• શનિવાર, 02 માર્ચ, 2024

ભુજ

ભુજ : પ્રીતપાલકૌર સહાની (ઉ.વ. 75) તે જશપ્રીતસિંઘ સહાની (હોટેલ શેરે પંજાબ-માધાપર)ના માતા તા. 25-5-2023ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 26-5-2023ના શુક્રવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન એ-5, સ્વામિનારાયણ?એવન્યૂ, પ્રમુખસ્વામી નગર, ભુજથી ખારીનદી ખાતે જશે.

ભુજ : ગં.સ્વ. ત્રિવેણીબેન નર્મદાશંકર ત્રિવેદી (ઉ.વ. 93) તે ગૌરીબેન નર્મદાશંકરના પુત્રી, સ્વ. પ્રતાપરાય (ભુ.ન.પા.) તથા સ્વ. બળવંતરાય ત્રિવેદી (કોર્ટ)ના બહેન, જશુબેન તથા સ્વ. ક્રિષ્નાબેનના નણંદ, દિવ્યભાષ (બાડા હાઇસ્કૂલ), સુનીલ (સિંચાઇ-જિલ્લા પંચાયત), કપિલ (મુંબઇ), કેતકી (માતૃછાયા વિદ્યાલય), અદ્વિતા, સીમા, હિના, ભાવિનીના ફઇ, સ્વ. જયશ્રીબેન, ગોપીબેન (શ્રીજી વિદ્યાલય-માધાપર), યામિનીના ફઇજી તા. 25-5-2023ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 26ના શુક્રવારે સવારે 10 કલાકે તેમના નિવાસસ્થાન યોગેશ્વરધામ, આર.ટી.ઓ રિલોકેશનથી લોહાણા સ્મશાન જવા પ્રયાણ કરશે.

ભુજ : કચ્છી દશા?શ્રીમાળી જૈન વણિક પિનાકીન રતિલાલ મહેતા (રિટા. જિલ્લા પંચાયત સિંચાઇ) (ઉ.વ. 78) તે સ્વ. લક્ષ્મીબેન રતિલાલ મહેતાના પુત્ર, સ્વ. નવીનચંદ્ર, સ્વ. ઉમેશચંદ્ર, બિપિનચંદ્ર (રિટા. ટ્રેઝરી ઓફિસ), બંકીમચંદ્ર (ભુજ નગરપાલિકા), સ્વ. યશોદાબેન (નયના), ખુશાલચંદ્ર મહેતા (મુંબઇ), તરૂલતા રામજીભાઇ સોલંકી, નિરંજનાબેન હરીશભાઇ મહેતાના ભાઇ, સ્વ. નીતાબેન, પુષ્પાબેન, કોકિલાબેનના દિયર, કૌશિક, સ્વ. વિપુલ, ગુંજન, સ્વ. દર્શના (સુરત), બિન્દુ (સુરત), જુગ્ની (વડોદરા)ના કાકા, હર્ષિદા, ધીરેન, મનીષ, છાયા, હેતલ, આશિષ, જિતેશ, હીરલ, મોહિતના મામા, ચંદ્રિકાબેન, જાગૃતિબેન, શીતલબેન, કમલેશકુમાર, રાજેશકુમાર, પીયૂષકુમારના કાકાજી, નીલેશકુમાર, મનોજકુમાર, છાયાબેન, મૈત્રીબેન, હર્ષિલકુમાર, હેમલકુમાર, કિંજલબેન, હીનલબેનના મામાજી, નૈતિક, વૃષ્ટિના દાદા તા. 25-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-5-2023ના શનિવારે સાંજે 5થી 6 કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિ, વાણિયાવાડ, ભુજ ખાતે.

ભુજ : હર્ષિતકુમાર ધુવા (મહેશ્વરી) (ઉ.વ. 16) તે ધુવા દિનેશભાઇ વેલજીભાઇના પુત્ર, કાનજીભાઇ, વેલજીભાઇ, આત્મારામભાઇના પૌત્ર, શંકરલાલ, ગોપાલભાઇ, ગોવિંદભાઇ, ચંદ્રેશ, ચેતન, સુરેશ, સંજયના ભત્રીજા, કેનિયા શિવજીભાઇ મીઠુભાઇ (રાયણ)ના દોહિત્ર, કેનિયા પ્રવીણ તથા દિનેશના ભાણેજ, મેહુલ, પ્રકાશ, દીપક, રોશની, આદિત્ય, અમન, દીક્ષા, નંદીકા, અંકિતા, હર્ષ, દીપુના ભાઇ તા. 25-5-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ આગરી તા. 25-5-2023ના પૂર્ણ થઇ ગઇ છે તથા પાણીઆરો તા. 26-5-2023ના સવારે નિવાસસ્થાન જૂની રાવલવાડી, મહેશ્વરી સમાજવાડીની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : જયાબેન ધનજી સોલંકી (ઉ.વ. 82) તે સ્વ. ધનજી મેઘજી સોલંકી (એસ.ટી.વાળા)ના પત્ની, સ્વ. મીઠુભાઇ ભટ્ટી (માધાપર)ના પુત્રી, સુરેશ (એસ.ટી.વાળા), રાજેશ, રોહિત (ભુજ નગરપાલિકા), પ્રેમિલા ચૌહાણના માતા, નીતાબેન, પ્રવીણાબેન, જયશ્રીબેન, મહેન્દ્ર ચૌહાણ (એસ.ટી.-મુંદરા)ના સાસુ, સ્વ. લીલાવંતીબેન પરમાર (ભચાઉ), સ્વ. નરેન્દ્ર, દિલીપ, મહેન્દ્ર, મનસુખ (ભુજ નગરપાલિકા)ના બહેન, સ્વ. જેરામભાઇ મેર, સ્વ. મનજીભાઇ ચૌહાણ, સ્વ. પુરષોત્તમભાઇ રાજપૂત (મકવાણા), ઉમેદસિંહ ચૌહાણના વેવાણ, મિત્તલ, રિદ્ધિ, કુલદીપ, પૂર્વા, કૃપા, મિતરાજના દાદી, વૈશાલી, રીના, કર્ણના નાની તા. 25-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-5-2023ના સાંજે 5.30થી 6.30 રાજપૂત સમાજવાડી, નવી રાવલવાડી, ભુજ ખાતે.

આદિપુર : વિનોદાસિંહ વખતાસિંહ જાડેજા (ઉ.વ. 89) તે જાડેજા તખ્તાસિંહ વખતાસિંહ (મોડપર)ના નાના ભાઈ, કિશોરાસિંહ અને વિક્રમાસિંહના પિતા, મંગલદીપાસિંહ, જયદિપાસિંહના દાદા તા. 18-5-2023ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 29-5-2023ના સોમવારે નિવાસસ્થાને 69-મંગલેશ્વરનગર, મેઘપર બોરિચી, આદિપુર ખાતે.

આદિપુર : અમરતલાલ (અપ્પુભાઇ) મોહનલાલ સોલંકી (ઉ.વ. 64) તે ભરતભાઇના ભાઇ, રવિ તથા ભાવેશભાઇના પિતા તા. 24-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-5-2023ના શુક્રવારે સાંજે 6થી 7 નિવાસસ્થાન પ્લોટ?નં. 244, વોર્ડ-2/બી, આદિપુર ખાતે.

અંજાર : જેઠાલાલ પ્રેમજી મજેઠિયા (નિવૃત્ત જી.ઇ.બી.) (ઉ.વ. 67) તે દિવાળીબેન પ્રેમજી હીરજી મજેઠિયાના જયેષ્ઠ પુત્ર, ભાવનાબેનના પતિ, બીનીતા (શિક્ષિકા, કે.જી. માણેક સ્કૂલ-અંજાર), મોસમીના પિતા, હરિલાલ તથા સ્વ. જેન્તીલાલના ભત્રીજા, સ્વ. જાદવજી રામજી દક્ષિણી (કુંભારડી)ના ભાણેજ, તુલસીદાસ, પ્રવીણભાઇ (વિજય વાસણ ભંડાર), વિજયભાઇ (ગ્રીસા લેંગિસ), જયાબેન મણિલાલ ચતવાણી (ગાંધીધામ), સુશીલાબેન જગદીશ ચંદારાણા (ગાંધીધામ) તથા સવિતાબેનના ભાઇ, નિતાબેન, ચિત્રાબેનના જેઠ, ગ્રીસા, ફેમ, નાયરાના મોટા બાપા, કલ્પનાબેન, કપિલભાઇ સોમૈયા (ગાંધીધામ), ધરમભાઇ (આઇ.ઓ.સી.-ગાંધીધામ)ના મામા, શ્રુતિબેનના મામાજી સસરા, સ્વ. કરશનદાસ નારણજી ચોથાણી (તુણા)ના જમાઇ, સ્વ. નવીનચંદ્ર કરશનદાસ ચોથાણીના બનેવી, મંજુલાબેનના નણદોઇ, કેતન તથા દીપ્તિના ફુઆ તા. 24-5-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-5-2023ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 પલણવાડી, યોગેશશ્વર ચાર રસ્તા નજીક. લૌકિક વ્યવહાર બંધ છે.

અંજાર : ગં.સ્વ. જવેરબેન મંગલદાસ ઠક્કર (ગામ દુધઇ હાલે ઘાટકોપર-મુંબઇ) (ઉ.વ. 91) તે સ્વ. મંગલદાસ પ્રાગજી ઠક્કરના પત્ની, સ્વ. ગોમતીબેન ગોકલદાસ ઠક્કર (સતાપર)ના પુત્રી, સ્વ. વિશનજી, સ્વ. રણછોડદાસ, સ્વ. રાઘવજી, સ્વ. મંગલજી, સ્વ. મોહનલાલ, સ્વ. ઠાકરશી, સ્વ. મોંઘીબેન, સ્વ. ગંગાબેન, સ્વ. તારાબેનના બહેન તા. 24-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા અંજારમાં રાખી નથી તેમજ લૌકિક વ્યવહાર બંધ છે.

મુંદરા : શબ્બીરભાઇ તાહેરઅલી લાકડાવાલા (ઉ.વ. 64) (અબ્બાસ ટ્રેડર્સ-મુંદરા) તે બતુલબેનના પુત્ર, અબ્બાસ તથા મુનીરાના ભાઇ, સકીનાબેનના પતિ, હાતીમના પિતા, બતુલના સસરા, હોઝેફા અંતરિયાના સાળા, હુસેનના કાકા, બુરહાનુદ્દીનના દાદા તા. 24-5-2023ના અવસાન પામ્યા છે. બીજિયાના સિપારા તા. 26-5- 2023ના શુક્રવારે બપોરે 12.45 કલાકે અને ત્રીજિયાના સિપારા તા. 27-5-2023ના શનિવારે બપોરે 12.45 કલાકે બદરી મસ્જિદ, મુંદરા ખાતે.

માંડવી : ધોબી અમીનાબેન આધમ (ઉ.વ. 80) તે રમજુ (જનતા લોન્ડ્રી), હુશેનના માતા, મામદ ઇબ્રાહિમના કાકી, મ. આમદ, અબ્દુલા, ઉમર (મુંદરા), મ. ફાતમાબેન ફકીરમામદ (ભુજ)ના બહેન, કાસમ, આસિફ, મેમુના, મરીયમના માસી, અબ્બાસ, જાવેદ, જુબેર, ફાતમા, સાનિયા, રમજુના દાદી તા. 25-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-5-2023ના શનિવારે સવારે 10થી 11 ધોબી જમાતખાના, માંડવી ખાતે.

સુમરાસર-શેખ (તા. ભુજ) : મહેશ્વરી કેશાભાઇ સાંગાભાઇ (ઉ.વ. 72) તે મુલબાઇના પતિ, ખીમીબેન અરજણ બડિયા, સ્વ. જગદીશ, ભરતના પિતા, કુંવરબેનના સસરા, શિવના દાદા, સ્વ. સાંગા મંગલના મોટા પુત્ર, ભચુ, ગોપાલ, થાવર, રાયશી, બાયાબાઇ મૂરજી આયડી, સેજબાઇ રામજી સોલંકીના ભાઇ, સ્વ. પેથા ખીમા ફફલ (નારાણપર)ના જમાઇ, સ્વ. બાવા પચાણ સુંઢાના ભાણેજ તા. 25-5-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. સાદડી નિવાસસ્થાન સુમરાસર-શેખ ખાતે.

નાગોર (તા. ભુજ) : જેન્તીલાલ રામજીભાઇ વાઘમશી (ઉ.વ. 45) તે ગં.સ્વ. સજુબેન રામજીભાઇ વાઘમશીના પુત્ર, મીનાબેનના પતિ, જ્યોતિબેન પૂંજાભાઇ વાઘમશી તથા અનીતાબેન રસિકભાઇ વાઘમશીના ભાઇ, હરેશ, નીશા, નરેશના પિતા, જગદીશ, કાજલ, પારસ, કિશન, માનસીના કાકા તા. 24-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-5-2023ના શુક્રવારે સાંજે 4થી 5 સોરઠિયા સમાજવાડી, નાગોર ખાતે.

નાની ખેડોઇ (તા. અંજાર) : હાજરાબેન રઝાક ખલીફા (ઉ.વ. 72) તે રઝાક બુઢા ખલીફાના પત્ની, આમદ અને હમીદા (અંજાર)ના માતા, સતાર બુઢા, સલીમ બુઢા, રસીદ ઇબ્રાહિમ, ઇશાક ઇબ્રાહિમ, સિધિક ઇબ્રાહિમ, ઓસમાણ ઇબ્રાહિમ (પાંતિયા)ના ભાભી, મામદ, ઇસ્માઇલ, જુસબ, સિરાજ, કાસમ, અનિશ, રમજાન, મુસ્તાકના મોટીમા, કમાલના દાદી, આધમ હુશૈન (અંજાર)ના સાસુ, ઇબ્રાહિમ મામદ, સુલેમાન મામદ (બેરાજા)ના બહેન તા. 25-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-5-2023ના શનિવારે સવારે 10થી 11 નાની ખેડોઇ ખાતે.

ફરાદી (તા. માંડવી) : સોની રતનબેન ધનજી છટ્ટપોખ્યા (ઉ.વ. 84) તે સ્વ. સામાબાઇ પ્રાગજી છટ્ટપોખ્યાના પુત્રવધૂ, વસનજી તથા મહેન્દ્રના માતા, શિલ્પાબેન તથા ડોલીબેનના સાસુ, સ્વ. હેમરાજભાઇ, કાંતિભાઇ, વસંતભાઇ, મણિબેન જવેરીલાલ સુસણિયા, પુષ્પાબેન લક્ષ્મીદાસ ધકાણ, ભાનુબેન પદમશી શાહ, લક્ષ્મીબેન વસંતલાલ બંધણ ધકાણના ભાભી, બચુબેન કાનજી સુસણિયાના પુત્રી, જવેરીલાલ, લક્ષ્મીદાસ, લક્ષ્મીબેનના બહેન, હર્ષ, જનક, ક્રિષ્ણાના દાદી તા. 24-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-5-2023ના સાંજે 4થી 5 રામદ્વારા, ફરાદી ખાતે.

નાની ખાખર (તા. માંડવી) : દેવશીભાઇ પ્રેમજીભાઇ રામાણી (ઉ.વ. 87) તે સ્વ. પ્રેમિલાબેનના પતિ, સ્વ. નારણભાઇ, માવજીભાઇ, વિઠ્ઠલભાઇ, સ્વ. કાન્તાબેન (લાયજા), લક્ષ્મીબેન (નાની ખાખર), સ્વ. ઝવેરબેન (નાસિક)ના ભાઇ, સ્વ. લધાભાઇ કરશનભાઇ લિંબાણી (દરશડી)ના જમાઇ, જેઠાલાલભાઇ, શારદાબેન, નર્મદાબેન, સુશીલાબેનના પિતા, મંજુલાબેન, જેઠાલાલ, મણિલાલ નારણ (બિદડા), નવીનભાઇ હરજી (નાની ખાખર), લક્ષ્મીચંદ ધનજી (રાયણ મોટી)ના સસરા, હિતેષ, રિમેશ, મનીષાના દાદા, દક્ષાબેન, શીતલબેન, મહેશકુમાર દોલત (દુર્ગાપુર)ના દાદાસસરા તા. 25-5-2023ના અવસાન પામ્યા છે. બેસણું (સાદડી) તા. 26-5- 2023ના સવારે 9થી 11, બપોરે 3થી 5 નિવાસસ્થાને ખેરાણ વાડી, નાની ખાખર ખાતે.

કોડાય (તા. માંડવી) : કિશોર ખીમજી રાબડિયા (ઉ.વ. 53) તા. 23-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-5-2023ના સાંજે 4થી 5 ખીમજી લાલજી રાબડિયાના નિવાસસ્થાન મસ્કા-ગુંદિયાળી રોડ, મસ્કા ખાતે.

ગોધરા (તા. માંડવી) : મંધરા રોમતબાઇ હુશેન (ઉ.વ. 95) તે લતીફ ભટ્ટી (નાની ખાખર), આધમ સાલેમામદ લાખા (ગોધરા), ઇસ્માઇલ ઓસમાણ નારેજા (ગોધરા)ના સાસુ, લાખા અલીમામદ હાસમના સાળી, હાજી અનવર, રમજુ, અબ્બાસ, જુસબના માસી, ઇબ્રાહિમ, મુસ્તાક, રમજાન (શેરખાન), સલીમ, સુલતાનના નાની તા. 24-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-5-2023ના સવારે 10.30થી 11.30 ગોધરા જમાતખાના ખાતે.

મોરગર (તા. નખત્રાણા) : રબારી સાજણભાઇ (ઉ.વ. 43) તે રબારી મેગુબેન જખાભાઇના પુત્ર, ભચીબેનના પતિ, ચેના, સોનાના ભાઇ, કોમલ, સોનુ, રોશની, જાનુના પિતા, દેવા વંકા, કાના વંકા (ગઢશીશા)ના કાકાઇ ભાઇ, ખુશી, કિંજલ, રીયા, હારવીના કાકા, રબારી રવા સોમા (મોસુણા)ના જમાઇ તા. 23-5-2023ના અવસાન પામ્યા છે. આગરી તા. 1-6-2023ના ગુરુવારે તથા ઘડાઢોળ તા. 2-6-2023ના શુક્રવારે તેમજ સાદડી નિવાસસ્થાન મોરગર (યક્ષ)?ખાતે.

તરા (મંજલ) : હાલે માધાપર ગં.સ્વ. હીરાગૌરી પ્રસોત્તમવન ગોસ્વામી (ઉ.વ. 72) તે ખુશાલવન, હેમલતાબેન, નરેન્દ્રવનના માતા, હિંમતગર, પુષ્પાબેન, ભારતીબેનના સાસુ, હંસાબેન, સરસ્વતીબેન, સ્વ. પ્રતાપવન, જેરામવન, જગદીશવન, હેમતવન, નવીનવન, મહેશવનના કાકી, વેલગર (આશાપર), રતનબેનના બહેન, વિશાલવન, બ્રિજેશવન, ભરતવન, નીલેશવન, હાર્દિકવન, ધાર્મિકવન, ધ્રુવવન, મિત્તલ, આરતી, કૃપાલી, કિરણ, રચના, તન્નુ, કાજલ, વૈશાલી, સીમાના દાદી તા. 24-5-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 27-5-2023ના શનિવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન તરા (મંજલ) ખાતે.

રાયધણજર (તા. અબડાસા) : હાલેપોત્રા હાજી ઝકરિયા (ઉ.વ. 38) તે સિદ્દિક મામદના પુત્ર, રફીક, ગુલામહુશેનના ભાઇ, રેહાન ફૈઝલના પિતા, અ.મજીદ અને અસગરના બનેવી તા. 25-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-5- 2023ના શનિવારે સવારે 10 વાગ્યે ગેબનશા પીર કમ્પાઉન્ડ, રાયધણજર ખાતે.

થાણા : અરવિંદભાઇ (ઉ.વ. 67) તે મૂળ રવાપર હાલે થાણાના સ્વ. ભગવતીબેન મોરારજી ચંદનના મોટા પુત્ર, લક્ષ્મીબેનના પતિ, ચેતન અને પાયલ નીતિન નાંદુરકરના પિતા, વાલજી મોતીરામ રાજદે (ઉખેડા)ના નાના જમાઇ, જયેશભાઇ, દીપકભાઇ, સ્વ. કમળાબેન, સ્વ. શારદાબેન, મહાલક્ષ્મીબેન, એકાદશીબેન, સીતાબેન, સંતોષબેન, સાવિત્રીબેન, સરસ્વતીબેનના ભાઇ, કાનજીભાઇ, ઇશ્વરભાઇ, સીતાબેન, માલતીબેનના બનેવી, જ્યોતિબેન અને દિવ્યાબેનના જેઠ, રવિ, રાજ, કુંજન, સાગર, કિન્નરીના મોટા બાપા, ક્રિવિના નાના તા. 25-5-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-5-2023ના શનિવારે સાંજે 5.30થી 7 કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફલોર, આર.આર.ટી. રોડ, મુલુંડ (વેસ્ટ) ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

મુલુંડ : મૂળ કોરિયાણીના ગં.સ્વ. શાંતાબેન પુરુષોત્તમ ગીયાસોતા (ઉ.વ. 90) તે સ્વ. પુરુષોત્તમ નરસિંહદાસ ગીયાસોતાના પત્ની, સ્વ. મીઠીબાઇ ચાગપર માણેકના પુત્રી, ગીતાબેન હસમુખ (રાજુભાઇ) રૂપારેલ, જયેશ અને જિતેશના માતા, નીતાબેન અને બીનાબેનના સાસુ, ગં.સ્વ. ગુણવંતીબેન હરિરામભાઇના દેરાણી, ગં.સ્વ. હરદેવીબેન વસંતભાઇ અને ગં.સ્વ. જયાબેન દયારામભાઇના જેઠાણી, સ્વ. પાર્વતીબેન પુરુષોત્તમભાઇ તન્નાના ભાભી, દમયંતીબેન ભગવાનભાઇ, ગં.સ્વ. પુષ્પાબેન વસંતભાઇ અને સ્વ. લીલાધરભાઇ (કાકુભાઇ)ના બહેન, ધ્રુમિન, પ્રિયલ રોશન ઝવેરી, દીપલ ગૌરવ સુથારના દાદી, નીકિતા આશિષ કારિયા, દીપિકા અમિત ઠક્કરના નાની તા. 24-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

Youtube Live

Budget 2024 LIVE

Panchang