• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

વોલ (88)ની અર્ધસદીનાં બળે ભારત સામે ઓસી.ની જીત

કેનબેરા, તા.19 : ભારત સામે બીજી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમનો 19 રને વિજય થયો હતો. આથી 3 મેચની શ્રેણી 1-1ની બરાબરી પર આવી ગઈ છે.ઓસ્ટ્રેલિયાના પ વિકેટે 163 રનના જવાબમાં ભારતીય મહિલા ટીમના 20 ઓવરમાં 9 વિકેટે 144 રન થયા હતા. શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ શનિવારે રમાશે. ભારત તરફથી શેફાલી વર્માએ 29, સ્મૃતિ મંધાનાએ 31 અને કપ્તાન હરમનપ્રિત કૌરે 36 રનની ઇનિંગ રમી હતી. બાકીની બેટધર નિષ્ફળ રહી હતી. ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ તરફથી એશ્લી ગાર્ડનરે 3 વિકેટ લીધી હતી. કિમ ગાર્થ, એનાબેલ સદરલેંડ અને સોફી મોલિયુને 2-2 વિકેટ મળી હતી. 

Panchang

dd