નવી દિલ્હી, તા. 19 : આર્ટિફિશિયલ
ઈન્ટેલિજન્સ (એઆઈ) માટે ભારત અને ફ્રાન્સ અમેરિકા પર નિર્ભર નથી રહેવાના, તેવું વિશ્વભરનું ધ્યાન ખેચતું નિવેદન ફ્રાન્સના
રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોંએ કર્યું હતું. અમે એક વ્યાપક, સમતુલિત
એઆઈ મોડેલ સાથે મળીને બનાવવાની તરફ મહેનત કરીશું, તેવું ફ્રેન્ચ
રાષ્ટ્રપતિ બોલ્યા હતા. એઆઈ ક્ષેત્રના દુનિયાના સૌથી મોટાં શિખર સંમેલન `ઈન્ડિયા એઆઈ ઈન્પેક્ટ સમિટ'ને સંબોધનની શરૂઆત `નમસ્તે'
કહીને કરતાં મેંક્રોએ જણાવ્યું હતું કે, ભારતે
એવી ડિજિટલ પ્રણાલી બનાવી છે, જે દુનિયામાં કોઈ દેશ બનાવી નથી
શક્યો. ભારતે 140 કરોડ નાગરિકો માટે ડિજિટલ ઓળખ બનાવી છે, તો 50 કરોડ લોકો માટે ડિજિટલ હેલ્થ આઈડી પણ બનાવી છે. આ બધું મળીને
એક અદ્ભૂત ડિજિટલ વ્યવસ્થા બની છે, તેવું તેમણે ઉમેર્યું હતું. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ બોલ્યા હતા કે, ભારતમાં ફ્રાન્સમાં અને આખા યુરોપમાં એક જ ઝનૂન છે. અમે ચીન કે અમેરિકાના કોઈ
એક મોડેલના ભરોસે રહેવા નથી માગતા. દરમ્યાન, ભારતીય છાત્રોને
મોટી ભેટ આપતા મેંક્રોએ વિઝા મુક્ત ટ્રાન્ઝિસ્ટ સુવિધાનું એલાન કર્યું હતું. દિલ્હીમાં
એઈમ્સ યોજિત કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, ફ્રાન્સ 2023 સુધી 30 હજાર ભારતીય છાત્રોનું સ્વાગત
કરવાનું છે.