• શુક્રવાર, 19 જૂન, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ મસ્કાના કચ્છી રાજગોર હાલે ભુજ (મુંબઈ) સ્થિત રામજી વેલજી જોશી (શંભુલાલ) (ઉ.વ. 90) તે પુષ્પાબેનના પતિ, સ્વ. વેલજી નરશી જોશીના પુત્ર, સ્વ. લાલજી કાનજી ઉગાણીના જમાઈ, સ્વ. અરાવિંદ, શૈલેષ, ચેતના, જાગૃતિ, નીતાના પિતા, જયશ્રી, વીણા, દિલીપભાઇ, સ્વ. વિકાસભાઈ, સુનીલભાઈના સસરા, સ્વ. મોંઘીબેન, પ્રભાબેનના ભાઈ, સ્વ. લાભશંકર, રજનીકાંત, સ્વ. તુલસીદાસ, જયશ્રી, મહેશના બનેવી, રાહુલ, હેતલ, મેઘના, ધવલ, પૂજાના દાદા, જિજ્ઞેશ, સ્વ. કોમલ, આકાશ, ભૂમિ, દર્શીલ, પાર્થવીના નાના, ધિયા, દિશાંત, સાવીના પરદાદા, વિધુત, રાધ્યા, વૈષ્નવીના પરનાના, તૃપ્તિ, જિનલ, આરતી, પાર્થના મોટા સસરા તા. 18-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-6-2026ના શનિવારે સાંજે 5થી 6 રાજગોર સમાજવાડી, ડાંડા બજાર, મઢી ફળિયા, ભુજ ખાતે

ભુજ : રાજેન્દ્રભાઈ નટવરભાઈ દવે (ઉ.વ. 80) (સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત અધિકારી) તે નલિનીબેનના પતિ, નિશીથ દવે, રીતુબેન ભટ્ટના પિતા, નયનાબેન, પ્રકાશ ભટ્ટના સસરા, જયદત, જૈનીલના દાદા, ધ્વનિના નાના, બિપિનભાઈ (રાજકોટ), ભાસ્કરભાઈ (મુંબઈ)ના મોટા ભાઈ, નીલાંબરીબેન, સ્વ. કીર્તિદાના જેઠ, સ્વ. પ્રીતિબેન પુરોહિત, જિજ્ઞેશ દવે, પાયલ હડકર, ક્ષિતિજ દવેના કાકા તા. 18-6-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 20-6-2026ના શનિવારે સવારે 9.30 વાગ્યે નિવાસસ્થાન 53/બી, બેન્કર્સ કોલોનીથી સ્વર્ગ પ્રયાણધામ, ખારી નદી જશે.

ભુજ : મમણ નસીમા ઇસ્માઇલ (ઉ.વ. 28) તે ઇસ્માઇલ (ઇસુકાકા) સુમાર મમણના પુત્રી તા. 18-6-2026ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 19 અને 20 (બે દિવસ) નિવાસસ્થાન રહેમત કોલોની, દાદુપીર રોડ, ભીડનાકા બહાર, ભુજ ખાતે.

ભુજ : માલતીબેન મધુભાઇ આશર (ઉ.વ. 88) તે સ્વ. મધુભાઇ કેશવજી આશર (નિવૃત્ત એલ.આઇ.સી.)ના પત્ની, સ્વ. ગોમતીબાઇ કેશવજીના પુત્રવધૂ, સ્વ. મણીબાઇ અમૃતસિંહ નયગાંધીના પુત્રી, ચિ. રવીન્દ્ર આશર (નિવૃત્ત ગેટકો)ના માતા, પ્રીતિ આશર (નિવૃત્ત ન્યૂ ઇન્ડિયા)ના સાસુ, ચિ. અનુજ (સ્ટેટ બેન્ક) તથા ઇશાની (સેન્ટ્રલ બેન્ક)ના દાદી, ભક્તિ (સ્ટેટ બેન્ક) તથા ચિ. વિનીત વેદના દાદી સાસુ તા. 17-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-6-2026ના શુક્રવારે સાંજે 5થી 6 ભાટિયા મહાજનવાડી, મુંદરા રિલોકેશન સાઇટ ભુજ ખાતે.

