• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

દાદાગીરી સહન નહીં કરાય : ઉપમુખ્યમંત્રી

અમદાવાદ, તા. 19 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગાંધીનગર ખાતે સુરક્ષા અને સુખાકારીના સંકલ્પ સાથે પોલીસ વિભાગ દ્વારા રૂા. 273 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયાં હતાં. નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સતત પાંચમી વખત રજૂ કરવામાં આવેલા રૂા. 4.08 લાખ કરોડના વિક્રમી અને ઐતિહાસિક અંદાજપત્રને નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસની નવી ક્ષિતિજો સર કરનારું ગણાવ્યું છે. નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, જો કોઈ પોલીસને પડકાર ફેંકશે કે દાદો થવાનો પ્રયાસ કરશે, તો ગુજરાત પોલીસ તેને તેની જ ભાષામાં જડબાંતોડ જવાબ આપશે. ગમે તેટલી પહોંચ ધરાવતી વ્યક્તિ હોય, પણ જો તે નિર્દોષ નાગરિકને કનડશે, તો તેના પગ ધ્રૂજી જાય તેવી કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત પોલીસ ડ્રગ્સ અને વ્યાજખોરી સામે જંગ લડી રહી છે. ડ્રગ્સ માફિયાઓ અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માત્ર 90 દિવસમાં 45થી વધુ ડ્રગ્સ માફિયાઓને સજા અપાવવાની ઐતિહાસિક સફળતા ગુજરાત પોલીસે મેળવી છે. પોલીસ આજે દરેક ક્ષેત્રમાં, પછી તે બળાત્કારીઓને ફાંસીના ફંદા સુધી પહોંચાડવાનું કાર્ય હોય કે કાયદો-વ્યવસ્થા જાળવવાની વાત હોય, ગૌરવપૂર્ણ કામગીરી કરી રહી છે. 

Panchang

dd