• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

અવસાન નોંધ

ભુજ : વડનગરા નાગર જગદીશભાઈ  અંજારિયા (નિવૃત્ત બેંક ઓફ બરોડા) (ઉ.વ. 67) તે સ્વ. કુલીનબાળા જયેન્દ્રરાય અંજારિયાના પુત્ર, મીનાબેનના પતિ, વિભવ અને વિધાત્રીના પિતા, દૈવત કોટેશભાઈ અંતાણીના સસરા, કીર્તિ કિશોર, તુષાર, મયૂર, ગં.સ્વ. માલિની દિનેશચંદ્ર અંતાણી, ગં.સ્વ. ઉષા જ્યોતીન્દ્ર  ધોળકિયા, વિશાખા મનોજભાઈ પટ્ટણીના ભાઈ, સ્વ. યજ્ઞેશ્વરીબેન હરિપ્રસાદ વૈષ્ણવના જમાઈ, સ્વ. નિરંજનભાઈ, નિમિષભાઈ, પ્રજ્ઞાબેન હરેશભાઈ બૂચ, ગં સ્વ. હંસાબેન મુકેશભાઈ છાયા, નિશાબેન હિરેનભાઈ ધોળકિયા, ટીનાબેન વિહંગભાઈ વોરાના બનેવી, રીવાનના દાદા, વિરાંશના નાના તા. 23-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-1-2025ના શનિવારે સાંજે 5થી 6 હાટકેશ કોમ્પલેક્સ, છઠ્ઠીબારી, ભુજ ખાતે.

ભુજ : સીજુ પચાણ ભીમજી (નિવૃત્ત પટ્ટાવાળા, તાલુકા પંચાયત) (ઉ.વ. 86) તે સ્વ. વાલબાઇના પતિ, દેવજી, અશોક, માનબાઇ પ્રેમજી લોંચા, નામાબેન રાઘવજી ભાટિયા (ભુજોડી), હીરુબેન હમીર વારસુર (અવધનગર)ના પિતા, ખીમજી હમીર સીજુ, સ્વ. મેઘજી પેથા (દેશલપર), તેજા ધના સીજુ (મિરજાપર), સ્વ. સુમાર કાના (રામવાડી)ના કાકાઇ ભાઇ, સ્વ. ભાણબાઇ માલા (સરલી)ના ભાઇ, વેલબાઇ, ભાણીબેનના સસરા, સ્વ. આચુ ખીમા (રામપર)ના જમાઇ, બુધા આચુ, ભચુ આચુના બનેવી, ભારતી હરેશ ખરેટ (જાંબુડી), ઉર્મિલા ગોવિંદ જેપાર (વ્યાર), દક્ષા ભરત ગોરડિયા (આદિપુર), નિશા વિનોદ મીરિયા (રાવલવાડી), અમૂલ, જયેશ, ભરત, દર્શન, મીના, વનિતા, મનીષાના દાદા તા. 23-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા દિયાડો (આગરી) તા. 25-1-2025ના શનિવારે સાંજે અને તા. 26-1-2025ના રવિવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન ભીડનાકા બહાર, કંસારાવાડા પાછળ, ભુજ ખાતે.

ભુજ : માધવેન્દ્રસિંહ (ઉ.વ. 59) (એમઇએસ કોન્ટ્રાક્ટર, કાલીકે એન્ટરપ્રાઇઝ) તે ટ્વિંકલબેનના પતિ, શૈલેન્દ્રસિંહના પુત્ર, સ્વ. સરબજિતસિંહના જમાઇ, મુસ્કાનસિંહ, ઇશાનસિંહના પિતા, રાઘવેન્દ્રસિંહના ભાઇ, કવિતાસિંહ, પ્રભાતસિંહના બનેવી તા. 21-1-2025ના નલિયા ખાતે અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 24-1-2025ના શુક્રવારે સવારે 10 કલાકે નિવાસસ્થાન સિદ્ધાર્થ પાર્કથી ખારી નદી જશે. પ્રાર્થનાસભા તા. 24-1-2025ના સાંજે 4થી 5 ગુરુદ્વારા, લાલટેકરી, ભુજ ખાતે.

ભુજ : ખત્રી હવાબાઇ કાસમ (ખાવડાવાળા) (ઉ.વ. 80) તે મ. અબ્દુલ્લા, હાસમ, રમજાન, અબ્દુલમજીદ, સુલેમાન, હારુન, અબ્દુલગની, આશીયત અબ્દુલરઝાકના માતા તા. 22-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-1-2025ના શનિવારે સવારે 11થી 12 ખત્રી જમાતખાના, ભુજ ખાતે.

ભુજ : હર્ષાબેન (હરિકુંવર) વિનોદચંદ્ર રાસ્તે (ઉ.વ. 83) તે વિનોદચંદ્ર કાંતિલાલ રાસ્તેના પત્ની, સ્વ. કાંતિલાલ જગજીવન રાસ્તેના પુત્રવધૂ, સ્વ. રુક્ષ્મણિબેન દેવરામ નારાણજી ભટ્ટના પુત્રી, ઉષા અનિલ ત્રિવેદી, ઉમેશ (ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ), રક્ષાના માતા, અનિલ નાનાલાલ ત્રિવેદીના સાસુ, સ્વ. મધુકાંત દેવરામ ભટ્ટના બહેન, જેનિશના નાની તા. 23-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-1-2025ના શનિવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

અંજાર : ભગવાનજીભાઇ વરૂ (ઉ.વ. 97) (સામ્યવાદી પક્ષ કચ્છ જિલ્લાના મંત્રી, સ્વાતંત્ર્ય સેનાની, અંજાર નગરપાલિકાના માજી કાઉન્સિલર) તે સ્વ. ડાઇબેન લાલજી વરૂના પુત્ર, સ્વ. રસીલાબેનના પતિ, રમેશભાઇ (જય ભવાની સર્વિસ સ્ટેશન), સ્વ. ગિરીશભાઇ, દિનેશભાઇ (નમન ટ્રાવેલ્સ), જિતેશ (તારુણી ડેકોરેશન)ના પિતા, સ્વ. સંતોષબેન ગોકળભાઇ ચાવડા (ગળપાદર)ના જમાઇ, સ્વ. વલમજીભાઇ લાલજી, સ્વ. મોહનલાલ લાલજી, સ્વ. લીલાધરભાઇ લાલજીના ભાઇ, શારદાબેન, ગં.સ્વ. દેવકન્યાબેન, અનસૂયાબેન, લક્ષ્મીબેનના સસરા, ભાવેશ, પ્રિયેશ, નમન, ભાવના ચેતન રાઠોડ, દીપ્તિ સૌરભ ટાંક, સ્વાતિ ભાવિક જેઠવા, રિદ્ધિ નિખિલ ટાંક, શિવાંગી, અંજલિ, હેત્વીના દાદા, મીનાક્ષીના દાદાસસરા, કીર્તન, રીતના પરદાદા તા. 22-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-1-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી સમાજવાડી ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુક્ત.

અંજાર : નોડે હાસમભાઇ લધાભાઇ (ઉ.વ. 90) (એસ.ટી.વાળા) તે અબ્દુલભાઇના ભાઇ, કાસમભાઇ, હુશેનભાઇના પિતા, અકરમ, બરકત, અરમાનના દાદા, મંધરા સુલેમાનભાઇના સસરા તા. 23-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-1-2025ના શનિવારે સવારે 11 વાગ્યે તુરિયા મસ્જિદ, તુરિયા માતામ પાસે, ટાઉનહોલ સામે, અંજાર ખાતે.

નખત્રાણા (જૂનાવાસ) : દેવશીભાઇ વેલજીભાઇ લિંબાણી (ઉ.વ. 87) તે સ્વ. મણિબેનના પતિ, સ્વ. રતનશીભાઇ તથા હીરજીભાઇના ભાઇ, ગોવિંદભાઇ, શારદાબેન (વિથોણ), સાવિત્રીબેન (ગુણાતીતપુર)ના પિતા, ચંદ્રેશભાઇ, નીલેશભાઇ, મધુબેન (બેંગ્લોર)ના દાદા તા. 22-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 24-1-2025ના શુક્રવારે સવારે 8.30થી 10.30 નિવાસસ્થાન પશ્ચિમ વિભાગ જૂનાવાસા, નખત્રાણા ખાતે.

માંડવી : સૈફુદ્દીનભાઇ મુ. કરીમભાઇ (અંજારવાળા) (એફસીઆઇ) તે રશીદાબેનના પતિ, તસ્નીમ સાઇગરના પિતા, અલીઅસગર સાઇગરના સસરા, ઝૈનબબેન લોખંડવાલાના ભાઇ, હુઝૈફા, હુનેદ, મુકરમ લોખંડવાલા, મુનીરા ભાઇજીવાલાના મામા, અબ્દુલ તૈયબના નાના તા. 23-1-2025ના અવસાન પામ્યા છે. ત્રિજ્યાના સિપારા તા. 24-1-2025ના રાત્રે 8 કલાકે કુત્બી મસ્જિદ, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : કાયસ્થ મહેતા ગં.સ્વ. વિરબાળાબેન (ઉ.વ. 85)તે સ્વ. અનુરાયભાઇના પત્ની, સ્વ. ધર્મકિશોરભાઇ, સ્વ. ભરતભાઇના મોટા ભાભી, ગં.સ્વ. ચંદ્રિકાબેન, સ્વ. રંજનબેનના જેઠાણી, કેતન, સ્વ. પ્રદીપ, અશોકના માતા, બીનાબેન, ગં.સ્વ. મીતાબેન, દીપાબેનના સાસુ, વિરલ, જયના દાદી, નેહા, કલ્પના, રૂષિકેશના મોટા કાકી, મનીષભાઇ માહેશ્વરી, દીપ્તિબેનના કાકીજી, સ્વ. કમળાબેન રતિલાલભાઇ (ભુજ)ના પુત્રી, સ્વ. સુશીલાબેન જમનાદાસભાઇ, સ્વ. નવીનભાઇ (નિવૃત્ત મામલતદાર), મહેન્દ્રભાઇ (નિવૃત્ત જી.ઇ.બી.), કુસુમબેન ચંદ્રકાન્તભાઇ, હસ્મિતાબેન, પ્રવીણભાઇ (નિવૃત્ત તા.પં.)ના બહેન, સ્વ. હંસાબેન હીરાલાલ મહેતા, ગં.સ્વ. લીલાબેન ઉમેશભાઇના વેવાણ તા. 23-1-2025ના અવસાન પામ્યા છે.

માધાપર (તા. ભુજ) : ગં.સ્વ. સોની મંગળાબેન નટવરલાલ ઘુમાસણિયા (ઉ.વ. 82) તે સ્વ. નટવરલાલ બેચરદાસ ઘુમાસણિયા (માધાપર)ના પત્ની, રાજુભાઈ, ગં.સ્વ. મીનાબેનના માતા, જયશ્રીબેન, અનિલભાઈના સાસુ, કૃપાલીના દાદી, સોની ગોકળદાસ હરજીવન પારેખ (આદિપુર)ના પુત્રી, સ્વ. વસંતબેન, મંજુલાબેન, સ્વ. રમેશભાઈના બહેન, હીરાબેનના નણંદ, નીતેશકુમારના દાદીસાસુ તા. 23-1-2025ના અવસાન પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-1-2025ના શનિવારે 4થી 5 સુરેશ્વર મહાદેવ મંદિર, જૂનોવાસ, સુરક્ષા સોસાયટી, માધાપર ખાતે.

મેઘપર (તા. ભુજ) : દેવજીભાઇ સિંચણિયા (ઉ.વ. 78) તે સ્વ. ભાણબાઇ કાનજી હરજી મહેશ્વરીના પુત્ર, સ્વ. અરજણભાઇ (ગાંધીધામ), સ્વ. તેજબાઇ મઘા સુરા (સેડાતા), દેવશીભાઇ (ભુજ), પૂંજાભાઇ, આશબાઇ માલસી સંજોટ (દરશડી)ના ભાઇ, અભુભાઇ, નારાણભાઇ, પ્રેમજીભાઇ, પ્રેમિલાબેન મનજી સુંઢા (માનકૂવા), જીવાબેન સામજી સુરા (સેડાતા)ના પિતા, બાવા ભીમા સંગરખિયા (ઝરપરા)ના બનેવી તા. 23-1-2025ના અવસાન પામ્યા છે. અંતિમક્રિયા દિયાળો તા. 26-1-2025ના રવિવારે આગરી, તા. 27-1-2025ના સોમવારે ઘડાઢોળ (પાણીયારો), નિવાસસ્થાન ઇન્દિરાનગર, મેઘપર ખાતે.

કૈલાસનગર (તા. ભુજ) : સોઢા કાળુસિંહ પીરદાનસિંહ (ઉ.વ. 80) તે સ્વ. મહેશસિંહ પીરદાનસિંહ, સ્વ. ભેરસિંહ પીરદાનસિંહના ભાઇ, સોઢા મંગલસિંહ, ભેરસિંહ, કુપસિંહ, જુગતસિંહ, સ્વ. સોઢા પ્રેમસિંહ મહેશસિંહ, સોઢા સુલતાનજી મહેશસિંહના કાકા તા. 20-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન કૈલાસનગર ખાતે. બારસવિધિ તા. 28-1-2025ના મંગળવારે.

ચકાર-કોટડા (તા. ભુજ) : દેવલબેન ભીમજીભાઇ ધવડ (ઉ.વ. 90) તે સ્વ. ભીમજી ગેલાના પત્ની, નારણભાઇ, રામજીભાઇ, માનુબેન, સ્વ. જીવીબેન, ડાઇબેન, લક્ષ્મીબેનના માતા, સ્વ. ખેતા ગોકલ વિંઝોડા (આદિપુર)ના બહેન, કુંવરબેન, જીવીબેન, સામત લધા ધરડા (કાનપર), દેવજી ખેતા ધરડા (આદિપુર), સ્વ. ભીમજીભાઇ ફાંફણા (ભારાપર), મહેશભાઇ વિશ્રામ ખીમસુર (અમદાવાદ)ના સાસુ, દેવકરણ ગેલાના ભાભી, જશોદાબેન, હીરજીના મોટીમા, અમરશી, ગોપાલ, વાલજી, સ્વ. નરસિંહ, સ્વ. પ્રવીણ, દેવજી, લક્ષ્મીબેન, કમલાબેનના ફઇ, ખોડિદાસ, દેવજી, ખીમજી (એડવોકેટ), પ્રભુ, મહેન્દ્ર, વનિતા, રાજુબેન, રતનબેન, નીમુબેન, હીરલના દાદી, મેહુલ, પ્રકાશ, હર્ષિતા, શામજી, નિકુલ, ભાવિક, યશ, જીનલ, છોટુના પરદાદી તા. 22-1-2025ના અવસાન પામ્યા છે. તા. 26-1-2025ના આગરી અને તા. 27-1-2025ના સવારે પાણી નારણભાઇના નિવાસસ્થાન ચકાર ખાતે.

દહીંસરા (તા. ભુજ) : ખટાણા વલુબેન (વાલબાઇ) કારા રબારી (ઉ.વ. 91) તે સ્વ. ભીખાભાઇ, વિરમભાઇ (ઉપસરપંચ-માજી સરપંચ દહીંસરા), લધાભાઇ, ગં.સ્વ. દેવીબેન મમુ પશુવારા (સણોસરા)ના માતા, હીરુબેન, જલુબેન, મોંઘીબેન, મમુ પશુવારના સાસુ, હમીરભાઇ ભીખા, ગોપાલ વિરમ, દેવશી ભીખા, સમીર વિરમ, હર્ષદ લધાના દાદી, રીતિક હમીર, સત્ય હમીરના પરદાદી, ગં.સ્વ. દેવીબેન મમુ પશુવાર (સણોસરા)ના (માતા-સાસુ), લખીમાબેન હભુ પશુવારા (માસ્તર) (ગણેશનગર), ખેતુબેન વંકા પશુવારા (ગઢશીશા)ના ભાભી તા. 23-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 24, 25, 26-1-2025ના શુક્ર, શનિ, રવિવારે નિવાસસ્થાને રબારીવાસ, કેરા રોડ ખાતે.

મસ્કા (તા. માંડવી) : કાંતિલાલ ખેરાજ મોતા (ખીમાણી) (ઉ.વ. 76) તે સ્વ. હીરબાઇ ખેરાજ વાઘજી મોતાના પુત્ર, સ્વ. પ્રેમિલાબેનના પતિ, રામજી ભવાનજી માકાણી (ભીટારા)ના દોહિત્ર, મીનાબેન જયેશભાઇ અજાણી (ભુજ), રાજેશ (રશ્મિકાંત), દીપક (ભાવેશ)ના પિતા, જયેશભાઇ અજાણી (ભુજ), ભાવનાબેન, ઉર્મિલાબેનના સસરા, નિશાબેન અક્ષયભાઇ વ્યાસ (ગુંદિયાળી), જયના દાદા, સ્વ. જમનાબેન કેશવજી ઉગાણી (નાગ્રેચા), ગં.સ્વ. હંસાબેન દયારામ પેથાણી (ફરાદી), સ્વ. રમીલાબેન મોહનલાલ રાજગોર (પત્રી), સ્વ. પ્રેમજીભાઇ (રાજડા), રમેશભાઇ, જેન્તીભાઇના ભાઇ, મયૂર અને સાગરના નાના, જગદીશ, હરેશ, જયેશ, રવિ, શાંતિ, હિરેન, ભારતીબેન, લક્ષા, લાભવંતી, શીલા, ધર્મિષ્ઠા, રૂપલ, પ્રતિમા, પ્રવીણાના કાકા, નક્ષના પરનાના, સ્વ. મણિબાઇ મૂરજી લક્ષ્મીદાસ વ્યાસ (ગુંદિયાળી)ના જમાઇ, પ્રેમજી, ધનજી, જેઠાલાલ, સ્વ. પ્રવીણ, કિશોર, ગૌરીશંકર, દેવકાબેન દામજી બોડા (ગુંદિયાળી), ગં.સ્વ. રમીલાબેન કાંતિલાલ શિણાઇ (બિદડા), સ્વ. રતનબેન પ્રભુલાલ બોડા (ગુંદિયાળી), નિર્મળાબેન ગોવિંદજી પેથાણી (ગુંદિયાળી)ના બનેવી તા. 22-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 25-1-2025ના શનિવારે બપોરે 2થી 5 નિવાસસ્થાને ખખરીવાડી, બાગ-પીપરી રોડ ખાતે તથા સાસરા પક્ષની સાદડી તા. 25-1-2025ના બપોરે 2થી 4 ગુંદિયાળી-શેખાઇબાગ સમાજવાડી ખાતે.

તલવાણા (તા. માંડવી) : મૂળ તેરાના મણિલાલ લક્ષ્મીદાસ મોઢ (ઉ.વ. 76) તે લીલાવંતીબેનના પતિ, સ્વ. અશોક, સ્વ. હરેશ, સ્વ. ભૂપેન્દ્ર , પ્રવીણભાઇ (ભુજ), જયાબેન દયારામ (નખત્રાણા)ના મોટા ભાઈ, સ્વ. પ્રવીણભાઇ મેઘજી, દિનેશ મેઘજી, નાનજી મેઘજી, રસીલાબેન નરાસિંહ, કંકુબેન ધીરજભાઈના કાકાઈ ભાઈ, સ્વ. દેવલક્ષ્મીબેન, ગં.સ્વ. ઉર્વશીબેનના જેઠ, હિતેષ, રમીલા શૈલેશ (સામત્રા), હેમલતા નીતિન (વિથોણ)ના પિતા, જેનિલ, પ્રાચી, પૂજા, શલ્ય, વિરના દાદા , હેમલ, વંશી, ટ્વિન્કલ, પ્રથા, માહિના નાના બાપા, દીપક, મૂકેશ, હિના હસમુખ, નિશા ભરતના મોટાબાપા, અલ્પાબેન, મનીષાબેન, શિલ્પાબેનના સસરા, સ્વ. કાનજી લખુ મિત્રીના જમાઈમૂરજીભાઈ, રંજનબેન, વસુબેનના બનેવી, તેજલ જયભાઈ, શીતલ દર્પણ, અલ્પા ભવ્ય, કલ્પના, પીયૂષના ફુઆ તા. 23-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા  તા. 25-1-2025ના શનિવારે બપોરે 3થી 4 નિવાસસ્થાન તલવાણા ખાતે.

કોટડા-જ. (તા. નખત્રાણા) : દેવશીભાઇ સોમજીભાઇ લિંબાણી (ઉ.વ. 61) તે સ્વ. જાનબાઇ સોમજી લખુ લિંબાણીના પુત્ર, સ્વ. શામજીભાઇ, રતિલાલભાઇ, હંસાબેન (કટક ઓરિસ્સા), વિનોદભાઇ, નરશીભાઇના ભાઇ, પ્રેમજીભાઇ, અરજણભાઇ, નારાણભાઇ, છગનભાઇના કાકાઇ ભાઇ, ઉમેશ, જ્યોતિ, આશાના પિતા તા. 23-1-2025ના પીનીયા (બેંગ્લોર) ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 24-1-2025ના બપોરે 3થી 5 ઉમિયાધામ (મિની સમાજવાડી), જૂનાવાસ, કોટડા (જ.) ખાતે.

પિથોરાનગર (હીરાપર) : સોઢા કલુભા વિશોજી (ઉ.વ. 68) તે અમરસિંહ, સ્વ. નરભોજી, શંભુસિંહ, ધનજી, સ્વ. સવાઇસિંહ, સ્વ. રણછોડસિંહ, સ્વ. ચતરસિંહ, ભચુભા, ચનુભા, અરવિંદસિંહના ભાઇ, જુવાનસિંહના પિતા, રૂપસિંહ, રાહુલસિંહના મોટાબાપુ, સ્વરૂપસિંહ, ખુમાનસિંહ, રૂપસિંહ, દાનુભા, રાજુભા, નરેન્દ્રસિંહ, ભુરૂભાના કાકા, દિવ્યરાજસિંહના દાદા તા. 19-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને.

લઠેડી (તા. અબડાસા) : ધનુબા જાડેજા (ઉ.વ. 59) તે સ્વ. કાનજીભા ઉનડજીના પત્ની, મહેન્દ્રસિંહ, બળદેવસિંહ, શીતલબા, આનંદબાના માતા, સ્વ. જાલુભા, સ્વ. રતનજી, સ્વ. વંકાજી (મોટા), સ્વ. વંકાજી, પ્રાગજી, હરિસંગજીના નાના ભાઇના પત્ની, સ્વ. હઠીસંગજીના ભાભી, જટુભા, દેવાજી, જીતુભા (સરપંચ લેઠડી), હિંમતસિંહ, વિરમજી, ભાવસંગજી, મનુભા, કેશુભા, મનુભા, સિદ્ધરાજસિંહના કાકી, હાર્દિકસિંહ, ભગુભા, લાખુભા, મહાવીરસિંહ, મહિપાલસિંહ, રાજદીપસિંહ, દાનવીરસિંહ, હર્ષિતસિંહ, વિક્રમસિંહ, શક્તિસિંહ, જયદેવસિંહ, ભગવતીબાના દાદી, રાઠોડ જયદીપસિંહ (નાગ્રેચા હાલે મુંબઇ), પલભાટી રવિરાજસિંહ (ખુઅડા)ના સાસુ, પ્રિન્સરાજસિંહના નાની, સ્વ. ગુલાબસિંહ ઝાલા (જામનગર), ભીખુભા, બનેસંગજીના બહેન તા. 23-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન લઠેડી ખાતે.

નલિયા (તા. અબડાસા) : પિંજારા અભુ સુલેમાન (ઉ.વ. 75) તે મામદ હુશેન, આદમ, જાકબ, અબ્બાસના પિતા તા. 23-1-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 25-1-2025ના શનિવારે સવારે 11થી 12 નિવાસસ્થાન મફતનગર, નલિયા ખાતે.

જૂનાગઢ : મૂળ રાણપુર (ચુડા)ના ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કિરીટભાઇ જશુભાઇ દવે તે રશ્મિબેનના પતિ, ભારતભાઇ, ચૈતાલીબેન, વિજેતાબેનના પિતા, અશ્વિનભાઇ, નીતિનભાઇ, પીયૂષભાઇ, રાજેશભાઇ દલપતરાય દવેના ભાઇ, શૈલેશભાઇ જાની, પીયૂષભાઇ પબાની, શ્રેયાબેન ભારતભાઇના સસરા તા. 21-1-2025ના જૂનાગઢ ખાતે અવસાન પામ્યા છે.

મુંબઇ : મૂળ બોટાદના નટવરલાલ ગુલાબચંદ પારેખ (ઉ.વ. 92) તે હર્ષદાબેનના પતિ, અતુલ, કેતન, બિંદુના પિતા, કુનાલ, જયના દાદા, સ્વ. ભાવના, ચેતના, મુકેશકુમારના સસરા, આસ્થા, મધુના મોટા સસરા, અતિક્ષના પરદાદા, સ્વ. હિંમતલાલ પરીખના જમાઇ તા. 22-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd