• શનિવાર, 12 એપ્રિલ, 2025

અવસાન નોંધ

ભુજ : ઇનાયતઅલી મોહમ્મદહુસેન મૈમુન (નાથાણી) (ઉ.વ. 87) તે ઝૈનબબેનના પતિ, મુનીરાબેન અને હુસેનના પિતા, જોહર અને સકીનાબેનના સસરા, મોહસીન અને મુસ્તનના કાકા તા. 31-3-2025ના અવસાન પામ્યા છે. બીજિયાના અને ત્રિજિયાના સિપારા તા. 1-4-2025ના રાત્રે 8 વાગ્યે બુરહાની મસ્જિદ, વોહરા કોલોની, મુંદરા રોડ, ભુજ ખાતે.

ભુજ : મૂળ કોટડા (જ.)ના ભરતભાઈ (ઉ.વ. 59) તે લાલજીભાઈ ગાવિંદજી ચંદનના પુત્રસ્વ. કલ્પનાબેનના પતિ, કૃપાશંકર મોરારજી જોષી (જડોદર કોટડા)ના જમાઈ, સ્વ. ઉમેદભાઈ કૃપાશંકર જોષી (એડવોકેટ-ગાંધીધામ)ના બનેવી, સ્વ. મહેશભાઈ જેષ્ટારામભાઈ સોમેશ્વર (કોડાય), મહેશભાઈ રમણીકલાલ કોઠારી (ભુજ)ના વેવાઈ, લહેરીભાઈ પ્રકાશભાઈ (મુંબઈ), સ્વ. સુભાષભાઈ, ગં.સ્વ. સાવિત્રીબેન રમેશભાઈ અનમ (કુકમા), સ્વ. અનુસૂયાબેન વિલાસભાઈ (ઘાટકોપર), માયાબેન  જમનાદાસભાઈ (વર્માનગર)ના ભાઈ, તારાબેનના દિયર, વિજયાબેનના જેઠ, રોશનીબેન કિશોરભાઈ સોમેશ્વર (કોડાય), ભક્તિબેન પરેશભાઈ સોમેશ્વર (કોડાય), નમ્રતાબેન સૂરજ કોઠારી (ભુજ)ના પિતા, રાઘવ, ધ્યાન, અનંત, દુર્વા, વૈષ્ણવીના નાના, ડિમ્પલબેન મનીષકુમાર આઇયા, જતિનના કાકા, પૂજાબેન જતિનભાઈના કાકાસસરા, બિંદિયા, અંજલિ, દેવાંશીના દાદા, નીતાબેન મયૂરભાઈ રાયકુંડલ, વિપુલભાઈ રમેશભાઈ અનમ (કુકમા), કુંતલબેન હેમલભાઈ પલણ, પૂજાબેન શાલિનભાઈ દાવડા, વિરેશભાઈ વિલાશભાઈ ગણાત્રા (મુંબઈ), કૌશિકભાઇ વિલાશભાઈ ગણાત્રા (મુંબઈ), જીનલબેન જયભાઈ ધીરાવાણી, સ્વ. રાખીબેનના મામા તા. 30-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-4-2025ના સાંજે 4થી 5 ભાનુકાંતભાઈ લાલજીભાઈ પલણ હોલ, કતિરા પાર્ટીપ્લોટ, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)

ભુજ : અરવિંદભાઇ (ઉ.વ. 35) તે જીવાભાઇ દેવજી ચૌહાણ (ચારણ)ના પુત્ર, કાનજીભાઇ, મેઘજીભાઇ, ઇશ્વરભાઇ, હંસાબેન, મોગીબેનના ભત્રીજા, કિશનભાઇ, હરેશભાઇ, ચિરાગભાઇ, દિનેશભાઇ, હરેશભાઇ, દેવીબેન, મંજુબેન, માયાબેન, અનિતાબેન, બિંદુબેન, દિવ્યાબેનના ભાઇ, સ્વ. રાજાભાઇ મલાભાઇ ધવડ, સ્વ. આલાભાઇ કેશવજીભાઇના ભાણેજ તા. 30-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 2-4-2025ના સાંજે આગરી અને તા. 3-4-2025ના સવારે ઘડાઢોળ (પાણીયારું) નિવાસસ્થાને ચારણવાસ, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ મંગવાણાના પ્રવીણભા નરસિંહભા બાટી (ગઢવી) (ઉ.વ. 48) તે સ્વ. નરસિંહભા હમીરભા બાટીના પુત્ર, અરવિંદભા નરસિંહભા બાટી, હંસાબેન, કસ્તૂરબેન, માલતીબેનના ભાઇ, ભાવનાબેનના પતિ, મેહુલ અને શિવમના પિતા, કાજલ અને વૈભવના કાકા, અમૃતભા લખાભા દેવસુરના જમાઇ તા. 31-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-4-2025ના સાંજે 5થી 6 સોનલધામ, ડીસી-2, રામબાગ રોડ, ગાંધીધામ ખાતે.

આદિપુર : મૂળ શિરવાના ભાનુશાલી શંકરલાલ વીરજી દામા (ઉ.વ. 74) તે ઉમેશભાઈ (ગાભુ), વિમળાબેન કનૈયાભાઈ ભદ્રા (અમદાવાદ), વર્ષાબેન જગદીશભાઈ ખાનિયા (આદિપુર)ના પિતા, સ્વ. મોહનજીભાઈ, સ્વ. કાનજીભાઈ, સ્વ. હીરજીભાઈ, વાલજીભાઈના ભત્રીજા, વલ્લભજી (પ્રતાપભાઇ) (રવાપર), સ્વ. જમનાબેન પરસોત્તમભાઈ ગજરા (મોટી ભાડઈ), સ્વ. મૂલબાઈ કલ્યાણજી ચાંદ્રા (લઠેડી-જામનગર)ના ભાઈ, હરેશ વલ્લભજીભાઇ (માધાપર), કીર્તિ વલ્લભજીભાઈ (રવાપર), કમળાબેન વસંતભાઈ મંગે (ભુજ)ના મોટાબાપા, રસીલાબેન, કનૈયાભાઈ ભદ્રા (અમદાવાદ), જગદીશભાઈ ખાનિયાના સસરા, વંદનાબેન વસંતભાઈ મંગે, દિવ્યા, પાર્થ, રામના નાના, ક્રિષ્ના, પ્રેમના દાદા, વિધિ, શ્રુતિ, રિયા, દેવ, સાગરના મોટા દાદા, કુમારભાઈ પરસોત્તમ ગજરા (ગાંધીધામ), વિનોદભાઈ પરસોત્તમ ગજરા (ગાંધીધામ), જયેશભાઈ પરસોત્તમ ગજરા (ગાંધીધામ)ના મામા, સ્વ. મેઘજીભાઈ જખુભાઇ ચાંદ્રા (ધુણઈ-અમદાવાદ)ના જમાઈ, રવજીભાઈ મેઘજીભાઈ ચાંદ્રા, છગનભાઇ મેઘજીભાઈ ચાંદ્રા, મહેન્દ્રભાઈ મેઘજીભાઈ ચાંદ્રાના બનેવી તા. 30-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 1-4-2025ના મંગળવારે સાંજે 5થી 6 કચ્છી ભાનુશાલી મહાજન વાડી, વોર્ડ નં 1-, લોહાણા મહાજનવાડી પાછળ, આદિપુર ખાતે.

માંડવી : નફીસાબાઇ  કુરબાનહુસેન મીઠાઇવાલા (ઉ.વ. 80) તે મુસ્તનભાઇ, મુનીરાબેન, જાહેરભાઇના માતા તા. 30-3-2025ના અવસાન પામ્યા છે. ત્રિજિયાના સિપારા તા. 1-4-2025ના મંગળવારે બપોરે 12.30 વાગ્યે કુત્બી મસ્જિદ, તૈયબપુરા, માંડવી ખાતે.

માંડવી : સલાટ મહેન્દ્ર હીરાલાલ વાસાણી (ઉ.વ. 70) તે ભાનુબેનના પતિ, સ્વ. જીવતીબેન હીરાલાલના પુત્ર, સ્વ. ધનજીભાઇ હીરાલાલ, જશુબેન, ભારતીબેનના ભાઇ, સ્વ. છોટાલાલ, મહેન્દ્રભાઇના સાળા, સ્વ. ધીરજબેનના દિયર, દીપ્તિ, મિત્તલ, રુચિ, રિદ્ધિના પિતા, સ્વ. વિજય, સ્વ. વિનય, અતુલ, કલ્પનાબેન (જામનગર)ના કાકા, હરેશ, મિતુલ, ગિરીશ, સાવનના સસરા, સ્વ. દયાબેન હરિલાલના જમાઇ, ગિરીશ તથા યોગેશના બનેવી, ભૂમિકાબેન તથા નીતાબેનના નણદોયા, સ્મિત, શ્રુતિ, મિત, હિતાંશી, શ્રેયા, માધવના નાના તા. 31-3-2025નાઅવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-4-2025ના બુધવારે સાંજે 5થી 6 ગુર્જર ક્ષત્રિય કડિયા સલાટ સમાજવાડી, માંડવી ખાતે.

માંડવી : ઠા. ખીમજી (શંભુભાઈ) હરિરામ (સચદે) (રસલિયાવાળા હાલે માંડવી) (ઠા. વેરસી મેઘજી ગોળવાળા) (ઉ.વ. 92) તે સ્વ. વિરબાળાબેનના પતિ, સ્વ. રામજીભાઇ, સ્વ. શંકરલાલ (ભુજ), સ્વ. ગોદાવરીબેનના નાના ભાઇ, ત્રિકમદાસજી મજેઠિયાના સાળા, કલ્યાણજી હરિરામ (હરિ કરસન વાલા)ના જમાઇ, રમેશ, નીલેશ, હિનાબેનના પિતા, દક્ષાબેન, દીપ્તિબેન તથા પ્રાણેશભાઇ રાઠોડના સસરા, મધુભાઇ, સ્વ. અરવિંદભાઇ (નખત્રાણા), જયાબેન મથરાદાસ (મુંબઇ), મહેન્દ્ર (માંડવી), કીર્તિ, સ્વ. રમેશ (ભુજ), દિનેશ (મુંદરા)ના કાકા, દર્શન, દિશા (પૂના), કૃપાલી (અંજાર), સ્મિતના દાદા, દેવાંગી, દેવાંગભાઇ, અંકુરભાઇના દાદાસસરા, પ્રિયાના નાના, ભૂપેન્દ્ર, પરેશ, નરેશ, શકુંતલા, સ્વ. જયશ્રી, જ્યોતિ, મનીષાના મામા, સ્વ. ધરમશી કલ્યાણજી, સ્વ. હંસરાજ કલ્યાણજી, સ્વ. મેનાબેન, સ્વ. તારાબેન, સ્વ. હરલક્ષ્મીબેન, સ્વ. કમળાબેન, હેમલતાબેનના બનેવી તા. 31-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-4-2025ના બુધવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, માંડવી ખાતે.

મિરજાપર (તા. ભુજ) : વેલબાઇ કુંવરજી હાલાઇ (ઉ.વ. 76) તે સ્વ. કુંવરજી જેશા હાલાઇના પુત્રી, સ્વ. રામજી, સ્વ. ભીમજી, સ્વ. સામજી, સ્વ. પ્રેમબાઇ દેવજી ગોંડલિયાના બહેન, વાઘજી, કાનજી, કરસન, સ્વ. મનજી, સ્વ. શિવજીના ફઇ, કરસન દેવજી ગોંડલિયાના માસી તા. 30-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 2-4-2025ના બુધવારે સવારે 7.30થી 8.30 ભાઇઓનું મિરજાપર સ્વામિનારાયણ મંદિરમાં અને બહેનોનું બહેનોના મંદિરમાં.

સુખપર (તા. ભુજ) : ભુડિયા ભરત શંકરભાઇ (ઉ.વ. 39) તે દુર્ગાબેન અને સ્વ. શંકરભાઇના પુત્ર, કાજલબેનના પતિ, ક્રિશિલના પિતા, ધીરેનભાઇના મોટા ભાઇ, સ્વ. પુરબાઇ શિવજીભાઇના પૌત્ર, મણિબેન સતીશભાઇ વેકરિયાના ભત્રીજા તા. 30-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 2-4-2025ના બુધવારે સવારે 7 વાગ્યે નિવાસસ્થાન નવાવાસ કન્યા શાળા નં. 2ની બાજુમાં, સુખપર ખાતે.

ડોણ (તા. માંડવી) : કુંભાર હુશેન આધમ (ઉ.વ 67) તે રફીક, અનવર, સત્તારના પિતા, અબ્દુલરહેમાનના મોટાભાઈ

મ. જુસબ ભાચુ (દેશલપર), મ. હાજી જુસબ સિધિક 

(બાયઠ)ના સાળા, કુંભાર અજીમ (નખત્રાણા), કુંભાર 

ફારુક (ગઢશીશા)ના સસરા, મ. ઉમર બુઢા, ઓસમાણ બુઢાના બનેવી તા. 31-3-2025ના અવસાન પામ્યા છે. જિયારત 

તા. 2-4-2025ના સવારે 10થી 11 મસ્જિદે મુસ્તફા

ડોણ ખાતે.

મમાયમોરા (તા. માંડવી) : હાલે પડધરી હીરાબેન કાંતિલાલ ઉકાણી (ઉ.વ. 62) તે કાંતિલાલ રવજી ઉકાણીના પત્ની, સ્વ. કેસરબેન રવજી ઉકાણીના પુત્રવધૂ, સ્વ. ઇશ્વરભાઈ, પ્રફુલ્લભાઈ, દીપકભાઇ, ગીતાબેન, રેખાબેન, રસીલાબેનના માતા, કમળાબેન, સોનલબેન, જયશ્રીબેન, શાંતિલાલ, હરેશભાઇ, કિશોરભાઈના સાસુ, મંજુલાબેન જેન્તીભાઇ, હેમલતાબેન કલ્યાણજીભાઈ, લીલાબેન અમૃતભાઇ, સરસ્વતીબેન દિનેશભાઈ, ઉર્મિલાબેન નરશીભાઈ, ચંદ્રિકાબેન ભરત પટેલના ભાભી, લક્ષિત, અક્ષી, બંસી, નિત્ય, પર્વ, વેદના દાદી, મોસમીના દાદીજી, સ્વ. કેસરબેન માવજી પાંચાણી (વિરાણી મોટી હાલે મોવૈયા)ના પુત્રી તા. 31-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-4-2025ના બુધવારે સવારે 8.30થી 11.30 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, મમાયમોરા ખાતે.

બિદડા (તા. માંડવી) : લધાભાઈ (તલાટી) (ઉ.વ. 75) તે સ્વ. સંઘાર કાનબાઈ ખીમજીભાઈ આસારિયાભાઈ વાઘેલાના પુત્ર, સ્વ. પચાણભાઈ, મેગરાજભાઈ ફકુભાઇના ભત્રીજા, લક્ષ્મીબેનના પતિ, બાબુભાઇ, સ્વ. મેગરાજભાઈના કાકાઈ ભાઈ, ધનબાઈના ભાઈ, દિનેશ, કેતન, રાજેશ, ભાવેશ, સ્વ. આશા, સ્વ. ગાવિંદના પિતા, સુમિલા, રિના, અંજલિના સસરા, સ્વ. ભાણજીભાઇ મેગરાજભાઈ સુઈયાના જમાઈ, વિનોદ, જેઠાલાલ, રતનબાઈ, નૈણબાઈ, લીલબાઈના બનેવી, રાજ, રિયા, ધૈર્ય, યુવરાજ, કાવ્યા, કુશના દાદા તા. 29-3-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 1-4-2025ના બપોરે 3 વાગ્યે કચ્છાણ વિસ્તારમાંથી નીકળશે. સાદડી તા. 3-4-2025 સુધી નિવાસસ્થાન કચ્છાણ, બિદડા ખાતે.

ભડલી (તા. નખત્રાણા) : પ્રભાબેન રૂપાણી (ગરવા) (ઉ.વ. 41) તે પચાણભાઇ મંગાભાઇના પત્ની, મંગાભાઇના પુત્રવધૂ, સ્વ. બુધાભાઇ, સ્વ. જીવણભાઇ, સ્વ. હીરાભાઇ, કાનજીભાઇ, દેવજીભાઇ, ધનજીભાઇ, પરબતભાઇ, ડાયાભાઇ, પચાણભાઇ, પૂંજાભાઇ, રમેશભાઇ, જેન્તીભાઇ, પ્રવીણભાઇના પુત્રવધૂ, દિનેશના ભાભી, કાન્તિ અને સુનીલના માતા, સ્વ. કાનજીભાઇ કંઢિયા, સ્વ. મીઠુભાઈ કંઢિયા (માધાપર)ના પુત્રી, હિમ્મતભાઇ, ચંદુભાઇ, સુરેશભાઈ, વિજ્યાબેન (ભડલી)ના બહેન તા. 30-3-2025ના અવસાન પામ્યા છે. બારમાની વિધિ તા. 3-4-2025ના ગુરુવારે સવારે 9:00 કલાકે ભડલી ખાતે.

મોટા કરોડિયા (તા. અબડાસા) : ગોપાલ વેજાંધ ગઢવી (ગેલવા) (ઉ.વ. 75) તે કરસન, કમશ્રી, ધનબાઈના પિતા, સ્વ. દેવાંધ વેજાંધના નાનાભાઈ તા. 31-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 11-4-2025ના.

કોઠારા (તા. અબડાસા) : સુમરા હાજી સિધિક ઇબ્રાહિમ (ઉ.વ. 84) તે અબ્દુલા આમદ, ઐયુબ મામદ, જાફર આમદના મામા તા. 31-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-4-2025ના બુધવારે સવારે 11 વાગ્યે કાધુવારી મસ્જિદ, કોઠારા ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd