• મંગળવાર, 25 જૂન, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ ખાવડાના દેવેન્દ્ર મોરારજી દાવડા (.. 56) તે ગં.સ્વ. ગોદાવરીબેન મોરારજીના પુત્ર, અરૂણાબેનના પતિ, હરિકૃષ્ણ, હેમાંગીના પિતા, ફેનીના સસરા, સ્વ. લક્ષ્મીબેન મોનજીના જમાઇ, સ્વ. માધવજી વેલજી (માધુબાપા), સ્વ. શંભુભાઇ, સ્વ. બિપિનભાઇ, સ્વ. ગોપાલભાઇ, શશિકાંતભાઇ, શંભુભાઇ, સ્વ. બિપિનભાઇ, રાજાભાઇ, ગં.સ્વ. હીરાગૌરીબેન પ્રહલાદભાઇ, ગં.સ્વ. કલ્પનાબેન શાંતિલાલ, સ્વ. નીતાબેન, અરૂણાબેન શાંતિલાલ તન્નાના ભાઇ, ગં.સ્વ. નીમાબેનના દિયર, રીંકુબેનના કાકા સસરા, સ્વ. વિશ્રામભાઇ, પુરુષોત્તમભાઇના ભાણેજ, કૃપાલીબેન નરેશભાઇ?કેસરિયા, દિનાબેન પ્રકાશભાઇ?ચંદે, શંકર, રામ, ઘનશ્યામના કાકા, મણિલાલ, કાંતિલાલ, પ્રાણલાલ, નીતિનભાઇ, હેમાબેન વસંતભાઇના બનેવી, સુનીલ, નીરજ, કલ્પેશ, વીરેન, અરૂણના મામા તા. 18-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 19-5-2024 રવિવારે સાંજે 5થી 7 નિવાસસ્થાન માનસી બંગ્લોઝ, ઓધવ એવેન્યૂ-2, મકાન નં. 6, પ્રમુખસ્વામી નગર ગેટ-2 ખાતે, પ્રાર્થનાસનભા તા. 20-5-2024 સોમવારે સાંજે 4.30થી 5.30 બી..પી.એસ. સ્વામિનારાયણ મંદિર, નિર્મલસિંહની વાડી, ભાનુશાલીનગર, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ ભુટકિયાના હરિલાલ અમૂલખભાઇ પૂજ (.. 83) તા. 17-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-5-2024 રવિવારે સવારે 10.30થી 12 ઝૂલેલાલ મંદિર, હોટલ શિવ રેજન્સીની બાજુમાં, ગાંધીધામ ખાતે.

અંજાર : મંજુલાબેન ધનજીભાઇ વાઘમશી (.. 51) તે સ્વ. ધનજીભાઇ નારણભાઇના પત્ની, ગં.સ્વ. રામીબેન નારણભાઇના પુત્રવધૂ, સ્વ. શાંતાબેન હીરજીભાઇ?હડિયા (માધાપર)ના પુત્રી, કશિશ ધનજીભાઇ, નેહાબેન દેવેનભાઇ હડિયા, માધવીબેન ધનજીભાઇના માતા, આરતીબેન કશિશભાઈના સાસુ, રાખીબેન વસંતભાઈના જેઠાણી, ધાર્યન વસંતભાઈના મોટા મમ્મી, પર્વ, ધૃતિના નાની, વસંતભાઇના ભાભી તા. 17-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-5-2024 સોમવારે સાંજે 5થી 6 યદુવંશી સોરઠિયા સમાજવાડી (કૃષ્ણવાડી-વોરાસર) નીચેના હોલ ખાતે.

નખત્રાણા : જાનબાઇ (.. 92) તે સ્વ. શિવજી કરમશી પોકારના પત્ની, નરસિંહભાઇ, શંકરભાઇ (હૈદરાબાદ), તારાબેન (ભુવનેશ્વર), જયાબેન (બેંગ્લોર), લક્ષ્મીબેન (કોલકાતા), ચંદ્રીકાબેન (નાગલપર)ના માતા, નરોતમ, હિતેશ, દીપક, દિવ્યા (બિલાસપુર), ટ્વિંકલના દાદી, સ્વ. નારણભાઇ (સેવાલિયા), અરજણભાઇ (નખત્રાણા), સ્વ. મોહનભાઇ (નખત્રાણા), સ્વ. વેલાબેન (વિરાણી), સ્વ. રામાબેન (બેંગ્લોર), સ્વ. નર્મદાબેન (બેંગ્લોર)ના ભાભી તા. 16-5-2024ના હૈદરાબાદ ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા.  19-5-2024ના રવિવારે બપોર પછી 3થી 6 વાગ્યા સુધી, જૂનાવાસ રંજના લોજવાળી શેરી, આગમન મોલની પાછળ, અરજણ કરમશી પોકારના નિવાસસ્થાને નખત્રાણા મધ્યે. 

માધાપર (તા. ભુજ) : સૂરજબેન નાનાલાલ દોશી મૂળ માધાપર હાલે ન્યૂજર્સી (અમેરિકા) (.. 82) તે સ્વ. નાનાલાલ સાકરચંદ દોશીના પત્ની, સ્વ. પાર્વતીબેન અને વૃજલાલભાઈના ભાભી, સ્વ. ચતુરાબેન રવીલાલ રામજીના પુત્રી, સુધીરભાઈ (રેહા), સ્વ. ધનસુખભાઈ, અશોકભાઈના માતા, ભાવિનીબાઈ મહાસતીજીના સંસાર પક્ષે માતા, રંજનબેન, શોભનાબેન, જયાબેનના સાસુ, સ્વ. રાહુલ, નીરવ, જયની, સંયમ, કેવલ, કુશના દાદી, નિમેષ નાયક, દિવ્યાના દાદીજી સાસુ, પાર્શ્વના પરદાદી, સ્વ. ધીરજબેન, સ્વ. ચંદનબેન, માણેકલાલ, અમૃતલાલ, પુષ્પાબેન, જનકબેનના બહેન તા. 14-5-2024ના અમેરિકા ખાતે અવસાન પામ્યા છે.   પ્રાર્થનાસભા માધાપર મિસ્ત્રી સમાજવાડી, બસસ્ટેન્ડ પાસે તા. 20-5-2024ના સાંજે 5થી 6 સોમવારે. 

સુખપર (તા. ભુજ) : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જનાર્દનભાઇ ઉપાધ્યાય (.. 70) (નિવૃત્ત જી..બી.) તે વૃજલાલભાઇ સામજી ઉપાધ્યાય તથા વિદ્યાગૌરીબેનના પુત્ર, ભારતીબેનના પતિ, હિનાબેન, આશિષ તથા ઋષિના પિતા, પ્રશાંતકુમાર દવે (આણંદસર), શ્વેતાબેન, નિશાબેનના સસરા, સ્વ. રસીલાબેન પંડયા (મોરબી), હરેશભાઇ, નિરંજનાબેન જોશી (માધાપર), સ્વ. કમલેશભાઇના ભાઇ, સ્વ. મોહનલાલ ભવાનીશંકર ઠાકર (અંજાર)ના જમાઇ, સ્વ. પ્રવીણચંદ્ર, અરવિંદભાઇ તથા રમેશભાઇના બનેવી, જયંત, પ્રિયંકના મોટાબાપા, દિનેશ, રાજનભાઇ, રવિભાઇ, નેહાબેનના ફુઆ, રાજેશભાઇ, મિતેશભાઇ, મનોજભાઇ, તૃપ્તીબેન, ભાવનાબેન તથા મમતાબેનના મામા, પાવનના દાદા, ભક્તિ, રીશીના નાના તા. 17-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-5-2024ના સોમવારે સાંજે 5થી 6 દરમિયાન લેવા પટેલ સમાજવાડી (ઘનશ્યામ વાડી), જૂનાવાસ, સુખપર મધ્યે. 

ગોડપર (તા. ભુજ) : .....સુ. જ્ઞાતિ ઇન્દુબેન (.. 65) તે સ્વ. મનસુખલાલ વાલજી સોલંકીના પત્ની, ડેનીસના માતા, ક્રિષ્નાના સાસુ, કસ્તૂરબેન વાલજીભાઇ સોલંકીના પુત્રવધૂ, મધુસૂદન વાલજી, સુરેશ વાલજી, સ્વ. સાવિત્રીબેન લખમશી (સુખપર), ગીતાબેન હરેશ (નારાણપર)ના ભાભી, મંજુલાબેનના દેરાણી, ભારતીબેનના જેઠાણી, દીપક, સંદીપ, પાર્થ, ક્રિષ્ના ધવલ (અંતરજાળ)ના કાકી, પલ્લવીબેન, દક્ષાબેનના કાકીજી સાસુ, પ્રિસા, આર્યા, હેત, હેત્વી, ખુશી, હેમના દાદી,  નાનજી રાઘવજી પરમાર (માંડવી)ના પુત્રી, સ્વ. રમીલાબેન રામજી (નાની ખાખર), જયાબેન રવિલાલ (અંજાર), મંજુબેન કિશોર (ભુજ), નીતાબેન ધીરજલાલ (અંજાર)ના બહેન તા. 17-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-5-2024ના સોમવારે 4થી 5 શિવમંદિર ગોડપર મધ્યે.

બળદિયા (તા. ભુજ) : ભચીબાઈ રોશિયા (.. 93) તે સ્વ. લધાભાઈ હધુભાઈના પત્ની, ગોપાલભાઈ, કાનબાઈ, સ્વ. નાનબાઈ, મેઘબાઈ, ખીમીબાઈના માતા, દેવલબાઈના સાસુ, સોનબાઈ, ભરત, રવિ, ધીરજના દાદી તા. 18/5/2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ આગરી તા. 20/5/2024ના સોમવારે સાંજે, ઘડાઢોળ (પાણી) તા. 21/5/2024ના મંગળવારે સવારે 8 કલાકે નિવાસસ્થાન ઉપલોવાસ, હનુમાન મંદિરની પાસે, બળદિયા ખાતે. 

ભુવડ?(તા. અંજાર) : નિર્મળાબેન ચંચલગિરિ ગુંસાઇ તે મોંઘીબેન શ્યામગિરિના પુત્રવધૂ, ધર્મગિરિ, ભગવાનગિરિ, પ્રતાપગિરિના નાનાભાઇના પત્ની, અરવિંદગિરિ, ઇન્દુબેનના માતા, કૈલાસગિરિ, સ્વ. રમેશગિરિ ભગવાનગિરિના કાકી, રમેશગિરિ રામગિરિના સાસુ, વનીતાબેનના ભાભી, મણિબેન, ગૌરીબેનના દેરાણી તા. 18-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-5-2024 સોમવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન, ભુવડ ખાતે.

મોટી ખેડોઇ?(તા. અંજાર) : જાડેજા કનરાજસિંહ નારૂભા (.. 65) તે સ્વ. કિરીટસિંહ નરુભાના નાનાભાઇ, પ્રતાપસિંહ વીરેન્દ્રસિંહ (ફોજી)ના મોટાભાઇ, ધર્મેન્દ્રસિંહના પિતા, મહાવીરસિંહના કાકા, અર્જુનસિંહ, દીપકસિંહના મોટાબાપુ, હાર્દિકસિંહ, દિવ્યરાજસિંહ, દેવવ્રતસિંહ, પરમવીરસિંહના દાદા તા. 17-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 20-5-2024 સુધી દરબાર ડેલી, મોટી ખેડોઇ?ખાતે તથા ઉત્તરક્રિયા તા. 28-5-2024 મંગળવારે નિવાસસ્થાન મોટી ખેડોઇ?ખાતે.

મોટા કાંડાગરા (તા. મુંદરા) : તખુભા જાલમસંગજી ચાવડા (.. 81) તે સ્વ. મમુભા જાલમસંગજી ચાવડા, રામસંગજીના ભાઇ, રણજિતસિંહ, સ્વ. ખેતુભા, ગનુભાના પિતા, હેમભા, વનુભા, ફતુભા, બળવંતસિંહના કાકા, અંકિતસિંહ, પૃથ્વીરાજસિંહ, જયરાજસિંહ, રીતુરાજસિંહ, જયદીપસિંહ, યુવરાજસિંહ, હરદીપસિંહ, યુવરાજસિંહના દાદા તા. 18-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, મોટા કાંડાગરા ખાતે.

વડવા કાંયા (તા. નખત્રાણા) : ખેતભાઇ બુચિયા (.. 85) તે સ્વ. નારણભાઇ કાંયાભાઇના પત્ની, સ્વ. પુરબાઇ કાંયાભાઇ રાઘાભાઇના પુત્રવધૂ, પ્રેમજીભાઇ, નાગશીભાઇ, સ્વ. નાનજીભાઇ, લાછુંબેન ચાંપશી જેપાર (વ્યાર), લખીબેન રામજી લેઉવા (રામપર-વેકરા), અજીબેન પ્રેમજી રાઠોડ (અમદાવાદ)ના માતા, સ્વ. રામજીભાઇ, સ્વ. કરશનભાઇ, સ્વ. રાજબાઇ જુમા સીજુ (મખણા), ઉમરાબાઇ મંગાભાઇ કુંવટ?(નરેડી), ગં.સ્વ. લખીબાઇ નાનજી સંજોટ (બિદડા)ના ભાભી, પ્રકાશ, દિનેશ, સ્વ. લખન, આરતી, મંજુલા શંકરભાઇ જેપાર (વિરાણી મોટી), યોગેશ, ગૌતમ, ધનબાઇ ભરતભાઇ વારસુર (ભારાસર), ભારતી ખોખર, દર્શન, કૃષ્ણના દાદી, પ્યાયના પરદાદી, સ્વ. દેવલબાઇ, સ્વ. ખીમા બુધા સીજુ (મખણા)ના પુત્રી, સ્વ. હમીરભાઇ, આશાભાઇ, સ્વ. સામતભાઇ, રામજીભાઇ, દાનાભાઇ, ગં.સ્વ. વાલબાઇ પેથા બળિયા (વેકરા રામપર)ના બહેન તા. 18-5-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિક વિધિ (બારસ) તા. 23-5-2024 ગુરુવારે સાંજે આગરી, તા. 24-5-2024 શુક્રવારે સવારે ઘડાઢોળ (પાણિયારો) નિવાસસ્થાન વડવા કાંયા ખાતે.

નવી મોટી ચીરઇ (તા. ભચાઉ) : ધરમબા જાડેજા (.. 82) તે સ્વ. દિલાવરસિંહ હેમતસિંહના પત્ની, જોરૂભાના ભાભી, સ્વ. ભગુભા, સજુભા, વનરાજસિંહના ભાભી, હરદેવસિંહ, હકુભા, વાઘુભા, ધર્મેન્દ્રસિંહ, મયૂરસિંહના મોટામા, મનહરસિંહ, વીરેન્દ્રસિંહ, પરાક્રમસિંહ, મહિદીપસિંહ, બીજરાજસિંહ, સંદીપસિંહ, દુષિરાજસિંહના દાદી તા. 17-5-2024ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા અને ઉત્તરક્રિયા તા. 23-5-2024ના નિવાસસ્થાન નવી મોટી ચીરઇ?ખાતે.

રાજકોટ : જયંતભાઇ મણિલાલભાઇ ઉદાણી (નિવૃત્ત કુલસચિવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) (.. 90) તે સ્વ. હંસાબેન જયંતભાઇ ઉદાણીના પતિ, સ્વ. સૂરજબેન, સ્વ. મણિલાલભાઇના પુત્ર, સ્વ. અરુણભાઇ, સ્વ. સતીષભાઇ, સ્વ. નિર્મળાબેન, સ્વ. મીનાબેન, નીલાબેનના ભાઇ, પરેશભાઇ, કેતનભાઇ (એડવોકેટ), પારસભાઇના કાકા, જયદીપ (જયભાઇ) ઉદાણી (ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, રાજકોટ)ના પિતા, પીનાના સસરા, આશીના દાદા તા. 18-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-5-2024ના સોમવારે સાંજે 5.30થી 6.30 રાષ્ટ્રીય શાળા રાજકોટ ખાતે.

કલ્યાણ (મુંબઇ) : મૂળ ગામ વીરા (તા. અંજાર) કચ્છના વિશાલગિરિ માધવગિરિ ગોસ્વામી તે માધવગિરિ ગૌરીગિરિ અને ગોદાવરીબેન માધવગિરિ ગોસ્વામીના પુત્ર, ઉર્મિબેનના પતિ, રિદ્ધિ, જયના પિતા, ચેતના, ક્રિષ્ના, અશ્વિન, યોગેશના ભાઇ, જોગેશગિરિ રણછોડગિરિના સાળા, વેલગિરિ, હિંમતગિરિ (ધાણેટી)ના દોહીત્ર, મોહનગિરિ, ગૌરીગિરિ, ચતુરગિરિ, લાલગિરિના ભાણેજ, સવિતાબેન ધીરજગિરિ (ભચાઉ)ના ભત્રીજા, હર્ષ, ભવ્ય, મન, ભૂમિ, વિણાના મામા, વિશ્રામગિરિ નારાયણગિરિ, ધનગિરિ, રેવાગિરિ ગોકુલગિરિ, ભરતગિરિ ચંચલગિરિ, અનુપગિરિ ગૌરીગિરિના ભત્રીજા તા. 17-5-2024ના અવસાન પામ્યા છે, પ્રાર્થનાસભા રવિવારે તા. 19-5-2024ના સાંજે 4થી 6 મુક્તેશ્વર મહાદેવ મંદિર ડમ્પિંગ રોડ, મુલુંડ પશ્ચિમમાં રાખવામાં આવેલી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang