• બુધવાર, 22 મે, 2024

અવસાન નોંધ

ગાંધીધામ : પ્રભુદાસભાઇ પીતાંબરભાઇ વિઠ્ઠલાણી (.. 85) તે સ્વ. પીતાંબરભાઇ વિઠ્ઠલાણીના પુત્ર, દીપેશભાઇ, ચિરાગભાઇ, જલ્પાબેનના પિતા, આરતીબેન, નેહાબેન, પરેશકુમાર વાઘાણીના સસરા તા. 15-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-4-2024ના ગુરુવારે સાંજે 4થી 5 રોટરી હોલ, ગાંધીધામ નગરપાલિકા ઓફિસની સામે, અગ્રવાલ સમાજની બાજુમાં, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : લલિતા કરતાર પોપટાણી (.. 78) (નિવૃત્ત પ્રિન્સિપાલ, મૈત્રી મહાવિદ્યાલય) તે સ્વ. કરતાર આનંદરામ પોપટાણીના પત્ની, હિતેશ કરતાર પોપટાણી (જીસીબી બેંક), સાલીની દેવેન ઓઝા (દુબઇ), સીમા નરેશ ભોજવાણી (અમદાવાદ)ના માતા, સ્વ. સજ્જન આનંદરામ પોપટાણી, નર્મતા સજ્જન પોપટાણીના ભાભી, પુનિત સજ્જન પોપટાણીના કાકી, સીમા હિતેશ પોપટાણી (મોડર્ન સ્કૂલ-ગાંધીધામ), દેવેન લાલજીભાઇ ઓઝા, સ્વ. નરેશ ત્રિકમદાસ ભોજવાણીના સાસુ, વેદિકા, લક્ષ્યના દાદી, યશ, વિનીત, નેહા, દીપેશના નાની, દિલીપ જવાહર વિલાઇટ, નંદ જવાહર  વિલાઇટ, સંજય જવાહર  વિલાઇટ, નિલમ રાજન કેશવાણીના બહેન તા. 16-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું (પ્રાર્થનસભા-પઘડી) તા. 18-4-2024ના ગુરુવારે સાંજે 5.30થી 6 મૈત્રી સ્કૂલ ડોમ, મૈત્રી રોડ, આદિપુર ખાતે.

માંડવી : પૂરબાઇ પોપટ જોગી (ચૌહાણ) (.. 80) તે પોપટભાઇના પત્ની, નરશી, વિશનજી, વિશ્રામ, સુરેશ, રાજેશ, કિશોર, જીવાબેન, શાંતાબેનના માતા, ભરતના મોટામા, પ્રતાપ, પરેશ, રમેશ, કમલેશ, અજય, મિતેશ, જયેશ, લવેશ, નયનના દાદી, તુલસી, રવિ, કિશોર, પંકજના નાની, દામજી ચત્રભુજ અને સ્વ. મનજી પરસોત્તમના સાસુ તા. 17-4-2024ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 19-4-2024ના સાંજે 5થી 6, આગરીની રાત તા. 26-4-2024ના નિવાસસ્થાન સોનલનગર, નાગલપુર રોડ, માંડવી ખાતે.

મુંદરા : મૂળ વારાપદ્ધર બારોઈ-મુંદરાના ચંદ્રકાંત ટોકરશી પાસુભાઈ ગોસર (.. 63) તે રેખાબેનના પતિ, સ્વ. સુંદરભાઈ ટોકરશી ગોસરના પુત્ર, વિજયાબેન વાલજી ગુટકા (લુણી)ના મોટા જમાઈ, સ્વ. રતિલાલ ટોકરશી, રશીલા કાનજી દંડ (લાખણિયા), હીરાચંદના ભાઈ, લતાબેન હીરાચંદના જેઠ, જિતેન્દ્ર કાનજી દંડના મામા, હેમંત, ચેતના, ઉષાના બનેવી, બિરલ અને કોમલ વિશાલના પિતા, વિશાલના સસરા, અંકિતા મેહુલ તથા વેનિલ કમલેશ વીરાના માસા, સાગર તથા પારસના મોટાબાપા, મિહિરના નાના તા. 17-4-2024ના બારોઈ (મુંદરા) મુકામે અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 18-4-2024ના ગુરુવારે સવારે 9.30 કલાકે નિવાસસ્થાન ગાયત્રી નગર,  બારોઈથી નીકળશે. બંને પક્ષે પ્રાર્થનાસભા તા. 20-4-2024ના શનિવારે સાંજે 4થી 5 શીતલા માતાજી મંદિર સંકુલ, તળાવ પાસે, બારોઈ ખાતે.

મુંદરા : કકલ નૂરબાનુ ઓસમાણ ગની (.. 45) તે કકલ ઓસમાણ ગની રહેમતુલ્લાના પત્ની, કકલ સાહિલ, ફૂરકાનના માતા, રહેમતુલ્લા (ગોસમામદ)ના પુત્રવધૂ, . સુલેમાન, . હાજી ઇલિયાસ, હારુન, . અબ્દુલાના ભત્રીજાવહુ, . કાસમ, નૂરમામદ, . મુસ્તાક, સિકંદરના ભાભી, વીરા સુલેમાન આમદ (ભુજ)ના પુત્રી, હનીફ, અકરમના બહેન તા. 17-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-4-2024ના શુક્રવારે સવારે 10થી 11 કાંઠાવાળા જમાતખાના, મુંદરા ખાતે.

કોટડા (ચકાર) આથમણાવાસ (તા. ભુજ) : લલિતભાઇ છગનલાલ ઠક્કર (.. 48) (કચ્છમિત્ર વિતરક) તે ગં.સ્વ. તારાબેન છગનલાલ ઠક્કરના પુત્ર, અલ્પાબેનના પતિ, મુકેશભાઇ (અંબિકા સ્ટોર), રાજુભાઇ (મિત્તલ સ્ટોર), હિનાબેન મજેઠિયાના ભાઇ, સ્વ. ગોવિંદજી ખીમજી અનમ (અંજાર)ના જમાઇ, સ્વ. યોગેશભાઇના બનેવી, મિત્તલ, ધ્વનિ, દીપ, પ્રીત, શ્રુતિના કાકા, સચિન તથા મિહિરના મામા, પુનિતભાઇ ભીંડે, દીપભાઇ તન્નાના કાકા સસરા, સ્વ. ભવાનજી લાલજી (અંબિકા લોજ-ગાંધીધામવાળા)ના ભત્રીજા, નિશા, માનસીના મામાજી, હંસાબેનના દિયર, કાદમ્બરીબેનના જેઠ તા. 17-4-2024ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 18-4-2024ના સવારે 8 વાગ્યે નિવાસસ્થાન કોટડા (.)થી નીકળશે.

અજરખપુર (તા. ભુજ) : ખત્રી જુબેદાબેન જુમ્મા (.. 78) (મૂળ પ્રાગપર) તે રઝિયાબાનુ ઇબ્રાહિમ (રાપર હાલે મુંબઇ), હલીમાબાઇ આરબ (ધમડકા)ના માતા, અબુબકર અલીમહંમદ, ફરીદાબેન જાનમહંમદ (રાપર), જેનબ ઇબ્રાહિમ (ભુજ)ના બહેન, મયુદ્દીન સુલેમાન (ભચાઉ), ઇદ્રીશ સુલેમાન, મુસ્તાક, . જબ્બાર, સિકંદર હબીબ (અજરખપુર)ના મોટીમા તા. 17-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-4-2024ના શનિવારે સવારે 10.30થી 11.30 ખત્રી જમાતખાના, અજરખપુર ખાતે.

રાજપર (તા. માંડવી) : વેલાભાઇ તેજાભાઇ ગુજરિયા (.. 88) તે સ્વ. જશીબેનના પતિ, પરબતભાઇ, સ્વ. કરશનભાઇ, નારણભાઇ, જાનીબેન, હજુબેન, લખીબેન, રાણીબેન, શતીબેનના પિતા, મંગળા, કલ્પના, શીતલ, પુનિશા, લાલજી, પલ્લવી, દીપાલી, સોનલના દાદા તા. 17-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા નિવાસસ્થાને.

ભદ્રેશ્વર (તા. મુંદરા) : જાડેજા નીતુભા હેમુભા (.. 62) તે સ્વ. હેમુભા (ભજનિક)ના પુત્ર, મહિપતસિંહ (રિટાયર્ડ મેજર), નિરુભા હેમુભાના ભાઇ, પરાક્રમસિંહના પિતા, અનિરુદ્ધસિંહના કાકા, મયૂરસિંહ તથા ઋતુરાજસિંહના મોટાબાપુ, પૂર્વદીપસિંહના દાદા તા. 16-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું દરબાર ગઢ ડેલીએ તથા ઉત્તરક્રિયા તા. 26-4-2024ના શુક્રવારે નિવાસસ્થાને.

કણઝરા (તા. મુંદરા) : રાંભઇબેન બાબુભાઇ ગોયલ (.. 68) (મૂળ મોટા બંદરા) તે બાબુભાઇ કચરાભાઇના પત્ની, સ્વ. વાલાભાઇ, લગધીરભાઇ, લખીબેન, ધનુબેનના માતા, મેમાભાઇ, કરશનભાઇ, શંભુભાઇના ભાભી, અરજણ કચરા ગોયલ (કચ્છ મચ્છોયા આહીર સમાજના સહમંત્રી)ના નાના ભાઇના પત્ની, નિખિલ, રશ્મિ, જશુ, શ્રુતિ, કૃશીલના દાદી તા. 16-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન કણઝરા ખાતે.

હિંગરિયા (તા. અબડાસા) : જાડેજા દેવુબા ખીમાજી (.. 50) તે જાડેજા ખીમાજી વેલુભાના પત્ની, વિજયસિંહ, સ્વ. સુરુભા, દક્ષાબા, હેમાબાના માતા, જટુભા, જાલુભા, ધીરજબાના કાકી, સિદ્ધરાજસિંહ, શિવરાજસિંહ, જુવાનસિંહ, રણવીરસિંહ, નંદનીબા, પ્રાચીબાના દાદી, સ્વ. સોઢા મુરુભા પચાણજી (વડવા કાંયા)ના પુત્રી તા. 15-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન હિંગરિયા ખાતે.

દેવપર-યક્ષ (તા. નખત્રાણા) : .....સુ. જ્ઞાતિ ગુલાબભાઇ જાદવજી મકવાણા (.. 61) તે સ્વ. જાદવજી ગોપાલજી મકવાણા તેમજ લક્ષ્મીબેનના પુત્ર, ગં.સ્વ. લીલાબેનના પતિ, દક્ષાબેન, હસ્મિતાબેન, ઉત્તમભાઇ, અશ્વિનભાઇના પિતા, દિનેશભાઇ, નીલેશભાઇ, હીરલબેન, પૂજાબેનના સસરા, સ્વ. રંજનબેન, હીરાલાલ, ઇશ્વરભાઇ, શંભુલાલના ભાઇ, રશ્મિબેન, પરેશભાઇ, રેખાબેન, ધર્મિષ્ઠાબેન, ધર્મેન્દ્રભાઇ, ધવલભાઇના કાકા, નીલમબેન, જિજ્ઞેશભાઇ, બંસીભાઇ, સ્વ. ચંદનીબેન, વિરલભાઇ, તનીષભાઇના મોટાબાપા, ખનક, શ્રિયા, આર્યના દાદા, નરેન્દ્રભાઇ, ભાવનાબેન, નીતિનભાઇના મામા, વંશી, વિશ્વમ, સોમ્યના નાના, સ્વ. પુષ્પાબેન પરસોત્તમ મોઢના જમાઇ, સ્વ. જમનાદાસ, કાન્તિલાલ, શાન્તિભાઈના બનેવી, જેન્તીલાલ કરસનદાસ પરમાર (મંજલ), વીરચંદ વેલજી પરમાર (મથલ)ના વેવાઇ તા. 17-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-4-2024ના શુક્રવારે સાંજે 4થી 5 સતપંથ સમાજવાડી, દેવપર (યક્ષ) ખાતે.

તેરા (તા. અબડાસા) : લોધરા રેહાન લતીબ (.. 8) તે લોધરા લતીબ ઇસ્માલના પુત્ર, ઇસ્માલ મુસા, મામદ મુસા, જુસબ મુસા, લોધરા આદમ (માજી સરપંચ)ના પૌત્ર, જાગોરા હસણ (કોટડા-.)ના દોહિત્ર તા. 16-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-4-2024ના શુક્રવારે સવારે 10 વાગ્યે જામા મસ્જિદ, તેરા ખાતે.

મુધાન (તા. લખપત) : મૂળ પાકિસ્તાન-કાયરો સોઢા સવાઈસિંહ કાનજી (.. 80) તે સ્વ. ભુરજી સવાઈસિંહ સોઢા, હઠુભા, દેવાજી, રામસંગજી, સુરતાજીના પિતા, સોઢા વિક્રમાસિંહ ભુરજી, દિવ્યરાજસિંહ ભુરજીના દાદા, જાડેજા ગોરધનજી, લાખિયારજી, આમરજીના બનેવી, જાડેજા બુધુભા પૃથ્વીરાજસિંહ મગાજીના મામા, જાડેજા લાખિયારજી ખેંગારજી (ગુનેરી)ના સસરા તા. 13-4-2024ના અવસાન પામ્યા છે. આગરી રાત (દીવાની રાત) તા. 23-4-2024ના તથા ઘડાઢોળ (બારમાની વિધિ) તા. 24-4-2024ના નિવાસસ્થાન મુધાન ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang