેન, સ્વ. જ્યોત્સનાબેન, કલ્પનાબેન, રીટાબેન, સ્વ. દમયંતીબેન,
પુષ્પાબેન, સ્વ. પુષ્પકુમાર, સ્વ. લહેરી તથા લક્ષ્મીકાંતના ભાઈ, રશ્મીબેનના દિયર,
ચેતનાબેન, ફાલ્ગુનીબેન, રેનાબેનના
જેઠ, સ્વ. મહિમભાઈ, સ્વ. સેવંતભાઈ,
સ્વ. રિતેશભાઈ, અતુલભાઈના સાળા , સમીર, વૈશાલી, ધ્વનિ, મિહિર, મંથન, પલક, મિતાંશીના કાકા, રાજેશ, મુકેશ,
અલ્પેશ, વર્ષા અશોક સંઘવી તથા ભાવના દિલીપ શાહના
બનેવી, સ્વ. કાનજી ઠાકરશી શાહના દોહિત્ર, રાજેશગિરિ શંકરગિરિ ગોસ્વામી, હસમુખ વાડીલાલ શાહ (માધાપર)ના
વેવાઈ તા. 20-6-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-6-2026ના સોમવારે સાંજે 5થી 6, જૈનપુરી એસી હોલ મધ્યે.
મુંદરા : ખત્રી કુલસુમબેન હાસમ (મિયાજીવાળા) (ઉ.વ. 71) તે મોહમ્મદ તારેક, અહમદ રઝા, ગુલામ મુસ્તુફા,
મોહમ્મદ બિલાલ તથા ઝુવેરિયા સરફરાઝ (ભુજ)ના માતા, મોહમ્મદ હુસેન અબુબકર (મુનીમ) (અંજાર)ના મોટા બહેન તા. 20-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ
તથા ઝિયારત તા. 22-6-2026ના
સોમવારે સવારે 10.30થી 11.30, ખરોત દરગાહ કમ્પાઉન્ડ મુંદરા
મધ્યે.
માધાપર (તા. ભુજ) : મૂળ પીલુડાના બ્રહ્મક્ષત્રિય ભરતભાઇ હેમચંદ
કીરી (ઉ.વ. 60) તે સ્વ. અમૃતબેન હેમચંદ કીરીના પુત્ર, ધર્મિષ્ઠાબેનના પતિ, નયન
અને રેણુકાના પિતા, જૈનીષ ભરતભાઈ ટાટારિયાના સસરા, ચંદ્રિકાબેન વિનોદ મહેતા (પીજીવીસીએલ-ભુજ)ના
ભાઈ, સ્વ. જેઠાલાલ અરજણ દુબલના જમાઈ, રાજેન્દ્ર,
પંકજ, મનોજ, મીના,
ભારતીના બનેવી, કેશવલાલ, ગણપતલાલ, પ્રેમજી, બાબુલાલ કીરીના
ભત્રીજા, તુલસીદાસ (હાર્ડ વૈદ - કેરા), રતિલાલ, મેગજી ગજકંધના ભાણેજ, સોહની,
કુંજલ, દિશા, ધ્વનિના મામા
તા. 20-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 22-6-2026ના સોમવારે સાંજે 5થી 6 માતૃશ્રી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ બિલેશ્વર મંદિર ભુજ
મધ્યે બંને પક્ષની સાથે.
માધાપર (તા. ભુજ) : હરીશ શાંતિલાલ વરૂ (ઉ.વ. 54) તે સ્વ. શાંતિલાલ દેવરામભાઇ
વરૂ તથા ગં.સ્વ. કાંતાબેન શાંલતિલાલ વરૂના પુત્ર,
મહેશ શાંતિલાલ વરૂ (માધાપર), લક્ષ્મીબેન વિજયભાઇ
ટાંક (કુકમા), દક્ષાબેન કાંતિલાલ ટાંક (નાગલપર)ના ભાઇ,
વિજયભાઇ ટાંક (કુકમા) તથા કાંતિલાલ ટાંક (નાગલપર)ના સાળા, હેમાંગી, નિરાલી, ધાર્મિકના મામા
તા. 19-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 22-6-2026ના સોમવારે સાંજે 5થી 6 ગુર્જર ક્ષત્રિય સમાજવાડી બસ સ્ટેશન પાસે જૂનાવાસ માધાપર ખાતે.
