નવી દિલ્હી, તા. 19 : ડીજીસીએ
(નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય)એ વિમાનોમાં અભદ્રતાની ઘટનાઓ ઉપર લગામ કસવા માટે સખત પગલા
ભરવાની તૈયારી કરી લીધી છે. આ નિયોમોનો એક નવો ડ્રાફ્ટ (પ્રસ્તાવ) જાહેર કરવામાં આવ્યો
છે. જેના હેઠળ એરલાઈન્સને અભદ્ર યાત્રીઓ ઉર તત્કાળ કાર્યવાહી કરવાના વ્યાપક અધિકાર
આપવામાં આવ્યા છે. નવા પ્રસ્તાવ અનુસાર એરલાઈન્સ હવે કોઈપણ ઉપદ્રવી યાત્રી ઉપર સીધા
30 દિવસ સુધીનો ઉડાન ઉપર પ્રતિબંધ
લાદી શકે છે. ડીજીસીએએ પોતાના મુસદ્દામાં સ્પષ્ટ રૂપથી કહ્યું છે કે વિમાન, વ્યક્તિઓ અને સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવાની
સાથે સાથે વિમાનની અંદર અનુશાસન અને વ્યવસ્થા જાળવી રાખવા માટે માટે ઝીરો ટોલરન્સ પોલિસી
અપનાવવામાં આવી છે. એરલાઈન્સને મળેલી સીધી કાર્યવાહી શક્તિ વર્તમાન નિયમો અનુસાર કોઈપણ
યાત્રી ઉપર પ્રતિબંધ લાદવાનો અંતિમ નિર્ણય એક સ્વતંત્ર સમિતિ કરે છે. જો કે નવા પ્રસ્તાવમાં
શક્તિ આપવામાં આવી છે કે અમુક વિશિષ્ટ અપરાધનો મામલો સમિતિને મોકલ્યા વિના જ તત્કાળ
30 દિવસનો પ્રતિબંધ એરલાઈન્સ લગાડી
શકશે. આવા અપરાધોમાં વિમાનમાં ધૂમ્રપાન કરવું, ઘરેલુ ઉડાનમાં શરાબનું સેવન કરવું, ઈમર્જન્સી એક્ઝિટનો
દુરુપયોગ અને જીવ રક્ષણ ઉપકરણનો અનધિકૃત ઉપયોગ સામેલ છે. નિયામક દ્વારા નિર્દેશ આપવામાં
આવ્યો છે કે પ્રત્યેક એરલાઈને ઉપદ્રવી યાત્રીઓ મુદ્દે રિપોર્ટિંગ માટે એક એસઓપી તૈયાર
કરવી પડશે. જેને સંબંધિત હિતધારકો વચ્ચે પ્રસારીત કરવામાં આવશે. અપરાધની ગંભીરતા અને
પ્રતિબંધની અવધિ માટે ઉપદ્રવી વ્યવહારને ચાર અલગ અલગ સ્તરમાં વર્ગીકૃત કર્યા છે. જેના
આધારે પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવશે. આ ચાર સ્તરમાં લેવલ એક- શારીરિક હાવભાવ અને
મૌખિક ઉત્પીડન, લેવલ 2- શારીરિક દુર્વ્યવહાર, લેવલ 3- જીવલેણ વ્યવહાર, લેવલ-4 કોકપિટમાં ઘૂસણખોરી સામેલ છે. ડીજીસીએ તરફથી
પ્રસ્તાવિત નિયમો મુદ્દે તમામ હિતધારકો પાસેથી 16 માર્ચ સુધીમાં સૂચનો અને ટિપ્પણી મગાવવામાં આવી છે. આ નિયમો
લાગુ થયા બાદ આકાશમાં સફર કરનારા યાત્રીઓ શિસ્તમાં રહેવું અનિવાર્ય બનશે.