ભુજ : પ.ક.મ.સ.સુ. દરજી ગં.સ્વ. હંસાબેન પ્રવીણભાઇ પરમાર (ઉ.વ. 70) તે સ્વ. લક્ષ્મીબેન મીઠુભાઇ પરમારના પુત્રવધૂ, સ્વ. પ્રવીણભાઇના પત્ની, વિમલ, સ્વ. જિજ્ઞાબેન (સહજાદનગર), જુલીબેન (સુખપર)ના માતાભગવતીબેન, કીર્તિભાઇ પરમાર, કીર્તિભાઇ મોઢના સાસુ, હરિયાલી, જાનકી, રાધિકા, અરવિંદના દાદી, રિદ્ધિબેન (નખત્રાણા), રીશી, ભૂમિ, ઝીલના નાની, સ્વ. કાંતિલાલ (માધાપર)ના નાના ભાઇના પત્ની, શાંતિલાલ (માધાપર), ઝવેરબેન (સુખપર), મંગળાબેન (કોડાય)ના ભાભી, ઉર્મિલાબેનના દેરાણીદેવિકાબેનના જેઠાણી, નીતિન, હેમલતાબેન, હર્ષાબેન, ભાવેશભાઇ, વીણાબેનના કાકી, પ્રીતિબેન, પીયૂષભાઇ, ધર્મેશભાઇના મોટી મા, સ્વ. લક્ષ્મીબેન વશરામભાઇ પરમાર (ખેડબ્રહ્મા) હાલે મુંદરાના પુત્રી, ડાયાલાલ, ભગવતીબેન (ખેડબ્રહ્મા), સ્વ. કિરીટભાઇ (ભુજ), પ્રવીણાબેન (કોટડા જ.)ના બેન, પુષ્પાબેન, નિર્મળાબેનના નણંદ તા. 18-6-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. ટેલિફોનિક સંપર્ક : ડાયારામ વશરામ- 99787 44478, વિમલ પરમાર - 96240 57698, શાંતિલાલ પરમાર - 99796 20521. 

અંજાર : કાશીબેન હીરાપુરી ગુંસાઇ (ઉ.વ. 90) તે સ્વ. હીરાપુરી પ્રેમપુરીના પત્ની, સ્વ. શામબાઇ પ્રેમપુરીના પુત્રવધૂ, ઇશ્વરપુરી, સ્વ. નર્મદાબેન, સ્વ. રંજનબેનના ભાભી, ભગવાનપુરી, ગં.સ્વ. રંજનબેન, ગીતાબેનના માતા, સ્વ. કેશવગર, રમણીકગર, જયશ્રીબેનના સાસુ, મેહુલપુરી તથા મિતેષપુરીના દાદી, આરતીબેન તથા હિનાબેનના દાદીજી, મીઠીબાઇ અરજણગર (ખેડોઇ)ના પુત્રી, સ્વ. મુલગર, સ્વ. અમરગર, સ્વ. ચંચળગર, સ્વ. બલરામગર, ગં.સ્વ. પાર્વતીબેનના બહેન, પ્રીતિબેન, પલ્લવીબેન, હિતેષપુરી, દીપેનપુરીના મોટીમા, લીનાબેન, નેહાબેનના મોટાસાસુ, રોહિત, ભાવેશ, અમિત, ડિમ્પલ, મિત્તલ, લક્ષાના નાની, ધ્યાની, વિહાન, માહિરના પરદાદી, દેવ, ઓમ, હેત્વી, અંજનીના મોટા દાદી તા. 17-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-6-2026ના સાંજે 5થી 6 ભાટિયા મહાજનવાડી, ટેલિફોન એક્સચેંજની બાજુમાં. ધાર્મિકવિધિ તા. 29-6-2026ના સોમવારે નિવાસસ્થાન 47, કૈલાશનગર, દબડા રોડ ખાતે.

અંજાર : રતનબેન ડાયાભાઇ વાઘમશી (ઉ.વ. 85) તે સ્વ. જીવતીબેન લખુભાઇ ગુદરાસણિયાના પુત્રી, સ્વ. ડાયાભાઇ મૂલજીભાઇ વાઘમશીના પત્ની, ધનજીભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સવિતાબેન, મયશ્રીબેન, હેમલતાબેનના માતા, કંકુબેન, મધુબેન, લાલજીભાઇ, પ્રવીણભાઇ, નવીનભાઇના સાસુ, રાજેશ, રશ્મિ, તરૂણા, પાર્થ, દિવ્યના દાદી તા. 18-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-6-2026ના શનિવારે સાંજે 4થી 5 યદુવંશી સોરઠિયા સમાજવાડી (ક્રિષ્નવાડી), વોરાસર સોસાયટીની બાજુમાં, અંજાર ખાતે.

માંડવી : મનોજ આત્મારામ પારિયા (નિવૃત્ત એસ.ટી. ડેપો મેનેજર) (ઉ.વ.83)  તે સ્વ. કાંતાબેન આત્મારામ મેઘજી પારિયાના પુત્ર, સ્વ. બચુભાઇ આત્મારામ પારિયા (ગાંધીધામ), સ્વ. ડો. મનુભાઈ આત્મારામ પારિયા, રવિભાઈ આત્મારામ પારિયા, સ્વ. ઉમાબેન આલારામ કન્નડ (માંડવી), સ્વ. લક્ષ્મીબેન જેઠાલાલ લાલણ (મોટા સલાયા), તારાબેન ખીમજી માતંગ (અંજાર), પાર્વતીબેન રામજી કન્નડ (ગાંધીધામ)ના ભાઈ, સ્વ. નાનબાઈ મનોજ પારિયાના પતિ, વીનુભાઈ મનોજ પારિયા(નિવૃત એસ.ટી. નલિયા), વૃજેશભાઈ મનોજ પારિયા, વસુબેન ભાણજી માતંગ (મોટી રાયણ), હીરાલક્ષ્મીબેન હેમચંદ્ર લાલન (મોટા સલાયા)ના પિતા, વંદના કિશોર ધુવા (ગાંધીધામ), સચિન પારિયા, પ્રશાંત પારિયા, સાગર પારિયા, સાવન પારિયાના દાદા, જિજ્ઞેશ, પ્રકાશ, નીતિન, ધ્વનિ ધોરિયા, જ્યોતિ ફુફલ, અવની માંગલિયાના નાના, ઋતાંશના પરદાદા, ઉર્વાના પરનાના તા. 18-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 19-6-2026ના શુક્રવારે પાણી -ઘડાઢોળ નિવાસસ્થાને ગોકુલવાસ માંડવી ખાતે.

માંડવી : બજાણિયા હાસમ રહેમતુલ્લા (ઉ.વ.77) તે મામદ સિધિક, અબુબખર, કાસમ અલી, નુરમામદ, રજાક, મુસ્તાક, સુલતાનના પિતા, રિયાઝ, ફીરદોશ, સહબાજ, તૌકીર, એજાજ, મોહમ્મદ, સમસુદ્દીનના દાદા તા. 17-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-6-2026ના શનિવારે સવારે 11થી 12 ધોબી જમાતખાતાના માંડવી ખાતે.

ચંદિયા (તા. અંજાર) : જાડેજા લીલાબા પ્રભાતસિંહ (ઉ.વ. 87) તે સ્વ. પ્રભાતસિંહ જાલમસિંહ જાડેજાના પત્ની, વનરાજસિંહ (નિવૃત્ત શિક્ષક), ભરતસિંહના માતા, ભૂપેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, અનિરુદ્ધસિંહના કાકી, રાજેન્દ્રસિંહ, પ્રદીપસિંહ, અશોકસિંહ, મહાવીરસિંહ, અરવિંદસિંહ, જશપાલસિંહ, ઋષિરાજસિંહ, વિશ્વરાજસિંહના દાદી, માન્યરાજસિંહ, આદિત્યરાજસિંહ, મહાદિત્યસિંહના પરદાદી તા. 18-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 22-6-2026ના સોમવારે દરબાર ડેલી, ચંદિયા (તા. અંજાર) ખાતે.

બરાયા (તા. મુંદરા) : નાગશી સુમાર ભર્યા (ઉ.વ. 75) તે વાલબાઇના પતિ, લાલજી, અશોક, સામત, ચતુર, લીલબાઇ, જીતુબેન, જશીબેન, વનિતાના પિતા, સ્વ. આતુભાઇ, જખુભાઇ, વેરશી રાયશી, કાનજી રાયશી, સ્વ. રતન રાયશી, સામજી દેવા (વિરાણિયા)ના ભાઇ, સ્વ. ધનજી મનજી પાતારિયાના જમાઇ, પચાણ ધનજી, કાનજી ધનજી, ગોવિંદ ધનજી પાતારિયાના બનેવી તા. 18-6-2026ના અવસાન પામ્યા છે. તા. 21-6-2026ના રવિવારે આગરી તથા તા. 22-6-2026ના સોમવારે પાણીયારો નિવાસસ્થાન બરાયા ખાતે.

વાંઢ (તા. માંડવી) : સંગાર મેઘરાજભાઇ ખીમાભાઇ સલાટ (ઉ.વ. 82) તે  સ્વ. જુમઈબાઈ ખીમાભાઇ કારાભાઇના  પુત્રકાનબાઈના પતિ, સ્વ. દેમાબાઈ ગાભાભાઈ ખેંગારભાઈના જમાઈ, સ્વ. મીઠુભાઈ, સ્વ. રતનભાઈ, સ્વ. મુરજીભાઈ, સ્વ. લધુભાઈ, સ્વ. જેઠીબાઈ અને સ્વ. ગાંગબાઈના નાના ભાઈ, કરસનભાઈના પિતા, ધનબાઈના સસરા, વંદનાબેન અક્ષયકુમાર, કૃષ્ણાબેન અને અરાવિંદના દાદા તા. 18-6-2026ના  અવસાન પામ્યા છે. સાદડી   18-6-2026થી 20-6-2026 સુધી કરશનભાઈનાં નિવાસસ્થાને.

દેવીસર (તા. નખત્રાણા) : હાલે સેલવાલ કરસન વાલજી લીંબાણી (ઉ.વ. 94) તે લક્ષ્મીબેનના પતિ, સ્વ. રતિલાલ લીંબાણી, રમીલાબેન જયંતીભાઈ કેસરાણી (નખત્રાણા), નર્મદાબેન જગદીશભાઈ કેસરાણી (ભિવંડી)ના પિતા, કિરણ, હરેશ, આનંદના દાદા, ખુશી, પરમ, શ્રીશાના પરદાદા તા. 17-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા.21-6-2026ના રવિવારે સવારે 8થી 10, દેવીસર પાટીદાર સમાજવાડી ખાતે.

ચાવડકા (તા. નખત્રાણા) : ગોસ્વામી જેઠીગિરિ ધનગિરિ (ઉ.વ. 73) તે સ્વ. ધનગિરિ હીરાગિરિ અને સ્વ. દેવકાબેનના પુત્ર, જશોદાબેનના પતિ, ભારતીબેન, પ્રતાપગિરિ, ભાવેશગિરિના પિતા, અરવિંદગિરિ (ગઢશીશા), આશાબેનના સસરા, કેશરબેન લાલગિરિ (ભીટારા), પ્રેમગિરિ (અરલ), શંકરગિરિ (આદિપુર), પ્રભાબેન યોગેન્દ્રપુરી (ગાંધીધામ)ના ભાઇ, કમલેશગિરિ, ચેતનગિરિ, નેહાબેન નવીનભારથી (ગઢશીશા), નિશાંતગિરિ (આદિપુર), અવનીબેન જિજ્ઞેશગિરિ (માંડવી), ઋષિકેશગિરિના મોટાબાપા, સ્વ. તારાબેન પ્રેમગિરિ, સીમાબેન શંકરગિરિના જેઠ, નીતાબેન કમલેશગિરિ, ક્રિષ્નાબેન ચેતનગિરિ, વર્ષાબેન નિશાંતગિરિના મોટા સસરા, હિતાલ, ભક્તિ, અંજલિ, પ્રિન્સ, પ્રાપ્તિ, વંશિકા, પ્રણયના દાદા, મૈત્રી, મયંક, શિવાની, આનંદ, કાવ્યા, મંથનના નાના, સ્વ. પ્રેમપુરી શંકરપુરી, વિશ્રામપુરી શંકરપુરી (બિબ્બર), સ્વ. બાબુગિરિ કેશવગિરિ, સ્વ. રામગિરિ કેશવગિરિ, સ્વ. પરષોત્તમગિરિ કેશવગિરિ (સુખપર)ના બનેવી તા. 18-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 20-6-2026ના શનિવારે બપોરે 3થી 5 ચાવડકા ખાતે. 

Panchang

dd