નવી દુધઇ (તા. અંજાર) : અમૃતબેન ઠક્કર (ઉ.વ. 70) તે બુદ્ધિબેન હીરજી સંગજી
(માજી સરપંચ)ના પુત્રવધૂ, જવાહરભાઇના
પત્ની, પ્રાણલાલભાઇના નાના ભાઇના પત્ની, પ્રફુલ્લાબેનના દેરાણી, દેવરામ હીરજી ચૌહાણ (માધાપર)ના
પુત્રી, ચેતન, સ્વ. કિશોરના માતા,
કરુણાબેનના સાસુ, સ્વ. શીતલ, સ્વ. મયૂર, સ્વ. જિગર, ગાયત્રીના
કાકી, ગં.સ્વ. લીલાવંતીબેન લક્ષ્મીદાસ (અંજાર), દમયંતીબેન વાલજીભાઇ (ખાવડા), કિરણબેન રાજુભાઇ (કોઠારા)ના
ભાભી, રૂદ્ર, શુભમના દાદી તા. 19-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 21-6-2026ના
રવિવારે સાંજે 4.30થી 5.30 નવી દુધઇ લોહાણા મહાજનવાડી
ખાતે.
ગંગાપર (તા. માંડવી) : હાલે ગાંધીધામ જશોદાબેન કાનજીભાઇ વાસાણી
(ઉ.વ. 96) તે સ્વ. કાનજીભાઈ શિવદાસભાઈ
વાસાણી, મગનભાઈ, શાંતિભાઈ,
હરેશભાઇ, ઈશ્વરભાઈ, સ્વ.
લીલાબેન રવિલાલભાઈ સેંગાણી (રાયણ), ભગવતીબેન જેન્તીભાઈ ધોળુ
(રાયણ-મુંબઈ)ના માતા તા. 20-6-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-6-2026ના સવારે 8.30થી 11.30 અને બપોર પછી 3.30થી 5.30 ગંગાપાર પાટીદાર સમાજવાડી મધ્યે.
ગંગાપર (તા. માંડવી) : હાલે ભુજ અરવિંદભાઇ દાનાભાઇ વાસાણી (ડાયાણી)
(ઉ.વ. 63) તે સ્વ. ધનબાઈ દાનાભાઈ વાસાણી
(ડાયાણી)ના પુત્ર, જયાબેનના પતિ,
દિલીપભાઈ, અરુણભાઈ, આરતીબેનના
પિતા, શ્રદ્ધાબેન, વિરાલીબેન, જિજ્ઞેશ દિવાણીના સસરા, દિવીષા, જૈત્ર, શ્રિયાનના દાદા, લક્ષ્મીબેન
સામજી સેંઘાણી, લીલાબેન કરમશી પોકાર, રુક્ષ્મણીબેન
નારણ પોકાર, સ્વ. પ્રેમીલાબેન શાંતિલાલ રંગાણી, ભરતભાઈ દાનાભાઈના ભાઈ, સ્વ. ધનબાઈ મૂળજી ધોળુ (જામથડા)ના
જમાઈ તા. 19-6-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બેસણું) તા. 21-6-2026ના રવિવારે સવારે 8.30થી 11.30 અને બપોર પછી 3.30થી 5.30, ગંગાપર પાટીદાર
સમાજવાડી મધ્યે.
મોટા લાયજા (તા. માંડવી) : ગઢવી ખેરાજ વરજાંગ કારિયા તે સભાઈબાઈના
પતિ, માણશીના પિતા, સોનબાઇ
દેવરાજ તથા સ્વ. ડાઈબેન (સુમનબેન) રાણશી (મુંબઇ)ના ભાઈ, મીરાબેન
(થારઈબેન)ના સસરા, કરણ, તુષારના દાદા,
સ્વ. મોમાયા પબુ, વિરા પબુ, કરશન હરિના કાકાઈ ભાઈ, સ્વ. કલ્યાણ, વિશ્રામ, મોહન, હરજી, સ્વ.ભીમશી, રમેશના કાકા, સ્વ. ભીમશી
રાજિયા (ભાડા)ના બનેવી, બાબુ દેવરાજ, પ્રવીણ
રાણશી અને ક્રિષ્ના રાજેશના મામા તા.20-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી તેમજ ઉત્તરક્રિયા તા. 30-6-2026ના મંગળવારે નિવાસસ્થાને, ગઢવી ફળિયું, મોટા લાયજા
ખાતે.
તલવાણા (તા. માંડવી) : ક્રિષ્નાબા અજિતાસિંહ જાડેજા તે જાડેજા
અજિતસિંહ પાંચુભાના પત્ની, દેવેન્દ્રસિંહ,
પૃથ્વીરાજસિંહના માતા, સ્વ. બટુકસિંહ, સ્વ. રતુભા, સ્વ. કલુભાના નાના ભાઇના પત્ની, સ્વ. અરવિંદસિંહ, ભરતસિંહ, કિરીટસિંહ,
જેઠુભા, વનરાજસિંહના ભાભી, અશોકસિંહ, જગદીશસિંહ, જયેન્દ્રસિંહ,
વીરેન્દ્રસિંહના કાકી, ભગીરથાસિંહ, અર્જુનસિંહ, રવિરાજસિંહ, શક્તિસિંહ,
પ્રતિપાલસિંહ, વિશાલસિંહના ભાભુ, ક્રિપાલસિંહ, ભૂપેન્દ્રસિંહ, મનદીપસિંહ,
લક્ષ્યરાજસિંહ, રાજવીરસિંહના દાદી તા. 19-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 25-6-2026ના ગુરુવારે રાધાક્રિષ્ના મંદિરની
બાજુમાં.
ભદ્રેશ્વર (તા. મુંદરા) : જાડેજા હમુભા જોરૂભા (ઉ.વ. 45) તે જોરૂભા જટુભા જાડેજાના પુત્ર, સ્વ. ચંદુભા, સ્વ. ચતુરસિંહ,
સ્વ. ખેંગારજીના ભત્રીજા, ચનુભા, પૃથ્વીરાજસિંહના નાના ભાઇ, સત્યરાજસિંહના પિતા,
મિતરાજસિંહ, સૂર્યદીપસિંહ, પ્રિયરાજસિંહના કાકા તા. 20-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું દરબારગઢ ડેલીએ અને ઉત્તરક્રિયા તા.
1-7-2026ના બુધવારે નિવાસસ્થાન ખાતે.
સણોસરા (તા. અબડાસા) : વઝીર જાનમામદ અલીમામદ (ઉ.વ. 77) તે મ. મામદ અલીમામદ, મ. સિધિક અલીમામદના ભાઈ, અનવરના પિતા, મ. બબાભાઈ મામદ, ઈબ્રાહિમ
મામદ, હુસેન મામદ તથા રઝાક સિધિકના કાકા, ભજીર મુસાભાઈ ઓસમાણ (માંડવી),
રાયમા સલીમ આધમ (ગઢશીશા), કુરેશી હનીફ હાજી હારૂન
(મોથાળા)ના સસરા તા.19-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-6-2026ના સોમવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન સણોસરા ખાતે.
અમદાવાદ : મેઘીબેન અરજણભાઇ મેરિયા (ઉ.વ. 92) (રવિભાણ સંપ્રદાયના સંત અને
ઉગમ ફોજના પ્રણેતા સંત ઉગારામદાદાના શિષ્ય) તે સ્વ. અરજણભાઇ ડાયાભાઇ મેરિયાના પત્ની, ખીરસરા નિવાસી સ્વ. મેઘા જીવણ ડુંગરિયા અને સ્વ. ભીમા જીવણ ડુંગરિયા અને અમદાવાદ
નિવાસી દાનાભાઇ ડુંગરિયાના બહેન, શંકરભાઇ ડુંગરિયા, રાજેશભાઇ અને વેલજીભાઇના ફઇ તા. 20-6-2026 અવસાન પામ્યા છે. બેસણું-ભજન-સત્સંગ તા. 22-6-2026ના સોમવારે રાત્રે 8 વાગ્યે,
48/4, ઠક્કરબાપા નગર, શૈક્ષણિક સંકુલ પાસે, ટાઉનહોલ અમદાવાદ ખાતે.
મુંબઇ : મૂળ સુથરીના રાયચંદ લધુભાઇ નેણશી સોની (ઉ.વ. 82) તે લીલબાઇ લધુભાઇ નેણશી સોનીના
પુત્ર, પુષ્પાબેનના પતિ, વેલબાઇ
પદમશી માંડણ લોડાયા (કચ્છ કુવાપદ્ધર)ના જમાઇ,
પંકજ, વીણા, નિપેશ લખમશી
ખોના (તેરા), જયાબેન ગિરીશ લક્ષ્મીચંદ લાલકા (વાડાપદ્ધર),
કુમકુમ ઉત્તમચંદ ભવાનજી દંડ (સાંધવ)ના પિતા, સંગીતાના સસરા, શા. પદમશીભાઇ લધુભાઇ સોનીના ભાઇ, શા. રતિલાલ વિશનજી મોતા
(કોઠારા)ના વેવાઇ, સ્વ. અરૂણભાઇ, રમેશભાઇ,
મણિલાલભાઇ, સ્વ. ચંદનબેન પ્રતાપ ધરમશી,
વાસંતી હીરાચંદ લાલકા (વાડાપદ્ધર), મંજુલા સુરેશ
બડિયાનીના બનેવી તા. 19-6-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-6-2026ના સાંજે 4થી 5.30 ડીપોડીલ કેમ્પસ, સાઇનાથ ટાવર્સની સામે, નીલમનગર ફેસ-2, મુલુંડ ઇસ્ટ, મુંબઇ-400081 મહારાષ્ટ્ર ખાતે. સંપર્ક પદમશીભાઈ
સોની - 98197 27102, પંકજ સોની - 99679 18909, વીણા ખોના - 97683 87243.
નૈરોબી (આફ્રિકા) : મૂળ ભુજના ગં.સ્વ. પ્રફુલાબેન (ઉ.વ. 86) તે સ્વ. સુભાષચંદ્ર રતીલાલ
જીવરાજ મહેતાના પત્ની, સ્વ. પ્રશાંત
તથા મનીષા (નૈરોબી)ના માતા, અંકિત, અર્પિતના
નાની, હિતેશભાઈ (નૈરોબી)ના સાસુ, સ્વ. ધારીબેન
રતિલાલ જીવરાજ મહેતાના પુત્રવધૂ, સ્વ. જયાબેન ભોગીલાલ ઓતમચંદ સંઘવી (માંડવી-આફ્રિકા)ના પુત્રી, સ્વ. રાજેન્દ્ર-દિલીપ (મુંબઇ), નીલમબેન (અમદાવાદ),
પ્રતીમાબેન (અમેરિકા), સરોજ (મુંબઇ), મૃદુલા (અમેરિકા), લીના (મુંબઇ), શોભા (વડોદરા), કલ્પના (વડોદરા), મીના (કલિકટ)ના મોટા બહેન, સ્વ. ધનસુખ (નૈરોબી),
વિનેશ (વર્ધમાનનગર-ભુજ), સ્વ. વસંત (કોચીન),
દિનેશ (અમદાવાદ), સ્વ. ચંચળબેન, સ્વ. કંચનબેન તથા પુષ્પાબેન (કોચીન)ના ભાભી, ચિત્રલેખા,
સ્વ. પુષ્પાબેન, માલતીબેન (કોચીન), હાસ્યલતા (અમદાવાદ)ના જેઠાણી તા. 19-6-2026ના નૈરોબી (આફ્રિકા) ખાતે અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ
છે.)