• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

અંતરજાળમાં જાહેરમાં પત્તા ટીંચતા સાત પકડાયા

ગાંધીધામ, તા. 19 : અંતરજાળમાં મોમાયનગર સરકારી શાળા પાછળ બાવળની ઝાડીમાં જુગાર રમતા સાત ખેલીને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 9200 જપ્ત કર્યા હતા. અંતરજાળમાં સરકારી શાળા પાછળ મોમાયનગર વિસ્તારમાં બાવળની ઝાડીમાં અમુક શખ્સો આજે બપોરે પત્તા ટીંચી રહેલા વાલજી લગધીર આગરિયા, દેવજી ભીમજી બલદાણિયા, બાબુલાલ મૂળજી સોલંકી, માવજી પુના સોરઠિયા, મેરામણ વજા દાફડા તથા સામજી ખીમજી જરૂ નામના શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 9200 જપ્ત કરવામાં આવ્યા હતા. 

Panchang

dd