• શનિવાર, 12 એપ્રિલ, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ સુમરી રોહાના ચાવડા ગોપાલજી દાનસંગજી (ઉ.વ. 58) તે સ્વ. જવેરબેન દાનસંગજી ચાવડાના પુત્ર, આશાબેનના પતિ, સ્વ. મંજુલાબેન પ્રેમજીભાઇ મકવાણા (મુંબઇ), રંજનબા નવીનચંદ્ર રાઠોડ, ગં.સ્વ. નયનાબેન શિવજીભાઇ પરમાર (મુંબઇ), ગીતાબેન, કાંતિભાઇ નારાણજી ચાવડાના ભાઇ, હર્ષ અને ભાર્ગવના પિતા, શિવાની હર્ષ ચાવડાના સસરા, રિશિવના દાદા, રમેશભાઇ, પ્રાગજીભાઇ, સ્વ. દિનેશભાઇ, ગોવિંદભાઇ, રાજેશભાઇ, મંગલભાઇના કાકાઇ ભાઇ, સ્વ. લક્ષ્મીબેન વિશ્રામભાઇ પરમારના જમાઇ, સ્વ. અશોકભાઇ, જયંતભાઇ પરમાર, સ્વ. વિણાબેન, ચંદ્રિકાબેન, મુક્તાબેન, લીલાવંતીબેન, ગીતાબેનના બનેવી તા. 1-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-4- 2025ના ગુરુવારે સાંજે 5.30થી 6.30 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી, ભુજ ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

ભુજ : સૈયદ કાસમશા નસીબશા (નિવૃત્ત કસ્ટમ પોલીસ કર્મચારી) (ઉ.વ. 69) તે મોહમદ કોસરબાવા, મોહમ્મદ ફારુક (વસીમબાવા), ઝાહિદબાવાના પિતા, એડવોકેટ સૈયદ જલાલશાબાવા (જી. કે. જનરલ હોસ્પિટલ-ભુજ)ના બનેવી, સૈયદ અલ્તાફહુશેનબાવા નસીબશા (કોઠારા), હમઝાબાવા ગુલામહુશેન (કોઠારા), મોહિઝબાવા અબ્દુલરહેમાન (ભુજ)ના સસરા તા. 31-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-4-2025ના સવારે 10થી 11 લાહીનવાલી મસ્જિદ (પુરુષો), જમાતખાના (ત્રીઓ) સરપટગેટ ખાતે.

ભુજ : મૂળ ગેડીના મહેતા મંજુલાબેન (ઉ.વ. 80) તે માધવજી રણછોડના પત્ની, નયનાબેન નરેશકુમાર મોરબિયા (મુંબઇ), હિતેશ, હીરેનના માતા, દક્ષાબેન, પ્રીતિબેનના સાસુ, વેજીબેન લક્ષ્મીચંદ દોશી, સ્વ. હેમચંદભાઇ (અમદાવાદ), સ્વ. તલકશીભાઇ (મુંબઇ), પરસોત્તમભાઇ (રાપર)ના ભાભી, સ્વ. વેલુબેન, વનેચંદ, ન્યાલચંદ મહેતાના પુત્રી, લીલાવંતીબેન, તારાબેન, કોકિલાબેન, સ્વ. રજનીભાઇ, અનિલભાઇના બહેન, હર્ષ, કેનીલ, આંગીના દાદી, મીત, જીનલ, પ્રિયાના નાની, અંબાબેન, સ્વ. કાનુબેન, ભાનુબેનના દેરાણી-જેઠાણી તા. 1-4-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 2-4-2025ના બુધવારે 9.30 વાગ્યે ચંદનબાળા એપાર્ટમેન્ટ, વર્ધમાનનગર, હોસ્પિટલ રોડ ભુજથી નીકળશે.

ભુજ : કુરેશી (આલાણી) મરિયમબાઇ જુસબ (ઉ.વ. 80) તે ઇસ્માઇલ ઇશાક કુરેશીના માસી તા. 31-3-2025ના અવસાન પામ્યા છે.

ભુજ : રામજીભાઇ પોપટભાઇ સોલંકી (નિવૃત્ત એ.એસ.આઇ.) (ઉ.વ. 62) તે જશોદાબેનના પતિ, અશોક (કચ્છમિત્ર), ચંદ્રિકા, વર્ષા, હિનાના પિતા, રિંકલ, દીપક, દશરથના સસરા, ભવ્ય અને શ્રેયાના દાદા, આયુષ, એન્જલ, રાજવીર, મિતાંશના નાના તા. 1-4-2025ના અવસાન પામ્યા છે.

ભુજ : જેઠાલાલભાઇ ઓધવજી દાવડા (ઉ.વ. 80) (ખાવડા મેસુકઘરવાળા) તે સ્વ. માવજીભાઇ, મોહનભાઇ, ભાગ્યરતીબેન અને છગનભાઇના ભાઇ, રાજુભાઇ, શૈલેશભાઇ અને કેયૂરભાઇના પિતા તા. 1-4-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 2-4-2025ના બુધવારે સવારે 8 વાગ્યે નિવાસસ્થાન 1-જલારામ સોસાયટી, વિજયનગર, હોસ્પિટલ રોડથી લોહાણા સ્મશાનગૃહે પ્રયાણ કરશે.

ભુજ : મૂળ કાદિયાના ઠા. ધીરજલાલ (ધનજીભાઈ) કાનજી બારૂ (ઉ.વ. 73) તે સ્વ. જીવરામ માવજીના પૌત્ર, ઠા. કાનજી જીવરામ બારૂના મોટા પુત્ર, નિર્મળાબેનના પતિ, અરાવિંદભાઈ (આદિપુર), મહેન્દ્રભાઈ (માધાપર), વીણાબેન વસંતભાઈ (નવીનભાઈ આઈયા) (ભુજ)ના ભાઈ, હિતેષ, સુધીર, સચિન, રશ્મિબેન જયેશભાઈ કોઠારી (વિરાણી)ના પિતા, સ્વ. પરસોત્તમભાઈ, સ્વ. નાનાલાલ, સ્વ. રતનાસિંહભાઈ, સ્વ. મોટાબેન, સ્વ. કસ્તૂરીબેન, સ્વ. મણિબેનના ભત્રીજા, લાલજી માધવજી આઈયા (મોથાળા)ના જમાઈ, જિજ્ઞાબેન, રીનાબેનના સસરા, કિષ્ણ, પ્રજનય, સ્વ. કુમારી રિદ્ધિના દાદા, અંકિત, નૈનીલના નાના, સ્વ. અનિલભાઈ, સ્વ. દ્વારકાદાસ, મૂળજીભાઈ, જગદીશભાઈ, નીતિનભાઈ, એકાદશીબેન, કમળાબેન, દક્ષાબેન, ગીતાબેન, સ્વ. જોસનાબેનના બનેવી તા. 1-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-4-2025ના 4થી 5 રૂખાણા હોલ, લોહાણા મહાજનવાડી પહેલે માળે, વી.ડી. હાઈસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : મરીયમ નુરુદ્દીન હાલાઇ (ઉ.વ. 67) તે રશીદા, અબ્બાસ, બતુલ, મોહસીનના બહેન, અસગર, સકીનાના માસી, મુરતઝા ફીદાઅલી ભાઇજીવાલાના માસીના દીકરી, સૈફુદ્દીન ગુલામઅબ્બાસ ભાઇજીવાલાના ફઇના દીકરી તા. 31-3-2025ના અવસાન પામ્યા છે. ત્રિજિયાના સિપારા તા. 2-4-2025ના સાંજે 8 વાગ્યે બુરહાની મસ્જિદ, વ્હોરા કોલોની, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ ભચાઉ સ્વ. જગદીશભાઇ રણછોડભાઇ દતાણી (ઠક્કર) (ઉ.વ. 65) તે સ્વ. જશોદાબેન પરસોત્તમ (પી.આર. શેઠ ભચાઉ)ના પુત્રબંસરીબેનના પતિ, નિરાલી, હર્ષદ, શ્રુતિના પિતા, અંકિતભાઇના સસરા, સ્વ. કરશનદાસ કુંવરજી જોબનપુત્રા (નખત્રાણા)ના જમાઇ, ડાયાલાલ પોપટલાલ રાચ્છ (વોંધ)ના દોહિત્ર, કિશોર શાંતિલાલભાઇ સોનેતા (ભુજ)ના વેવાઇ, પ્રવીણભાઇ, મનોજભાઇ (નારણભાઇ), અંજનાબેન, નીતાબેન, ઉર્મિલાબેન, જોષનાબેન, કૌશલ્યાબેન, જાગૃતિબેનના ભાઇ, ભગવાનજી કોઠારી, સ્વ. લક્ષ્મીદાસ, કાંતિભાઇ દાવડા, સુનીલભાઇ અનમ, જગદીશભાઇ ઠક્કર, ચંદ્રેશભાઇ ઠક્કરના સાળા, સ્વ. આણંદજીભાઇ, સ્વ. વિશનજીભાઇ, જેન્તીભાઇના ભત્રીજા, સ્વ. શંભુભાઇ, રામભાઇ, દિલીપભાઇ, મૂળરાજભાઇ, સ્વ. હસ્તાબેન, અનીલાબેનના બનેવી, દીપક, સત્ય, હાર્દિક, કરણ, ચેતનાબેન, તૃપ્તિના મોટા બાપા તા. 1-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા બંને પક્ષની ઝૂલેલાલ મંદિર, હોટેલ શિવની પાછળ, ગાંધીધામ તા. 3-4-2025ના ગુરુવારે સાંજે 5થી 6.

અંજાર : મૂળ ફતેહગઢ (તા. રાપર)ના કેશવલાલ ઓઝા (ઉ.વ. 73) (જલારામ પાન સેન્ટરવાળા) તે સ્વ. નાથીબેન તથા સ્વ. રૂપાભાઇ વિશ્રામભાઇ થરાદરાના પુત્ર, સ્વ. શાંતાબેનના પતિ, ખીમજીભાઇ (અંજાર નગરપાલિકા નિવૃત્ત હેડકલાર્ક), સ્વ. રણછોડભાઇ, સ્વ. રમેશભાઇ, કાંતિલાલ, સ્વ. નવીનભાઇ, સ્વ. કિરણભાઇ, સ્વ. જનાબેન, શાંતાબેન (બબીબેન)ના ભાઇ, જયેશ, સ્વ. પ્રવીણ, જિતેશના પિતા, શૈલેશ, નીલેશ, નરેન્દ્ર, નીતિન, ભારત, વિણા, અલ્પા, ચેતનાના કાકા, સ્વ. દિલીપ, રોહન, જય, અજય, માધવ, ધવલ, હેમાક્ષી, નૈઋતિ, ગુંજન, કલ્પના, રિદ્ધિ, જીલના મોટાબાપા, તુષાર, માનસી, મોહિત, પાર્થ, માધવી, સ્વ. કરણ, ધૈર્યના દાદા, સ્વ. રતિબેન, ગં.સ્વ. અનસૂયાબેનના દિયર, સ્વ. ચંપાબેન, ગં.સ્વ. ભાનુબેન, હંસાબેન, સ્વ. કોકિલાબેનના જેઠ, સ્વ. ભાણીબેન, સ્વ. ભૂરાભાઇ વેરાભાઇ હમીપરાના જમાઇ તા. 30-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-4-2025ના સાંજે 5થી 6 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, નયા અંજાર ખાતે.

ભચાઉ : શેરબાનુ ખલીફા (ઉ.વ. 52) તે સુલેમાન (સલીમ) ઇશાના પત્ની, સાહિલ, રમઝાનના માતા, ભીખાભાઇના સાળી, નૂરમામદભાઇ, જુમાભાઇ, સુમારભાઇના ભાભી, મ. હાસમ ઓસમાણ (દુધઇ)ના પુત્રી તા. 1-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-4-2025ના સવારે 10થી 11 નિવાસસ્થાન સીતારામપુરા, ભચાઉ ખાતે.

રાપર : મૂળ રાયથરીના ગઢવી અંકિતાબેન ખેતુભા ભાંચળિયા (ઉ.વ. 35) તે ગં.સ્વ. અમુલાબેન ખોડાભા ભાંચળિયાના પુત્રવધૂ, ખેતુભાના પત્ની, રાજભા, મયંકભા, અનિતાના માતા, યશભાના મોટીમા, અશોકભા બાલુભા રાબાના પુત્રી તા. 30-3-2025ના અવસાન પામ્યા છે. ત્રિજાણું તથા બેસણું તા. 3-4-2025ના નિવાસસ્થાને જીવદયા મંડળ પાંજરાપોળની પાસે, રાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ લફરાના ગુસાંઇ દયાલગર (ઉ.વ. 60) તે ચેતનાબેનના પતિ, સ્વ. રતનબેન માયાગર ખીમગરના પુત્ર, સ્વ. પાર્વતીબેન ભગવાનગર શ્યામગર (કોટડા-ચાંદ્રાણી)ના જમાઇ, જેરામગર, સ્વ. રેવાગર, ચંપાબેન બુધગર (વ્યાર), નિમુબેન ગુલાબભારથી (વડવા કાંયા), સાવિત્રીબેન શાંતિગર (હરૂડી)ના ભાઇ, સ્વ. ગવરીગર, સ્વ. ભાણગર, સ્વ. ધનબાઇના ભત્રીજા, મહેશગર, ભાવેશગરના પિતા, શિલ્પાબેન, મિત્તલબેનના સસરા, કંચનબેનના જેઠ, અંકિત, સંધ્યાના મોટાબાપા, પ્રિયાંશી, આર્યનના દાદા, મિત્તલબેનના મોટા સસરા તા. 1-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-4-2025ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 પંકજનગર, હનુમાનજી મંદિર પાસે, નવાવાસ, માધાપર ખાતે.

સુખપર (તા. ભુજ) : નોતિયાર સમીર ઓસમાણ (ઉ.વ. 23) તે નોતિયાર ઓસમાણ વલીમામદના પુત્ર, નઝીર ઓસમાણના ભાઇ તા. 31-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-4-2025ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન મોચીરાઇ રોડ, જૂનોવાસ, સુખપર (તા. ભુજ) ખાતે.

માનકૂવા (તા. ભુજ) : મૂળ નખત્રાણાના શેખા વનિતાબેન (ઉ.વ. 45) તે દામજી વેલજીભાઈના પત્ની, બેનાબેન તથા સ્વ. વેલજી ગાવિંદ શેખાના પુત્રવધૂ, મનોરમાબેન, રાજુભાઈ, કોમલ, ચિરાગભાઈના માતા, મોહનભાઈ શેખાના નાના ભાઈના પત્ની, અરાવિંદભાઈ, જશોદાબેન વસંતભાઈ પંડ્યાના ભાભી, વિશાલભાઈ, ભાવેશભાઈના કાકી, ભૂમિબેન, જ્યોતિબેન, ધનસુખભાઈના મોટીમા, અનિલભાઈ ખેતશીભાઈ પુરાણિયા (નખત્રાણા)ના સાસુ, લખમાબેન તથા સ્વ. હીરજી મેઘજી પુરાણિયાના પુત્રી, શાંતિલાલ, મણિલાલ, ચમનલાલ, જગદિશ અમિતાબાઈ, વીમળાબેન (મિરજાપર)ના બહેન તા. 31-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 3-4-2025ના ગુરુવારે સાંજે સત્સંગ અને તા. 4-4-2025ના શુક્રવારે સવારે 9 વાગ્યે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને મિલ વિસ્તાર, મફતનગર, જૂનાવાસ, માનકૂવા ખાતે.

દેવપર-ગઢ (તા. માંડવી) : કુંવરબાઇ શંકરભારથી ગોસ્વામી (ઉ.વ. 80) તે સ્વ. શંકરભારથી ગગુભારથીના પત્ની, નવીનભારથી, ચંદુભારથી, રમીલાબેન વિપુલપુરી (ભાડઇ મોટી), જ્યોતિબેન ચેતનગિરિ (વિરાણી નાની)ના માતા, મંગલગર મોરારગરના પુત્રી, જશોદાબેન, ચેતનાબેનના સાસુ, મિત્તલબેનના મોટાસાસુ, કાનભારથી (દનણા), મણિબેન (મેઘપર), ધનબાઇ (દયાપર), પુષ્પાબેન (દુધઇ)ના ભાભી, મૂલબાઇ (ભોજાય), લીલાવંતીબેન (ભુજ), રતનબેન (નખત્રાણા), લક્ષ્મણગરના બહેન, મેહુલભારથી, જોસનાબેન, રેખાબેન, મીનાબેનના મોટીમા, વિમલભારથી, પારસભારથી, શિવમભારથી, ભાવિનભારથી, નિમેષભારથી, જયદીપ, સપનાબેન, માનવભારથી, માનસીબેનના દાદી, જિગરપુરી, જયનિશપુરી, નીલમબેન, અશ્વિનગર, જલ્પેશગરના નાની તા. 1-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-4-2025ના ગુરુવારે બપોરે 3થી 4 જૈન મહાજનવાડી, દેવપર (ગઢ) ખાતે.

કાઠડા (તા. માંડવી) : ગઢવી કમલેશ જીવણ સાખરા (ઉ.વ. 35) તે ખીમશ્રીબેન, સ્વ. જીવણ વાલજી સાખરાના પુત્ર, સોનલબેન દેવરાજ, સ્વ. કનૈયાના ભાઇ, સ્વ. રતનભાઇ, સ્વ. વિશ્રામભાઇ, શંભુભાઇ, પૂરબાઇબેન, કામઇબેન, લક્ષ્મીબેન, સભાઇબેનના ભત્રીજા, મુરુ જશા, પાલુ જશાના ભાણેજ તા. 31-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 1, 2 અને 3-4-2025ના તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 10-4-2025ના નિવાસસ્થાન કાઠડા ખાતે.

મમાયમોરા-દરશડી  (તા. માંડવી) : લુહાર અબ્દુલસતાર સુલેમાન (ઉ.વ. 50) તે અલ્તાફ, સાહિલ, આસીફના પિતા, મ. રહેમતુલ્લા, દાઉદ, લતીફ, શકુરના ભાઈ, આમદ ઈબ્રાહીમ (ઉખેડા)ના જમાઇ તા. 1-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-4-2025ના સવારે 10.30થી 11.30 જન્નત મસ્જિદ, મમાયમોરા ખાતે.

નાના ભાડિયા (તા. માંડવી) : ઓસમાણ જુસબ સંગાર (ઉ.વ. 60) તે હારૂન (માંડવી)ના ભાઇ, ગુલામહુશેન (ભારાપર)ના મામાઇ ભાઇ, રમજુ કારા (અંજાર)ના ભાણેજ, અમન અને ઉવેશના પિતા, અશરફ અને અસલમના કાકા તા. 1-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-4-2025ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાને નાના ભાડિયા ખાતે.

નલિયા (તા. અબડાસા) : મૂળ અકરી મોટીના જાડેજા જયશ્રીબા પ્રદ્યુમનસિંહ (ઉ.વ. 65) તે જાડેજા પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ (નિવૃત્ત એસ.ટી. કન્ડ.)ના પત્ની, જાડેજા મનહરસિંહ મહિપતસિંહ (ગોંડલ ફોરેસ્ટર)ના નાના ભાઇના પત્ની, વાયોરના જાડેજા વીરેન્દ્રસિંહ બહાદૂરસિંહ, હરિચંદ્રસિંહ બહાદૂરસિંહ, જનકસિંહ બહાદૂરસિંહના ભાભી, જાડેજા રાજદીપસિંહ (મિરજાપર), હિતેન્દ્રસિંહના માતા, પ્રહલાદસિંહ, વિરાજના દાદી તા. 1-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન છેડા ફળિયા, નલિયા ખાતે. ઉત્તરક્રિયા તા. 11-4-2025ના નિવાસસ્થાને.

ફુલાય (તા. અબડાસા) : જાડેજા જટુભા ભાણજીભા (ઉ.વ. 70) તે પોપટભાના મોટા ભાઈ, સુરૂભા-જ્યોતિષ, મહેન્દ્રાસિંહના પિતા, હકુમતસિંહ, મયૂરસિંહના મોટાબાપુ, ઓમદીપસિંહ, પ્રિન્સરાજસિંહ, હર્ષરાજસિંહના દાદા, ગોવુભા, મહિપતસિંહ, અભયસિંહ, ભરતાસિંહના કાકાઈ ભાઈ, જુવાનાસિંહ મહેન્દ્રાસિંહના કાકાઈ મોટાબાપુ તા. 1-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી ફુલાય દરબાર બેઠકે.

જેતપુર : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રમાબેન (ઉ.વ. 67) તે અનિલભાઇ ચંદુલાલ જોષીના પત્ની તા. 1-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 3-4-2025ના ગુરુવારે સાંજે 5થી 6 બ્રહ્મક્ષત્રિય વાડી, ભાદર રોડ, જેતપુર ખાતે.

ચેન્નાઇ : મૂળ કચ્છ-માનકૂવાના મધુકર દેવશીભાઈ માણેકચંદ ગાંધી (ઉ.વ. 74) તે સ્વ. ચંદનબેન દેવશીભાઈ માણેકચંદ ગાંધીના પુત્ર, સ્વ. ભારતીબેન રમણીકલાલ ગોપાલજી શાહ (કચ્છ-માંડવી હાલે મુંબઈ)ના જમાઈ, અલ્પાબેનના પતિ, અક્ષય, ગૌતમના પિતા, મિલોનીના સસરા, સ્વ. શ્રવણભાઈ, સ્વ. રવીન્દ્રભાઈ, અરુણભાઈ (યુ.એસ.એ.), સ્વ. ચંદ્રકલાબેન શાંતિલાલ પારેખ, રમાબેન પ્રકાશભાઈ શાહ, લતાબેન ગાંધી, અંજુબેન નિત્યાનંદના ભાઈ, સ્વ. શિલાબેન, સ્વ. ગીતાબેન, કલ્પનાબેનના દિયર, સ્વ. કેશવલાલ માણેકચંદ ગાંધી (માનકૂવા-ભુજ)ના ભત્રીજા તા. 30-3-2025ના ધરમપુર મુકામે અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે) 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd