• મંગળવાર, 25 જૂન, 2024

અવસાન નોંધ

ભુજ : વડનગરા નાગર મધુસૂદનભાઇ જવેરીલાલ અંતાણી (ઉ.વ. 87) (નિવૃત્ત સુપરિ. ઇજનેર) તે ગં.સ્વ. નિરંજનાબેનના પતિ, સ્વ. ઉજમબેન ભાનુશંકર હાથીના જમાઇ, વિમીત, હેમેન, નિધિના પિતા, જ્યોતિ, અનુજના સસરા, સ્વ. રસિકબાળાબેન, સ્વ. ઇન્દુબેન, સ્વ. મધુબેન, સ્વ. પન્નાબેન, સ્વ. મદનભાઇના ભાઇ, મેઘના દાદા, શ્રાવ્યાના નાના તા. 9-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-6-2024ના બુધવારે સાંજે 5.30થી 6.30 હાટકેશ કોમ્પ્લેક્સ ખાતે.

ભુજ : મૂળ પાલીતાણાવાસી નયનાબેન કમલેશભાઈ રાજ્યગુરુ (ઉ.વ. 69) (રાજ્યગુરુ મેડમ) (નિવૃત્ત શિક્ષિકા કેન્દ્રીય વિદ્યાલય) તે કે. પી. રાજ્યગુરુ (નિવૃત્ત એચ.એમ.)ના પત્ની, સ્વ. મુકતાલક્ષ્મી પોપટલાલ રાજ્યગુરુના પુત્રવધૂ, સ્વ. લલિતાબેન બટુકરાય ત્રિવેદીના પુત્રી, નિયતિ (ટીના), નિષ્ઠા (દિશા), સંકેતભાઈના માતા, નિશાંત શાહ, પ્રદીપ શાહના સાસુ, તનિષ્ઠા અને દિપ્સાના નાની તા. 7-6-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 10-6-2024ના સાંજે 5.30થી 6.30 આર.ટી.ઓ. રાજગોર સમાજવાડીમાં.

ભુજ : ખત્રી હાજિયાણી આયશા અબ્દુલકરીમ (ઉ.વ. 78) તે મ. અ.કરીમ અબુબકરના પત્ની, ખત્રી અકબરઅલીના માતા, ફરહાન, ફૈસલ, રૈહાનના દાદી તા. 9-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-6-2024ના બુધવારે સવારે 11થી 12 ખત્રી જમાતખાના, ભુજ ખાતે.

ભુજ : વીશા ઓશવાળ ગુર્જર જ્ઞાતિ મનસુખભાઈ સાકરચંદ શાહ (ઘીવાળા)  (ઉ.વ. 87) તે સ્વ. રંભાબેન સાકરચંદ મેઘજીભાઈ શાહના પુત્ર, સ્વ. વાસંતીબેનના પતિ, દીપ્તિબેન જિતેન્દ્ર શાહ (કલીકટ), જાગૃતિ મિલન સંઘવી, કમલેશના?પિતા, સ્વ. ગુણવંતીબેન ભોગીલાલ   શાહ (માંડવી), સ્વ. જિતેન્દ્રભાઈ, સ્વ. કિશોરભાઈ, સ્વ. મધુસૂદનભાઈ, સ્વ. જગદીશભાઈ, નીતિનભાઈના મોટા ભાઈ, વિશનજી ડોસાભાઈ સંઘવી (અંજાર)ના જમાઈ, નમ્રતાબેન, જિતેન્દ્રભાઈ, મિલનભાઈના સસરા, મોનીલ, હેમના દાદા, મોનીસ, શીલ, અંકિત, હર્ષિલના નાના તા. 9-6-2024, રવિવારના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-6-2024, સોમવારે, સાંજે પથી 6 ડોસાભાઈ ધર્મશાળા, પોસ્ટ ઓફિસની સામે, પ્રથમ માળે, એ.સી. હોલ ખાતે.

ભુજ : જસુબેન મનજી કનાદ (ઉ.વ. 85) તે સ્વ. નિરંજન, અનિલ, પુષ્પા, પ્રફુલ્લા, જગદીશના માતા, સ્વ. સુનીલ, કમલેશ, ધર્મેશ, અરૂણના દાદી, નરેન્દ્ર રાઠોડ, રમેશ સોઢાના સાસુ તા. 8-6-2024ના અવસાન પામ્યા છે. પાણીઢોળ બારસ તા. 18-6- 2024ના મંગળવારે નિવાસસ્થાને ભીડ નાકા બહાર, દાદુપીર રોડ, ભુજ ખાતે.

આદિપુર : ધના (ધનવંતીબેન) ચંદુર તુલસીઆણી (ઉ.વ. 69) તે જ્યોતિબેન, પલ્લવીબેન (પ્રિન્સિપાલ બચપન પ્લે સ્કૂલ)ના માતા, દીપક એસ. મદનાની (જ્યોતિ ટ્રાવેલ્સ), વિનોદ બુટાણીના સાસુ, મધુબેન ગુલાબરાય ત્રિલોકચંદાણી (અજમેર), પૂજા વિજય મદનાની, સ્વ. ગોપાલભાઇ તોલાણી (અજમેર), રામ પી. તોલાણી (સપના મેચિંગ સેન્ટર-ગાંધીધામ), હીરો પી. તોલાણી (સાંઇકૃપા ડ્રેસ મટિરિયલ-ગાંધીધામ)ના બહેન, સિમરન મોહિત ટેકવાણી, જાનવી, પારસ, કાવ્ય, માન્વિકના નાની તા. 8-6-2024ના અવસાન પામ્યા છે. પઘડી/ પ્રાર્થનાસભા (ભાઇઓ-બહેનો માટે) તા. 10-6-2024ના સોમવારે સાંજે 6.30 કલાકે ઝૂલેલાલ મંદિર, નવવાળી, આદિપુર ખાતે.

આદિપુર : હિમાંશુ મકવાણા (ઉ.વ. 18) તે જાગૃતિબેન જીતુભાઇ છગનભાઇ મકવાણાના પુત્ર, મણિલાલભાઇ (આદિપુર), દિનેશભાઇ (ભુજ), જયેશભાઇ (ગાગોદર), ચંપાબેન ભાવનભાઇ પરમાર (બાવળા)ના ભત્રીજા, નારાણભાઇ (સામખિયાળી), જેન્તીભાઇ (અંજાર), કનુભાઇ (નારાણપર)ના પિતરાઇ ભાઇના પુત્ર, હિતેનભાઇ બાબુલાલ પરમાર (સરખેજ)ના ભાણેજ, મયૂરકુમાર નરસિંહભાઇ (તલોદ)ના સાળા, નીકિતા, શ્રુતિ, વિશ્વા, સંદીપ, કિશન, મયૂર, રોનકના ભાઇ તા. 9-6-2024ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 13-6-2024ના સવારે તથા પ્રાર્થનાસભા સાંજે 5થી 6 નિવાસસ્થાન પ્લોટ?નં. 186, કેસરનગર-1, આદિપુર ખાતે.

અંજાર : કુંભાર આઇશાબેન ઇબ્રાહિમ (વલાડિયાવાળા) તે અબ્દુલ, મામદ (વલાડિયાવાળા)ના માતા, ફારૂક, સરફરાજ, સાદિકના દાદી, ઇસ્માઇલ મામદ (ગુંદિયાણી), હુશેન ઇબ્રાહિમ વાઘડિયા (મુંબઇ), મ. સિધિક આધમ (વલાડિયાવાળા)ના સાસુ તા. 9-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-6-2024ના મંગળવારે સવારે 10થી 11 કુંભાર જમાતખાના, કુંભારચોક ખાતે.

અંજાર : શેખ મોદીશા હાજી ઇબ્રાહિમશા તે મ. હાજી ઇબ્રાહિમશાના પુત્ર, મ. હાજી જમનશા, મ. હાજી ઇસ્માઇલશા (માજી કાઉન્સિલર)ના ભત્રીજા, મ. હાજી આમદશા ઇબ્રાહિમશા, શેખ હાજી ભચલશા (માજી કાઉન્સિલર), અવેશ, સુલેમાનશા, અલીશા, કાસમશા, શેખ અલીબાબા, શેખ ઉસ્માનશા, શેખ અલીઅકરબરશાના ભાઇ, મ. જુનુસ હાજી ભચલશા, શેખ હુશેનશા, ઇકબાલશા, હુશેનશા, શેખ મામદશા, મજીદ, શેખ રજાક આર.કે., શેખ ઇરફાનના કાકા, શેખ ઇબ્રાહિમશાના પિતા, અસ્લમ, શકીલના મામા, શેખ જાસીનના બનેવી તા. 8-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-6-2024ના મંગળવારે સવારે 10 વાગ્યે શેખ સમાજવાડી, શેખ ટીંબો, અંજાર ખાતે.

કુકમા (તા. ભુજ) : પાલીવાડ ગં.સ્વ. મંગળાબેન નંદલાલ (મનુ મારાજ) જોષી (ઉ.વ. 83) તે ધરમશી લક્ષ્મીદાસ જોષી (નલિયા)ના પુત્રી, નંદલાલ કાનજી જોષીના પત્ની, માયાબેન (નાગપુર), પ્રતિમાબેન (લાખોંદ), ભરતભાઇ (કુકમા)ના માતા, સ્વ. મધુસૂદન (નાગપુર), કાન્તિલાલ (લાખોંદ), આશાબેન (કુકમા)ના સાસુ, મીત, ભવ્યના દાદી, ભાવનાબેનના દાદીસાસુ, દ્રિશાની, માધવના પરદાદી તા. 9-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-6-2024ના મંગળવારે સાંજે 4થી 5 ટાંક સમાજવાડી, મોટો ચોક, કુકમા ખાતે.

કાળી તલાવડી (તા. ભુજ) : રાણીબેન સામતભાઇ ચાવડા (ઉ.વ. 58) તે ગં.સ્વ. વલીબેન લખુ નાગદાન ચાવડાના પુત્રવધૂ, સામતના પત્ની, રણધીર, પરબત, ધનજી, ધનુબેન (ગળપાદર, તા. ગાંધીધામ), જશીબેનના ભાભી, રામી (ચાંદ્રાણી), જાગૃતિ, હંસા (ગળપાદર, તા. અંજાર), સોનલના માતા, બરાડિયા દેવીબેન વિરમ બેચુના પુત્રી, ધનુબેન (રતનાલ), જશીબેન, માદેવા, બાબુના મોટા બહેન તા. 8-6-2024ના અવસાન પામ્યા છે.

વરલી (તા. ભુજ) : મકવાણા અશ્વિનભાઇ સામજી (ઉ.વ. 20) તે શામજીભાઇ કાનાભાઇ મકવાણાના પુત્ર, કાનાભાઇ હમીરભાઇના પૌત્ર, દેવરાજભાઇ તથા વાલાભાઇના ભત્રીજા, રાજવીરના ભાઇ, ધ્રુવ, ઋતિક, કિસ્મતી, કિયા, ચાર્વીના કાકાઇ ભાઇ, લક્ષ્મીબેન, રાજીબેન, ડાઇબેન રામજીભાઇ, મોંગીબેન બાબુભાઇના ભત્રીજા, નેહલબેનના દિયર તા. 8-6-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને નવાવાસ, મેઇન બજાર, વરલી ખાતે.

મોટા ભાડિયા (તા. માંડવી) : માણશીભાઇ વેજાભાઇ ગઢવી (મુંધુડા) (ઉ.વ. 53) તે થારઇબેન અને સ્વ. વેજાભાઇ દેવદાસભાઇના પુત્ર, ભાણબાઇના પતિ, સોનબાઇ, કમશ્રીબેન, લક્ષ્મીબેન, સભાઇબેન, પાલુભાઇના પિતા, લાછબાઇબેન પુનશીભાઇ ભૈયા (મોટા ભાડિયા), દેવશ્રીબેન કરશન મીંઢાણી (ઝરપરા), વાછિયાભાઇ, વાલજીભાઇના ભાઇ, સ્વ. કેશવભાઇ લખમણભાઇ મૌવર (મોટા ભાડિયા)ના જમાઇ, સ્વ. વિરમ દેવદાસ, સ્વ. ધનરાજ દેવદાસ, સ્વ. દેવરાજ દેવદાસ, સ્વ. પુનશી દેવદાસ, મંગાભાઇ દેવદાસ, ખીમશ્રીબેન દાદાભાઇ રવિયા (ઝરપરા)ના ભત્રીજા તા. 9-6-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન પટણી વાડીવિસ્તાર ખાતે તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 19-6-2024ના બુધવારે.

કોકલિયા (તા. માંડવી) : ખાનજીભા તેજમાલજી જાડેજા તે મુરૂભા, સતુભા, ગોપાલજીના મોટા ભાઇ, કુમારસિંહ, ગુલાબસિંહના પિતા, શક્તિસિંહ, મહાવીરસિંહના દાદા, ભૂપતસિંહ કાનજીભા ચાવડા (બાંભડાઇ), મનુભા ઘાસમા (ગોયરસમા), મયૂરસિંહ ઝાલા (ગોધરા), સુખદેવસિંહ સોઢા (ખારોડા)ના સસરા તા. 9-6-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન કોકલિયા, તા. માંડવી ખાતે.

બિદડા (તા. માંડવી) : હાલે બદલાપુર બાબુલાલ ધનજી માકાણી (ઉ.વ. 55) તે ગં.સ્વ. રુક્ષ્મણિબેનના પતિ, રવિલાલભાઇ તથા શાન્તાબેનના ભાઇ, લક્ષ્મીબેનના દિયર, દીપક, પ્રફુલ્લ, ભાવિકના પિતા, રસીલાબેન, કૌશલ્યાબેન, પરેશ, હરેશના કાકા, વર્ષાબેનના કાકાસસરા, પાર્શ્વના દાદા, સ્વ. કરશન નથુ નાકરાણી (નવાવાસ-દુર્ગાપુર)ના જમાઇ તા. 6-6-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 11-6-2024ના સવારે 8.30થી 11.30, બપોરે 3થી 5.30 કડવા પાટીદાર સમાજવાડી, બિદડા ખાતે.

નાના લાયજા : હાલે માંડવી નીલેશનાથ ભીમનાથ નાથબાવા (ઉ.વ. 35) તે મણિબેન સામનાથ, સ્વ. નિમનાથ, સ્વ. વિશ્રામનાથ, સ્વ. હરિનાથના પૌત્ર, લક્ષ્મીબેન ભીમનાથના પુત્ર, શિલ્પાબેનના પતિ, માનવનાથ, માધવનાથના પિતા, રામનાથ, સ્વ. રમેશનાથ, ભરતનાથ, સ્વ. રતનનાથ, પ્રેમનાથ, અરાવિંદનાથ, રમેશનાથ, ઉત્તમનાથના ભત્રીજા, અમરનાથ, યોગેશનાથ, ભૂપેન્દ્રનાથ, નીતિનનાથ, કિશનનાથ, જયૐ, નયનાબેન, ખુશ્બૂ, ઉમાબેનના ભાઈ, સ્વ. જ્યોતિબેનના દિયર, રેખાબેનના જેઠ, ચિન્ટુનાથના સાળા, પાર્વતીબેન મગનનાથના જમાઈ, હેતલબેન, નીતાબેન, શાંતિના બનેવી, દિવ્યનાથ, શિવનાથના કાકા, ધ્રુવીબેન, ક્રિસાના મોટાબાપા, હર્ષનાથ, ભૂમિ, અઋષિ, શિવમના મામા તા. 8-6-2024ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 10-6-2024ના સાંજે 4થી 5 રામેશ્વર મંદિર, ખારવા સમાજવાડી મધ્યે તેમજ ધાર્મિકક્રિયા તા. 18-6-2024ના નિવાસસ્થાન દીવાદાંડીની બાજુમાં, સાંઈબાબાના મંદિર સામે, માંડવી ખાતે.

રામાણિયા (તા. મુંદરા) : કચ્છી પરજિયા પટ્ટણી સોની જ્ઞાતિના મૂળ માંડવીના (રાજકોટ નિવાસી) સોની કીર્તિકુમાર ધાણક (ઉ.વ. 61) તે સોની સ્વ. જશોદાબેન ખીમજી લીલાધર ધાણકના પુત્ર, સ્વ. સોની કિશોરભાઇ અને સ્વ. ચંદ્રિકાબેનના નાના ભાઇ, સ્વ. પુષ્પાબેનના દિયર, નેહાબેનના કાકાસસરા, નીતેશ અને દિવ્યાના છોટે દાદા, સ્વ. સોની રવિલાલ પરસોત્તમ તથા જયંતીલાલ પરસોત્તમ ધાણક (માંડવી)ના કાકાઇ ભાઇ, ઉષાબેન, બીનાબેન, સ્વ. રાજેન્દ્રભાઇ, અજય, ધવલભાઇ, વિમલભાઇના કાકા, સ્વ. સોની વીરજી દામજી ચલ્લા (ભુજ) તથા સ્વ. ઝવેરબેન ભાણજી સુસણિયા (નાની ખાખર)ના ભાણેજ, ધનવંતીબેન હરેશભાઇ થલેશ્વર, મૂળજીભાઇ, દમયંતીબેન ભરતભાઇ ધકાણ, કાન્તિભાઇ, દિનેશભાઇના માસિયાઇ ભાઇ, ગં.સ્વ. મંજુલા સુરેશ થલેશ્વર, ભરતભાઇ, કમલેશભાઇના ફઇના દીકરા (ફુઇયાઇ ભાઇ) તા. 7-6-2024ના રાજકોટ ખાતે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : અજય ધાણક-99255 62407 / 99091 15537.

