• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

ઈટાલીને હરાવી વિન્ડિઝ સુપર 8માં

કોલકતા, તા. 19 : વેસ્ટ ઇન્ડિઝ ટીમે અપરાજિત રહીને સુપર-8 રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. ગ્રુપ સીની આખરી મેચમાં ઇટાલી વિરુદ્ધ વિન્ડિઝનો 42 રને સરળ વિજય થયો હતો. વિન્ડિઝના 6 વિકેટે 16પ રનના જવાબમાં ઇટાલી ટીમ 18 ઓવરમાં 123 રને ઓલઆઉટ થઈ હતી. વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન શે હોપે 75 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. કેરેબિયન કપ્તાન શે હોપે 46 દડામાં 6 ચોગ્ગા-4 છગ્ગાથી 7પ રનની ઇનિગ્સ રમી હતી. આ સિવાય રોસ્ટન ચેઝ અને શેરફેન રૂધરફોર્ડે 24-24 રનનું યોગદાન આપ્યું હતું. ઇટાલીના બોલરોએ છેલ્લે સુધી કેરેબિયન બેટર્સને બાંધી રાખ્યા હતા. આથી વેસ્ટ ઇન્ડિઝ ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 16પ રને અટકી ગઈ હતી. આ પછી સમાર જોસેફની 4 અને મેથ્યૂ ફોર્ડની 3 વિકેટ લીધી હતી. આથી ઇટાલી ટીમ 18 ઓવરમાં 123 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેમાં બેન્જામિન મેનેન્ટીના 26 અને જે. જે. સ્મટ્સના 24 રન મુખ્ય હતા.  

Panchang

dd