• શનિવાર, 20 જૂન, 2026

અવસાન નોંધ

ભુજ : અમૃતાબેન બાબુભાઈ કોલી (ઉ.વ. 53) તે સ્વ. સિધિકભાઈ કોલી અને સ્વ. સારૂબેનના પુત્રવધૂ, બાબુભાઇ સિધિકભાઈ કોલીના પત્ની, મનીષાબેન, જયેશભાઇ, નીલેશભાઈના માતા, શૌર્ય, સોહમના દાદી, માહિરના નાની, મંગલભાઈ સિધિકભાઈ, ધનજીભાઈ સિધિકભાઈના ભાભી, સવિતાબેન મંગલભાઈ, સ્વ. જવેરબેન ધનજીભાઈના જેઠાણી તા. 17-6-2026ના અવસાન પામ્યા છે. ભજન-સત્સંગ તા. 22-6-2026ના સોમવારે રાત્રે, ઘડાઢોળ તા. 23-6-2026ના મંગળવારે સવારે નિવાસસ્થાને કોડકી રોડ, ભુજ ખાતે.

ભુજ : જયેશ નાનજી દાવડા (હરિકૃષ્ણ હાર્ડવેર-ભુજ) (ઉ.વ. 53) તે સ્વ. તુલશાબેન નાનજી ગોકલદાસ દાવડાના પુત્ર, સ્વ. પરસોત્તમ કાનજી સોનાઘેલાના જમાઈ, નિપમબેનના પતિ, જિજ્ઞેશભાઈ, પ્રીતિબેનના ભાઈ, આરતીબેન, દેવભાઇ દાવડાના પિતા, શિલ્પાબેનના જેઠ, હેતના કાકા, અદિતિ અને દર્શનના સસરા, જગદીશભાઈ અમૃતલાલ સોમૈયા (આદિપુર)ના સાળા, વિવેક, મનાલી, પૂજાના મામા, સ્વ. ડુંગરશી મજેઠિયા, ઘનશ્યામ મજેઠિયા, મહેન્દ્ર મજીઠિયાના ભાણેજ, રમેશચંદ્ર મૂળજી કક્કડ, હેતલભાઈ અરાવિંદભાઈ કોટકના વેવાઈ, મનવીકના નાના તા. 19-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 20-6-2026ના શનિવારે સાંજે 4થી 6 નિવાસસ્થાને સિલ્વર પાર્ક જલારામ મંદિરની બાજુમાં અને પ્રાર્થનાસભા તા. 21-6-2026ના રવિવારે સાંજે 4થી 5 બી.એ.પી.એસ. સત્સંગ હોલ, ભાનુશાલી નગર, નિર્મલાસિંહની વાડી, ભુજ ખાતે.

માંડવી : મેમણ જુસબ કોટાઇ (ઉ.વ. 67) તે મ. હાજી સુલેમાન કાસમ કોટાઇના પુત્ર, હાજી મહમદ કામસ, હાજી સુલેમાનના નાના ભાઇ, અબ્દુલગની સાલેમોહંમદ કોટાઇના કાકાઇ ભાઇ, તૌસીફના પિતા, સુમરા ઇરફાન અલીમહંમદ, મેમણ સલીમ જુસબના સસરા, હાજી મહમદ અસલમ, હાજી ફારૂક, ઝાકીરહુશેન, મહમદ હનીફના મામા તા. 18-6-2026ના અવસાન પામ્યા છે. ઇસાલે સવાબ તા. 21-6-2026ના રવિવારે સવારે 9થી 10 બહેનો માટે કુર્આન ખ્વાની અને 10થી 11 વાયેઝ-જિયારત સુખપર-સુમરાવાસ મદરેસા, માંડવી ખાતે.

મુંદરા : ખારવા મીનાબેન લધુભાઈ પરમાર (રાજુબેન) (ઉ.વ. 60) તે સ્વ. લાધીબેન જેરામભાઈ પરમારના પુત્રવધૂ, માધવભાઈ, કિલ્પાબેનના માતા, ભરતભાઈ, ધીરજભાઈના કાકી, કશ્યપના દાદી, ભૂમિબેન, ઉર્વી, બંસીના નાની, પ્રીતિબેન, અરાવિંદભાઈ સોનીના સાસુ, દિવાળીબેન ચતુરસી પરમારના દેરાણી, ગૌરીબેન, ક્રિષ્નાબેનના ભાભી, સ્વ. કેસરબેન કરશનભાઈ ધાયાણીના પુત્રી, બેનાબેન, સ્વ. ભાનુબેન, મણિબેન, સ્વ. ઝવેરબેન (જામનગર), દમયંતીબેન (જામનગર), શંકરભાઈ (જામનગર), સ્વ. વિજયભાઈ, સ્વ. માવજીભાઈના બહેન તા. 19-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઈઓ-બહેનોની) તા. 20-6-2026ના શનિવારે સાંજે 4થી 5 ખારવા સમાજવાડી (સાગર ભુવન) મુંદરા ખાતે.

મુંદરા : સમેજા મુસ્તાક સુલેમાન (ઉ.વ. 59) તે સમેજા રજાકના પિતા, મ. સમેજા સુલેમાન (માંડવી)ના પુત્ર, સમેજા ઇબ્રાહિમના નાના ભાઇ, સમેજા શૌકત, જમીલના કાકા, શેખ ઇમરાનના સસરા તા. 19-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-6-2026ના સોમવારે સવારે 10થી 11 કાંઠાવાળા નાકા મુસ્લિમ જમાતખાના, મુંદરા ખાતે.

નખત્રાણા : પીંજારા રહીમાબાઇ સિધિક (ઉ.વ. 96) તે મામદ, ઇશાક, અબ્દુલના માતા, અલાના ઇસ્માઇલ (મથલ)ના બહેન, શોકતસમીર, આસીફના દાદી, ઈકબાલ, ઇબ્રાહિમના નાની, હુસૈન અબ્દુલકરીમ (રવાપર)ના સાસુ તા. 19-6-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 22-6-2026ના સોમવારે સવારે 11 વાગ્યે મુસ્લિમ લોહારવાઢા જમાતખાના, મફતનગર, નખત્રાણા ખાતે.

કુકમા (તા. ભુજ) : મૂળ ચંદિયાના મનસુખભાઈ વેલજીભાઈ મેતા (આહીર) (ઉ.વ. 59) તે વેલજીભાઈ કાનજીભાઈના પુત્ર, ધર્મિષ્ઠાબેનના પતિ, સ્વ. સાકરબેન, ભરતભાઈના ભાઈ, રચના, ભૌમિક, દર્શન, દીપાના પિતા ધાર્મિક, માધવ, દિવ્યાંશીના દાદા તા. 17-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન મધુબન પાર્ક, પાધેડા વિસ્તાર, કુકમા ખાતે.

જાંબુડી (તા. ભુજ) : હાલે કોટડા (ચકાર)ના દેવલબેન ધનજીભાઇ ખરેટ (ઉ.વ. 82) તે સ્વ. ધનજીભાઇ મેઘજીભાઇ ખરેટના પત્ની, જીવાબેન ભચુભાઇ પાયણ (કુકમા), ભાણજીભાઇ, અરજણભાઇ, પ્રેમજીભાઇના માતા, સ્વ. કેસરબેન વેલજીભાઇ મંગરિયા (ભુજોડી), નરસિંહ મેઘજી, વિશ્રામ મેઘજી, સ્વ. જેઠાલાલ મેઘજી, સ્વ. તેજા કેશા, ભીખા કેસાના ભાભી, શીતલ, દીપક, નિરાલી, રાહુલ, ઋતિક, ખુશી, પ્રિન્સના દાદી, સ્વ. કમાભાઇ ભીમાભાઇ બુચિયા (સિરાચા)ના પુત્રી, સ્વ. રામજીભાઇ કમાભાઇ, જીવાભાઇ કમાભાઇ બુચિયાના બહેન, કલ્પનાબેન નાનજીભાઇ નજાર (ભુજોડી), શાંતાબેન વિજયભાઇ સુંદરા (ભુજ)ના મોટામા તા. 19-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ (આગરી) તા. 21-6-2026ના રવિવારે અને ઘડાઢોળ (પાણીયારો) તા. 22-6-2026ના પ્રેમજીભાઇના નિવાસસ્થાન ઉમિયાનગર સોસાયટી, કોટડા-ઉ. ખાતે.

કુનરિયા (તા. ભુજ) : રાજીબેન નારણ કેરાસિયા (ઉ.વ. 76) તે દામજીભાઇ, ભરતભાઇ, વેજીબેન કરમણ ચાડના માતા, કરમણ દેવરાજ ચાડના સાસુ તા. 19-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને.

સુમરાસર-શેખ (તા. ભુજ) : ખત્રી દાઉદ હાજીઅબ્દુલ્લા (ઉ.વ. 76) તે મ. જુમ્મા હાજીઅબ્દુલ્લા, સાલેમામદ હાજીઅબ્દુલ્લાના ભાઇ, મામદ, સત્તાર, ગફુર, હુસૈન, ઉમર, શેરબાનુ રહેમતુલ્લા (ધમડકા), શાબેરા આદમ (તેરા)ના પિતા તા. 18-6-2026ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 21-6-2026 સુધી નિવાસસ્થાન સુમરાસર (શેખ) ખાતે.

નવી દુધઈ (તા. અંજાર) : અમરતબેન ઠક્કર (ઉ.વ. 70) તે જવાહર હીરજી ઠક્કરના પત્ની, ચેતન, સ્વ. કિશોરના માતા તા. 19-6-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 20-6-2026ના શનિવારે સવારે 8 કલાકે નિવાસસ્થાનેથી નીકળશે.

કાઠડા (તા. માંડવી) : ગઢવી ભાણબાઇબેન વિઝાણી (ઉ.વ. 51) તે દેવાંગ માણેક વિઝાણી (પૂર્વ ચેરમેન માંડવી તાલુકા પંચાયત)ના પત્ની, હેતલબેન, પાયલબેન, પાર્થના માતા, હરદાસ રામ કારિયાના પુત્રી, હાંસબાઇબેન, વીરબાઇબેન, રતન, હરિના બહેન, ગોપાલભાઇ, શિવરાજભાઇના પુત્રવધૂ, કરમશીભાઇના ભાભી, ભરત, મહેશના સાસુ તા. 19-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 20, 21-6-2026 (શનિવાર, રવિવાર)ના નિવાસસ્થાન વાડી વિસ્તાર, કાઠડા ખાતે તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 29-6-2026ના તે જ સ્થળે.

તલવાણા (તા. માંડવી) : જાડેજા રાજેદ્રાસિંહ પ્રાગજીભા (ઉ.વ. 49) તે પ્રાગજીભા કેણજીભાના પુત્ર, લક્કીરાજાસિંહના પિતા, નટુભા, સ્વ. જેઠુભા, સ્વ. હેમુભાના પૌત્ર, નવુભા, મહાવીરાસિંહ, પ્રવીણાસિંહ, ઘનશ્યામાસિંહ, દાનુભા, યુવરાજાસિંહ, વિશાલાસિંહ, વિપુલાસિંહ, શેલેદ્રાસિંહ, રોહિતાસિંહના ભત્રીજા, ભરતાસિંહ, ભરતાસિંહ નવુભા, ચન્દ્રાસિંહ, હરપાલાસિંહ, કુલદીપાસિંહ, અજયાસિંહ, યશપાલાસિંહ, વિજયાસિંહના ભાઈ, અર્જુનાસિંહ, રૂદ્રપ્રતાપાસિંહના મોટાબાપુ તા. 18-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 19-6થી તા. 22-6-2026 સુધી અજાણી ભાયાતના ડેલામાં, તલવાણા ખાતે. ઉત્તરક્રિયા તા. 29-6-2026ના નિવાસસ્થાને.

મોટા  રતડિયા (તા. માંડવી) : ગઢવી નારાણ વિશ્રામ (બારોટ) (ઉ.વ. 72) તે વીરમ, અરજણ, માણશી, ધનબાઈ, માલશ્રી, દેવલના ભાઈ, રાજબાઈબેનના પતિ, પબુ, વરજાંગ, નવીન, કામઈના પિતા તા. 19-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી, ઉત્તરક્રિયા તા. 29-6-2026ના સોમવારે નિવાસસ્થાન મોટા રતડિયા ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : હાજરાબાઈ (ગુંદિયાળી) (ઉ.વ. 100) તે મ. બુઢાભાઈ કુંભારના પત્ની, મ. મુસાના માતા, સુલેમાન મામદ કુંભાર, ઈબ્રાહિમ કુંભાર (ભુજપુર)ના નાની તા. 19-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-6-2026ના રવિવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, ભુજપુર ખાતે.

ખારડિયા (તા. નખત્રાણા) : જાડેજા ભરતસિંહ હઠેસિંહ (ઉ.વ. 17) તે હઠેસિંહ કાનજીના પુત્ર, સ્વ. કાનજી લધાજી, ખેંગારજી વંકાજી, ખીરાજી, દીપસંગજી ચાંદાજીના પૌત્ર, રાજમલજી, ચતુરસિંહ, હભેરાજજી, રામસંગજી, રણજિતસિંહના ભત્રીજા, પ્રદ્યુમનસિંહ, નરેન્દ્રસિંહ, શૈલેન્દ્રસિંહ, ઓમદેવસિંહ, ધ્રુવરાજસિંહ, હર્ષવર્ધનસિંહ, જયપાલસિંહ, વીરેન્દ્રસિંહના ભાઇ તા. 17-6-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 24-6-2026ના બુધવારે રાત્રે આગરી, તા. 25-6-2026ના ગુરુવારે સવારે બારસ તથા બેસણું નિવાસસ્થાન ખારડિયા ખાતે.

ભડલી (તા. નખત્રાણા) : હાલે મુંબઇ વાળંદ કસ્તૂરબેન અમૃતલાલ ભટ્ટી (ઉ.વ. 80) તે સ્વ. નથુભાઇ પચાણના પુત્રવધૂ, અમૃતલાલ ભટ્ટીના પત્ની, પ્રભાબેનના દેરાણી, કરસનભાઇ, સ્વ. જેઠાભાઇ, સ્વ. પચાણભાઇના નાના ભાઇના પત્ની, નરેશ ભટ્ટીના માતા, રેખાબેનના સાસુ, શાન્તાબેનના કાકીસાસુ, શારદાબેન બુદ્ધિલાલ ભટ્ટી (ભડલી)ના ભાભી, સ્વ. પ્રેમિલાબેન પરસોત્તમભાઇ (ભુજ), જશોદાબેન, સ્વ. છગનલાલ (આણંદસર), અશ્વિન, જયેશ, સ્વ. હરીશ (મુંબઇ)ના કાકી, સ્વ. હર્ષદ, ભાનુ, ભારતી, ધર્મેશ, ભારતી, સુભાષ, નરેશ, મિત્તલ, આરતી, રીયા, જીનલ, પ્રથમ, ફેનિલના દાદી, શામજીભાઇ ખેતશી ચૌહાણ (ગાંધીધામ)ના પુત્રી, નર્મદાબેન બાબુભાઇ ભટ્ટી (નખત્રાણા), કિશોરભાઇ (ગાંધીધામ), ધનગવરીબેન ખીમજીભાઇ રાઠોડ (ગાંધીધામ), કાન્તાબેન કાનાભાઇ રાઠોડ (અંજાર), દમયંતીબેન દામજીભાઇ રાઠોડ (નાગલપર)ના બહેન, મંજુલાબેન કિશોર ચવાણના નણંદ તા. 19-6-2026ના અવસાન પામ્યા છે. સાસરા પક્ષની પ્રાર્થનાસભા (સાદડી) તા. 22-6-2026ના સોમવારે બપોરે 3થી 5 સહજાનંદનગર સમાજવાડી, નર્મદેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, પોલીસ સ્ટેશનની સામે, મિરજાપર ચોકડી, મિરજાપર (તા. ભુજ) ખાતે.

મુરૂ (તા. નખત્રાણા) : જાડેજા જીલુભા પ્રતાપજી (ઉ.વ. 85) તે સ્વ. જાડેજા માધુભા, જાડેજા ગમુભાના ભાઇ, સ્વ. જાડેજા બહાદુરસિંહ શિવભાના કાકાઇ ભાઇ, જાડેજા ભરતસિંહના કાકા, સ્વ. જાડેજા સતુભા, દિલુભાના પિતા, જાડેજા હિતુભા તથા ગુલાબસિંહના મોટાબાપુ, જાડેજા વિક્રમસિંહ, પ્રહલાદસિંહ, વિજયસિંહ, સત્યપાલસિંહ, ભાગ્યરાજસિંહના દાદા તા. 18-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને તથા ઉત્તરક્રિયા તા. 29-6-2026ના.

વિથોણ (તા. નખત્રાણા) : ભચીબેન ખેંગારભાઈ રબારી (ઉ.વ. 58) તે ખેંગાર પબા રબારી (પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ નખત્રાણા, પૂર્વ પ્રમુખ માકપટ રબારી સમાજ)ના પત્ની, સુરા (બિજલ), રમેશ, લક્ષ્મીબેન મહેન્દ્ર રબારીના માતા, દેવાભાઈ પબાભાઈ રબારી, સોમાભાઈ પબાભાઈ રબારીના ભાભી, માલાભાઈ ગાભાભાઇ રબારી (ઉગેડી)ના પુત્રી, ભોજાભાઈ માલાભાઈ રબારીના બહેન તા. 18-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન વિથોણ ખાતે.

નરેડી (તા. અબડાસા) : મામદ મીઠુ ભજીર (ઉ.વ. 68) તે મ. ઈબ્રાહિમ, હુશેન, અબ્દુલ, ઈસ્માઈલના ભાઈ, ઈકબાલના કાકા, કાસમ, અભુભખર, ગુલામ, ઈબ્રાહિમ, મુબારકના મામા તા. 19-6-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 21-6-2026ના રવિવારે મસ્જિદ કમ્પાઉન્ડ હોલ, નરેડી ખાતે.

મુંબઇ : મૂળ માંડવીના જયાબેન દોશી (ઉ.વ. 82) તે સ્વ. શાંતિલાલ દોશીના પત્ની, સ્વ. પ્રભાવંતીબેન ચમનલાલ વસા (ભુજ)ના પુત્રી, સ્વ. રાધાબેન ધારશી દોશીના પુત્રવધૂ, સ્વ. શશિકાંતભાઇ, સ્વ. ભરતભાઇ દોશી, મંજુલાબેન લક્ષ્મીચંદ પારેખ, મહોદયશ્રીજી મહારાજ સા., વાસંતીબેન, જયશ્રીબેનના ભાભી, નંદાબેન દોશીના જેઠાણી, હીરક, વૈશાલી દોશીના કાકી, નિશાબેન શાહના માતા, નિર્મલભાઇ રસિકભાઇ શાહના સાસુ, વિરાલી હર્ષ શાહ, ઐશ્વર્યા દર્શિલ શાહના નાની, દિનેશભાઇ વસા, કીર્તિભાઇ વસા, પ્રિયંવદા કિશોર સંઘવી, નિરુબેન મધુકર શાહ, સ્વ. મૃદુલાબેનના બહેન તા. 18-6-2026ના મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : નિશાબેન-93206 56564, નિર્મલભાઇ-93226 45654. 

Panchang

dd