ભુજ : કાંતાબેન રસિકભાઈ ઠક્કર તે રસિકલાલ શિવરામભાઈ ઠક્કરના
પત્ની, કિશોરભાઈ રસિકલાલ (મિત મેડિકલ સ્ટોર-ભુજ),
ઘનશ્યામ રસિકલાલ (મિત મેડિકલ સ્ટોર, નરોડા અમદાવાદ)ના
માતા, રઘુરામભાઈ શિવરામભાઈ ઠક્કર, કાંતિલાલ
શિવરામભાઇ, શાંતિલાલ શિવરામભાઈ, અનિરુદ્ધ
શિવરામભાઈના ભાભી, પ્રિયાંક
કિશોરભાઈ (એચ.આર. એન્ટરપ્રાઈઝ), યશ ઘનશ્યામભાઈના દાદી તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-2-2026ના સોમવારે સાંજે 5થી 6 શેઠ નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાલા) લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ ખાતે.
ભુજ : મૂળ નુંધાતડના ખલીફા આધમ મીઠુ (ઉ.વ. 57) તે અલીમામદ, મૌલાના ઉસ્માન, અબ્દુલ
(પ્લમ્બર), અબુબકર (પેન્ટર)ના ભાઇ, ઇલ્યાસ,
સિકંદરના પિતા, આમદ ઇબ્રાહિમ, મ. મામદ ઇબ્રાહિમ, મ. ઉસ્માન ઇબ્રાહિમ, ઇસાક ઇબ્રાહિમ (સુથરી)ના બનેવી, હારુન લધા (અંજાર),
કાસમ હુશેન (ઉનડોઠ)ના સાઢુભાઇ, અયુબ, ગુલામ, હુશેન, ઉમર, અબ્દુલ કાદીર, ખાલીદના કાકા, ઇસ્માઇલ,
અલ્તાફ, ઇમરાન, અબ્દુલ,
સિકંદર, ઇરફાનના મામા, હાજી
હુશેન (પેન્ટર), અબુબખર અલાનાના માસિયાઇ ભાઇ, કાસમ ઇસ્માઇલ, આમદ સુમારના કાકાઇ ભાઇ તા. 14-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 16-2-2026ના સવારે 10.30થી 11.30 જનતા નગરી, કેમ્પ એરિયા, લશ્કરી માતામ,
લુહાર જમાતખાના, ભુજ ખાતે.
ભુજ : મૂળ રતનાલ (નિંગાળ)ના રામઇબેન કેશવજીભાઇ ફુફલ (ઉ.વ. 85) તે કેશવજી ધનજી ફુફલના પત્ની, દયારામ (ડી. કે. મહેશ્વરી નિવૃત્ત પોસ્ટ ઓફિસ-ભુજ),
રામજીભાઇ, ધરમશીભાઇ (ધરમ પટોળાવાળા)ના માતા,
નારાણભાઇ, પૂંજાલાલ, માલબાઇ,
પરમાબાઈ, પુરબાઇના ભાભી, ડાયાલાલ, શામજી, કાનજી,
રતનબેન, ધનબાઇના મોટીમા, ખીમજી, ચંદ્રેશ, હિરેન,
ધીરેન, નીરવ, નીતાબેન,
ભાવનાબેન, નીમાબેનના દાદી, ગૌરીબેન, પ્રેમિલાબેન, જશોદાબેનના
સાસુ તા. 15-2-2026ના
અવસાન પામ્યા છે. તા. 16-2-2025ના
સોમવારે સવારે 9 વાગ્યે પાણી નિવાસસ્થાન અંજનીનગર, ભુજ ખાતે.
ભુજ : કોરેજા કરીમાબાઇ દાઉદ (ઉ.વ. 92) તે મ. દાઉદ ઇશા કોરેજા (એસ.ટી.)ના
પત્ની, મ. નાયા નૂરમામદ સુલેમાન (શેરડી)ના પુત્રી,
મહમદ હુશેન (ઓસી), રોશનભાઇ (ચીનો)ના માતા,
કોરેજા નઝરમામદ રમજુ (કે.પી.ટી. ગાંધીધામ)ના કાકી, મ. રસુલબેગ અમીરબેગ મોગલ (રામાણિયા), મ. ઇબ્રાહિમ ભચુ
ચૌહાણ (માધાપર)ના સાસુ, યુનુસ મહમદહુશેન (આર.ટી.ઓ.), આધમ કોરેજાના દાદી, મોગલ સોહિલ રસુલબેગ (કાર લિંક-આર.ટી.ઓ.),
મોગલ અનિસ રસુલબેગ (મિર્ઝા મલ્ટીનેશનલ-આર.ટી.ઓ.)ના નાની તા. 15-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 17-2-2026ના મંગળવારે સવારે 10થી 11 સિદી સમાજવાડી, બાવાગોર ફળિયા, ભુજ ખાતે.
ગાંધીધામ : હીરાબેન ઈશ્વરલાલ કોઢિયા (સોની) (ઉ.વ. 86) તે ભરતભાઈ ઈશ્વરલાલ કોઢિયા, ભગવતીબેન, હીનાબેનના માતા,
દક્ષાબેન, હિંમતલાલ, મહેન્દ્રકુમારના
સાસુ, વંદના, બંસરી, ચાંદની, પ્રદીપના દાદી, સ્વ. મનીષકુમાર,
રાહુલકુમાર, ભરતકુમારના દાદીસાસુ, પુનિત, જિજ્ઞેશ, પૂજા, હેમા, અમિતના નાની, સ્વ. લાલજી
પરષોત્તમ પાટડિયાના પુત્રી, સ્વ. હરવદનભાઈ, વિનોદભાઈ, સ્વ. સાવિત્રી, ચંપાબેન,
વાસંતીબેનના બહેન, દમયંતીબેન, પ્રભાબેનના નણંદ તા. 14-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-2-2026ના સોમવારે સાંજે 4થી 6 સેક્ટર વન-એ, કલ્યાણજી બાપા સોની સમાજવાડી, વાઘેશ્વરી ભવન ખાતે.
આદિપુર : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ દિનેશ શાંતિલાલ ભટ્ટ (ઉ.વ. 60) (નિવૃત્ત એસ.જી.એસ. સર્વે કંપની)
તે સ્વ. કવિતાબેનના પતિ, સ્વ. રિદ્ધિના
પિતા, મીનાક્ષીબેન ભટ્ટ, હર્ષદભાઈ,
અશોકભાઈના ભાઈ, દીપેશ (મંત્રી જય પરશુરામ સેવા
બ્રહ્મસમાજ)ના મામા તા. 15-2-2026ના
અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 16-2-2026ના સવારે 9.30 કલાકે નિવાસસ્થાન
એસજીએક્સ-42 (જનતા હાઉસ) આશાપુરા મંદિર પાસે, રેલવે સ્ટેશન નજીક, આદિપુર
ખાતેથી આદિપુર સ્મશાને જશે.
અંજાર : યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ અશોક વસંતરાય (વાસુદેવ)
દવે (ઉ.વ. 60) તે સ્વ. વસંતરાય રેવાશંકર દવેના પુત્ર, સ્વ. મિનાબેનના પતિ, સ્વ. જીત તથા પ્રિયાબેનના પિતા,
સ્વ. સુરેશભાઈ, યોગેશભાઈના નાના ભાઈ, નર્મદાશંકર કચરાલાલ (રૂપપુર)ના જમાઈ,
દિલીપભાઈ, રાજેશભાઈના ભત્રીજા, દીપકભાઈ, દિવ્યેશભાઈ, જયમીન,
જલદીપ, રવિના કાકાઈ ભાઈ, પરિધ, માનસી, વાણી, ધ્વનિ, પૂજા, જલ્પાના કાકા તા.
15-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 16-2-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 મહાલક્ષ્મી મંદિર, બ્રહ્મપુરી, ખત્રી ચોક,
અંજાર ખાતે.
રાપર : મૂળ રવના મ.ક.સ.સુ. દરજી દિનેશભાઇ દેવશીભાઇ ચૌહાણ (ઉ.વ.
46) તે સ્વ. કુંવરબેન દેવશીભાઇ
ચૌહાણના પુત્ર, પુનિતાબેનના પતિ,
રોહન, દેવના પિતા, સ્વ. દયારામભાઇ,
ઠાકરશીભાઇ, ધર્મેન્દ્રભાઇ, મંછીબેન, નિમુબેનના ભાઇ, સ્વ. ગાંગજીભાઇ
અમરશીભાઇના ભાણેજ, સ્વ. ધનજીભાઇ, સ્વ. પ્રેમજીભાઇ,
લવજીભાઇના ભત્રીજા, સ્વ. દેવશી માદેવાભાઇ પરમારના
જમાઇ, રૂચિતાના સસરા, પ્રકાશભાઇ,
પરેશભાઇના બનેવી તા. 15-2-2026ના અવસાન પામ્યા છે. લૌકિક અને મોરિયા તા. 27-2-2026ના નિવાસસ્થાને વાઘેલાવાસ, ખાતે. પ્રાર્થનાસભા સાંજે 4થી 5 દરજી સમાજવાડી, રાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : ખોજા યાસમીનબેન કરીમભાઈ (ઉ.વ. 70) (વાંકીવાળા) તે મ. ગુલબાનુબેન
કરીમભાઈ ખોજાના પુત્રી, મ. લુત્ફઅલીભાઈના
બહેન, રહીમ, અમીર, રોશનબેનના ફઈ તા. 15-2-2026ના અવસાન પામ્યા છે. દફનવિધિ અને જિયારતનું કાર્ય પૂર્ણ થયું
છે. સાદડી તા. 16-2-2026ના સોમવારે સાંજે 4થી 5 ખોજા જમાતખાના, માધાપર ખાતે.
કોટાય (તા. ભુજ) : દર્શનભાઇ સંજોટ (ઉ.વ. 20) તે ગં.સ્વ. ડાહીબેન અને સ્વ.
પ્રેમજીભાઇ આતુભાઇના પુત્ર, સ્વ. નાનુબેન,
આતુભાઇ વાલા, રાઘાભાઇ વાલા, નગાભાઇ વાલાના પૌત્ર, રોહિત, ચાંદનીબેનના
ભાઇ, દિનેશભાઇ, જયશ્રીબેન, દેવજીભાઇ, રામજીભાઇના ભત્રીજા, સ્વ. સજનાબેન અને ધનજીભાઇ (ભચુ વીરા) ખરેટ (જાંબુડી)ના દોહિત્ર, પચાણભાઇ, મનજીભાઇ, દિનેશ,
લાછુબેન, પ્રેમિલાબેનના ભાણેજ તા. 15-2-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 21-2-2026ના રાત્રે આગરી અને ઘડાઢોળ
(પાણી) તા. 22-2-2026ના સવારે નિવાસસ્થાન કોટાય
ખાતે.
કોટડા-આ.-ચકાર (તા. ભુજ) : ભાણજીભાઇ રામજીભાઇ માકાણી (ઉ.વ. 83) તે કુંવરબેનના પતિ, દશરથભાઇ, દિનેશભાઇ,
કમળાબેન, મંજુલાબેન, રસીલાબેન
(ખેડોઇ)ના પિતા, નિર્મળાબેન, મંજુલાબેન,
સ્વ. ચંદુભાઇ, સુરેશભાઇ, ભરતભાઇ (ખેડોઇ)ના સસરા, રતનશીભાઇ, સ્વ. વાલબાઇ (પાલડી લાટ), સ્વ. વેલબાઇ (ગોઠાજ),
સ્વ. પાનબાઇ (હાથરવા કંપા)ના ભાઇ, સ્વ. નથુભાઇ
ખેતાભાઇ (માનકૂવા)ના જમાઇ, સ્વ. સામજીભાઇ નથુભાઇ વાડિયાના બનેવી,
રસિકભાઈ, શાંતિભાઇ, મંગળાબેન
(નાસિક), લીલાબેન શિવનગર (ડાકોર), નર્મદાબેન,
હંસાબેન (કોઉ)ના કાકા, સીમાબેન (સુરત),
પૂજાબેન (પૂના), શ્રદ્ધાબેન (મુંબઇ), નિધિ, નિરલ, શક્તિ, પંથી, જય, સોહમના દાદા,
કલ્પેશભાઇ (સુરત), ગૌરાંગ (પૂના), નિરવ (મુંબઇ)ના દાદાસસરા, શીતલબેન, નિરાલીબેન (કુકમા), કિંજલબેન (બેંગ્લોર), રોશનીબેન (નાના અંગિયા), સુનીલ, શૈલેષ, વિરાજ, હિરેનના નાના તા.
13-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું
દશરથભાઇ ભાણજીભાઇ માકાણીના નિવાસસ્થાને કોટડા (આ.) ખાતે.
ઝીંકડી (તા. ભુજ) : રાજવી મહેશભાઇ કેરાસિયા (આહીર) (ઉ.વ. 18) તે ધનીબેન મહેશભાઇ કેરાસિયાના
પુત્રી, સમીબેન સોમજીના પૌત્રી, માધવીના બહેન, હરેશ, કંકુબેન પ્રવીણ
ગાગલના ભત્રીજી, પુનઇબેન કરમણ રાણા ખાસાના દોહિત્રી, સુરાભાઇ, રણછોડ, રાધા રમેશ કેરાસિયાના
ભાણેજી તા. 15-2-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા નિવાસસ્થાન ઝીંકડી ખાતે.
જાંબુડી (તા. ભુજ) : રઘુવીરસિંહ કલ્યાણસિંહ જાડેજા (ઉ.વ. 46) તે સ્વ. કલ્યાણસિંહ બાલુભા
જાડેજાના પુત્ર, સ્વ. મહિપતસિંહ,
કિરીટસિંહ, સ્વ. નરેન્દ્રસિંહ તથા ગજેન્દ્રસિંહના
નાના ભાઈ, બળદેવસિંહ, મહાવીરસિંહ,
મહિપાલસિંહ, નવદીપસિંહ, હરપાલસિંહ
તથા ગિરિરાજસિંહના કાકા, દિગ્વિજયસિંહ તથા ઋષિરાજસિંહના પિતા
તા. 15-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું
રામ મંદિરની બાજુમાં નિવાસસ્થાન જાંબુડી ખાતે.
નાના બંદરા (તા. ભુજ) : રણજિતસિંહ જાલમસંગજી જાડેજા (ઉ.વ. 73) તે સ્વ. જાલમસંગજી ગગુજીના
પુત્ર, કલ્યાણસિંહ જાલમસંગજી, ગજેન્દ્રસિંહ તેજમાલજી, ધીરુભા જાલમસંગજી, તનુભા જાલમસંગજી, રતનસિંહ તેજમાલજી, પ્રવીણસિંહ તેજમાલજી (એસ.ટી. કન્ડક્ટર-ભુજ), મહાવીરસિંહ
પ્રેમસંગજીના ભાઇ, ભરતસિંહ, મહેન્દ્રસિંહ,
મહોબતસિંહના પિતા, કૃષ્ણસિંહ તનુભા, રાજેન્દ્રસિંહ મહાવીરસિંહ, રવિરાજસિંહ પ્રવીણસિંહ (આર્મી),
કૃપાલસિંહ પ્રવીણસિંહ, સંજયસિંહ, વિજયસિંહ રતનસિંહ, શનિસિંહ ગજેન્દ્રસિંહના મોટાબાપુ,
વંશરાજસિંહ, આર્યમનસિંહ ભરતસિંહ, શૌર્યરાજસિંહ મહેન્દ્રસિંહ, પૂર્વરાજસિંહ કૃષ્ણસિંહ,
વિશ્વાસરાજસિંહ રવિરાજસિંહના દાદા તા. 14-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી
દરબાર ડેલી, નાના બંદરા ખાતે.
ભલોટ (તા. અંજાર) : જાડેજા માનકુવરબા (ઉ.વ. 68) તે વેલુભા વાઘજીના પત્ની, શિવુભાના માતા, નારણજીના
ભાભી, દાનુભા, મહિપતસિંહના કાકી,
માધુભા, ખુમાનસિંહ, ગુલાબસિંહ,
મનુભા, મહેન્દ્રસિંહના મોટીમા, સંગ્રામસિંહ, ઘનશ્યામસિંહ, ગજેન્દ્રસિંહ,
વીરેન્દ્રસિંહ, વિક્રમસિંહ, ઓમદેવસિંહ, વીરભદ્રસિંહ, કરણસિંહના
દાદી, વાઘેલા સ્વ. નટુભા, પચાણજી,
નાનુભાના બહેન, સોલંકી વેશુભા, સોઢા સુરુભા, સોલંકી ચંદુભાના સાસુ અવસાન પામ્યા છે.
તા. 22-2-2026ના રવિવારે આગરી (દશાવો), તા. 23-2-2026ના સોમવારે ઘડાઢોળ (બારસ).
નવી દુધઇ (તા. અંજાર) : ગુંસાઇ વેલગર (ઉ.વ. 74) તે સ્વ. મટુબેન મંગલગરના પુત્ર, ગીતાબેન ચમનગર, જગદીશગર,
નીલેશગરના પિતા, સ્વ. નિર્મળાબેન, શિલ્પાબેનના સસરા, લક્ષ્મીબેન, ભગવતીબેન, ચંદ્રિકાબેન, શાન્તાબેન,
હસ્તાબેનના મોટાબાપા, સ્વ. પુરસોત્તમગર,
સ્વ. રમેશગર, નવીનગર, લહેરીગરના
કાકાઇ ભાઇ, પ્રિયંકા રૂપેશગર, આનંદી કાનવન,
જુલીબેન, દીક્ષિતા, ભારતી,
પૂજાબેન, પંકજસિંહ, શ્વેતા,
શ્રુતિ, ડોલી, પ્રિન્સના
દાદા, અંકિતગર ચમનગરના નાના, રામબાઇ કુંવરગર
(લોવારિયા)ના જમાઇ તા. 15-2-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-2-2026ના મંગળવારે સાંજે 4થી 5 લોહાણા સમાજવાડી
ખાતે.
જબલપુર (તા. મુંદરા) : કાનજી ભાણજી જબુઆણી (ઉ.વ. 85) તે સ્વ. દેવકાબેન ભાણજી વિશ્રામના
પુત્ર, કુંવરબેનના પતિ, સ્વ.
રતનશીભાઇ, સ્વ. પરસોત્તમદાસ મહારાજ, સ્વ.
રામજીભાઇ, અરજણભાઇ (ભુજ), ભચીબેન (નાસિક),
સવિતાબેન (માનકૂવા)ના ભાઇ, સંજય, લીલાબેન (રામનગરી), કમળાબેન (મેરાઉ), મંજુલાબેન (મુંબઇ), વિમળાબેન (દુર્ગાપુર)ના પિતા,
સીતાબેન, કરમશીભાઇ, સ્વ.
જેન્તીભાઇ, કેશવલાલ, નવીનભાઇના સસરા,
શ્રુતિબેન (માંડવી), દીપના દાદા, વિશાલના દાદા સસરા, લખમશી, મનજી
(બેંગ્લોર), સ્વ. લાલજીના કાકા, દિનેશ,
ધીરજ, પ્રકાશના મોટાબાપા, સ્વ. અરજણ વાલજી વાસાણી (મદાપુર કંપા-મોડાસા)ના જમાઇ તા. 15-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 16-2 તથા 17-2-2026ના સવારે 8.30થી 11.30, બપોરે 3થી 5 નિવાસસ્થાન જબલપુર વાડી ખાતે.
સાંયરા (તા. નખત્રાણા) : માયાબેન સતીષભાઇ ચૌહાણ (ઉ.વ. 42) તે મંજુલાબેન મૂરજીભાઇના પુત્રવધૂ, જીનલ, હેતવી, દીપકના માતા, વિધિ, હેત,
ધૃતિ, જેનીશ, જૈનિલના મોટીમા,
સોનકાબેન સંજયભાઇ, જયશ્રીબેન હરેશભાઇ (ખંભરા),
શિલ્પાબેન નીલેશ રાણવા, લીલાબેન કીર્તિભાઇ ભટ્ટી
(માંડવી)ના ભાભી, જમનાબેન મગનભાઇ (સુખપર), લાલજીભાઇ, અમૃતભાઇ, દેવજીભાઇ,
સુરેશભાઇ, વિરમભાઇના ભત્રીજાવહુ, કશ્યપ, જીયાંશીના મામી, ધાર્મિકભાઇ
જમનાદાસ રાઠોડ (રવાપર)ના સાસુ, ટીનાબેન કિશોર ચૌહાણ (સુખપર)ના
નાના ભાઇના પત્ની, સ્વ. મણિલાલ અને પુષ્પાબેન (કોટડા-જ.)ના પુત્રી,
સ્વ. બિપીનભાઇના ભત્રીજી, નિરૂબેન (માનકૂવા),
આશાબેન (માધાપર), સ્વ. વૈશાલીબેન (દોલતપર),
વિપુલાબેન (નારાણપર), સ્વ. હિતેષભાઇ, હાર્દિકભાઇ (કોટડા-જ.)ના બહેન તા. 15-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-2-2026ના બપોરે 3થી 5 વિષ્ણુ સમાજવાડી, સાંયરા ખાતે.
નિરોણા (તા. નખત્રાણા) : આયર કરસન વેલા કરાસિયા (ઉ.વ. 95) તે સ્વ. ખીમાભાઇ, નથુભાઇ, આલાભાઇ,
સ્વ. લખાભાઇના ભાઇ, રવજી, ભીમજી, રામજીના પિતા, હીરાભાઇ ખીમા,
હીરાભાઇ નથુભાઇ, કાનજી, દેવજી,
સામજી આલા, ખેતશી, સુરેશ,
રામજી લખાના મોટાબાપા, રાજેશ, મુકેશ, શંભુ, દિનેશના દાદા,
સ્વ. આલાભાઇ, દેવાભાઇ, ખેતાભાઇ,
મુરાભાઇ રાજાભાઇના બનેવી, સુરેશ રામા ડાંગર (અરલ)ના
સસરા તા. 12-2-2026ના
અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન તળાવવાસ, નિરોણા ખાતે.
નેત્રા (તા. નખત્રાણા) : ગંઢેર ખેતાભાઈ રાજાભાઈ (ઉ.વ. 80) તે ડેમાબેનના પતિ, ભાણબાઈ વેલજી જેપાર (નેત્રા), હિમાબેન આશાભાઇ સિજુ (વિરાણી મોટી), પરેશભાઈ,
શંકરભાઈ, વિજયભાઈના પિતા, વેલજીભાઈ જેપાર (નવાવાસ), આશાભાઇ સિજુ (વિરાણી મોટી)ના
સસરા, સ્વ. કાંયાભાઈ રાજાભાઈ, સ્વ. હાંસુબેન
બુધા (વિરાણી), સ્વ. તેજબાઈ નારાણ (કોઠારા), સ્વ. રામાભાઈ રાજાભાઈના ભાઈ, ભીમજીભાઈ, જેન્તીભાઇ, ચંદુભાઈ, રવજીભાઈ,
લાલજીભાઈના મોટા બાપા, મનજીભાઈ દાનાભાઈ બલિયા
(લક્ષ્મીપર)ના જમાઈ, ધનજીભાઈ અને હીરજીભાઈના બનેવી, નીરવ, રાહુલ, ખુશી, આર્યન, દીવાંશના દાદા તા. 15-2-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 25-2-2026ના બુધવારે રાત્રે આગરી અને
ઘડાઢોળ (પાણી) તા. 26-2-2026ના
ગુરુવારે નિવાસસ્થાન મફતનગર, નેત્રા
ખાતે.
રસલિયા (તા. નખત્રાણા) : કેસાબા દાનુભા જાડેજા (ઉ.વ. 76) તે પ્રવીણસિંહ, જટુભાના માતા, વંકાજી
કરશનજીના કાકી, દલપતસિંહ, ક્રિપાલાસિંહ,
દેવુભા, પ્રદિપાસિંહ, ઓમરાજસિંહ
દાદી તા. 15-2-2026ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન રસલિયા ખાતે.
મોટી વિરાણી (તા. નખત્રાણા) : સાટી રમજાન અલીમામદ (ઉ.વ. 90) તે ઈશાક, જાકબ, મ. કાસમ,
સારૂબાઇ ભચુ, હલીમાબાઈ ઈસ્માઈલ, જેલુબાઇ અભુભખર (સાંધાણ)ના પિતા, નજરમામદ, મ. ઈબ્રાહીમ, મ. રાભિયાબાઈ હસણ (ગઢશીશા), મ. હવાબાઈ હાજી ઈબ્રાહીમ (મોટી વિરાણી)ના ભાઈ, હસણ,
સુલતાન, ગુલામહુસેન, ઈમ્તિયાઝ,
આમદ, આમીરના દાદા, હાજી ઈબ્રાહીમ,
અબ્દુલા, આમદ, મામદ જાફર
(મોટી વિરાણી)ના બનેવી, મ. જાફર જુમ્મા (મોટી વિરાણી)ના જમાઈ,
ખમીસા નજરમામદ, ઓસમાણ, આમદ,
સાલેમામદ, હાસમના કાકા, સુલેમાન
ઈબ્રાહીમ, સુમાર, હસણના મોટાબાપા,
ઈસ્માઈલ, સિકંદર, અકબર,
અનવરના ફુઆ તા. 15-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-2-2026ના બુધવારે સવારે 10:30થી 11:30 મોટી વિરાણી
મુસ્લિમ જમાતખાના, મોટી વિરાણી
ખાતે.
નોડેવાંઢ-ભાનાડા (તા. અબડાસા) : નોડે આમદ હાજીમુસા (ઉ.વ. 57) તે રમજાન, હસન, કાસમ, હુસૈનના મોટા ભાઈ, આદમ, કરીમ,
રજાકના પિતા, આમદ અબ્દુલ્લા, ઈસ્માઈલ ભચુ, મુશા જુસબ, ઓસમાણ
હાસમ, ઓસમાણ મામદ, મ. હાજીસાલેમામદ મામદના
ભત્રીજા, ઓસમાણ અલીમામદના સસરા તા. 14-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 17-2-2026ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન નોડેવાંઢ (ભાનાડા) ખાતે.
ખીરસરા-વિંઝાણ (તા. અબડાસા) : હિંગોરા હનીફાબાઈ મામદ (ઉ.વ. 90) તે મ. મામદ હાજીઅદ્રેમાનના
પત્ની, ઈશા મ., કાસમ,
મુસા, લતિફ, હસન,
મ. યુનસના માતા, અસલમ અલીમામદ (મુતવલી ખીરસરા જમાત),
યાસીન ઉસ્માનગનીના નાની તા. 10-2-2026ના અવસાન પામ્યા છે. દસમાની કુરાન ખ્વાની તા. 18-2-2026ના ઈશા નમાજ બાદ હુસૈની મસ્જિદ, ખીરસરા વિં. ખાતે.
વાયોર (તા. અબડાસા) : મિયાજી મુબારક કાસમ (ઉ.વ. 50) તે મિયાજી અબ્દુલ, હારૂન, જુસબ, આમદના ભાઈ, સાકિર, સાહિલ,
સમીરના પિતા, હિંગોરજા જુમ્મા (રસલિયા)ના જમાઈ,
હિંગોરજા સુલેમાન, જુસબ, દુલા (રસલિયા)ના બનેવી, વર્યા જુસબ અધ્રેમાન (લાયજા),
સમેજા અનવર જુસબ (બરંદા)ના સાળા તા. 15-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 17-2-2026ના મંગળવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન વાયોર ખાતે.