• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ દેલમાલના હાલે માધાપર જેઠી અમરતલાલ નારણજી (ઉ.વ. 86) તે આનંદીબેનના પતિ, મહેન્દ્રભાઇ (શ્રી લિંબજા ટ્રેડ્સ), મંજુબેન, તરલાબેન, ટીનાબેન, ધમિબેનના પિતા, કોમલબેનના સસરા, નવ્યા તથા કશ્યપના દાદા, સ્વ. જયદેવભાઇ, સ્વ. કાન્તિભાઇ, સ્વ. બાપુલાલભાઇ, સ્વ. રસિકભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઇ, કનુભાઇ, જગતભાઇ, ગં.સ્વ. પ્રેમિલાબેનના ભાઇ તા. 16-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-2-2026ના બુધવારે સાંજે 5.30થી 6.30 જેઠી સમાજવાડી, મચ્છીપીઠ, ભુજ ખાતે.

ભુજ : ગિરિનારાયણ બ્રાહ્મણ ગં.સ્વ. કુસુમબેન વ્યાસ (ઉ.વ. 85) તે સ્વ. પ્રદ્યુમન પી. વ્યાસના પત્ની, સ્વ. દેવલક્ષ્મી પુરુષોત્તમ હરિદાસ વ્યાસના પુત્રવધૂ, સ્વ. જમનાબેન (ભમાબેન) રતનશંકર કેશવજી જાની (માંડવી)ના પુત્રી, રક્ષાબેન ભટ્ટ તથા ભાવિનભાઇ વ્યાસ (પૂજારી સત્યનારાયણ મંદિર-ભુજ)ના માતા, રશ્મિન ભટ્ટ (વડોદરા), કલ્પનાબેન વ્યાસના સાસુ, નિદિત (ઓસ્ટ્રેલિયા)ના દાદી, ભૂમિત અને વિધિના નાની, સ્વ. ચંપકલાલ વ્યાસ તથા હેમેન્દ્ર વ્યાસના ભાભી, સ્વ. ચંપાબેનના દેરાણી, ઇલાબેનના જેઠાણી, જયેન્દ્રભાઇ, સુરેન્દ્રભાઇ, સ્વ. ભૂપેન્દ્રભાઇ, સ્વ. ભદ્રાબેન, વીણાબેન, મીનાબેન, નીરજ, નેહલના કાકી, ગીતાબેન, રીટાબેન, પૂર્વીબેનના કાકીજી, સ્વ. તનસુખભાઇ, સ્વ. મનસુખભાઇ, તિલકભાઇ જાની, સ્વ. મધુરીબેનના બહેન તા. 15-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-2-2026ના બુધવારે સાંજે 4થી 5 ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ભુજ : શાંતિબેન સલાટ (ઉ.વ. 66) તે વિનોદરાય રામજી સલાટ (નિવૃત્ત મેલેરિયા ખાતું)ના પત્ની, અલ્કાબેન, ગૌરાંગ (આચાર્ય, સરકારી પોલિટેકનિક-ભુજ), કપિલ (પ્રોફેસર, વીરાયતન ઇન્સ્ટિટયૂટ-માંડવી)ના માતા, હર્ષદકુમાર, અલ્કા, આરતીના સાસુ, સ્વ. ગિરધરલાલ, સ્વ. કનૈયાલાલ, કિશોરભાઇ, સુરેશભાઇના ભાભી, ગં.સ્વ. ગુણવંતીબેન, ગં.સ્વ. જસવંતીબેન, મંજુલાબેનના દેરાણી, વિમળાબેનના જેઠાણી, સ્વ. જમનાદાસ, સ્વ. ચમનભાઇ, સ્વ. હેમંતભાઇ, સ્વ. રમણીકભાઇ, સ્વ. અમરતબેન, અરવિંદભાઇના બહેન, ક્રિશ, ધ્રુવના દાદી, નિરાલી, મૈત્રી, દિવ્યના નાની તા. 16-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-2- 2026ના બુધવારે સાંજે 5.30થી 6.30 ગુર્જર ક્ષત્રિય કડિયા સલાટની વાડી, દાંડીવાળા હનુમાન પાછળ, ભીડ નાકા બહાર, ભુજ ખાતે.

અંજાર : શ્રીમાળી સોની (મૂળ ભુજ) હરેશભાઈ (જેન્તીલાલ માંડલિયા (ઉ.વ. 64) (સોની) તે ગં.સ્વ. ઇન્દિરાબેન અને  સ્વ. જેન્તીલાલ જીવનદાસ માંડલિયાના મોટા પુત્ર, પ્રવીણાબેનના પતિ, જલ્પાબેન, મિલનભાઈ, નિકુંજભાઈના પિતા, કેતનકુમાર, હેતલબેન, દિવ્યાબેનના સસરા, અનન્યા, પર્વ, મિસ્કા, દિવ્યાંશીના દાદા, યશ્વી, જેની, રોનકના નાના, ગં.સ્વ. વિમળાબેન ધીરજલાલ રણછોડ આડેસરાના જમાઈ, બિપીનભાઈ, રાજેશભાઈ (આદિત્ય પમ્પ)ના મોટા ભાઈ, મનીષાબેન, સ્વ. ઉર્વશીબેન, જસ્મીનબેનના જેઠ, તેજસ, નિશાંત, દીપ, જેનિશ, આદિત્યના મોટા કાકા, રાધિકા, શ્રેયા, દેવાંશીના મોટા કાકાજી સસરા, સ્વ. જેઠાલાલભાઈ, સ્વ. વલ્લભદાસ, સ્વ. વૃજલાલભાઈ, સ્વ. રૂક્ષણિબેન, મંગળાબેન જીવરામદાસ, રમણીકભાઇ (ગળપાદર)ના ભત્રીજા, નીલાબેન, મમતાબેનના બનેવી તા. 16-2-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 17-2-2026ના સવારે 10 કલાકે નિવાસસ્થાન, દક્ષ પ્રજાપતિ સોસાયટી નં. 33થી સાર્વજનિક સ્મશાન, ગંગાનાકે જશે.

અંજાર : મૂળ ખેડોઇના જોગી રવજીભાઇ હમીરભાઇ ભટ્ટી (ઉ.વ. 82) (કે.પી.ટી. નિવૃત્ત) તે સ્વ. બબીબેનના પતિ, સ્વ. વાલજીભાઇ (ખેડોઇ), સ્વ. શામજીભાઇ (ખેડોઇ)ના ભાઇ, વિનોદ, ગિરીશ (શુભમ સ્ટુડિયો-અંજાર), કાન્તાબેન, ભારતીબેન, બકુલાબેન, રેખાબેન, નિર્મલાબેનના પિતા, યોગેશ, સાહિનીના દાદા, સ્વ. ભારમલભાઇ (ભામુભાઇ), રામજીભાઇ (ટપુભાઇ) (સિનુગ્રા)ના બનેવી, રામજીભાઇ (ખેડોઇ), ભવાનભાઇ, પ્રભુલાલભાઇ, જેરામભાઇ, જેન્તીભાઇ, હંસરાજ, નવીન, મતાભાઇ, ટીનાભાઇના કાકા, હરીશભાઇ (વી.એમ. ગાંધી-માંડવી), જયેશભાઇ (જિજ્ઞા સ્ટુડિયો-બિદડા), નીતિનભાઇના સસરા, ધવલ, સાહિલ, હર્નિશ, યશ, વ્યોમ, બિજલ, ગાયત્રી, પાયલ, રાધિકાના નાના તા. 16-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-2-2026ના બુધવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને મહાદેવ નગર, સોરઠિયા સમાજવાડીની બાજુમાં, અંજાર ખાતે.

આદિપુર : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ દિનેશ શાંતિલાલ ભટ્ટ (ઉ.વ. 60) (નિવૃત્ત એસ.જી.એસ. સર્વે કંપની) તે સ્વ. કવિતાબેનના પતિ, સ્વ. રિદ્ધિના પિતા, મીનાબેન ભટ્ટ (નિવૃત્ત જિલ્લા અધિકારી-મહિલા આર્થિક વિકાસ નિગમ), હર્ષદભાઈ, અશોકભાઈના ભાઈ, દીપેશ (મંત્રી ગાંધીધામ શહેર ભાજપ)ના મામા, જયશ્રીબેન, રેખાબેના દીયર, દીપાના મામાજી, પાર્થ, કિશન, વંદના હરેશ રાજગોરના કાકા, સ્વ. મધુસૂદનભાઈ, સ્વ. વિપિનભાઈ, નીતિન ભટ્ટ (ઝપાટા ટ્રાવેલ્સ ભચાઉ), વર્ષા રમેશ ત્રિવેદી (રાજકોટ)ના કાકાઈ ભાઈ, મહેન્દ્ર વેદાંત (મુંબઈ)ના જમાઈ તા. 15-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-2-26ના મંગળવારે સાંજે 4.30થી 5.30 દરમ્યાન મૈત્રી ડોમ, મૈત્રી સ્કૂલ પ્રાંગણ, આદિપુર ખાતે.

ગાંધીધામ : રેવાચંદ રામચંદ કલવાણી (ઉ.વ. 66)  તે સુશીલા કલવાણીના પતિ, સ્વ. ગાવિંદ, સ્વ. ખુશાલ, સ્વ. ચંદુભાઈ, વાસુ, દયાલ, મોહિની, નાનકી, લાજવંતી, લક્ષ્મી, પૂનમ, પ્રિયા, શીલા, પદ્માના ભાઈ, રજની, દિલીપ, ભાવનાના પિતા, હીર, પરાગ, વિશાલના સસરા, રુદ્ર, વિવાનના દાદા, ધીઆન, કબીર, નિહાલ, વેદાંતના નાના તા. 15-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-2-2026ના મંગળવારે સાંજે 5થી 6 અંબાજી મંદિર, સેકટર 4, ગાંધીધામ ખાતે.

માંડવી : પુષ્પાબેન ઝાલા (ઉ.વ. 65) તે જિતેન્દ્ર માવજીભાઇ ઝાલાના પત્ની, જીતિશાબેનના માતા, સ્વ. લક્ષ્મીબેન કરશનભાઇ ભદ્રેશાના પુત્રી, સ્વ. લક્ષ્મીબેનના પુત્રવધૂ, સ્વ. કાન્તાબેન, સ્વ. મધુબેન, પુષ્પાબેન, ગોવિંદભાઇના ભાભી, નયનાબેનના જેઠાણી, ભાવિનભાઇ ચૂડાસમાના સાસુ, પ્રતીકભાઈ, વિનીતભાઇના મોટીમા, હેત્વીના નાની, યાશિકાના દાદી તા. 16-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઇઓ અને બહેનોની સાથે તા. 17-2-2026ના સાંજે 4થી 5 સારસ્વત વાડી, માંડવી ખાતે.

નખત્રાણા : જોશી રાજેશભાઇ ચંદુલાલ સોનપાર (ઉ.વ. 60) તે કુસુમબેનના પતિ, સ્વ. રંજનબેન ચંદુલાલ દામજી સોનપારના પુત્ર, પૂજાબેન અમિતકુમાર ખીંયરા (અંજાર), સચિનભાઇ (નેત્રા)ના પિતા, રજનીકાંત, સ્વ. કીર્તિભાઇ, શૈલેશભાઇ, સુરેશભાઇ, રેખાબેન ધીરેન્દ્ર બલભદ્ર (નલિયા)ના ભાઇ, ભારતીબેન વિમલકુમાર બોડા, નિમિષાબેન દીપકકુમાર (માંડવી), અશ્વિની પંકજકુમાર (ભુજ), દામિની ગૌરવકુમાર, દિવ્યા, હરેશ, નીલેશ, મયૂર, પ્રફુલ્લ, ચિરાગ, વેદ, નીતેશના મોટાબાપા, સ્વ. વિજયાબેન નાનજી માકાણી (મોટી રાયણ)ના જમાઇ, સ્વ. વીરેન્દ્ર, જિતેન્દ્ર, વિનોદના બનેવી, મનવી, આર્વી, જ્યોતના દાદા, રુદ્ર, દૃષ્ટિ, અજય, ધ્રુવ, શિવાંશ, હર્ષના નાના, દુર્ગેશ, પ્રતીક, બિંદિયાના મામા, પ્રેમિલાબેનના દિયર, વૈશાલીબેન, મીનાબેન, ભાવનાબેનના જેઠ, અલ્પા, સીમા, જસ્મિતા, કિંજલ, રિદ્ધિબેન, કૃણાલીબેનના મોટા સસરા તા. 16-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-2-2026ના બુધવારે સાંજે 4થી 5 આશાપુરા મંદિર (ભુજ-લખપત) હાઇવે ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ અંજારના કેતનભાઇ સિદ્ધપુરા (ઉ.વ. 55) તે સ્વ. હેમલતાબેન રતિલાલ સિદ્ધપુરાના પુત્ર, ગીતાબેનના પતિ, રશ્મિકા નરસિંહ પિત્રોડા, નીતિનના ભાઇ, નયનાબેનના દિયર, માનસી, સુમિત, અમિતના પિતા, જય, નિરાલીના કાકા, પ્રભુલાલ છગનલાલ રાઠોડના જમાઇ, ઇશ્વરભાઇ, અશોકભાઇ, મનોજભાઇના બનેવી, કમલેશભાઇ મારૂ, અર્ચનાબેનના સસરા, શુભમ પઢારિયાના કાકાજી સસરા તા. 15-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-2-2026ના સાંજે 4થી 5 કોમ્યુનિટી હોલ, ગાયત્રી મંદિર સામે, માધાપર-નવાવાસ ખાતે.

દેશલપર-વાંઢાય (તા. ભુજ) : મૂળ લક્ષ્મીપર (તરા)ના કરમશી હંસરાજ નાકરાણી (ઉ.વ. 90) તે સ્વ. જેઠીબેનના પુત્ર, સ્વ. કુંવરબેનના પતિ, સ્વ. રવજી, શાંતાબેન, શારદાબેન, રમીલાબેન, મંગળાબેનના પિતા, ગં.સ્વ. દેવકાબેન રવજી નાકરાણી, મોહન ભીમજી (વેરસલપર), પ્રેમજી રૂડાણી (નાના અંગિયા), સુરેશ રામાણી (દેહગામ), નરેન્દ્ર માવાણી (દેશલપર)ના સસરા, સ્વ. જીવરાજભાઇ, સ્વ. મેઘજીભાઇ, ગં.સ્વ. પાનબાઇ નારણ સાંખલા (દેશલપર), પુરબાઇ મેઘજી પોકાર (દુધિયા કંપા), સ્વ. હીરાબેન મૂળજી માવાણી (મુંબઇ)ના ભાઇ, વિનોદભાઇ, હિતેષભાઇ, જિજ્ઞેશભાઇના દાદા, વર્ષાબેન, વિમલબેનના દાદાજી, સ્વ. ઇશ્વરભાઇ, વાડીલાલભાઇ, જેન્તીભાઇ, ધનસુખભાઇ, મહેશભાઇના કાકા, હરજીભાઇ તથા દેવજીભાઇ ભાદાણી (કલ્યાણપર)ના બનેવી તા. 16-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 18-2-2026ના સવારે 8થી 11, બપોરે 3થી 5 સતપંથ સમાજવાડી, દેશલપર ખાત

નવીનાળ (તા. મુંદરા) : નવુભા નોઘણજી જાડેજા (ઉ.વ. 65) તે સ્વ. જાડેજા નોઘણજી ભોજરાજજીના પુત્ર, સ્વ. ધીરુભા નોઘણજી જાડેજા, સ્વ. અમરસંગ જાડેજા, રાઘુભા જાડેજાના નાના ભાઇ, ગજુભા, શક્તિસિંહના પિતા, સ્વ. શિવુભા, ચેતનસિંહ, બહાદુરસિંહ, જયેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહના કાકા, રાણુભા રાજમલજી જાડેજા, હેમુભા, ભગુભા, ભગુભા, ભીભાજીના કાકાઇ ભાઇ તા. 16-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી જેસલપીર દાદાની જગ્યા ખાતે.

કોઠારા (તા. અબડાસા) : શાહ દામજી ચત્રભોજ નાગડા (ઉ.વ. 77) તે સ્વ. સોનબાઇ ચત્રભોજ શામજી નાગડાના પુત્ર, સ્વ. વનિતાબેનના પતિ, ઉર્વી ધવલ મોતા (સુથરી), પ્રતીક, નિમેષના પિતા, સ્વ. રતિલાલ, સ્વ. હીરાચંદ, સ્વ. હરીશ, સ્વ. હીરબાઇ મૂલજી દેવજી લોડાયા (કોઠારા), સ્વ. પુષ્પાબેન કાંતિલાલ દંડ, સ્વ. જયાબેન રમણીક શાહનંદ, સ્વ. હંસરાજ, મણિલાલભાઇ, મયૂર (મહેન્દ્ર), વનિતાબેન સોમચંદ લખમશી ધરમશીં (નાની સિંધોડી)ના ભાઇ, ધવલ અતુલ મોતા (આદિપુર), રેશમા પ્રતીક નાગડાના સસરા, સ્વ. ખીમજી શામજી નાગડાના ભત્રીજા, અનિતાબેન અતુલભાઇ મોતા (સુથરી), ગીતાબેન મનાલાલ ચૌહાણ (જોધપુર)ના વેવાઇ, ગં.સ્વ. વિમળાબેન જાદવજી દરજી (પત્રી)ના જમાઇ તા. 15-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-2-2026ના મંગળવારે બપોરે 3.30થી 4.30 જૈન ભોજનશાળા, કોઠારા ખાતે.

કોઠારા (તા. અબડાસા) : કમળાબેન ખીમજીભાઇ પરગડુ (ઉ.વ. 50) ખીમજીભાઇ મંગાભાઇ પરગડુના પત્ની, બીનાબેન પ્રેમજીભાઇ જેપાર (વિથોણ)ના માતા, પરબતભાઈ અરજણભાઇ તથા થાવરભાઇ અરજણભાઇ (નરેડી)ના કાકી, અરજણભાઇ મંગાભાઇ (નરેડી), લખમશીભાઇ માલાભાઇ (કોઠારા), નારણભાઇ માલાભાઇ (કોઠારા), હીરજીભાઇ સુમારભાઈ (કોઠારા), રવજીભાઇ દેવજીભાઇ (કોઠારા), રામજીભાઇ મનજીભાઇ (કોઠારા), સ્વ. ગાંગજીભાઇ મનજીભાઇ (કોઠારા)ના પુત્રવધૂ, ધ્રુવ પ્રેમજીભાઇ જેપાર (વિથોણ)ના નાની, રતનબેન જખરાભાઈ કુડેચા (આદિપુર), દેવલબેન વિશ્રામભાઇ સીજુ (મથલ), ડેમાબેન મંગાભાઇ સીજુ (વરાડિયા)ના ભાભી તા. 16-2-2026ના અવસાન પામ્યા છે, ધાર્મિકક્રિયા તા. 18-2-2026ના બુધવારે રાત્રે આગરી, ઘડાઢોળ પાણી તા.  19-2-2026ના ગુરુવારે નિવાસસ્થાન, માનપુરા, કોઠારા ખાતે.

હિંગરિયા (તા. અબડાસા) : દિનેશસિંહ રામસંગજી જાડેજા (ઉ.વ. 46) તે વિજયસિંહના મોટા ભાઇ, ઘનશ્યામસિંહ, કરણસિંહના પિતા, ધર્મેન્દ્રસિંહ, સંજયસિંહના કાકા તા. 16-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને હિંગરિયા ખાતે.

ઁ.ફરાદી (તા. માંડવી) : ભીમજી રામજી પેથાણી (ઉ.વ. 76) તે સ્વ. જીવતીબેન રામજી ખેરાજના પુત્ર, ઝવેરબેનના પતિ, મધુબેન નીતિનભાઇ નાકર (બિદડા), ઇન્દિરાબેન હિતેષભાઇ નાકર (અંજાર), દક્ષાબેન નીલેશભાઇ નાકર (અંજાર), રમેશભાઇ, રીટાબેન હિતેષભાઇ અજાણી (અંજાર)ના પિતા, સ્વ. મીઠાબેન વેલજી મોતા (બાગ)ના જમાઇ, સ્વ. મંગલદાસ, મહેન્દ્રભાઇ, લક્ષ્મીદાસ, ઝવેરબેન મણિશંકર (બાગ), દમયંતીબેન ઇશ્વરલાલ (મોટી ઉનડોઠ), નર્મદાબેન કલ્યાણજી (ગુંદિયાળી), અમરતબેન અરવિંદભાઇ (બાગ), મણિબેન ચંદુલાલ (મસ્કા)ના ભાઇ, ભાવનાબેન પ્રફુલ્લભાઇ મોતા, પ્રવીણ, નીલેશ, ભાવેશ, વિમલ, સુમિત, વિવેકના કાકા, જયશ્રીબેનના સસરા, હીર, જયના દાદા, કેયૂર, સ્વ. પ્રીત, પુણ્ય, આનંદી, આરાધ્યા, તીર્થ, આરવ, દુર્વાના નાના, વૃંદા કેયૂરના નાના સસરા, મનસુખલાલ, વીરબાઇ, કસ્તૂરબેન, સામુબેન, ભાનુબેનના બનેવી તા. 16-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-2-2026ના બુધવારે સાંજે 4થી 6 પેથાણી સમાજવાડી, ફરાદી ખાતે.

જીંજાય (તા. નખત્રાણા) : સાટી સુમાર મુબારક (ઉ.વ. 87) તે અબદરેમાનના ભાઈ, કાસમના મોટાબાપા, તનવીર, તૌફીકના દાદા, કુસુમબેનના પિતા, હાસમ, નજરમામદ, હસણના સસરા, હાજીનૂરમામદ, રમજાન, હાજીમામદ, અનવરના મોટા સસરા, આધમ અબ્દુલા (રતડિયા)ના માસા તા. 16-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-2-2026ના બુધવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન જીંજાય ખાતે.

અકરી મોટી (તા. અબડાસા) : જાડેજા અનિરુદ્ધાસિંહ ભૂપતસિહ (ઉ.વ. 63) તે કિશોરાસિંહ, જયુભાના ભાઈ, પ્રહલાદાસિંહના પિતા, બ્રિજરાજાસિંહના મોટાબાપુ, મહાવીરાસિંહ, કિશોરાસિંહ, કુલદીપાસિંહ, રઘુવીરાસિંહ, દિલીપાસિંહ, બળદેવાસિંહ, રઘુભાના ભાઈ, મૂળરાજાસિંહ, અશ્વિનાસિંહ, સૂરપાલસિહ, લગધીરસિહ, ભગીરથાસિંહ, કવિરાજાસિંહ, ધર્મેન્દ્રાસિંહ, રાજેન્દ્રાસિંહ, અર્જુનાસિંહ, રવીરાજાસિંહ, ગજેન્દ્રાસિંહ, વીરભદ્રાસિંહના કાકા તા. 16-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી ભાયાત ડેલી, અકરી મોટી ખાતે.

મુંબઇ : મૂળ ગીર અમરાપરના મગનલાલ ભાણજી રાયચડા (ઉ.વ. 91) તે સ્વ. કમલાબેનના પતિ, મહેશભાઇ, સ્વ. ઇન્દુબેન હરીશકુમાર રાજપોપટ, શીલાબેન પ્રકાશકુમાર કોટેચા, કલ્પના ભરતકુમાર પૂજારા, ઇલા કિશોરકુમાર ઠક્કર, સોનલ કૈલાશકુમાર રૂપાના પિતા, જ્યોતિબેનના સસરા, સ્વ. નાનજી હરિદાસ વિઠલાણી (ખપોલી)ના જમાઇ, પૂર્વી દેવનકુમાર તન્ના, મિહિર, પાયલના દાદા, સ્વ. રૂગનાથભાઇ, સ્વ. વૃજલાલભાઇ, સ્વ. લાલજીભાઇ, સ્વ. અમૃતલાલભાઇ, સ્વ. દેવચંદભાઇ, સ્વ. રંભાબેનના નાના ભાઇ તા. 16-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-2-2026ના મંગળવારે સાંજે 5થી 7 સુમતિ ગુર્જર ભવન, સુશ્રૂત હોસ્પિટલની સામે, સ્વસ્તિક પાર્ક, ચેમ્બુર, મુંબઇ-400 071 ખાતે.

Panchang

dd