મોટા યક્ષ-કકડભીટ (તા. નખત્રાણા) : ભોવા મેરૂભા ગાભુભાઈ (ઉ.વ. 43) તે સ્વ. ગાભુભાઈ મેઘરાજ ભોવાના પુત્ર, સામંતભાઈના ભત્રીજા, શિવજીભાઈ મમુભાઈના ભાઈ, વેલજીભાઈ, કરશનભાઈ, કેસરભાઈના કાકાઈ ભત્રીજા, બાબુભાઈ, શંકરભાઈ, પ્રવીણભાઈ, અરાવિંદના કાકાઈ ભાઈ, સ્વ. સંઘાર મૂરજી હાજા (નાના આસંબિયા)ના દોહિત્ર તા. 9-6-2024ના  અવસાન પામ્યા છે. સાદડી  નિવાસસ્થાન મોટા યક્ષ ખાતે.

જડોદર-કોટડા (તા. નખત્રાણા) : ભીમજી કરશન મેરિયા (ઉ.વ. 83) તે સ્વ. કરશન અજા મેરિયાના પુત્ર, સ્વ. કાનજી, ડાયાભાઇ, ધીરાભાઇ, ખેંગારભાઇના કાકાઇ ભાઇ, રાજમલબેન ગોવિંદભાઇ ગોરડિયા (અરલ)ના ભાઇ, કરમશી, લખમશી, ગોવિંદભાઇ, ઉમરશી, નાનુબેન ડાહ્યાલાલ જોગલ (ટોડિયા), શાન્તાબેન કરમશી સીજુ (ઉખેડા), લાછુબેન રવજી ભધરુ (મથલ)ના પિતા, પ્રેમજી, રમેશ, પ્રવીણ, શંકર, મોહન, કાન્તિ, પ્રકાશ, જેન્તી, મહેશ, મુકેશ, કાન્તિ, ભારતી, વર્ષાના દાદા, સ્વ. ભોજા નાનજીના જમાઇ તા. 8-6-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 11-6-2024ના સાંજે, ઘડાઢોળ (પાણી) તા. 12-6-2024ના સવારે નિવાસસ્થાને નાગેશ્વર મંદિર પાસે, જડોદર ખાતે.

નિરોણા (તા. નખત્રાણા) : ખલીફા ફાતમાબાઇ સિધિક (ઉ.વ. 100) તે મ. આમદ, અલાના, ઇબ્રાહિમના માતા, અબ્દુલ, ઉમર, હનીફ, અનસ, મુશા, સલીમના દાદી તા. 9-6-2024ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 11-6-2024ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન નિરોણા?ખાતે.

રાજકોટ : મૂળ નાના લાયજાના ખીમશ્રીબેન કાનાભાઇ જામ (ગઢવી) (ઉ.વ. 42) તે કાનાભાઇ નારાણભાઇ જામના પત્ની, શિવરાજ કેશાભાઇ વારિયા અને દેવાંગભાઇ કેશાભાઇ વારિયા, સ્વ. દેવરાજના બહેન, મેહુલ અને મીરાબેનના માતા, મુરીબેન કેશવભાઇ વારિયા (સિંધોડી મોટી)ના પુત્રી તા. 9-6-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 9-6થી 11-6-2024 સુધી (ત્રણ દિવસ) નિવાસસ્થાને રાજકોટ?ખાતે. ઉત્તરક્રિયા તા. 19-6-2024ના બુધવારે નિવાસસ્થાને રાજકોટ?ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang