• શનિવાર, 20 એપ્રિલ, 2024

અવસાન નોંધ

ભુજ : વડનગરા નાગર સુભાષ કિશોરચંદ્ર માંકડ તે ગં.સ્વ. શર્મિષ્ઠાબેન કિશોરચંદ્ર માંકડના પુત્ર, ઇલાબેનના પતિ, વિભવ (અમેરિકા), જલશ્રી કંદર્પ દવેના પિતા, કાર્થિકા વિભવ અને કંદર્પ દવેના સસરા, મધુસૂદનભાઇ, ગં.સ્વ. પ્રતિમાબેન બકુલભાઇ વૈદ્ય, યજ્ઞેશભાઇ, પીયૂષભાઇ, પરિતોષભાઇ, મૈથિલીબેન ચંદ્રકાન્ત મકવાણાના ભાઇ તા. 31-3-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 1-4-2024ના સવારે 8 કલાકે નિવાસસ્થાન 84, શિવમ પાર્ક, માધાપરથી સ્વર્ગ પ્રયાણધામ, ભુજ જશે. તેમની પ્રાર્થનાસભા આજરોજ તા. 1-4-2024ના સાંજે 5-30થી 6-30, હાટકેશ કોમ્પ્લેકસ ખાતે રાખેલ છે.

ભુજ : શંકરદયાલ દશરથલાલ સિન્હા (.. 68) તે રીટાબેનના પતિ, માધુરી સહાય, મનીષના પિતા, સંતોષ સહાય અને નીલમના સસરા, જાન્વી અને આદિત્યના દાદા, નિકુંજ અને નૈનાના નાના તા. 21-3-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

ગાંધીધામ : મૂળ રાધનપુરના વાલજીભાઈ દિપચંદભાઇ ચંદારાણા ( 86) તે દિપચંદભાઇ પોપટલાલ ચંદારાણાના પુત્ર, સુભદ્રાબેનના પતિ, મણીલાલ રણછોડભાઈ પોપટ (ધાનેરા)ના જમાઇ, રોહિતભાઇ, મંજુલાબેન પ્રભુલાલ સોમેશ્વર, દક્ષાબેન ડાહ્યાલાલ રતાણી, મધુબેન મહેશભાઇ જોબનપુત્રાના પિતા, પૂજાબેન, પ્રભુલાલ લખમશી સોમેશ્વર, ડાહ્યાલાલ વશરામભાઇ રતાણી, મહેશભાઇ ચુનીલાલ જોબનપુત્રાના સસરા, વિઠ્ઠલદાસ, વિમળાબેન મગનલાલ પુજારાના ભાઇ, ભીખાલાલ, પ્રકાશભાઇના બનેવી, ચોથાણી નવીનભાઇ રામજીભાઇ (અંજાર)ના વેવાઇ તા. 29-3-2024ના અવસાન પામ્યા છે. બને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-4-2024ના સોમવારે સવારે 10થી 11 તથા 11 બાદ દશો, નૂતન લોહાણા મહાજનવાડી, ભારતનગર, ગાંધીધામ ખાતે.

માંડવી : સરલાબેન (નબુબેન) (.. 72) તે સ્વ. સુભાષભાઇ પચાણભાઇ ચંદેસરાવ ભટ્ટના પત્ની, સ્વ. કિશોરભાઇ અને સ્વ. જેન્તીભાઇના ભાભી, સ્વ. ઉમરબાઇ કાકુભાઇ મોખરાના પુત્રી, પુષ્પાબેન, મંજુલાબેન, સ્વ. સરલાબેન, ચેતનાબેનના મોટા બહેન, દક્ષાબેનના માતા, વિજયભાઇ ઉદયભાણ અભાણીના સુસ, પૂજાબેન અને મયૂરના નાની તા. 30-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-4-2024ના સોમવારે સાંજે 4થી 6 વલ્લભવાડી, પહેલા માળે, માંડવી ખાતે.

ખંભરા (તા. અંજાર) : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી)?ભાવેશભાઇ હરિલાલભાઇ રાઠોડ (.. 43) તે સ્વ. હંસાબેન તથા હરિલાલભાઇ રાઠોડના પુત્ર, સ્વ. કાશીબેન તથા સ્વ. અમરસીભાઇના પૌત્ર, દયારામભાઇ તથા વિનોદભાઇના ભત્રીજા, ગં.સ્વ. મંજુલાબેન તથા શાંતિલાલભાઇના જમાઇ, રેખાબેનના પતિ, અમિતભાઇના નાના ભાઇ, વંદનાબેનના દિયર, દૃષ્ટિ તથા જૈનીના પિતા, કૃપા તથા જયમીનના કાકા તા. 30-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 1-4, 3-4 તથા 4-4ના સવારે 9થી 12, બપોરે 3થી 6 નિવાસસ્થાને શાંતિનગર, ખંભરા ખાતે.

ધમડકા (તા. અંજાર) : વીરબાઇ નૂરમામદ રાઉમા (.. 68) તે રમજાનઅલી (અલ્ફાજ હેન્ડીક્રાફટ-ભુજ), .શકુર અબ્બાસ, મામદના માતા તા. 30-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-4-2024ના સોમવારે અસર નમાઝ બાદ સાંજે 6.30 વાગ્યે.

વીડી (તા. અંજાર) : માંજોઠી હાજી ઇલિયાસ જાનમામદ (.. 70) તે દાઉદ, હારુન, ફકીરમામદના ભાઇ, રમજુ તથા હાસમના પિતા, અબ્બાસ (રામપર-વેકરા)ના સસરા તા. 28-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-4-2024ના સોમવારે સાજે 6થી 7 વીડી મસ્જિદ ખાતે.

મોટી રાયણ (તા. માંડવી) : વાલજીભાઇ મૂરજીભાઇ માતંગ (નિવૃત્ત એસ.ટી.) (.. 68) તે સ્વ. કેશરબેન મૂરજી મેઘજી માતંગના પુત્ર, ગં.સ્વ. કેશરબેનના પતિ, ઝવેરબેન ભાણજી ગરવા, જેઠાલાલ, પ્રકાશના પિતા, વેરશીભાઇ, કાનજીભાઇ, ભાણજીભાઇ, સામજીભાઇ, સ્વ. કાનબાઇ ધનજી ગરવા, ગં.સ્વ. નાનબાઇ બિજલ રૂપાણી, સ્વ. પુરબાઇ મેઘજી મારા (દેશલપર-વાંઢાય), લીલબાઇ નારાણ મારાજ (દુર્ગાપર)ના ભાઇ, સ્વ. મેઘબાઇ જીવણ બુચિયા (ગોધરા)ના જમાઇ, સ્વ. માલશીભાઇ, પુનશીભાઇ, સ્વ. થાવરભાઇના બનેવી, મીનાબેન તથા અનિતાબેનના સસરા, જેની, સ્વ. હેત, જેન્સી, કક્ષા, સિહાન, નિહિત, જૈહિતના દાદા, સ્વ. કુણાલ ગરવાના નાના તા. 31-3-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા આગરી તા. 3-4-2024ના બુધવારે અને પાણી તા. 4-4-2024ના ગુરુવારે, બેસણું નિવાસસ્થાન મહેશ્વરીવાસ, મોટી રાયણ ખાતે.

ટોડિયા (તા. નખત્રાણા) : જોગલ નાનજી સાકરિયા (.. 60) તે અરજણ સાકરિયા, સામાબેન નાનજી જેપાર (બિટ્ટા), વાલજી સાકરિયા, માનબાઇ ખીમજી પાયણ (વિથોણ)ના ભાઇ, પાલીબેનના પતિ, ખીમજી, દેવાબાઇ, અરવિંદ, જેન્તી, કાનજીના પિતા, ગોવિંદ, ધનબાઇ મનજી ગંઢેર (નેત્રા), રમેશ, કમળાબેન નારાણ સિજુ (રામદેવનગર), રામીબાઇ ગોપાલ બુચિયા (બેરૂ), ભરત શિવજીના કાકા, લીલાબાઇ, રસીલા, અનિલા, જશોદા, જ્યોતિ, બાબુલાલના મોટાબાપા, ક્રિષ્ના, હિરેન, નિર્મલ, ગોવિંદ, રોહિતના દાદા, સ્વ. મંગા રામા રોલા (દેવીસર)ના જમાઇ, પંચાણભાઇના બનેવી તા. 30-3-2024ના અવસાન પામ્યા છે. તા. 4-4-2024ના ગુરુવારે સાંજે આગરી, તા. 5-4-2024ના ઘડાઢોળ નિવાસસ્થાન ટોડિયા ફાટક પાસે.

દેવીસર (તા. નખત્રાણા) : ગં.સ્વ. પાયણ માનબાઇ ભીમજી શિવજી (.. 84) તા. 30-3-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 9-4-2024ના મંગળવારે રાત્રે, ઘડાઢોળ તા. 10-4-2024ના બુધવારે સવારે નિવાસસ્થાન દેવીસર ખાતે.

વિથોણ (તા. નખત્રાણા) : સુમત લોંચા (.. 2ાા) તે રોહિત હરિલાલ લોંચાના પુત્ર, રોહનના નાના ભાઇ, હરિલાલ વીરજી લોંચાના પૌત્ર તા. 31-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 1-4, 2-4 (બે દિવસ) નિવાસસ્થાન મફતનગર, વિથોણ ખાતે.

રોહા-સુમરી (તા. નખત્રાણા) : ભજીર ઇસ્માઇલ જુસબ (.. 65) તે ભજીર આધમ તથા ઇશાકના ભાઇ, જાકીરહુશેનના પિતા, ભજીર હુશેન બુઢા (નલિયા)ના બનેવી, આમીન તથા શકીલના દાદા, . ભજીર અબ્દુલ આમદ (સુખપર)ના જમાઇ તા. 31-3-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 2-4-2024ના મંગળવારે અસર નમાઝ બાદ જમાતખાના, રોહા (સુમરી) ખાતે.

ભવાનીપુર (તા. અબડાસા) : ખલીફા મુશા આધમ (.. 58) તે મહમદ હુશેન ઉર્ફે (ભશુભાઇ)ના નાના ભાઇ, આધમ, ઇમરાનના પિતા, સતાર, ઇકબાલ (મંડપવાળા)ના કાકા, . ખલીફા ઇબ્રાહિમ જાફર (લાલા)ના જમાઇ, શાહિલ, તાહિર, અકસાના દાદા તા. 30-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-4-2024ના બુધવાર ઁસવારે 10થી 11 નિવાસસ્થાન ભવાનીપુર ખાતે.

મોકરશીવાંઢ : કેર હાજી અલાના થેબા (.. 71) તે અદ્રેમાન, ઇશા, મોહમદરહીમ, હનીફના પિતા, . ઉમર, જકરિયા વેલાના ભાઇ, કેર હસણ, હાજી હમધા અલુ (ભદ્રાવાંઢ)ના બનેવી તા. 30-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-4-2024ના સોમવારે અસર નમાઝ બાન મોટી મસ્જિદમાં.

મોટી ખાખર (તા. મુંદરા) : મૂળ પાંચોટિયાના ગઢવી ખીમશ્રી સુમાર વાનરિયા ( ..  98) તે કલ્યાણ સુમાર, સ્વ. કરમણ સુમાર વાનરિયા, માલબાઈ, આશબાઈના માતા તા. 31-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 10-4-2024ના નિવાસસ્થાન સાંગાઇ વાડી, કાંડાગરા રોડ, મોટી,ખાખર ખાતે.

ખારોઈ (તા. ભચાઉ) : સુથાર કુંવરજી નાનજી (.. 46) તે કાશીબેન નાનજી સુથારના પુત્ર, નીતાબેનના પતિ તા. 29-3-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા મોરિયા ને લોકાઈ તા. 4-4-2024ના ગુરુવારે નિવાસસ્થાને ખારોઈ ખાતે.

હિંગરિયા : મૂળ ચંદુરના હીરાબા જાલુભા વાઘેલા (.. 43) તે વાઘેલા જાલુભા કરશનજીના પત્ની, ધીરુભા, કનુભાના નાના ભાઈના પત્ની, જટુભા, મંગલાસિંહ (રતનબા નાના કાંડાગરા), અમજીબા (શિરાચા), અંતરબા (નાના કાંડાગરા)ના ભાભી, શિવાનીબા (ઝુરા), યશપાલાસિંહ, ડિમ્પલબા, જ્યોતિબા તથા કરણાસિંહના માતા, જાડેજા હમીરજી જીલુભા (નિરોણા)ના બહેન, જાડેજા ભીખુભા શિવુંભા (ઝુરા)ના સાસુ, મોહનાસિંહ, ઉદયાસિંહના કાકી, પ્રદીપાસિંહ, દેવેન્દ્રાસિંહ, નરપતાસિંહ, હરદીપાસિંહના ભાભુ તા. 30-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-4-2024ના સવારે 9થી સાંજે 6 નિવાસસ્થાન હિંગરિયા મધ્યે તથા તા. 4-4-2024ના તેમના પૈતૃક ગામ નિરોણા મધ્યે પ્રાર્થનાસભા રાખેલ છે. 12મું તા. 9-4-2024ના હિંગરિયા ખાતે.

નલિયા (તા. અબડાસા) : મહેશ્વરી નારાણ રાણશીભાઇ (.. 66) તા. 30-3-2024ના અવસાન પામ્યા છે.

કોરિયાણી (તા. લખપત) : સોઢા ખેતાજી કાનજી (.. 60) તે સ્વ. કાનજી રતનજી સોઢા (છછી સામરોય)ના પુત્ર, સ્વ. કેસરસિંહ કાનજી સોઢાના નાના ભાઇ, સોઢા હેમરાજજી અમરસિંહ, ભૂરતી, ભીમજી, ખાનજી દાનસંગજી, સુરતસિંહ દાનસંગજી, સુરતસિંહ રાણસિંહ, સુરુભા, શિવુભા, લધુભા આશાજી, ભારાજી મુલાજી, પ્રતાપસિંહ અમરાજી, કલુભા અરજણજી, લાખિયારજી નારાણજી (લોરિયા)ના પિતરાઇ ભાઇ, શિવરાજસિંહ, ભૂપતસિંહ, વિપુલસિંહ, પ્રભાતસિંહના પિતા, સોઢા હઠુભા સ્વરૂપસિંહ (પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય), પીરદાનસિંહ, જાલમસિંહ, રાજેન્દ્રસિંહ, વિજયસિંહના કાકા, જયદીપસિંહ, લાલસિંહ, નરેન્દ્રસિંહ, જિતેન્દ્રસિંહ, રામદેવસિંહ, શક્તિસિંહ, ક્રિપાલસિંહના મોટાબાપુ, સોઢા હરપાલસિંહ, વીરેન્દ્રસિંહ, વંશરાજસિંહના દાદા તા. 31-3-2024ના અવસાન પામ્યા છે. આગરીની રાત (દીવાની રાત) તા. 10-3-2024ના બુધવારે તથા ઘડાઢોળ (બારસની વિધિ) તા. 11-4-2024ના ગુરુવારે નિવાસસ્થાન કોરિયાણક્ષ?ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang