ભુજ : ફકીરમામદ અબ્દુલકાદર સુમરા (ગુનારિયા) (ઉ.વ. 61) તે મ. અબ્દુલકાદર મામદ સુમરા
(રમજુભાઇ ગેસવાળા)ના પુત્ર, ઇમરાનના પિતા,
ફારૂક, અજીમ, અલીમામદ,
મકબુલ, મામદના ભાઇ, અસલમના
સસરા, શાહનવાઝ, ઉબેદ, અબ્દુલકાદરના દાદા, ફૈઝાન, સાહિલના
મોટાબાપા, ફૈઝલના મોટાબાપા સસરા, રફશાન,
આસીફ, માહીનના મામા તા. 17-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 19-2-2026ના ગુરુવારે સવારે 9થી 10 નિવાસસ્થાને હંગામી આવાસ,
ગેબનશાહ પીરની દરગાહની બાજુમાં, જી.આઇ.ડી.સી.,
ભુજ ખાતે.
ભુજ : હલીમાબાઇ મહંમદ અબ્દુલલતીફ મેમણ (ઉ.વ. 85) તે મ. મહંમદ અબ્દુલલતીફ મેમણના
પત્ની, મ. અ.ગની અ.લતીફ (ગની માસ્તર)ના ભાભી,
જમીલાબેન મ.રફીક કમલાણી, ઝાહીદાબેન મ.સલીમના માતા,
શહેઝાદ, સુરૈયા, ખેરૂનીશા,
નાઝિયા, મ.આરીફ (સી.એ.)ના નાની, અ.ગની અ.કરીમ (ભારાપર હાલે અંજાર)ના બહેન તા. 18-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 20-2-2026ના શુક્રવારે સવારે 10થી 11 ભાઇઓ તથા બહેનો માટે કચ્છી મેમણ જમાતખાના, ભીડ બજાર, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ ત્રંબોના ધનરાજભા મ્યાજરભા વિકલ (ગઢવી) (ઉ.વ.
58) તે ગીતાબેનના પતિ,
જિગરભાના પિતા, જયેશભા, કિશોરભા,
રમેશભા, શૈલેષભા, જીતુભા,
મુકેશભા, મંજુલાબેનના ભાઈ, નાગદાનભા હમીરભા ફુનડાના જમાઈ તા. 17-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-2-2026ના સાંજે 4.30થી 5.30 સોનલધામ, ડી સી-2, રામબાગ, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : નારાણ શામજી ખારવા (ઉ.વ. 81) તે સ્વ. પાચીબેન શામજી ખારવાના
પુત્ર, નાથીબેનના પતિ, સ્વ. મોહનભાઈ,
સ્વ. મનસુખભાઈ, નરશીભાઈ , સ્વ. મમુબેન, સ્વ. બબીબેન, સ્વ.
પાર્વતીબેન, જયાબેન, કમલાબેન, કસ્તૂરબેનના ભાઈ, જયશ્રીબેન, ગં
સ્વ. રંજનબેન, ઈન્દુબેન, હંસાબેન,
રસીલાબેન, નિરાલિબેન, રામજીભાઈ,
ભાવિનભાઈના પિતા, મુકેશભાઈ, રમેશભાઈ, બિપિનભાઈ, નરેશભાઈ,
સંદીપભાઈના મોટાબાપા તા. 17-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-2-2026ના ગુરુવારે સાંજે 4થી 5 ભાઈઓ તથા બહેનોની ખારવા સામજવાડી (સાગર ભુવન) કપિલ મુનિ આશ્રમની
બાજુમાં, આદિપુર ખાતે.
અંજાર : મૂળ ધમડકાના પરજિયા રાજગોર બ્રહ્મસમાજ ભારતીબેન મોહનભાઇ
પંડયા (ઉ.વ. 66) તે મીનાક્ષી ઘનશ્યામ રાજગોર, નર્મદા હરિલાલ રાજગોરના નણંદ, ભારતી યશવંત, હિના મયૂરના ફઇસાસુ, નિલ્પા હસમુખ રાજગોર (ચુનડી), જયશ્રી રેવાશંકર રાજગોર
(દહીંસર), આયુષી ભાવિક રાવલ (મુંદરા), અંકિતા
અંકિત રાજગોર (જોગેશ્વરી-મુંબઇ)ના ફઇ, મનોજ, પરેશ, વિવેક, ભક્તિ મિલન બોડા
(જામનગર)ના માસી તા. 15-2-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 19-2-2026ના
ગુરુવારે બપોરે 2થી 5 નિવાસસ્થાને પ્રભુકૃપા નર્સરી પાછળ, ક્રિષ્ના પંપ સામે, અંજાર
બાયપાસ રિંગરોડ, અંજાર ખાતે.
અંજાર : વીરેન્દ્રકુમાર ખુશાલચંદ વોરા (વી.કે.) (ઉ.વ. 73) તે સ્વ. ભદ્રાબેન ખુશાલચંદ
હીરાચંદ વોરાના પુત્ર, મીનાબેનના
પતિ, નિશાંતના પિતા, દિશાના સસરા,
માન્યાના દાદા, ગં.સ્વ. કુસુમબેન શશિકાંત શાહ,
ગં.સ્વ. જયાબેન બાબુલાલ શાહ, સ્વ. અનિલાબેન અમૃતલાલ
શાહ, નરેન્દ્ર ખુશાલચંદ વોરા, ગં.સ્વ. રક્ષાબેન
મફતલાલ સંઘવી, મનીષ ખુશાલચંદ વોરા, રેખાબેન
પ્રફુલ્લ ભણસારીના ભાઈ, ભાવનાબેન નરેન્દ્ર વોરા, રૈનાબેન મનીષ વોરાના જેઠ, વિની, માનસી, ધૈર્યના મોટાબાપા, સ્વ.
ચંચળબેન કેશવલાલ કરસનજી ભણસારી (અંજાર)ના જમાઈ, સ્વ. મૃદુલાબેન
રસિકલાલ શાહ, ગં.સ્વ. ચંદ્રકલા બિપિનચંદ્ર ભણસારી, ગં.સ્વ. કલ્પનાબેન નીતિન ભણસારી, જયશ્રીબેન અનિલ ભણસારી,
ગં.સ્વ. દીનાબેન અમિત ભણસારીના બનેવી તા. 17-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 19-2-2026ના ગુરુવારે સાંજે 4થી 5 ચંપકનગર કોમ્યુનિટી હોલ, અંજાર ખાતે.
અંજાર : નારણભાઇ મેઘજીભાઇ સંઘાર (જોગી) (ઉ.વ. 78) તે કુંવરબેનના પતિ, સ્વ. મૂરજીભાઇ, દેવજીભાઇ
(રસોયા), હરિભાઇ (મસ્કા)ના ભાઇ, અરવિંદ,
અંજેશ, સુરેશ, શાન્તિલાલ,
ધર્મેન્દ્ર, નીતેશ, કાન્તાબેનના
પિતા, મુકેશ, રાજેશ, કાનજી, રાહુલના મોટાબાપા, કરશન,
હિરેન, બિપિન, સૂરજ,
જિતેશ, પ્રકાશ, અનિલ,
રાકેશ, અમિત, કિશન,
અર્જુન, ચિરાગ, ભાવેશ,
હરેશના દાદા, હીરજી સામજી (અનુ)ના સસરા તા. 16-2-2026ના અવસાન પામ્યા છે. તા. 26-2-2026ના રાત્રે આગરીની રાત અને ભજનભાવ, તા. 27-2-2026ના સવારે 10 વાગ્યે ઘડાઢોળ
(પાણી) રેલવે સ્ટેશન રોડ, લાકડા બજાર,
જોગીવાસ, અંજાર ખાતે.
કુકમા (તા. ભુજ) : પાલીવાડ બ્રાહ્મણ લતાબેન જોષી (ઉ.વ. 68) તે પ્રભાશંકર વેલજી જોષીના
પત્ની, સ્વ. જેતબાઇ મૂળશંકર વજેરામ જોષી (ઔદિચ્ય)
(ભુજ)ના પુત્રી, પુનિત (પનેશ) મારાજના માતા, સ્વ. અમૃતલાલ જોષી, સ્વ. વ્રજલાલ જોષીના નાના ભાઇના પત્ની,
સ્વ. નર્મદાબેન આત્મારામ જોષી (તેરા)ના ભાભી, પૂનમબેન,
જશોદાબેનના સાસુ, શિવશંકર, રમેશ, જાગૃતિબેન મૂળશંકર વ્યાસ (માધાપર), માયાબેન, સુભાષ, રાજેશ,
સુરેશના કાકી, જીત, ગોપી,
કિશન, ભૂપેશના દાદી, સ્વ.
ઘનશ્યામભાઇના બહેન તા. 18-2-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-2-206ના શુક્રવારે સાંજે 4થી 5 મિત્રી સમાજવાડી, કુકમા ખાતે.
કેરા (તા. ભુજ) : પરબત શિવજી પાંચાણી (ઉ.વ. 74) તે સ્વ. રાધાબાઈ, સ્વ.
શિવજી કરસન પાંચાણીના પુત્ર, રાજેશ, ભાવના
દીપીન કેરાઈ (દારેસલામ), નીતા જિતેશ ભુડિયા (નારણપર)ના પિતા,
જશોદા રાજેશ પાંચાણીના સસરા, સીલ અને પાર્થના દાદા
તા. 18-2-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 19-2-2026ના બપોરે 1.30 વાગ્યે હિન્દુ સ્મશાનભૂમિ કારીઓકોર, નૈરોબી મધ્યે. બેસણું તા. 21-2-2026ના કચ્છ સત્સંગ સ્વામિનારાયણ
મંદિર, લંગાટા (નૈરોબી) ખાતે સાંજે 5.30થી 6 અને કેરા ખાતે બેસણું તા. 20-2-2026ના શુક્રવારે સવારે 7.30થી 8.30 ભાઈઓ માટે ભાઈઓનું સ્વામિનારાયણ
મંદિર અને બહેનો માટે બહેનોનું સ્વામિનારાયણ મંદિર ખાતે.
દહીંસરા (તા. ભુજ) : નાનબાઇ ધુઆ (ઉ.વ. 72) તે ગાંગજી ગાભા ધુઆના પત્ની, ચમન ગાંગજી, હંસાબેન નાનજી
આયડી (બળદિયા), ગંગાબેન સામજી નોરિયા (તલવાણા)ના માતા,
સ્વ. પરમાબાઇ રાયશી કારા ફફલ (ભગત) (નારાણપર)ના પુત્રી, સ્વ. મોહન રાયશી (ભગત) ફફલ, સ્વ. વાલજી રાયશી,
સ્વ. નરભેરામ રાયશી, રમેશ રાયશી, પાલઇબાઇ માલશી પાયણ (કુરબઇ)ના બહેન, સ્વ. નાગશી ગાભા
ધુઆના નાના ભાઇના પત્ની, દામજી ગાભા, આલારામ
ધુઆ, ડાઇબેન કાનજી ફફલ (મેઘપર)ના ભાભી, અંજના શંકર સુરધી (ભારાપર), ભારતી, ગૌતમ, ભૂમિકાના દાદી, સચિન,
કિશન, પ્રિયાંશી, હિના,
છાયા, પ્રભાતના નાની તા. 17-2-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 22-2-2026ના રવિવારે રાત્રે આગરી અને
તા. 23-2-2026ના સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન
મહેશ્વરીવાસ, દહીંસરા ખાતે.
સતાપર (તા. અંજાર) : વેલાભાઈ રવાભાઈ માતા (ઉ.વ. 58) તે સ્વ. રવાભાઈ વસ્તાભાઈ માતાના
પુત્ર, નાગલબેનના
પતિ, સ્વ. સામતભાઇ, રાણાભાઇ (કે. જી. માણેક
સ્કૂલ), જીવીબેન ધનજીભાઈ ઊંદરિયાના ભાઈ, વિશાલભાઈના પિતા, હરિભાઈ, રાજેશભાઈના
કાકા, રંકિતના મોટાબાપા તા. 17-2-2026ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર સતાપર ખાતે.
પાંતિયા (તા. અંજાર) : જીવાંબેન (ઉ.વ. 95) તે સ્વ. ખીમજી પ્રેમજી ગોરાણીના
પત્ની, ચંદુલાલભાઇ, અરવિંદભાઇ,
કાન્તાબેન (અંજાર), સાવિત્રીબેન (કોટડા),
મંજુલાબેન (થરાવડા), ચંપાબેન (કોટડા)ના માતા,
જગદીશ, સુરેશ, ભરત,
રશ્મિતા (કોટડા), હર્ષિતા (કોટડા)ના દાદી,
સ્વ. હંસાબેન, પાર્વતીબેન, રણછોડભાઇ (અંજાર), સ્વ. નરશીભાઇ (કોટડા), પરસોત્તમભાઇ (થરાવડા), વિનોદભાઇ (કોટડા)ના સાસુ,
ભાવનાબેન, સંગીતાબેન, ગીતાબેનના
દાદીસાસુ, પૃથ્વી, આસ્તા, હેત, સાન્વી, દિવ્ય, જાન્વી, ક્રિષ્નાના પરદાદી તા. 18-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું
અરવિંદભાઇ ખીમજી ગોરાણીના નિવાસસ્થાને પાંતિયા ખાતે.
બિદડા (તા. માંડવી) : સંઘાર હસ્તીબેન કચુ ગલાંગા (ઉ.વ. 45) તે નાથીબાઇ કચુભાઇ જખુના પુત્રી, ભરત, દિનેશ, અરવિંદ, સોના, જયશ્રી, બીના, ક્રિષ્નાના બહેન, કંકુબાઇ,
પ્રેમિલાબેન, શીતલબેનના નણંદ, હાંસબાઇ બબા જખુ, પુરબાઇ, સ્વ.
કેશરબાઇ, બેબીબાઇ, કારૂ અભરામ, ખીમરાજભાઇ બાબુ, સ્વ. લક્ષ્મીચંદ ગગુ, કેતન ચાંપા ઢીલા, રમેશ સુજાના ભત્રીજી, રેશમા, ભૂમિ, પ્રિયાંશી,
કશિશ, નેહલ, નીલ,
ધૈર્ય, પરમના ફઇ, દીપક મેઘરાજ
સંગારના પત્ની, સ્વ. મેઘરાજભાઇના પુત્રવધૂ, સ્વ. મેરુભાઇ, પરબતભાઇ, સામરાભાઇ,
રામભાઇના ભત્રીજાના પત્ની, ધનજી, ખાનજી, ભૂપતના નાના ભાઇના પત્ની, શૈલેશ, હરેશ, કાંતિ, નયન, નરેન્દ્રના ભાભી, સંજય,
કાર્તિક, કિષ્નના કાકી તા. 18-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 19-2થી 21-2-2026 સુધી જૈન દેરાસર રોડ, બિદડા સ્થિત નિવાસસ્થાને અને આશરાણી ખાતે રાખેલ
છે.
બાડા (તા. માંડવી) : શઠિયા હાજીઅનવર ઇશાક (ઉ.વ. 62) તે હાજી અલીમામદ ઇશાક, મ. આદમ ઇશાક, સાલેમોહમ્મદ
ઇશાક, મ. અદ્રેમાન ઇશાક, રમજુ કાસમ,
જાકબ કાસમના ભાઈ, જુનેદભાઈ (બી-ડિવિઝન પોલીસ સ્ટેશન
ભુજ)ના પિતા, આદમભાઈ થેબા (એ.એસ.આઈ. માનકૂવા પોલીસ સ્ટેશન)ના
વેવાઈ, સિધિક અલીમામદ વઝીર (સણોસરા)ના જમાઈ, શબ્બીર ગોરેપોત્રા, ઇઝાઝ તુરિયા, હનીફ ધ્રુઇયાના સસરા તા. 16-2-2026ના અબુધાબી ખાતે અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-2-2026ના શુક્રવારે સાંજે અસર નમાજ
બાદ મુસ્લિમ જમાતખાના, બાડા ખાતે.
જાડાય (તા. નખત્રાણા) : દેવકુંવરબા દાનુભા જાડેજા (ઉ.વ. 65) તે જાડેજા અમૃતસિંહ, જીલુભા, મહેન્દ્રસિંહના
માતા, પ્રતાપસિંહ, રાગુભાના ભાભી,
દેવાજી, ભીમજીના મોટી મા, ભદ્રવીરસિંહ, ભવ્યરાજસિંહના દાદી, સોઢા કરસનજી ભાવસંગજીના સાસુ તા. 18-2-2026ના અવસાન પામ્યા છે.
રાજકોટ : સરોજબેન કક્કડ તે સ્વ. અનંતરાય દલસુખભાઈ કક્કડના પત્ની, મુકેશભાઈ, નીલેશભાઈ,
વર્ષાબેન, રેખાબેન, નીતાબેનના
માતા, સ્વ. છોટાલાલ ગોરધનભાઈ ખીમાણી (ગોંડલ)ના પુત્રી,
ચંદુલાલ દલસુખભાઈ કક્કડના ભાભી તા. 18-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 19-2-2026ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ ખાતે.
મુંબઇ : મૂળ ઘોબા (ઉદવાડા)ના નરેશભાઈ શાહ (ઉ.વ. 62) તે સ્વ. જયંતીલાલ જગજીવનભાઈ
શાહના પુત્ર, જાગૃતિબેનના પતિ,
કેવલ, હિતના પિતા, તન્વીના
સસરા, રાકેશ, અલ્પેશ, હર્ષાબેનના ભાઈ, નગીનદાસ મગનલાલ શાહ (રંઘોળાવાળા હાલ
મલાડ)ના જમાઈ, સ્વ. બાવચંદભાઈ ઝવેરચંદભાઈ શાહ (નાના ખૂટવડાવાળા
હાલ સુરત)ના ભાણેજ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-2-2026ના ગુરુવારે બપોરે 3થી 5 કચ્છી લોહાણા મહાજનવાડી, પવાણી હોલ, 1લે માળે, આર.આર.ટી. રોડ, મુલુંડ
(વેસ્ટ) મુંબઈ-80 ખાતે.