• શનિવાર, 20 એપ્રિલ, 2024

અવસાન નોંધ

ભુજ : કલ્યાણેશ્વરનગર (ગડા પાટિયા) દિનેશભાઇ બેચરલાલ પાલીવાડ (.. 83) તે ગં.સ્વ. જમાનાબેન બેચરલાલ વેલજી પલીવાડના પુત્ર, સ્વ. અરાવિંદભાઈ, સ્વ. બિપીનભાઈ, સ્વ. તારાબેનના ભાઈ, ગં.સ્વ. દમયંતિબેનના પતિ, ગં.સ્વ. અમિતાબેનના દિયર, ગં.સ્વ. ભારતીબેનના જેઠ, વિપુલ, કેનીલ, ફોરમના પિતા, ગાયત્રીબેન, સોનિયાબેનના સસરા, સુહાની, ક્રીશીવના દાદા, દેવાંશ, ધૈવન, ગરિમાના નાના, ગં.સ્વ. જ્યોતિબેન, ફાલ્ગુની, ધ્રુપદ, દીપાના કાકા, ગં.સ્વ. ચંદાબેન ભગવાનજી ચાપસી જોશીના જમાઈ, મહેશભાઈ, જયેશભાઇ, ભાવેશભાઈ, દક્ષાબેનના બનેવી તા. 31-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-4- 2024ના બુધવારે સાંજે 4થી 5 યક્ષ મંદિર હોલ, માધાપર, તા. ભુજ ખાતે.

ભુજ : મૂળ બિહાર પટણાના શંકરદયાલ દદારથલાલ સિંહા (.. 68) તા. 29-3-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નથી.

ગાંધીધામ : ઇબ્રાહીમ આદમ મુરુ (.. 71)?(નિવૃત્ત-ઇફ્કો કંડલા) તે રજાકઅલી, રોશનબાનુના પિતા, . આદમ રમદાન (ટૂંડા)ના પુત્ર, . ઇસ્માઇલના ભાઇ, . આમદ, . ભચુભાઇના ભત્રીજા તા. 1-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-4-2024 બુધવારે અસર નમાજ બાદ મદિના મસ્જિદ, સપનાનગર, ગાંધીધામ ખાતે. બેસણું તા. 4-4-2024ના સાંજે 5થી 6 જગજીવન સમાજવાડી, ગાંધીધામ ખાતે.

અંજાર : સંગીતાબેન (.. 56) તે જયંતીલાલ દેવશીભાઈ પલણના પત્ની, દેવશીભાઈ કરમશીભાઈ પલણ (ટેક્સીવાળા), કનૈયા (ટૂર્સ ટ્રાવેલ્સવાળા)ના પુત્રવધૂ, વિજયભાઈ (કાઉન્સિલર, અંજાર નગરપાલિકા), વિનોદભાઈ, કનૈયાલાલ, નીતાબેન યોગેશભાઈ દાવડાના ભાભી, ચેતનાબેન, હીનાબેનના દેરાણી, કાજલબેનના જેઠાણી, આનંદ, પાર્થ, ઓમ, કેવલ, ક્રિમાલીના કાકી, રીનાબેન સૌમ્યકુમાર રાજદે, સોનલબેન નરેશભાઈ ગોસ્વામીના કાકી તા. 1-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-4-2024ના બુધવારે સાંજે 5થી 6 મહાજનવાડી, અંજાર ખાતે.

અંજાર : ભૂપતાસિંહ રઘુભા ઝાલા (.. 71) મૂળ અંજારના તે સ્વ. રઘુભા ટપુભા ઝાલાના પુત્ર, યુવરાજાસિંહના  પિતા, પ્રતિપાલાસિંહના દાદા, રસિકાસિંહ, સુખદેવાસિંહ, ગુલાબાસિંહ, વિક્રમાસિંહના ભાઇ, હિતેન્દ્રાસિંહ, રામદેવાસિંહના કાકા, મહાવીરાસિંહ, રવિરાજાસિંહ, નિકુલાસિંહ, જયપાલાસિંહ, હરદીપાસિંહના મોટાબાપુ તા. 1-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-4-2024ના શુક્રવારે સાંજે 5થી 6 ક્ષત્રિય સમાજવાડી, ભગતાસિંહ ચાર રસ્તા પાસે, અંજાર ખાતે.

માંડવી : કચ્છી ભાટિયા સાવિત્રીબેન ખટાઉ વેદ (.. 80) તે સ્વ. લક્ષ્મીબેન ખટાઉ વેદના પુત્રી, સ્વ. હેમલતા કનકસિંહ વેદના નણંદ, દમયંતીબેનના બહેન, અર્ચના ચેતન વેદ તથા લક્ષા અક્ષય જાનીના ફઇ તા. 31-3-2024ના મુંબઈ મુકામે અવસાન પામ્યા છે. સર્વે લૌકિક વ્યવહાર બંધ છે.

નખત્રાણા : કડવા પાટીદાર વેલજીભાઇ શિવજીભાઇ પાંચાણી (.. 67) તે સ્વ. પુરીબેન શિવજીભાઇ જશાભાઇ પાંચાણીના પુત્ર, જશોદાબેનના પતિ, હીરાબેન (વિરાણી મોટી), સ્વ. લીલાબેન (જયપુર), ગંગાબેન (પૂણે), લક્ષ્મીબેન (વિશાખાપટ્ટનમ), રુક્ષ્મણીબેન (નખત્રાણા), નર્મદાબેન (નખત્રાણા)ના ભાઇ, કિશોરભાઇ (સેલવાસ), વસંતભાઇ (હૈદરાબાદ), લીલેશભાઇના પિતા તા. 30-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 2-4 અને 3-4 મંગળવાર અને બુધવારે સવારે 8.30થી 10.30 અને બપોરે 3.30થી 5.30 નિવાસસ્થાન સરદાર નગર, જાડાય રોડ, જૂનાવાસ નખત્રાણા ખાતે.

માધાપર : ગં. સ્વ. સાવિત્રીબેન હીરાલાલ જોશી તે સ્વ. હીરાલાલ ઇશ્વરલાલના પત્ની, સ્વ. નર્મદાબેન ઇશ્વરલાલના પુત્રવધૂ, સ્વ. બચુબેન રવજી જોશી (આમરડી)ના પુત્રી, સ્વ. મણિબેન, સ્વ. હરીબેન, સ્વ. ધીરજલાલ રવજી જોશી (આમરડી)ના બહેન, જોશી દિનેશભાઇ (અગરબત્તીવાળા), જોશી દીપકભાઇ (માધાપર), ગં.સ્વ. વસંતબેન (અંજાર), ગં.સ્વ. દમયંતીબેન (મિરજાપર), ભાવનાબેન (અંજાર), કાન્તાબેન (ભચાઉ), સ્વ. દક્ષાબેન (અંજાર)ના માતા, રંજનબેન, રજની, સ્વ. કિશોરકુમાર વ્યાસ (અંજાર), સ્વ. અશોકકુમાર પંડયા (મિરજાપર), ગૌતમ વ્યાસ (અંજાર), ધીમંતકુમાર પંડયા (ભચાઉ), હસમુખ વ્યાસ (અંજાર)ના સાસુ, કપિલા (માધાપર), પ્રીતિ (વોંધ), દર્શન (હરસિદ્ધિ પ્રિન્ટર-માધાપર), હિતેષ, ઝીલ, હેન્સીના દાદી, હેતલબેન, કિરણબેન (માધાપર), હિમાંશુ જોશી (માધાપર), ભાવેશ પંડયા (વોંધ), રામ રાવલ (માધાપર)ના દાદીસાસુ, અભય તથા શિવાંશના પરદાદી, ડો. દીપેશ વ્યાસ (અંજાર), વૈભવ વ્યાસ (નાયબ મામલતદાર-ભુજ), હિમાંશુ પંડયા (મિરજાપર), જિજ્ઞેશ પંડયા (આઇ.ટી.આઇ. ગાંધીધામ), જાનકી સોની (ભુજ), નયન વ્યાસ (અંજાર), ઝલક પંડયા (ભચાઉ)ના નાની, નીમા વ્યાસ, સીમા વ્યાસ, અલ્પા પંડયા, કવિતા પંડયા, પ્રિયા વ્યાસના નાનીસાસુ તા. 1-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-4-2024ના ગુરુવારે સાંજે 5થી 6 ઔદિચ્ય બ્રહ્મસમાજ (નારાયણવાડી), જી..બી. ઓફિસની સામે, માધાપર ખાતે.

માધાપર : મૂળ મંજલના સાવિત્રીબેન કૌશિકલાલ પંડયા (.. 82) તે સ્વ. કૌશિકલાલ આણંદજી પંડયાના પત્ની, જયશ્રીબેન પ્રિતમલાલ વ્યાસ (નખત્રાણા), સ્વ. વનિતાબેન જનકરાય પંડયા (ગઢશીશા), હિતેષ, સ્વ. ગિરીશના માતા, નૂતનબેનના સાસુ, હર્ષના દાદી, સ્વ. ગૌરીબેન લક્ષ્મીશંકર વેદાંત (કોડાય)ના પુત્રી, રમેશભાઇ, સ્વ. ચંદ્રકાન્ત, સ્વ. ગીતાબેન, સ્વ. ભારતીબેન મુકેશભાઇના બહેન, સ્વ. ચુનીલાલ આણંદજી પંડયા, સ્વ. છગનલાલ, સ્વ. લાભશંકરના નાના ભાઇના પત્ની, સ્વ. પ્રેમિલાબેન, ગં.સ્વ. નવલબેનના દેરાણી, સ્વ. અશ્વિનભાઇ, અરવિંદભાઇ, શૈલેશભાઇ, મંજુલાબેન, ભાનુબેન, પુષ્પાબેન, સ્વ. પ્રતિમાબેન, સંધ્યાબેન, પ્રભાબેન, રીટાબેનના કાકી, ચિતલ અભિષેકકુમાર ઝાલા, ઉર્મિલ, ડેનિસ, વિભુતી, હર્ષલના નાની તા. 1-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-4-2024ના બુધવારે સાંજે 4.30થી 5.30 ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડી, શિવકૃપાનગર, ભુજ ખાતે.

કુકમા (તા. ભુજ) : કાંતાબેન શિવજીભાઇ ચૌહાણ (રિ. મહિલા પોલીસ) (.. 85) તે રમેશભાઇ શિવજીભાઇ ચૌહાણ (કે.એલ.ટી.પી.એસ. વર્માનગર), જયાબેન રાઠોડ, મોહિનીબેન વરૂ, સ્વ. ચંદુભાઇ, ઇન્દિરાબેન, અનસૂયાબેનના માતા, ધનગૌરીબેન રમેશભાઇ ચૌહાણના સાસુ, પીનાક, મીનલ, મનીષાના દાદી તા. 31-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 3-4-2024ના સાંજે 5થી 6 મિત્રી સમાજવાડીમાં.

મખણા (તા. ભુજ) : રબારી લખીબેન (.. 70) તે પચાણનાથ બાપુના પત્ની, સ્વ. મિણાબેન, સ્વ. દેવાભાઇ, રવાભાઇના માતા, કરમશીભાઇ, રાણાભાઇ, જેસાભાઇ, લાખાભાઇના ભાભી, સ્વ. મંગલભાઇ, દેવાભાઇ, રામાભાઇ, હીરાભાઇ, જેસાભાઇ (સણોસરા), પાલીબેન રાણા (ઘોડાલખ)ના બહેન તા. 31-3-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 10-4-2024ના બુધવારે તથા ઘડાઢોળ તા. 11-4-2024ના ગુરુવારે તથા બેસણું નિવાસસ્થાન મખણા ખાતે.

માનકૂવા (તા. ભુજ) : મૂળ મોટી ખોંભડીના જાડેજા ધરમબા પ્રતાપસિંહ (.. 70) તે પ્રતાપસિંહ ચાંદાજી જાડેજા (તિલાટ)ના પત્ની, સ્વ. મહેન્દ્રસિંહ જીતુભા જાડેજા, દિલાવરસિંહ જીતુભા જાડેજા, ફતેસિંહ ચાંદાજી જાડેજાના ભાભી, નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા, મીનાબા રાજદીપસિંહ જેઠવા (ગોસા-પોરબંદર)ના માતા, મહિપતસિંહ હનુભા ચુડાસમા (ગળપાદર), રાજદીપસિંહ ધીરુભા જેઠવા (ગોસા-પોરબંદર)ના સાસુ, ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, હરપાલસિંહ દિલાવરસિંહ જાડેજા, મયૂરસિંહ ફતેસિંહ, જયપાલસિંહ ફતેસિંહ, સ્વ. યુવરાજસિંહ દિલાવરસિંહ જાડેજા, દક્ષાબા મહિપતસિંહ ચુડાસમા (ગળપાદર)ના ભાભુ, જાડેજા શક્તિસિંહ, જાડેજા યશરાજસિંહ, જાડેજા વંશરાજસિંહ, જાડેજા શ્રુતિબા, જાડેજા જાનવીબા, જાડેજા ઋત્વીબાના દાદી તા. 31-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 4-4-2024ના ગુરુવારે સવારે 9થી 12 નિવાસસ્થાન કોડકી રોડ, જૂનાવાસ, માનકૂવા ખાતે.

કોટડી-મહાદેવપુરી (તા. માંડવી) : હાલે દુર્ગાપુર-નવાવાસ વાળંદ મધુબેન (.. 71) તે મીઠુભાઇ ભીમજીભાઇ ચૌહાણના પત્ની, કિશોરભાઇ, દિનેશભાઇ, સ્વ. સુરેશભાઇ, દક્ષાબેન કિશોરભાઇ રાઠોડ (દેશલપર), ઉષાબેન ચિમનલાલ રાણવા (નખત્રાણા)ના માતા, દમયંતીબેન કિશોરભાઇના સાસુ, જયદીપ, કાજલના દાદી, સ્વ. કાકુભાઇ તથા સ્વ. બુદ્ધિલાલના પુત્રવધૂ, ગોવિંદભાઇ, જેઠાલાલ, સ્વ. શામજીભાઇ, સ્વ. ભચુભાઇ, શાન્તાબેન બુદ્ધિલાલ રાણવા (મંગવાણા), કમળાબેન કરમશીભાઇ રાઠોડ (નેત્રા)ના ભાભી, ભટ્ટી કાનજીભાઇ (નલિયા)ના પુત્રી, મણિલાલભાઇ, રતિલાલ, વિઠ્ઠલભાઇ, રમેશભાઇના બહેન તા. 31-3-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 2-4-2024ના મંગળવારે સવારે 9થી 5 ગંગેશ્વર મહાદેવ મંદિર, દુર્ગાપુર-નવાવાસ, તા. માંડવી ખાતે. (રડવાનું બંધ છે.)

ગઢશીશા (તા. માંડવી) : રાધાબેન ગાવિંદભાઈ ગોહિલ (ગાડલિયા) (.. 85) તે સ્વ. ગાવિંદભાઈ કારાભાઈના પત્ની, વિરજીભાઈ, બાબુભાઈ, વિશ્રામભાઈ, ધનજીભાઈ, વિરાબેન, માણેકબેનના માતા, દેવુબેન, મમતાબેન, દેવુબેન, સુમિત્રાબેનના સાસુ, મહેશભાઈ, અમૃત, ભૂપેન્દ્ર, નવીન, સચિન, ધ્રુવ, પાયલ, કાજલ, આનંદી, લક્ષ્મી, ભૂમિ, ધરાના દાદી, કલ્યાણભાઈ, ભીમજીભાઈ, હીરાભાઈ, વિશ્રામભાઈ, ભરતભાઈના મોટીમા, હપાભાઈ પ્રેમજીભાઈ ડાભી, સેધાભાઈ સરદારભાઈ સોલંકીના સાસુ, ભરતભાઈ હીરાભાઈ ચૌહાણ, રેખાબેન મહેશભાઈ ગોહિલના દાદીસાસુ, નરેશભાઈ, વિષનુ, કાનો, કાવના નાની, મોહિનીના પડદાદી, હાર્દિક, જયદીપના પડનાની તા. 31-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-4-2024ના મંગળવારે બપોરે 3થી 6 નિવાસસ્થાન પ્રતાપનગર ખાતે.

બરાયા (તા. મુંદરા) : ઇન્દ્રજીતાસિંહ કિરીટાસિંહ જાડેજા (.. 26) તે કિરીટાસિંહ ભીખુભાના પુત્ર, શિવરાજાસિંહ તથા વિરરાજાસિંહના પિતા, સૂર્યદિપાસિંહ અને જયરાજાસિંહના કાકા, સ્વ. ભીખુભા વેલુભા, ગગુભા, ધનુભા, નારણજી, વેસલજી, ભરતાસિંહ, રતનજી, શિવરાજાસિંહ ગાવિંદજીના પોત્રા, સ્વ. વાઘેલા ભગીરથાસિંહ ગોપાલજી (જમણપુર)ના જમાઈ, બળવંતાસિંહ, વનરાજાસિંહ, હેતુભા, જયદીપાસિંહ, રાજદીપાસિંહ, વિજયાસિંહ, ભગીરથાસિંહના ભાઈ, મનુભા, કનુભા, કારુભા, જશુભા, રાજુભા, રણજિતાસિંહ, હરાસિંહ,  પ્રવીણાસિંહ, ચંદ્રાસિંહ, હેતુભા, અરાવિંદાસિંહ, વિક્રમાસિંહ, જયદીપાસિંહ, જયેન્દ્રાસિંહ, હોથુભા, બબુભા, સ્વરૂપાસિંહ, ખેતુભાના ભત્રીજા તા. 31-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું બરાયા ગામના ચોરે તેમજ બારમાની વિધિ તા. 8-4-2024ના નિવાસસ્થાને બરાયા ખાતે.

સમાઘોઘા (તા. મુંદરા) : જાડેજા દિગ્વિજયાસિંહ પવુભા (.. 47) પવુભા જખુભાના પુત્ર, સ્વ. સુભાષસંગ તથા વખુભાના ભત્રીજા, કરણાસિંહ, દિવ્યરાજાસિંહના પિતા, સ્વ. મહિપતાસિંહ, કિરીટાસિંહ, સ્વ, ઘનશ્યામાસિંહ, ભુપેન્દ્રાસિંહ, મહાવીરાસિંહ, મનોજાસિંહના ભાઈ, જયપાલાસિંહ, જયરાજાસિંહ, પૂર્વરાજાસિંહ, યુવરાજાસિંહના કાકા, યક્ષરાજાસિંહના દાદા તા. 31-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 5-4-2024 શુક્રવાર સુધી સમાઘોઘા દરબાર ગઢની ડેલીએ. ઉતરક્રિયા તા. 11-4-2024ના ગુરુવારે.

ટોડિયા (તા. નખત્રાણા) : ચાકી આદમ વાહેદના (.. 65) તે ઇશાક અને સલીમના પિતા, જુમા અલીમામદ, જુસબ અલીમામદ, ઇસ્માઇલ, . ઓસ્માણ (મેઘપર)ના બનેવી, રહેમતુલા જુમ્મા (મેઘપર) અને અબ્દુલ રમજાન (કેરા)ના સસરા, અબ્દુલ ગની હાજી નૂરમામદ, અબ્દુલ કાદર, અબ્દુલશકુર, અનવર ફકીરમામદ (ભુજ)ના મામા, કાસમ દાઉદ (ટોડિયા)ના માસિયાઇ ભાઇ તા. 1-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-4- 2024ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાને છપરીવાસ, ટોડિયા ખાતે.

મોરઝર (તા. નખત્રાણા) : ગઢવી મંજુલાબેન અરવિંદદાન (.. 60) તે સ્વ. અરવિંદદાન ખોડીદાનના પત્ની, સ્વ. શંકરદાન અરજણદાન ગઢવી (લાખિયારવીરા)ના પુત્રી, પ્રતિકદાન, ધનંજય, બિંદિયાબેન, નમ્રતાબેનના માતા, સ્વ. ગઢવી નાજીદાન ખોડિદાનના ભાઇના પત્ની, સ્વ. મોઘાબેન અને બાલાબેનના ભાભી, ગઢવી નર્મદાબેન નાજીદાનના દેરાણી, ખોડીદાન, વિષ્ણુદાન, દર્શનાબેન, વિક્ષિતાબેનના સાસુ તા. 30-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 1-4થી 6-4-2024 સુધી નિવાસસ્થાન મોરઝર ખાતે.

ધોરાવર (ખાવડા) : કેશા રવા (.. 51) તે રાજુબેનના પતિ, માલશી રવા, દામા રવા, મૂરા રવાના ભાઇ, ભાણજી આચાર વિસરિયાના જમાઇ, મેઘા, નરશી, ધનજી, ભારમલ, લક્ષ્મણના પિતા, શાલુ માલશી, શામજી માલશી, મોહન દામા, ભોરા મુરા, નારાણ હાજાના કાકા, ભદ્રુ લક્ષ્મણ સંજણ, ભદ્રુ મુરા પૂંજા, મોહન દેવા ફફલના સસરા તા. 30-3-2024ના અવસાન પામ્યા છે. દિયાડો તા. 10-4-2024ના બુધવારે, પાણીઢોળ તા. 11-4-2024ના ગુરુવારે સવારે નિવાસસ્થાને.

નવી મોટી ચીરઈ (તા. ભચાઉ) : પ્રદ્યુમનાસિંહ મોહબ્બતાસિંહ જાડેજા (.. 64) તે સ્વ. મોહબ્બતાસિંહ હનુભાના પુત્ર, સ્વ. અનુભા, સુરુભા, ગિરીરાજાસિંહ, સ્વ. દેવુભા, સ્વ. જયેન્દ્રાસિંહ, ભરતાસિંહ, સુખદેવાસિંહ, બહાદુરાસિંહ, સ્વ. મુળરાજાસિંહ, સિદ્ધરાજાસિંહના ભાઈ, મહાવીરાસિંહના પિતા, મહિપાલાસિંહ, જોગરાજાસિંહના કાકા, જનકાસિંહ, દિગ્વિજયાસિંહ, ઈન્દ્રજિતાસિંહ, રવીરાજાસિંહ, અર્જુનાસિંહ બલભદ્રાસિંહ, રાજવીરાસિંહ, કર્મદીપાસિંહના મોટાબાપુ, દક્ષરાજાસિંહ, આદિત્યરાજાસિંહ, જલદીપાસિંહ, રૂદ્રરાજાસિંહના દાદા તા. 31-3-2024ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા નિવાસસ્થાને નવી મોટી ચિરઈ, તા. ભચાઉ ખાતે.

નાના કરોડીયા (તા. અબડાસા) : ગઢવી પચાણ બુધા (શેડા) તે ગં.સ્વ. પુનશ્રીબેનના પતિ, સ્વ. રામ બુધા, સ્વ. કમશ્રીબેન લખશમન બાટી, સભાઈબાઈ રાણશી બારોટ (ખજૂડી)ના ભાઈ, આશારિયા, કાનજી, ધનબાઇના પિતા, રતન, મંજુલા, જીતુ, મીના, હરિના કાકા, રાજા, નબુબેન, સ્વ. અજુભાઈ, ગોપાલભાઈ, કાનજીભાઈના મામા, સ્વ. સામત વરજાંગ બારોટ (બોરાણા)ના જમાઈ, માલશ્રી, હેતલ, સોનલ, શ્યામ, શામરાના દાદા તા. 31-3-2024ના અવસાન પામ્યા છે. પાણી તા. 10-4-2024ના બુધવારે.

નલિયા (તા. અબડાસા) : ધેડા નારણભાઇ (.. 66) તે સ્વ. ધનબાઇ રાયસીંભાઇ ધેડાના પુત્ર, માકબાઇના પતિ, સ્વ. ભુલાભાઇ ગડણ (સુથરી)ના જમાઇ, દેમાંબાઇ, સ્વ. લક્ષ્મીબેન, મનજી, હંસાબેનના પિતા, મેગજી અંગરિયા (નારાયણ સરોવર), ગાંગજી ફફલ (નલિયા), સ્વ. સામજીભાઇ બારા (ખાનાય)ના સસરા, સ્વ. શિવજી, સ્વ. મેગજી, દેવજીભાઇ, સ્વ. કાનજીભાઇ, સુમારના ભાઇ તા. 30-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન આંબેડકરનગર, નલિયા ખાતે. ઉત્તરક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.

બેરા (તા. અબડાસા) : સંગાર ઈબ્રાહિમ ઈસ્માઈલ (ઉર્ફે અભુ સરપંચ) તે ઈભલા ઈસ્માઈલ, આમધ ઈસ્માઈલ, હસણ ઈસ્માઈલના ભાઈ, સાલેમામદ અને નૂરમામદના પિતા 1-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-4-2024ના બુધવારે સાંજે બેરા જમાતખાનામાં.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang