• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : ખત્રી હાજી સિદીક હાજી અબ્દુલકરીમ (.. 70) (નિવૃત્ત એસ.ટી. વર્કશોપ) તે જુનેદ (ટાટા પાવર), સગુફતા આરીફ (માંડવી), આલિયા અબ્દુલમજીદ (પ્રધાન ફાર્મા-ભુજ)ના પિતા, અહમદ (નિવૃત્ત એસ.ટી. વર્કશોપ), ઇસ્માઇલ (નિવૃત્ત, ચીફ ઓફિસર-સમાજ સુરક્ષા ખાતું), બિલ્કીશ યુસુફભાઇ (વિદ્યુત ટ્રાન્સફોર્મર-આદિપુર), . શાહીદા ઓસમાણ ગની (મુંદરા)ના ભાઇ, ડો. હનીલા (મુહમ્મદી ચેરિટેબલ ટ્રસ્ટ-ભુજ)ના સસરા તા. 16-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-4-2024ના ગુરુવારે સવારે 11થી 12 ખત્રી જમાતખાના ખાતે.

ભુજ : સૈયદ ઉમરશા જુસબશા તે . સૈયદ જુસબશા ભચલશાના પુત્ર, સૈયદ મામદશા ભચલશાના કાકા, સૈયદ હુશેનશા જુસબશા, સૈયદ ગફુરશા જુસબશા, સૈયદ ગુલામશા જુસબશા, સૈયદ કાસમશા જુસબશા, સૈયદ હસમશા મામદશાના ભાઇ, સૈયદ હયાતશાના પિતા, સૈયદ આકીલશા, અમીરશાના દાદા તા. 16-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-4- 2024ના સવારે 10થી 11 કોડકી રોડ, હવામાન ઓફિસ પાસે.

ભુજ : મૂળ ધ્રાંગધ્રાના ગં.સ્વ. ભાનુમતીબેન ખુશકુમાર ડાભી (.. 68) તે ડો. ખુશકુમાર હેમુભાઇના પત્ની, આવૃત્તિ, કૃતિ, વિશાખાના માતા, હરદીપ, દિશા, વિસ્મય, કર્તવ્યના નાની, મહિપતસિંહ સોઢાના સાસુ તા. 13-4-2024ના અવસાન પામ્યા છે.

ભુજ : કુંભાર વારીશ અબ્દુલગની (.. 18) તે . ગનીભાઇ મુંદરાઇના પુત્ર, હાજી અલીમામદ ડાડા, મો. રિજવાન, કુંભાર જૈદના ભાઇ, કુંભાર હનીફ, કુંભાર મામદ, કુંભાર રજાક, કુંભાર કાસમના ભત્રીજા, કુંભાર દાઉદના પૌત્ર તા. 16-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-4-2024ના ગુરુવારે સવારે 10.30થી 11 કુંભાર જમતાખાના, દાદુપીર રોડ, ભીડ નાકા બહાર, ભુજ ખાતે.

ભુજ : મોઢ બ્રાહ્મણ ગં.સ્વ. ચંદ્રિકાબેન જેઠી (.. 100) તે સ્વ. હીરાલાલ ઇશ્વરલાલ જેઠીના પત્ની, સ્વ. ઇશ્વરલાલ જેઠીના પુત્રવધૂ, સ્વ. શંકરલાલ જેઠીના પુત્રી, સ્વ. છોટાલાલ, સ્વ. દેવકુંવરબેનના બહેન, સ્વ. ઝવેરીબેનના ભાભી, સ્વ. હરિઓમપ્રકાશ, સ્વ. અંજનાબેન મગનલાલ જોષી (ભીલડી), સ્વ. પ્રદીપભાઇના માતા, ગં.સ્વ. લક્ષ્મીબેનના સાસુ, ફાલ્ગુનબેન કપિલકુમાર ઉપાધ્યાય (માનકૂવા), અલ્પાબેન નેહલકુમાર પટેલ (અમદાવાદ), સ્વ. જયદીપ, વૈશાલી કલ્પેશકુમાર જાની (ચેન્નાઇ), ખુશ્બૂ મયૂરકુમાર કેશવાણી (મુંબઇ)ના દાદી, ઋષિ, હંસીની, રિશી, હેત, ક્રિતના પરદાદી, મહેન્દ્ર, સંગીતા, માલા, પ્રવીણા, પ્રીતિ, ભાવેશ, બોબીના નાની, કલાબેન સંજયકુમાર મહેતા, ગીતાબેન વિમલકુમાર શાહ, સ્વ. ચેતનાબેન નીતિનભાઇ ગુંસાઇ, અશોક, નરેન્દ્રના ફઇ તા. 15-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-4-2024ના સાંજે 5થી 6 રામેશ્વર મંદિર, ભુજ ઇંગ્લીશ સ્કૂલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ ખાતે.

ભુજ : સરકી અમીનાબેન મોહમ્મહુસેન (.. 93) તે સરકી મોહમ્મદહુસેન (માંડવી)ના પત્ની, જુનેદ સરકી, સરફરાઝ સરકીના માતા, સરકી કાદરભાઇ, સરકી જુસબભાઇના ભાભી, અલ્તાફ જુણેજા (મીઠાપુર)ના સાસુ, . ચૌહાણ ઇબ્રાહિમ આમદ (હોટલવાળા)ના પુત્રી, ચૌહાણ ગુલામ હુસેન, ચૌહાણ ડો. અબ્દુલ ગફુર, ચૌહાણ નઝીર હુસેન, ચૌહાણ અસલમ, ચૌહાણ જાવેદના બહેન તા. 16-4-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 18-4-2024ના ગુરુવારે સવારે 9.30 વાગ્યે હિના પાર્ક-4ની મસ્જિદમાં અને બહેનો માટે નિવાસસ્થાને.

અંજાર : શ્રીમાળી સોની શાંખે કોંઢિયા કાન્તિલાલ (.. 78) તે સ્વ. લક્ષ્મીબેન જીવરાજભાઇ પાનાચંદભાઇ ખંભરાવાળાના પુત્ર, ગં.સ્વ. હીરાબેનના પતિ, સ્વ. નારણજીભાઇ, સ્વ. ગોરધનભાઇ, સ્વ. નર્મદાબેન, સ્વ. ગોપાલજીભાઇ, સ્વ. ચંદુલાલ, મુક્તાબેન, પ્રેમિલાબેનના ભાઇ, સ્વ. હરખચંદ, અમૃતલાલ, રતિલાલના સાળા, સ્વ. શાંતાબેન, ગં.સ્વ. કાશીબેન, ગં.સ્વ. મંજુલાબેનના દિયર, જયેશભાઇ તથા શીતલબેનના પિતા, માલતીબેન તથા સચિનકુમાર (અમદાવાદ)ના સસરા, પ્રભાબેન, રમેશભાઇ, શારદાબેન, નીતાબેન, મયુરીબેન, પ્રવીણાબેન, નયનાબેન, સુરેશભાઇ, જ્યોતિબેન, દીપાબેન, રાજેશભાઇના કાકા, રોહિત, રશ્મિન, હિના, પારૂલ, હેતલ, પૂજા, નિખિલ, ભદ્રેશ, અવની, આકાશ, જીનલ, રિયા, ભવ્ય, ક્રિના, માધવના દાદા, દેવ, મૈશ્વી, જિજ્ઞાસુના નાનાબાપા, કિંજલબેન, હેમાલીબેન, દેવાંશીબેન, મેઘાબેન, કાજલબેન, રાજવીબેન, હાર્દિકકુમાર, હેમાંગકુમાર, હર્ષકુમારના દાદાજી સસરા, સ્વ. નારણજીભાઇ છગનલાલ કલોલિયા (લાખોંદ)ના જમાઇ, સ્વ. કાન્તાબેન, ગં.સ્વ. મંજુલાબેન, વેલજીભાઇ, સ્વ. અરવિંદભાઇ, ભરતભાઇના બનેવી, સ્વ. મંગલજીભાઇ કાલીદાસભાઇ પાટડિયા (ખેડોઇ)ના ભાણેજ તા. 16-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-4-2024ના ગુરુવારે સાંજે 5થી 6 વાગડ સોની સમાજવાડી, માનવ હોટલ પાસે, અંજાર ખાતે.

અંજાર : મારૂ કંસારા સોની હરવદન (રાજુભાઇ) કાન્તિલાલ પોમલ (.. 58) (રિટાયર્ડ પાણી પુરવઠા બોર્ડ-ગાંધીનગર) તે કાન્તિલાલ અને ગં.સ્વ. કાન્તાબેનના મોટા પુત્ર, મીનાબેનના પતિ, સ્વ. ચંદુલાલ દેવજી બગ્ગા (ઢોરી) અને ગં.સ્વ. જશોદાબેનના જમાઇ, સાગર, આકાશના પિતા, પ્રકાશ, પ્રતાપ, જગદીશના મોટા ભાઇ, રશ્મિબેન, કૃપાલીબેનના જેઠ, રાજ, પૂજા, માનસી, જીત, તુલસીના મોટાબાપા, મુકેશ, હસમુખ, નીલેશના બનેવી, મૃદુલાબેન, હેમલતાબેન, શીતલબેનના નણદોયા, હાર્દિક, જય, હેતલ, મિત્તલ, નેહા, જિનલ, નિયતિના ફુઆ, ધવલકુમાર, મિહિરકુમાર, હેન્સી, ક્રિષ્નાના ફુઆજી તા. 15-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-4-2024ના બુધવારે સાંજે 5થી 6 મારૂ કંસારા સોની જ્ઞાતિ સમાજવાડી, ગંગા નાકા, અંજાર ખાતે.

અંજાર : મૂળ ભુવડના ધનજીભાઈ આલાભાઈ બારોટ (સોનરાત) (.. 77) તે કુંવરબેનના પતિ, હંસાબેન સુરેશભાઈ બારોટ, મહેન્દ્રભાઈ બારોટ, જયદીપભાઇ બારોટના પિતા, હરિભાઈ આલાભાઇ  બારોટ, શાન્તિલાલ આલાભાઈ, રાધાબેન બાબુભાઈ બારોટના મોટા ભાઇ, મંજુલાબેન હરિલાલ બારોટ, કલ્પનાબેન શાન્તિલાલભાઇના જેઠ, બારોટ હિતેન, બારોટ જિતેન્દ્રભાઇના મોટાબાપુ, સુરેશભાઈ બાબુભાઈ બારોટ, જયશ્રીબેન મહેન્દ્રભાઈ બારોટ, પ્રીતિબેન જિતેન્દ્રભાઇ બારોટ, કોમલબેન હિતેનભાઇ બારોટના સસરા, હરિલાલભાઇ રવજીભાઈ અને લાલજીભાઇના બનેવી, બારોટ કશિષ, ભૂમિ, જય (શિવ), પ્રિત, ધૈર્યરાજ, મિતાલી, માનવી, કિષનરાજના દાદા, દેવાંગી તરૂણભાઇ બારોટ, પ્રાચી, ત્રિસા, વૃત્તિ (ગોપી), રૂદ્રરાજ, યશ, રિયા, આર્ય, સ્વરાજ, હિલોરના નાના તા. 15-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું (ઉઠમણું) તા. 18-4-2024ના ગુરુવારે સાંજે 5થી 6 ચામુંડા માતાજી મંદિરની સામે, ચામુંડા સોસાયટી, નયા અંજાર ખાતે.

માંડવી : મૂળ ભાડઈના બ્રહ્મક્ષત્રિય પરમાનંદ (શંકરડાડા) (.. 79) તે સ્વ. રતનબેન લાલજી પાતારના પુત્ર, દમયંતીબેનના પતિ, હિંપેશ (વી. કોંક્રિટ બિલ્ટ પ્રા. લિ.-કેરા), હર્ષિદા (પપી) મહેશ છાટબારના પિતા, રંજન હિંપેશ (શિક્ષિકા, એસ.કે. વર્મા બાબાવાડી-માંડવી), મહેશ હરિલાલ છાટબારના સસરા, વેદાંશીના દાદા, રામજી માધવજી ધાંધા (અંગિયા)ના જમાઇ, સ્વ. બચુબેન ઇશ્વરલાલ ટાટારિયા, સરસ્વતીબેન વસંતલાલ ધડા, પ્રભાબેન (બબીબેન) દયારામ કારાતેલા, હેમલતા હરેશ લિયાના ભાઇ, દામોદર જેઠા મામતોરા (કાલીવાળા)ના દોહિત્ર તા. 15-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-4-2024ના ગુરુવારે સાંજે 4.30થી 5 માણેક હોલ, રંગચુલી, સાંજીપડી ખાતે.

માંડવી : મૂળ ફરાદીના શ્રીમાળી બ્રાહ્મણ ગિરધરલાલ કેશવજી ત્રિવેદી (.. 89) તે સ્વ. વાસંતીબેનના પતિ, મુકેશ (જલારામ રોટલા કેન્દ્ર), નીતા બિપીન કવિ (અમેરિકા)ના પિતા, રીટાબેન (માજી કાઉન્સિલર)ના સસરા, સ્વ. અનંતરાય, સ્વ. ગુલાબરાય, સ્વ. દયાબેન પ્રતાપરાય ઓઝા (અમદાવાદ), સ્વ. પુષ્પાબેન દામોદર ત્રિવેદી (જામનગર), સ્વ. ધીરજબેન જેન્તીલાલ ત્રિવેદી (અમદાવાદ)ના ભાઇ, સરોજબેન વિનોદરાય મહેતા (મુંબઇ)ના બનેવી, સ્વ. જયાબેન નટવરલાલ ત્રિવેદી (મુંબઇ)ના જમાઇ, હિરલ રાજન જોશી (માંડવી), લેહ (ઇશા) સુમિત ઓઝા (સોલાપુર)ના દાદા તા. 15-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-4-2024ના ગુરુવારે સાંજે 5થી 6 ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજવાડી, બાબાવાડી ખાતે ભાઇઓ તથા બહેનો માટે.

માંડવી : ચેતન હીરાલાલ શિયાળવાલા (.. 54) તે વાલીબેન હીરલાલના પુત્ર, ભૂમિ, ઉર્વી, બંસીના પિતા, મેહુલના સસરા, ક્રિશ્નવીના નાના, કાંતિભાઇ, હરેશભાઇ, મનોજભાઇ, ભગવાનભાઇ, ભાવેશ, નર્મદાબેન, પુષ્પાબેન, ભગવતીબેન, અંજનાબેનના ભાઇ, સ્વ. નલિનીબેન, હેમલતાબેન, જ્યોત્સનાબેન, ભાવનાબેન, શીતલબેનના દિયર, વિરજીભાઇ, કેશવજીભાઇ, કરશનભાઇ, લાલજીભાઇ, મોતીભાઇ, લીલીબેન, લીલાવંતીબેનના ભત્રીજા તા. 15-4-2024ના અવસાન પામ્યા છે. ઉઠમણું ભાઇઓ તથા બહેનોનું સાથે તા. 17-4-2024ના સાંજે 4થી 5 ખારવાની મઢી ખાતે.

માંડવી : કોરેજા ફાતમાબાઇ મામદ (.. 70) તે . મામદ ઇબ્રાહિમના પત્ની, આમદ (માજી કાઉન્સિલર), રમજુ, સકીલ, રજાકના માતા તા. 16-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-4-2024ના ગુરુવારે સવારે 10થી 11 ધોબી જમાતખાના, માંડવી ખાતે.

રાપર (વાગડ) : કાનજીભાઈ રતનદાસ સાધુ (.. 47) તે રતનદાસ ભાવદાસ સાધુ તેમજ પાર્વતીબેનના પુત્ર, હંસાબેનના પતિ, રમેશ, નારણ, અમર સાધુ, દયાબેન, સોનલબેનના મોટા ભાઈ, રોહિત, પૂજા, રાજ, અજયના પિતા, ભૂમિ, ડિમ્પલ, વૈશાલીના મામા, પરસોત્તમ કુંવરજી કાપડી (મોડવદર)ના જમાઈ તા. 14-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-4-2024 ગુરુવારે સાંજે 4થી 5 ચામુંડા માતાજી હોલ, ઉલેટવાસ, રાપર ખાતે. પૂજન અને 13મું તા. 26-4-2024ના નિવાસસ્થાન ઉલેટવાસ, માંડવી ચોક, રાપર (વાગડ) ખાતે.

કુકમા (તા. ભુજ) : સૈયદ જમનશા કાસમશા (ઉર્ફે મમુબાપુ) (.. 37) તે . સૈયદ કાસમશાના પુત્ર, સૈયદ હબીબશા, અકબરશા, સબીરશાના ભાઈ, સૈયદ કાસમશા આલમશાના જમાઈ તા. 15-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ- જિયારત તા. 17-4-2024ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાને દાતાર પીર કોલોની, કુકમા ખાતે.

સિનુગ્રા (તા. અંજાર) : કાન્તાબેન કેશવજી ચાવડા (.. 90) તે ભગવતભાઇ (ચકુ), ઉર્મિલાબેનના માતા, ભારતીબેનના સાસુ, તેજસ, મૌસમીના દાદી, ભક્તિબેનના દાદીસાસુ, મૌનિકાબેન ચૌહાણના નાની, અમૃતલાલ ભાણજીભાઇ ચૌહાણ, પ્રભુલાલ ભાણજીભાઇ ચૌહાણ, કુસુમબેન ભૂપેન્દ્રભાઇ સાવરિયાના બહેન તા. 15-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-4-2024ના સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, સિનુગ્રા ખાતે.

પીપરી (તા. માંડવી) : સંગાર લધાભાઇ મીઠુભાઇ સુઇયા (.. 67) તે સ્વ. હાસબાઇ મીઠુભાઇના પુત્ર, સ્વ. પુરબાઇ કરશન ભર્યા, જુમાબાઇ મંગલ સરવૈયા, વાગજીભાઇ, હીરાલાલ, સ્વ. દેવજીભાઇ, હાજાભાઇ, શિવજીભાઇ, વેલજીના ભાઇ તા. 16-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 17-4થી 19-4 સુધી વાગજીભાઇ મંગલભાઇ જમાદારની આલિયાણ વાડી ખાતે.

મોટી ઉનડોઠ (તા. માંડવી) : ખલીફા શરીફાબાઇ સુલેમાન (.. 62) તે સુલેમાન હાસમના પત્ની, દાઉદ, મામદ, સતાર, અલીમામદ, અબ્દુલના ભાભી, ફકીરમામદ, શૌકત, મજીદના માતા, સલીમ ઓસમાણના સાસુ, . સિધિક ઇશાકના પુત્રી તા. 16-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-4- 2024ના સવારે 10.30થી 11.30 નિવાસસ્થાને.

બાડા (તા. માંડવી) : મૂળ પાંચોટિયાના આસબાઈ કાનિયા ગઢવી (કારાણી) (.. 83) તે લક્ષ્મણ, માલબાઈ, ધનબાઈના માતા, ધવલ, પ્રકાશ, અંજલિબેનના દાદી તા. 15-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 16, 17, 18-4ના નિવાસસ્થાન બાડા (કરણ નગર) ખાતે. ઉત્તરક્રિયા (પાણીવાર) તા. 25-4-2024ના ગુરુવારે તે સ્થળે.

મોટા આસંબિયા (તા. માંડવી) : કુંભાર રઝાક ઓસમાણ (.. 26) તે કુંભાર ઓસમાણ ઇબ્રાહિમના પુત્ર, . ઇબ્રાહિમ ભચુ અને કાસમ ભચુના પૌત્ર, દાઉદ ઇબ્રાહિમના ભત્રીજા, મોહસીન, સલીમ, મહોમદ હુસેનના ભાઇ તા. 16-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-4-2024ના ગુરુવારે 10થી 11 મોટા આસંબિયા જમાતખાના ખાતે.

સાભરાઇ : ગોસ્વામી જગદીશગિરિ હરિગિરિ (.. 45) તે બચુબાઇ હરિગિરિના પુત્ર, ગં.સ્વ. મીનાબેનના પતિ, મીતગિરિ, ધ્રુવગિરિના પિતા, સ્વ. પપ્પુગિરિ, મનોજગિરિ, ધીરજગિરિ, મંજુબેન જગદીશભાઇ, શાંતાબેન હીરાગિરિ, કલ્પનાબેન હરિગિરિ, કમુબેન રાજુભાઇના ભાઇ, નૈતિક, યશ, દક્ષ, સાક્ષીના મોટાબાપા, વૈશાલીબેન, હરેશ, રિંકલબેન, જય, રમેશ, રાજા, હરેશ, દિનેશ, હિતેશ, કિશન, પૂજાના મામા, સ્વ. બુદ્ધભારથી શ્યામભારથી, શંભુભારથી શ્યાભારથીના ભાણેજ, ગં.સ્વ. મણિબેન રમેશભારથી ગોસ્વામી (હાલે કોટડી મહાદેવપુરી)ના જમાઇ, સંતોષભારથી, મનીષાબેનના બનેવી તા. 14-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષ (માવતર પક્ષ અને સાસરા પક્ષ)ની પ્રાર્થનાસભા તા. 18-4-2024ના ગુરુવારે બપોરે 3થી 4 નિવાસસ્થાન આશાપુરા મંદિરની બાજુમાં.

મોટા કપાયા (તા. મુંદરા) : મૂળ દહીંસરાના ગૌતમ પ્રવીણભાઈ આયડી (મહેશ્વરી) (.. 23) તે સવિતાબેન પ્રવીણભાઈના પુત્ર, સામતભાઈ, સ્વ. મેઘજીભાઈ, સ્વ. ધરમશીભાઈ, નેણબાઈ જસાભાઈ ડોરૂના ભત્રીજા, રમેશભાઈ મેઘજીભાઈ, કરશનભાઈ સામતભાઈ, પ્રેમજીભાઈ મેઘજીભાઈ, રતનભાઈ સામતભાઈ, નરેશભાઈ ધરમશીભાઈ, કાનજીભાઈ મેઘજીભાઈ, સુનીલભાઈ ધરમશીભાઈ, બિપીન પ્રવીણભાઈ, કલ્પના પ્રવીણભાઈ આયડી, માનબાઈ દામજી ધેડાના ભાઈ, દામજી ખેરાજ ધેડા (સાડો)ના સાળા, હીરજી મગનભાઈ ગચ્ચા, લાલજીભાઈ મગનભાઈ ગચ્ચાના ભાણેજ તા. 15-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને.

નાના નખત્રાણા : બળિયા વિશ્રામભાઇ (.. 60) તે સ્વ. ઉમરાબાઇ તથા સ્વ. સુમાર ડાયાભાઇ બળિયાના પુત્ર, ધનીબેનના પતિ, હમીરભાઇ, સ્વ. દેવજીભાઇ, લખીબેન હીરજી (ઝુરા), સ્વ. ગંગાબેન નાનજીભાઇ (નારાણપર)ના ભાઇ, બાબુભાઇ, કાનજીભાઇના કાકાઇ ભાઇ, ગંગાબેન શિવજી (ભુજ), હરિલાલ, જીતુભાઇ, નવીનભાઇના પિતા, વિરજીભાઇ, ગોવિંદભાઇના ભત્રીજા, સ્વ. મંગા રામાના જમાઇ, પચાણભાઇના બનેવી તા. 16-4-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 20-4- 2024ના સાંજે, ઘડાઢોળ (પાણી) તા. 21-4-2024ના સવારે નિવાસસ્થાને નાના નખત્રાણા ખાતે.

ચાવડકા (તા. નખત્રાણા) : સોઢા ગુલાબસિંહ ચમનસિંહ (.. 95) તે ચતુરસિંહ, કાનજી, ભૂરાજીના કાકાઇ ભાઇ, સોઢા હેમરાજજીના મોટાબાપા, જાડેજા સ્વ. સોમાજી ખાનજી પતુભા રાણાજી, સુખાજી ભગવાનજી, સ્વ. નેતુભ વક્તાજીના સસરા, હિંમતસિંહ, દિલાવરસિંહ, સ્વરૂપસિંહ સુરુભાના નાના તા. 16-4-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 26-4-2024ના સાંજે, ઘડાઢોળ તા. 27-4-2024ના શનિવારે સવારે, સાદડી ખાનજી રાણાજીના નિવાસસ્થાન ચાવડકા?ખાતે.

આમારા (તા. નખત્રાણા) : સોઢા ગીતાબા મદનસિંહ (.. 50) તે સોઢા મદનસિંહના પત્ની, સોઢા ઘનશ્યામસિંહ, નરેન્દ્રસિંહ, વંદનાબા વીરભદ્રસિંહ (નલિયા)ના માતા, પ્રતિપાલસિંહ, કરણસિંહના દાદી, જાડેજા લાખુભા વખુભા (ફરાદી)ના પુત્રી, સોઢા નવલસિંહ, કનકસિંહ, દશરથસિંહ, કિરીટસિંહના ભાભી તા. 16-4-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 27-4-2024ના દરબારગઢ, આમારા ખાતે.

સાંયરા-યક્ષ (તા. નખત્રાણા) : ગોસ્વામી વસંતગિરિ ભગવાનગિરિ (.. 48) તે દયાગૌરી ભગવાનગિરિના પુત્ર, રેખાબેનના પતિ, વૈભવ અને કશ્યપના પિતા, રેખાબેન ઇશ્વરગિરિ (ખોંભડી), સ્વ. ગીતાબેન કપિલગિરિ (અંગિયા), મીનાબેન ધવલગિરિ (જામનગર), દયાલગિરિ (ભુજ), ચમનગિરિ (દેવપર), લીલાબેન ઇશ્વરપુરી (દરશડી), ચંદ્રિકાબેન અભયગિરિ (નલિયા), નીતાબેન નવીનગિરિ (મંગવાણા), કપિલાબેન પ્રતાપગિરિ (અંજાર), સ્વ. દિલીપગિરિ તથા મનોજના ભાઇ, સ્વ. મોતીગિરિ, ભવાનગિરિ (વડોદરા), સામાબેન સામભારથી (ગડા), સ્વ. લાલબાઇ માધવગિરિના ભત્રીજા, પુષ્પાબેન હસમુખભારથી (વર્માનગર)ના જમાઇ, રસીલાબેનના જેઠ, ગં.સ્વ. ઉષાબેન જિતેન્દ્રગિરિ (રવાપર), ગં.સ્વ. ભારતીબેન હિંમતગિરિ (છાડુરા), ભાસ્કરભારથી (મુંદરા), ભરતભારથી (વર્માનગર), સંકેતભારથી (મુંદરા)ના બનેવી તા. 16-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-4-2024ના ગુરુવારે બપોરે 3થી 4 સાંયરા-યક્ષ વિષ્ણુ સમાજવાડી, હીરાગર મઢી, સાંયરા-યક્ષ ખાતે તેમજ ધાર્મિકર્કિયા તા. 27-4-2024ના શનિવારે નિવાસસ્થાન સાંયરા ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : હાલે ઇન્દોર (.પ્ર.) કડવા પાટીદાર રતનશીભાઇ કરશનભાઇ બાથાણી (પોકાર) (.. 71) તે ધનાબેનના પતિ, સ્વ. કરશનભાઇ ભાણજીના પુત્ર, પ્રહલાદ, ગૌરવ, મમતાબેનના પિતા, સ્વ. જીવરાજભાઇ, સ્વ. અંબાલાલભાઇ, રવજીભાઇ, હરિભાઇ, તુલસીભાઇ, વાલજીભાઇ, છગનભાઇના ભાઇ, સ્વ. વિરજીભાઇ (આદિપુર), તુલસીભાઇ (ભોપાલ), પરસોત્તમભાઇ (વિરાણી), વિઠ્ઠલભાઇ, વીરેન્દ્ર (ઇન્દોર)ના કાકાઇ ભાઇ તા. 15-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 18-4-2024ના ગુરુવારે સવારે 8.30થી 10.30 ખેતાણી ભુવન, પાટીદાર સમાજ બાલમંદિર, મોટી વિરાણી ખાતે.

મુલુંડ (વેસ્ટ) મુંબઇ : મૂળ ભુજના કચ્છી લોહાણા ડોલરભાઈ શિવજી (.. 67) તે સ્વ. મણિબાઇ શિવજી ભગવાનજી ઠક્કરના નાના પુત્ર, ગં.સ્વ. પ્રતિમાના પતિ, લક્ષ્મીબેન શામજી મડિયારના નાના જમાઇ, જાદવજી મોનજી સેજપાલ (ભુજ)ના દોહિત્ર, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. પ્રભુદાસ, દેવેન્દ્રભાઇ, ધીરજ, અનુસ્યાબેન મહેન્દ્રભાઇ, સુશીલાબેન મહેન્દ્રભાઇ આઇયાના નાના ભાઇ, સ્વ. નિર્મળાબેન, સ્વ. દમયંતીબેન, હસુમતીબેન, તરલિકા (ટમાબેન)ના દિયર તા. 13-4-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

રાજકોટ :  દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન નીલાબેન (.. 94) તે ભરતભાઈ રતિલાલ પારેખ (હાલ  બેંગ્લોર)ના પત્ની, લીલાવતી ભાણજી ભગવાનદાસ પારેખ (ચેન્નાઈ)ના પુત્રી, કિશોર અને પ્રવીણના ભાભી, જયેશ?નીતા, મીતા?હરેશ દફ્તરી, સીમા?જયકાંત પારેખના માતા તા. 15-4-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang