• મંગળવાર, 25 જૂન, 2024

અવસાન નોંધ

ભુજ : વસુબા અનિરુદ્ધસિંહ ગોહિલ (ઉ.વ. 56) તે અનિરુદ્ધસિંહ રામસિંહ ગોહિલ (મૂળ મગલાણા)ના પત્ની, બાજુબા રામસિંહ ગોહિલના પુત્રવધૂ, સ્વ. રાજકુંવરબા અરજણસિંહ (ટપુભા) ઝાલાના પુત્રી, સ્વ. રવીન્દ્રસિંહ, સ્વ. ઘનશ્યામસિંહ, મહેન્દ્રસિંહ, અરવિંદસિંહ, ઇન્દ્રાબા ભરસિંહ જાડેજા (અંજાર)ના બહેન, મીનાબા મહાવીરસિંહ ગોહિલના દેરાણી, રેખાબા મહેન્દ્રસિંહ ગોહિલના જેઠાણી, સ્વ. કુલદીપસિંહ, રજનીબા, ફોરમબાના માતા, દિલજીતસિંહ તથા પ્રદ્યુમનસિંહના સાસુ, સ્વ. ગજેન્દ્રસિંહ, સ્વ. હિનાબા, ઇલાબા, સ્વ. મહિપાલસિંહ, હરિશ્ચંદ્રસિંહ, નીલમબાના કાકી, માનવરાજસિંહ અને હાનવિકાબાના નાની તા. 12-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-9-2023ના ગુરુવારે સાંજે 5થી 6 હાટકેશ કોમ્પ્લેક્સ, છઠ્ઠીબારી, ભુજ ખાતે.

ગાંધીધામ : ગં.સ્વ. મણીબેન ધનજીભાઇ પેથાણી (ઉ.વ. 75) મૂળ દુર્ગાપુરના તે સ્વ. ધનજીભાઇ પૂંજાભાઈ પેથાણીના પત્ની, સ્વ. જીવીબેન જખુભાઈ મોતા (પુરસા વાડી-મસ્કા)ના પુત્રી, નિતાબેન જેન્તીલાલ મોતા (મસ્કા), ચેતનાબેન ભરતભાઇ જેસરેગોર (બારોઈ), લતાબેન જેન્તીલાલ નાકર (તેરા), રમીલાબેન કાંતિલાલ નાકર (તેરા), પ્રફુલાબેન જગદીશભાઇ મોતા (મસ્કા), આનંદીબેન ભરતભાઇ મોતા (ગુંદિયાળી), શિલ્પાબેન પ્રકાશભાઇ મોતા (ગુંદિયાળી), પ્રકાશભાઇ ધનજીભાઇ પેથાણી (શ્રી રાધે જ્વેલર્સ)ના માતા, મિત્તલબેન પ્રકાશભાઇના સાસુ, વિશ્વત (સુદમ)ના દાદી, સ્વ. જેન્તીલાલ અને સ્વ. મણિશંકર ભાભી, ગં.સ્વ. અમૃતબેન કાંતિલાલ પેથાણી તથા ભાવનાબેન મુકેશભાઇ કેશવાણીના બહેન તા. 13-9-2023ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 14-9-2023ના ગુરુવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન વિનાયકનગર, પ્લોટ નં. : 7, ડીસી-5 (પાંજો ઘર), ઝી સ્કૂલની બાજુમાંથી આદિપુર સ્મશાને નીકળશે. સંપર્ક : 99789 14005. બંને પક્ષની સાદડી તા. 15-09-2023ના શુક્રવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, કપિલમુની આશ્રમ, બસ સ્ટેન્ડ સામે, આદિપુર ખાતે.

અંજાર : ખત્રી હાજિયાણી જીલુંબાઈ હાજી હારૂન (વલાડિયાવાલા) તે હાજી હારૂન જુસબના પત્ની, હાસમ ડાડા (વલાડિયાવાલા)ની પુત્રી, હાજી રફીક હાજી જુસબના ભાભી, હાજી મુસ્તાક, હાજી જાવેદ, હાજી ફારુકના માતા, ફરાના હાજી મુસ્તાક, નૂરજહાં હાજી જાવેદ, હાજિયાણી અંજુમ હાજી ફારુકના સાસુ, ખેરુંનીસા હાજી અ. ગફુર, શેહનાઝ અ. હમીદ, ગુલસેરા અનવર, સુગરા મોહંમદ સલીમ, અફરોઝ અ.કાદરના ભાભી. તા. 11-9-2023ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત તા. 14-9-2023ના ગુરુવારે સવારે 11થી 12 મસ્જિદે ખીઝરા, નયા અંજાર ખાતે.

અંજાર : મધુબેન ભગવાનજીભાઇ પૂજારા (ઉ.વ. 82) તે સ્વ. ભગવાનજીભાઇ રામજીભાઇ પૂજારાના પત્ની, સ્વ. રામજી નાનજી પૂજારાના પુત્રવધૂ, સ્વ. મોહનલાલ માનસંગ કારિયાના પુત્રી, સ્વ. પરષોત્તમ શિવજી પૂજારા, મણિબેન કરશનદાસ ભીંડેના ભત્રીજાવહુ, સ્વ. દયાળજીભાઇ, રતિલાલભાઇ, ભાઇચંદભાઇ, ભાનુબેનના બહેન, સ્વ. પ્રાણલાલભાઇ, સ્વ. ગુણવંતીબેન, મીનાક્ષીબેનના ભાભી, તારાબેનના જેઠાણી, સ્વ. કિરણભાઇ, પ્રકાશભાઇ (રાજાભાઇ), સ્વ. સુનીલભાઇ, માયાબેન કીર્તિકુમાર રાજદે, ધર્મિષ્ઠાબેન નીતિનકુમાર રાજદેના માતા, ભારતીબેન, ગીતાબેનના સાસુ, કરુણા, ચાંદની, નમ્રતાના દાદીસાસુ, સ્વ. ભરતભાઇ, અજયભાઇ, ચેતનાબેન જિતેનકુમારના મોટાબા, શ્રદ્ધાબેન કેનીલકુમાર, રોનક, સિદ્ધાર્થ, રાજ, હર્ષ, ઓમના દાદી, રુત્વીક, મૈત્રી, કુલદીપ, ભવ્યાના નાની અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-9-2023ના શુક્રવારે સાંજે 5થી 6 અંજાર લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે.

નખત્રાણા : મૂળ ઉખેડાના રબારી રાજુબેન (દેવીબેન) (ઉ.વ. 96) તે સ્વ. ભજુ કરમશીના પત્ની, સ્વ. લખમણ કરમશી, રાણા દેવશીના ભાભી, સ્વ. પાબીબેન, સ્વ. ફકીરભાઇ, વેરશીભાઇ, લખીબેન, પેનાભાઇના માતા, રામાભાઇ, સ્વ. સોમાભાઇ, સોમાભાઇ, મંગલભાઇ, લાખુબેનના કાકી, કાઉબેન, રામીબેન, મંગલ, માલા, આશા, હીરુ, સોના, ખેંગાર, દેવા, મંગલ, દેવા, ભીમા, જલુ, મોંઘી, લીલાના દાદી, રબારી રામા વંકા (સણોસરા), કાના વંકા (ઉગેડી)ના સાસુ, મમુ, રાજા, ભામા, રાજા, મોગીના નાની તા. 12-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન જલારામ નગર, નખત્રાણા ખાતે.

નખત્રાણા : આણદાણી પરસોત્તમ વિશ્રામ (ઉ.વ. 64) તે કિશનના પિતા, રમેશભાઇ (સાગર કટલેરી-નખત્રાણા), લક્ષ્મીબેન (વિશાખાપટ્ટનમ), મંજુબેન (પાટણ), રસીલાબેન (અમદાવાદ), ભગવતીબેન (વિરાણી મોટી), ભાનુબેન (દેશલપર-ગુંતલી)ના ભાઇ તા. 12-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-9-2023ના ગુરુવારે બપોરે 3થી 5 સત્યનારાયણ સનાતન પાટીદાર સમાજવાડી (મધ્ય વિભાગ), જૂનાવાસ, નખત્રાણા ખાતે.

મઉં મોટી (તા. માંડવી) : કચ્છી ભાનુશાલી આત્મારામ ખીયશીભાઇ માવ (ઉ.વ. 43) તે ગં.સ્વ. મણિબાઇ ખીયશીભાઇ માવના પુત્ર, સ્વ. હંસાબાઇ અને વૈશાલીબેનના પતિ, મિત્તલ, કાજલ, પૂજા, ચિરાગ, ધ્રુવીના પિતા, સ્વ. પ્રેમજીભાઇ, નરશીભાઇ, રાધાબેન પ્રધાનભાઇ મંગે (ડોણ), બબીબેન ખીમજી દામા (હમલા), ગં.સ્વ. કમળાબેન લાલજીભાઇ મંગે (ડોણ), શાંતિબેન જયંતીભાઇ કટારમલ                          (જામનગર), ગં.સ્વ. જશોદાબેન અરવિંદભાઇ મંગે (ડોણ), જમણાબેન કાંતિલાલ કટારમલ (હમલા), જાનકીબેન ગોકુળભાઇ મંગે (માંડવી)ના ભત્રીજા, રાજેશભાઇ, મંજુલાબેન અરવિંદ દામા (હમલા), ગં.સ્વ. નીતાબેન ભીમજી મંગે (બિટ્ટા), જ્યોતિ પ્રકાશ શેઠિયા (શિરવા), પ્રેમિલાબેન રાજેશ હુરબડા (હાજાપર), કાન્તા વસંત જોઇસર (શિરવા)ના ભાઇ, ગીતાબેનના જેઠ, મહેકભાઇ હરેશભાઇ કટારિયા (નલિયા / રાજકોટ)ના સસરા, કસ્તૂરીબેન કરશનદાસ હેમરાજ કટારિયા (ભાચુંડા)ના જમાઇ, સ્વ. લીલાધર રામજીભાઇ ગજરાના દોહિત્ર, સ્વ. ટોપણદાસ મંગલદાસ માવ, સ્વ. પ્રધાનજીભાઇ, સ્વ. મૂરજી, સ્વ. જાદવજી, સ્વ. ખજુરિયા ગાંગજી માવના પૌત્ર, પાર્થુ અને પાંખીના મોટાબાપા તા. 11-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-9-2023ના બપોરે 3થી 4 મઉં મોટી નિવાસે ભાનુશાલી મહાજનવાડીમાં.

ફરાદી (તા. માંડવી) : ચવાણ રોમતબાઇ સુલેમાન (ઉ.વ. 68) તે ચવાણ સુલેમાન ઉમરના પત્ની, અનવર, ફકીરમામદ, મુબારકના માતા, મ. હુસેની, મ. જુસબ, હમીર, ઇબ્રાહિમ, ભચુના ભાભી, ઇબ્રાહિમ ઇસ્માઇલના મોટીમા તા. 13-9-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-9-2023ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાને.

કોડાય (તા. માંડવી) : હીરજીભાઇ લાલજીભાઇ હાલાઇ (ઉ.વ. 74) તે પુરબાઇના પતિ, સ્વ. માવજીભાઇ, વિશ્રામભાઇ, પરબતભાઇ, પ્રેમજીભાઇ, રતનબાઇ, ધનબાઇ, લાલબાઇના ભાઇ, રામજી, કાનજી, ઘનશ્યામ, અમરબેન, કાનબાઇ, મેઘબાઇ, શાન્તાબેન, પ્રેમિલાબેન, રમીલાબેનના પિતા, વાલબાઇ, અમૃતબેનના સસરા, હસમુખ, ભાવેશ, તેજેન્દ્ર, પ્રિયા, નીકિતાના દાદા તા. 13-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-9- 2023ના શુક્રવારે સવારે 7થી 8 નિવાસસ્થાને જાગીરવાડી, કોડાય જીનિંગ પ્રેસ રોડ, કોડાય ખાતે.

નાની ભુજપુર (તા. મુંદરા) : હીરબાઇ (ઉ.વ. 65) તે ખીમજી વાલજી થારૂના પત્ની, સ્વ. ગાંગજી આલાભાઇ દનિચા (કુંદરોડી)ના પુત્રી, ખેતશીભાઇ, શામજીભાઇ, દામજીભાઇના બહેન, સ્વ. મેઘજીભાઇ (માસ્તર), પૂનમચંદના ભાભી, પ્રહલાદ, કાન્તા, મનીષા, ભારતીના માતા, યશના દાદી તા. 13-9-2023ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ (પાણી) તા. 14-9-2023ના સવારે 9 કલાકે નિવાસસ્થાન નાની ભુજપુર ખાતે.

દેવીસર (તા. નખત્રાણા) : ક.પા. હીરજીભાઇ (ઉ.વ. 89) તે લીંબાણી દેવશી શિવદાસના પુત્ર, અર્જુનભાઇ, પરસોત્તમભાઇ, મગનભાઇ, લલિતભાઇ, નિર્મળાબેન રવજીભાઇ ભગત (વિથોણ), જયાબેન મોહનલાલ પોકાર (બેંગ્લોર), ગૌરીબેન હરિલાલ કાનજિયાણી, વિજયાબેન પરસોત્તમ દિવાણી (વિરાણી)ના પિતા, સ્વ. ખેતાભાઇ, ધનજીભાઇ, દેવકાબેન વિશ્રામ (પલીવાડ)ના ભાઇ અવસાન પામ્યા છે. સાદડી તા. 15-9-2023ના સવારે 8થી 10 દેવીસર સનાતન પાટીદાર સમાજવાડી ખાતે.

મોટી વિરાણી (તા. નખત્રાણા) : હીરબાઇ જોગી (ઉ.વ. 35) તે કાન્તિલાલ મીઠુભાઇ જોગીના પત્ની, શીતલબેન કપિલ જોગી (સિયોત), રાજેશભાઇ, શ્યામના માતા, ગાભાભાઇ લધાભાઇ રાઠોડ (માંડવી)ના પુત્રી, અરવીનના ભાભી, શાન્તાબેન તથા મીઠુભાઇ ભૂરાભાઇ જોગીના પુત્રવધૂ તા. 12-9-2023ના અવસાન પામ્યા છે. આગરી તા. 21-9-2023ના અને પાણી તા. 22-9-2023ના નિવાસસ્થાન કલરાઇ વિસ્તાર, જી.એમ.ડી.સી. હાઇસ્કૂલની બાજુમાં, મોટી વિરાણી ખાતે.

નલિયા (તા. અબડાસા) : બિપિન ભાટિયા (ઉ.વ. 56) તે ઉદ્દેશી ભાટિયા, સ્વ. લાલજીભાઈ લક્ષ્મીદાસ તથા સ્વ. લતાબેનના પુત્ર, પ્રિયાબેનના પતિ, નૈલેશના પિતા, સ્વ. મનોજ અને ગં.સ્વ. વર્ષાબેન કિશોર ગોકુળગાંધી (લઠેડી)ના ભાઈ, કનુભાઈ (રામપર), સ્વ. કીર્તિભાઇ (આદિપુર)ના ભત્રીજા, નીલેશ, પંકજ (રામપર), વિશાલ (આદિપુર), કિલ્પાબેન (બાયઠ), બિંદિયાબેન (આફ્રિકા), મીતાબેન (અંજાર)ના પિતરાઈ ભાઈ, રાજન, સ્વ. જુલીબેન, અંકિત, વિરેન, મીત, ભાવિન, દીપ, મંથનના મોટાબાપુ, અવનીના દાદા, ગં.સ્વ આશાબેન મનોજ, નિશાબેન નીલેશ, કલ્પનાબેન પંકજ, દીપાબેન વિશાલના જેઠ, શીતલબેન આશિષભાઈ બબલા (મુંદરા)ના મામા, સ્વ. હીરાબેન ગોંડું રામજી પાટિલ (ચોરવાડ- મહારાષ્ટ્ર)ના જમાઈ, વિજયભાઈ, સ્વ. સુરેશના બનેવી તા. 12-9-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-9-2023ના શુક્રવારે સાંજે 4થી 5 માહેશ્વરી સમાજવાડી, દરજી ફળિયું, નલિયા ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang