દિવ્યેશ વૈદ્ય દ્વારા : મુંદરા, તા. 19 : કચ્છના કાંઠાળ મુંદરા શહેર
અને તાલુકામાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના અદાણી પોર્ટ સાથે છેલ્લા બે દાયકામાં ઝડપી
ઔદ્યોગિક વિકાસ થયો છે અને આ ક્ષેત્રમાં ઝડપી ઔદ્યોગિક ગતિ વધી રહી છે, જેમાં જિંદાલ ગ્રુપે જઅઠ (સબ મર્જડ આર્ક વેલ્ડ)
સો પાઇપ ઉત્પાદનમાં મહત્ત્વનું અને મોટું ઔદ્યોગિક સાહસ છે. આ ગ્રુપે 1999માં નાના કપાયા પ્લાન્ટથી આગળ
વધીને સમાઘોઘામાં ડીએન 80-ડીએન 1200ની સાઈઝના પાઇપનો સ્ટેટ ઓફ
આર્ટ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપ્યો હતો, જે ક્ષમતામાં વધારો કરી રહ્યો છે. લગભગ પાંચ લાખ મેટ્રિક
ટનની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથેનું સમાઘોઘા એકમ આજે મુંદરા તાલુકામાં અગ્રિમ સાહસ
છે અને હજારો યુવાનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી સાથે સામાજિક ઉત્તરદાયિત્વ દ્વારા આસપાસના ગામો
સાથે જોડાયેલું છે. જિંદાલ ગ્રુપ સો,
ડીઆઈ (ડકટાઈલ આયર્ન), સ્પાઈરલ પાઇપ,
ઊર્જા સેક્ટરના પાઇપો તેમજ પાણી ઉપરાંત ઓઇલ, ગેસ
માટેના સીમલેસ પાઇપ્સ અને ટ્યુબ સહિતના વિવિધ ઉત્પાદનો સાથે જોડાયેલું છે અને વિશ્વસ્તરે
પાઈપ ઉત્પાદકોમાં ટોચના એકમોમાં સમાવિષ્ટ છે. જે ભારત ઉપરાંત અમેરિકા, યુરોપ અને યુએઇમાં પણ એકમો ધરાવે
છે. તાજેતરમાં જિંદાલ ગ્રુપના સમાઘોઘા યુનિટના પ્રેસિડેન્ટ અને યુનિટ હેડ વી. રાજશેખરન
સાથે કચ્છમિત્રએ મુલાકાત કરી હતી. જિંદાલ સો
લિ.માં જનરલ મેનેજરથી લઈને પ્રેસિડન્ટ સુધીની કંપનીના વિકાસ સાથે પ્રગતિની યાત્રામાં
જોડાયેલા એવા વી. રાજશેખરન સાથે કંપનીના વિકાસ તેમજ સીએસઆર સંબંધી પ્રશ્નોત્તરી યોજાઈ
હતી. જે અહીં પ્રસિદ્ધ કરી છે. - કંપની અને સો પાઇપ ઉદ્યોગમાં
અગ્રણી તરીકે વિકાસની ઝલક આપશો ? : જ. જિંદાલ
સો લિ. તેની સ્થાપનાથી અનેક ગણો વિકાસ પામી છે અને ડીઆઈ (ડકટાઇલ આર્યન) અને સો પાઇપ
ઉદ્યોગમાં અગ્રણી વૈશ્વિક ઉદ્યોગ તરીકે વિકસિત થઈ છે. આજે કંપની સમગ્ર ભારતમાં અનેક
ઉત્પાદન પ્લાન્ટ ચલાવે છે. યુએસએ અને અબુધાબીમાં સ્થાપિત હાજરી છે, અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સ્થળોએ રોકાણો
દ્વારા તેના વૈશ્વિક પદચિહ્નને વિસ્તૃત કરવાનું જારી છે. ઘણા વર્ષોથી જિંદાલ સો લિ.એ
સુરક્ષા અને સાતત્યતા પર ધ્યાન કેન્દ્રિત કરીને કડક આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધોરણોનું
સતત પાલન કરી આ ઉદ્યોગમાં એક મુખ્ય અને વિશ્વસનીય સાહસ તરીકે પોતાને સ્થાપિત કરી છે.
75થી વધુ દેશોમાં નિકાસ સાથેની કંપનીની વૈશ્વિક
પહોંચ એ તેની વ્યાવસાયિકતા, ગ્રાહક સંતોષ અને એંન્જિનિયારિંગ
ક્ષમતાઓનો પુરાવો છે. - વ્યવસાયની
સફળતામાં કચ્છની શું ભૂમિકા છે ? તાજેતરના વર્ષોમાં કયા સૌથી મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નો હાંસલ કર્યા ?
: જ.
કચ્છમાં બંદરો કંડલા અને અદાણી એમ બે બંદરો છે એ સૌથી મોટો ફાયદો છે. ઉત્તમ
રોડ, સારી કાયદોને વ્યવસ્થાની સ્થિતિ, ઈઝ એઓફ ડુઈંગ, તમામ સ્તરે સરકારી અધિકારીઓ તરફથી સમર્થન
એ સારી વાત છે. તાજેતરના વર્ષોમાં,
જિંદાલ સો લિ. એ ઉત્પાદન ક્ષમતા વિસ્તરણ, ઉત્પાદન
ઓફારિંગનું વૈવિધ્યકરણ, નિકાસ ક્ષમતાઓને મજબૂત બનાવવા સહિત અનેક
મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નો હાંસલ કર્યા છે. - વૈશ્વિક પાઇપ ઉદ્યોગમાં જિંદાલ સો પાઇપ્સ તેના સ્પર્ધકોથી કઈ રીતે અલગ છે ? : જ. જિંદાલ
સો પાઇપ્સનો મુખ્ય તફાવત ઉચ્ચ ગુણવત્તાના ધોરણોનું તેનું સતત પાલન છે. સમગ્ર ઉત્પાદન
પ્રક્રિયામાં ગુણવત્તા માટેની ઝિરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવે છે. આવનારા કાચા માલનું કડક નિરીક્ષણ, સપ્લાયરની મજબૂત લાયકાત પ્રક્રિયાઓ અને આંતરરાષ્ટ્રીય
સ્તરના ગુણવત્તા ધોરણોનું કડક પાલન કરાય છે. સમયસર ડિલિવરી એ અમારી વિશિષ્ટતા છે, વધુમાં, અને
અમલીકરણ ક્ષમતાને પ્રતાબિંબિત કરતી બીજી એક મજબૂત ભિન્નતા છે. - ઉત્પાદન પ્રક્રિયાઓમાં નવીનતા
અને સાતત્ય કેવી રીતે સુનિશ્ચિત કરો છો ? : જ : નવીનતા
અને સાતત્યતા એ અમારા ઉત્પાદન ફિલસૂફીનો અભિન્ન ભાગ છે અમે PU કાટિંગ અને FB ઇપોક્સી કાટિંગ ટેકનોલોજી
અપનાવનારા સૌ પ્રથમ હતા. સાઉદી અરેબિયાના પ્રતિષ્ઠિત NEOM પ્રોજેક્ટ માટે સો પાઈપોના
સૌથી મોટા સપ્લાયર તરીકેની અમારી ભૂમિકા અમારી ઉત્પાદન ગુણવત્તા, એન્જિનિયારિંગ ક્ષમતા અને નવીન ટેકનોલોજી અપનાવવાની ક્ષમતાનો મજબૂત પુરાવો છે. સાતત્યતાના
દૃષ્ટિકોણથી અમે પર્યાવરણીય જવાબદારી અને પાલન પર મજબૂત ભાર મૂકીએ છીએ. અમે EPD (પર્યાવરણીય ઉત્પાદન ઘોષણા)
સરટીફાઈડ છીએ. જે યુરોપિયન યુનિયનને ઉત્પાદનો પૂરા પાડવા માટે જરૂરી છે. - સો પાઇપ ઉદ્યોગમાં ભવિષ્યની
નવીન શોધ તેમજ વિકાસને આગળ ધપાવવામાં કચ્છની
ભૂમિકા વિશે શું કહેશો ? : જ : વિશ્વ-સ્તરીય
પોર્ટ માળખાગત સુવિધા એ વૈશ્વિક બજારો અને કાચા માલની સપ્લાય ચેઇનને વધુ સક્ષમ બનાવશે.
આ સાથે સરકારનું ઉત્પાદન, માળખાગત વિકાસ અને `ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' પર ધ્યાન એ મજબૂત પાયો પૂરો પાડતું રહેશે અને
કચ્છ એ `ગ્રોથ કેટાલિસ્ટ' તરીકેની સેવા આપતું રહેશે. મુંદરા સુધીની રેલ
કનેક્ટિવિટી ખૂબજ જરૂરી છે. કારણ કે, તે અન્ય પ્રદેશોમાંથી પ્રતિભાશાળીઓને
આકર્ષવામાં એક મુખ્ય પ્રોત્સાહક રહશે. જે કોઈપણ ઉદ્યોગના ભાવિ વિકાસને ટકાવી રાખવા
મહત્ત્વપૂર્ણ છે. આરોગ્ય માળખું અને ગુણવત્તાયુક્ત
શિક્ષણમાં રોકાણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે, એ કર્મચારીઓ માટેની સૌથી મહત્ત્વની ચિંતાઓમાંની એક છે અને એ પ્રતિભાઓને લાવવા
અને જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વધુમાં, ઉદ્યોગોની આવશ્યકતા
મુજબના અભ્યાસક્રમ સાથેની સરકારી પોલિટેકનિકની સ્થાપના એ સ્થાનિક યુવાનોમાં ટેકનિકલ
કૌશલ્યના નિર્માણ માટે જરૂરી છે . જે માત્ર તેમની રોજગાર ક્ષમતામાં જ નહીં સુધારે,
પરંતુ કુશળ પ્રતિભાઓની એક પાઇપલાઇન પણ બનાવશે. જે દરેક ઉદ્યોગો માટે
લાંબાગાળાના ઔદ્યોગિક અને `ઈનોવેશન હબ' તરીકે કચ્છની સ્થિતિને મજબૂત બનાવશે. - કંપનીનું કચ્છના અર્થતંત્રમાં
કઈ રીતે યોગદાન? : જ : પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની તકો ઊભી કરીને એમની
અમે આવક ઊભી કરીને પણ યોગદાન આપીએ છીએ. વધુમાં, સ્થાનિક અને પ્રાદેશિક સપ્લાયર્સ અને સર્વિસ પ્રદાતાઓનું નેટવર્ક વિકસાવીને
સ્થાનિક ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મજબૂત બનાવી અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપીને
પ્રદેશમાં ટકાઉ આર્થિક પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરીયે છીએ. - CSR - સામાજિક ઉત્તરદાયિત્વ
માટેની તમારા વિચાર શું છે ? કચ્છની
જરૂરિયાતો સાથે તમારી પહેલ શું છે
? : જ : વ્યક્તિગત મતે, હું શિક્ષણ, આરોગ્યસંભાળ
અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં મજબૂત તકો જોઉં છું. જે સમુદાયની સુખાકારી અને રોજગાર
ક્ષમતામાં સીધો ફાળો આપે છે. વધુમાં, વરસાદી પાણીના સંગ્રહ માટે
ચેક ડેમના નિર્માણ જેવી પહેલ ભૂગર્ભજળ સ્તરના સુધારામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે
છે. કચ્છમાં સુફલામ-સુજલામ અને કન્યા કલ્યાણ યોજનાઓ જેવી સરકારની આગેવાની હેઠળની પહેલોમાં
સક્રિય યોગદાન આપીએ છીએ. સ્થાનિક સ્તરે, અમે સમાઘોઘામાં શાળાઓ
સાથે સંકળાયેલા છીએ. શૈક્ષણિક જરૂરિયાતો ધ્યાને લઈએ છીએ. વધુમાં, સ્થાનિક આજીવિકામાં પશુધનના મહત્ત્વને ધ્યાને રાખીને, ખાસ કરીને અછતના સમયમાં ઘાસચારા માટે ટેકો આપીયે છીએ. - કચ્છમાં વૈશ્વિક બ્રાન્ડનું
સંચાલન કરતાં કયા મોટા પડકારનો સામનો કર્યો?
: જ :
યોગ્ય પ્રતિભાની ઉપલબ્ધતા. - વ્યવસાય અને સીએસઆર જોડાવા માટે વ્યક્તિગત રીતે શું પ્રેરે છે? : જ : હું જે કરું છું તેનો મને આનંદ છે અને
આ છોડને તેના શરૂઆતના દિવસોથી આજે કંપની જે વટવૃક્ષ બનીને ઊભી છે, ત્યાં સુધી વધતી જોઈ છે તેનો મને ગર્વ છે. આ
સફરનો ભાગ બનવામાં, એક મજબૂત ટીમ સાથે કામ કરવામાં અને ઉચ્ચ ભૂમિકાઓ
માટે યુવા ઇજનેરોને પ્રોત્સાહિત કરવાનો સંતોષ છે. સીએસઆર એ સમાજને પાછું આપવાનો માર્ગ
છે. જ્યારે આપણા પ્રયત્નો આસપાસના ગામડાઓના લોકો પર સકારાત્મક પ્રભાવ કરે છે,
ત્યારે તે પ્રભાવ પરિપૂર્ણતાનો
સાચો સ્ત્રોત બને છે. - વ્યાપારી
સફળતા સાથે કંપનીઓ સ્થાનિક વિકાસમાં કઈ રીતે યોગદાન આપી શકે ? : જ : એવા મજબૂત પુરાવાઓ છે કે,
ઔદ્યોગિક વિકાસ એકંદર પ્રાદેશિક વિકાસ માટે `કેટાલિસ્ટ' તરીકે કાર્ય કરે છે. જ્યારે વ્યવસાયો વિકસે
છે, ત્યારે તેઓ એક પ્રભાવ ઊભો કરે છે. આમાં, કચ્છ એક ઉદાહરણ છે, અને આવા ઉદાહરણો સમગ્ર ગુજરાતમાં
હાલોલ, સાણંદ અને મહેસાણા જેવા પ્રદેશોમાં પણ જોઈ શકાય છે. જ્યાં
ઔદ્યોગિક વિસ્તરણે સ્થાનિક અર્થતંત્રોને બદલી નાખ્યા છે. આવી વૃદ્ધિ પ્રત્યક્ષ અને
પરોક્ષ રોજગાર અને ઉદ્યોગસાહસિકતા માટે માર્ગો ખોલે છે ઉપરાંત રિયલ એસ્ટેટ,
હોસ્પિટાલિટી, મેડિકલ અને શિક્ષણમાં વિકાસને પણ
વેગ આપે છે. - :
જ : તમારી જાત સાથે
પ્રમાણિક રહો અને તમારા લક્ષ્યને શોધો, એ તમારી કારકિર્દી અને વ્યાવસાયિક યાત્રાને માર્ગદર્શન આપશે. હંમેશા `ટુ ગો એકસ્ટ્રા માઇલ' - વધુ આગળ વધવા માટે તૈયાર રહો. નિષ્ફળતા કે
સફળતાથી ડરશો નહીં. બંને જીવનનો ભાગ છે અને મૂલ્યવાન પાઠ શીખવે છે. શીખતા રહો અને આગળ
વધો. યાદ રાખો, ટીમવર્ક આવશ્યક છે -કોઈ પણ એકલા સફળ થવાતું નથી. એ પછી કોર્પોરેટ જીવન હોય કે ઉદ્યોગસાહસિકતા.
જિજ્ઞાસુ અને અનુકૂલનશીલ રહો.